પરિમલની પ્રાર્થના.. वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિમલની પ્રાર્થના..

પરિમલ અને પ્રીતિ એકજ સોસાયટીમાં હતાં.બન્ને આંગણવાડીથી સ્કૂલ સુધી સહધ્યાયી હતાં.પરિમલ ભણવામાં થોડો ઠોઠ હતો.ઘરે લેશન તેની મમ્મી કરાવે તો તે બગાસાં ખાતો ખાતો થોડું ઘણું કરે ના કરે અને તે સીધો પ્રીતિ પાસે રમવા પહોંચી જાય.તે દરેક કામે પરિમલને મદદ કરતી, ભણવામાં દાખલો ના આવડે તો તે ટપલી દાવ કરતી ભણાવતી જાય, ડોબા! તને તો કંઈજ આવડતુ નથી.જેવા ઉદ્દગાર કરતી જાય.પ્રીતિ ભણવામાં તેજસ્વી હતી.પરિમલ જોડે બચપણથી રમતી.તેને પરિમલ સાથે રમવું,ઝઘડવું,પીટવું,પીટાવું ખૂબ ગમતું.પરિમલ તેના ઘેર આવે અને પ્રીતિ પરિમલ ના ઘેર જાય.આખો દિવસ સ્કૂલના સમય સિવાય તેની પ્રદક્ષિણા ચાલ્યા કરતી.પ્રીતિ ના ઘેર કઈ બનાવ્યું હોય તો તે તેના માટે રાખી મૂકે.તેને બજાર જવાનું હોય તો પણ તે પરિમલને જ લઇ જાય.તે તેના સગા વહાલાંમાં પ્રસંગે જાય તો પરિમલને સાથે જ લઇ જાય.બંનેના મા બાપ બાળકો નાનાં છે,તેમ સમજી છૂટ આપતાં.મનમાં એવી કોઈ દ્વિધા આજ સુધી ન્હોતી થઇ.
એક દિવસ પ્રીતિ ખૂબ બીમાર પડી.હોસ્પિટલમાં દાખલ કરી.પરિમલ તેના વગર એકલો પડી ગયો.તેને સ્કૂલમાં જવાનું મન ન્હોતું છતાં તેની મમ્મી ખીજવાઈ એટલે એ પરાણે ગયો. પણ પ્રીતિ વગર તેનું મન ઉદાસ હતું. તે રીશેષ ના સમયે સ્કૂલે દફ્તર મૂકી જયાં પ્રીતિ હોસ્પિટલ હતી ત્યાં તેના પાસે પહોંચી ગયો. પ્રીતિ ના મમ્મી-પપ્પા બોલ્યાં અરે ! પરિમલ તું કોની જોડે આવ્યો? તું સ્કૂલ નહીં ગયો? તેં કંઈ ખાધું? તું ઘેર કહી ને આવ્યો? આવા અનેક સવાલ પરિમલ ને પ્રીતિનાં મમ્મી પપ્પાએ પૂછી લીધા. પરિમલ માથું હલાવી નિરુત્તર રહ્યો.પ્રીતિ ઊંઘતી'તી.તે તેના જોડે અલગ સ્ટૂલ પર બેઠો. પ્રીતિની સામે એકીટશે નજર કરી રહ્યો હતો. કે પ્રીતિ આંખ ખોલે તો હું એને કહું કે "પ્રીતિ ચાલ ને તારા વગર બે દિવસ થી હું ભૂખ્યો છું.તારા વગર રમવું ખાવું હસવું કંઈજ ગમતું નથી.તું જલ્દી આંખ ખોલ મારે તને ઘરે કંઈ જવી છે તું જલ્દી સ્વસ્થ થઇ જા." પ્રીતિનાં મમ્મી પપ્પા કહેવા લાગ્યા.. બેટા જા... તારી સ્કૂલ છૂટવાનો સમય થઇ ગયો છે.છતાં પણ એ ના ખસ્યો.સ્કૂલ છૂટી,દફ્તર ક્લાસ રૂમમાં જ પડ્યું રહ્યું. સ્કૂલ છૂટવાના સમય બાદ પરિમલ ઘેર નાં આવ્યો તેથી તેની મમ્મી ને ચિંતા થઇ કે કેમ નાં આવ્યો? શેરી માં નજર કરી આવી, તેની સાથે ભણતાં બધાં ને પૂછી વળી, તેના ક્લાસમાં બીજી એક છોકરીએ કીધું કે તે તો સ્કૂલમાં બપોર પછી નથી દેખાયો. મમ્મી ને ફાળ પડી, છોકરો ક્યાં ગયો હશે? કેમ ના આવ્યો? બે દિવસ થી કંઈજ ખાધું નથી, ઉદાસ ઉદાસ લાગતો'તો.આવડાને શું ટેનશન હશે? તેને અચાનક યાદ આવ્યું. કે પ્રીતિ ના ઘેર જ પૂછી લઉં. તેના પગ પ્રીતિ ના ઘેર તરફ ઉતાવળા થયા. પ્રીતિના ઘેર લૉક લટકતું જોઈ, બાજુનાં ને પૂછ્યું. સમાચાર મળ્યા કે તેમની બેબી બીમાર છે માટે બે દિવસ થી હોસ્પિટલ છે. એના એ પગે હોસ્પિટલ ગઈ. આ બાજુ પ્રીતિ કોઈ વણ સમજાય ના તેવી બીમારીમાં આંખ ખોલતી ન્હોતી. બધાં ના મગજમાં પ્રીતિ ની અકળ બીમારી જોઈ કોઈનું મન સ્થિર ન્હોતું. પરિમલ બપોર નો તેની પાસે જ બેઠો હતો.તેણે માત્ર અન્યના આગ્રહ થી બે ઘૂંટાળા પાણી જ પીધું. આજે તેનો બીજો દિવસ ભૂખ્યા રહેવામાં વીતી ગયો હતો. બધાં જ મનાવે કે પ્રીતિ ને સારું છે થોડું આ ફ્રૂટ ખાઈ લે.. તો તે કહેતો કે "પ્રીતિ આંખો ખોલે પછી જ, હાલ કંઈજ ના આગ્રહ કરશો મને." પ્રીતિને તપાસવા ડૉક્ટર અવાર નવાર આવતા તેમની સામે તે ટગર ટગર જોઈ રહેતો.તે કહે કે પ્રીતિ ને સારું છે તો હું ઘેર મમ્મી ને કહું કે મમ્મી sorry. હું તને કીધા વગર પ્રીતિ પાસે ગયો હતો.દફ્તર બીજા દિવસ તેના સખા ઘેર લઇ આવ્યા હતા.પરિમલ ની મમ્મી ની નજર પ્રીતિ પર પડી પછી જોડે બેઠેલા પરિમલ પર પડી પરંતુ બંને ને નીરખી ગુસ્સો ઓગળી ગયો. ત્યાં પરિમલ બોલ્યો : sorry મમ્મી હું તને કહેવા નથી રહ્યો. પણ આ પ્રીતિ આંખ ખોલે તો હું ઘેર આવું ને? બંનેના પરિજન પરિમલ ના શબ્દો સાંભળી ચૂપ રહ્યાં. પ્રીતિ ની આંખો હજુ ખુલી ન્હોતી. બધાં ની ચિંતા વચ્ચે પરિમલ પણ ભૂખ્યો હતો. તેની મમ્મી બોલી પ્રીતિ ને સારું થઇ જશે તું થોડું ઘેર જમી ને આવ આજ બે દિવસ થી તું કંઈજ ખાતો નથી. માટે મને ચિંતા છે કે તું બીમાર પડી જઈશ તો ! પરિમલ મમ્મી ને કહેવા લાગ્યો : "મમ્મી ચિંતા ના કર પ્રીતિ માત્ર આંખ ખોલી ને જુએ પછી જ હું જમીશ." પ્રીતિ ના પરિજનો પણ મૂંઝવણ અનુભવવા લાગ્યાં. પ્રાર્થના થવા લાગી. સંધ્યા સમય હતો, હોસ્પિટલ ના એક ખૂણામાં ભગવાન ગણપતિ નું મંદિર હતું. સાંજ ની આરતી થવાના ધ્વનિ કાને આવવા લાગ્યા. બધાં ખાધા પીધા વગર પ્રીતિ ના ખાટલા પાસે હાજર હતાં. અચાનક દૈવી કૃપા એ પ્રીતિ ની આંખો ખુલી. તે બેઠી થઇ... પહેલી નજર પરિમલ પર પડી પછી તેના મમ્મી, પરિમલનાં મમ્મી પર એમ વારાફરતી બધાંને નીરખી રહી. પરિમલ નાં ચહેરા પર અશ્રુ સભર ચહેરા પર ખુશી જોઈ. પ્રીતિ બોલી : પરિમલ તું ક્યારે આવ્યો? તે નિરુત્તર રહ્યો. પ્રીતિ ની મમ્મી બોલી તારો આજે હોસ્પિટલ ત્રીજો દિવસ છે અને પરિમલ ખાધા વગર તારી પાસે બે દી' થી સતત તારા થી દૂર નથી ગયો. ત્યાં પરિમલ બોલ્યો : પ્રીતિ તને સારું હોય તો રજા લઇ ઘરે જઈએ.ત્યાં બધી વાત કરીશું. ડોક્ટર ની મુલાકાત બાદ રજા લઇ સઘળા ઘેર ગયાં.(સાચો પ્યાર હોય તો પરમેશ્વર ને ઝૂકવું પડે છે.)
- સવદાનજી મકવાણા(વાત્ત્સલ્ય )