ઝંઝાવાત Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝાવાત

શેરબજારના કિંગ ગણાતા વિવાન શાહની જિંદગીમાં ઝંઝાવાત આવી ગયો...!!

બસ, જિંદગી એઝયુઝ્વલ પસાર થઈ રહી હતી. પણ અચાનક તેમના જીવનમાં એવો એક અણધાર્યો વળાંક આવ્યો કે તેમનું દિવસનું ચેન અને રાતોની ઊંઘ પણ ઉડી ગઈ.

અચાનક એક દિવસ સવારમાં તે પથારીમાંથી ઉભા થવા ગયા પણ તેમનાથી ઉભા જ ન થઈ શકાયું, ઘણાંબધાં પ્રયત્ન કર્યા પણ તે ઉભા થવા માટે અસમર્થ રહ્યા. પત્ની રસોડામાં ટિફિન તૈયાર કરી રહી હતી.

આજે બરાબર સોળ દિવસ પછી વિવાન ઑફિસ જવાનો હતો. કદી ઘરે ન રહેતા વિવાનને આજે કામ-ધંધે જવાનું હતું તેથી તેને હાંશ થતી હતી. આગલા દિવસે રાત્રે જ મોડા સુધી બેસીને તેણે બધા જ વેપારીઓના બિલો બનાવ્યા હતા અને પોતે કાલથી ઑફિસમાં આવી રહ્યો છે તે પણ જણાવી દીધું હતું.

વિવાનને તેની પત્ની રીમાને, તેની માતા કુમુદ બેનને તેમજ તેના નાના ભાઈની પત્ની નિહારિકાને કોરોનાનો વાઇરસ ભરખી ગયો હતો તેથી બધા વિવાનના ફ્લેટમાં હોમ કોરોન્ટાઈન થયા હતા. વિવાન રવિવારે પણ ઘરે રહેતો ન હતો. આટલા બધા દિવસ ઘરમાં ને ઘરમાં રહીને તે ખૂબજ કંટાળી ગયો હતો હવે હોમ કોરોન્ટાઈનનો પંદરમો દિવસ પણ આજે પૂરો થઇ ગયો હતો અને આવતીકાલે સોમવારથી જ તે પોતાની ઑફિસે જવાનો હતો.

પણ અચાનક આ શું થઈ ગયું હતું. હાલતો-ચાલતો દોડતો માણસ આ રીતે અચાનક પથારીમાંથી ઉભો જ ન થઈ શકે તે કેટલું બધું દુઃખદાયી હતું કે વાત ન પૂછો...!!

ચાર જણને બોલાવીને તેમને તેમના બેડરૂમમાંથી ઉંચકીને બહાર બેઠકરૂમમાં સોફા ઉપર લાવવામાં આવ્યા. બે-ચાર કલાક તો કોરોનાને કારણે ઉભી થતી અશક્તિનું આ પરિણામ છે તેવું માનવામાં આવ્યું પણ પછી તો જેમ જેમ સૂર્ય માથા ઉપર ચઢતો ગયો તેમ તેમ આ તકલીફ વધતી ને વધતી જ ગઈ શું કરવું કંઈજ સૂઝતું ન હતું. કોરોનાને કારણે કોઈ ડૉક્ટર પણ ઘરે વિઝિટ માટે આવવા તૈયાર ન હતા છેવટે એક ડૉક્ટરને ખૂબ રીક્વેસ્ટ કરી તો તે ચેકઅપ માટે આવ્યા. તેમણે વિવાનને ચેક કરીને કહ્યું કે આ કેસ મારો નથી તમારે ફીઝીયોથેરાપીસ્ટનો કોન્ટેક્ટ કરવો પડશે.

વિવાનની પત્ની રીમાએ આ વાત ફોન કરીને પોતાના ભાઈને જણાવી જેના ઘણાંબધાં ફ્રેન્ડસ ડૉક્ટર હતા. રીમાનો ભાઈ મનિષ પોતાના મિત્ર ડૉ.મિહિર પટેલને લઈને બેન રીમાને ઘરે પહોંચી ગયો.

ડૉ.મિહિર ખૂબજ હોંશિયાર ડૉક્ટર હતા. તેમણે વિવાનની પરિસ્થિતિ જોઈને તરત જ કહી દીધું કે, " આમને તો જી.બી.એસ. નામનો રોગ થયો છે જેમાં માણસને ટેમ્પરરી પેરાલીસીસનો એટેક આવે છે. આ રોગ પગના અંગૂઠાથી શરૂ થાય છે અને ધીમે ધીમે ઉપર ચઢતાં ચઢતાં આખા શરીરમાં ફેલાતો જાય છે. માટે આમને તો હોસ્પિટલાઈઝ્ડ કરવા પડશે...!! " તેમણે જણાવ્યું કે," સારું તો થઈ જશે પણ લાંબો સમય પસાર થઈ શકે છે. તમારે ઘણી જ ધીરજ રાખવી પડશે..!! "

વિવાનને હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં રાખવામાં આવ્યા અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી.
બે-ત્રણ ડૉક્ટર અંદર અંદર વાત કરતા હતા કે જો આ તકલીફ વધતી જશે અને બોડીમાં ઉપર સુધી આની ઈફેક્ટ થશે તો પેશન્ટને વેન્ટીલેટર ઉપર પણ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ વાત જાણતાં જ વિવાન તેમજ તેની પત્ની રીમાના હોંશ કોશ ઉડી ગયા હતા પણ હવે આવી પડેલી આફતનો સામનો કર્યા વગર છૂટકો પણ ન હતો. એ રાત્રે વિવાનને અને રીમાને આખી રાત ઉંઘ પણ આવી નહિ. ફક્ત એ રાત જ નહિ પણ એ પછીની ઘણી બધી રાતો વિવાન અને રીમા ઉંઘી શક્યા નહિ. એક વીક આઈ.સી.યુ.માં પસાર કર્યું પણ તબિયતમાં સુધારો થવાને બદલે તકલીફ વધતી ગઈ અને આ રોગ છાતી સુધી પહોંચી ગયો અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ તેથી વિવાનને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો.
અને દિવસે દિવસે વિવાનની તબિયત બગડતી જ ગઈ, બગડતી જ ગઈ અને એક દિવસ એવો આવ્યો કે તેણે પોતાનો જીવ ગુમાવી દીધો.

વિવાન રીમાને છોડીને ઘણે દૂર ચાલ્યો ગયો અને રીમાનું આ વિવાન વગરના ઘરમાં રહેવું મુશ્કેલ જ નહીં નામુમકીન બની ગયું અને આ જિંદગી તેને માટે ઝંઝાવાત સમી બની ગઈ.

સત્ય ઘટના ✍️

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/4/2021