વસુધા
પ્રકરણ-4
પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ગાડરીયા ગામ પોતાની દીકરી વસુધા માટે છોકરો જોવા આવ્યાં હતાં. બધી વાતચીત ચાલી રહી હતી. વાતવાતમાં છોકરાઓં ભણતર અંગે વાત નીકળી ત્યારે જાણ્યું કે એમનો દિકરો પીતાંબર સાત ચોપડી ભણેલો છે.
પાર્વતીબહેને કહ્યું મારી વસુધા 9 ચોપડી ભણી છે એને તો આગળ ભણવું છે પણ અમે... ત્યાં પીતાંબરની માં એ કહ્યું અરે વાહ સારુ કહેવાય મને તો છોકરીઓ ભણે એ ગમે છે જો એને આગળ ભણવું હશે તો અમને વાંધો નહીં ઉઠાવીએ અને મારે ત્યાં પરણીને આવી તો હું એને આગળ ભણાવીશ મારે પણ ભણવાની હોંશ હતી પણ આપણાં સમયમાં છોકરીઓને ભણાવતાંજ નહીં હજી કિશોરી થઇ હોય એને ઘરકામમાંજ વાળી દેતાં. ત્યાંજ પીતાંબર બાઇક પર બહારથી આવ્યો.
ભાનુબહેને કહ્યું આવી ગયો દીકરા ? ફેન્સીંગનું કામ પુરુ થઇ ગયું ? પીતાંબર આવીને કહ્યું ના માઁ કામ ચાલુજ છે બંધા ભાઇબધાં છે ધ્યાન રાખે છે હું તો ચા-નાસ્તો લેવા આવ્યો છું ત્યાં છે બધાં સાથે ચા નાસ્તો કરીશું. પછી પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ સામે નજર પડતાં બોલ્યો માં મહેમાન આવ્યાં છે ? ક્યાંથી આવ્યાં ?
ભાનુબહેને કહ્યું હાં પેલાં દિવાળી માસી આવેલાંનો એમનાં ભાઇ-ભાભી છે એમને ઘરે મોટી ખેતી છે વાગડ થી આવ્યા છે તારી સાથે સંબંધ કરવા એમની છોડીનો વસુધા નામ છે ખૂબ હોંશિયાર દેખાવડી અને સમજુ છે. ઉભો રહે તને ચા અને નાસ્તો આપી દઊ. ફેન્સીંગમાં બરાબર ધ્યાન આપજો આમ વારે વારે આવો ખર્ચો નથી થતો.
પોતાનાં સંબંધની વાત કરી એટલે પીતાંબર થોડો શરમાયો પછી બોલ્યો બા મને ચા નાસ્તો આપી દે એટલે વેળાસર જઇને બધુ કામ પતાવું પછી માં એ કંઇક ઈશારો કર્યો એટલે પીતાંબર પાર્વતીબહેન અને પુરષોત્તમભાઇને પગે લાગ્યો. ગુણવંતભાઇએ પોરષાતા કહ્યું પુરષોત્તમભાઇ આ મારો નાનકો પીતાંબર મારો એકનો એક પનોતો પુત્ર છે. અને આનાંથી 4 વર્ષ મોટી સરલા એને સિધ્ધપુર પરણાવી છે. એય આ શ્રાવણમાં ઘરે આવશે.
પુરષોત્તમભાઇએ પીતાંબરને આશીર્વાદ આપ્યાં અને ઘડીક પીતાંબરને જોઇ રહ્યાં. મનમાં કંઇક વિચાર કરી રહ્યાં. ત્યાં ભાનુબહેને વાતો કરતાં કરતાં ચા-નાસ્તો તૈયાર કરીને પીતાંબરને આપી દીધો અને એ બાઇક પર નીકળી ગયો.
અવંતિકા "વસુમા" નવલકથા વાંચી રહી હતી એને ખૂબ રસ પડી રહેલો. એણે વિચાર્યુ આ નવકથા લખનાર કોણ છે ? એણે પુસ્તક ઉલ્ટાવીને જોયું તો લેખક તરીકે વસુમાની નણંદ સરલાનું નામ લખેલું હતું સરલાદેવી ભટ્ટ અને પુસ્તક સમર્પિત કરેલું. આજની યુવાન કન્યાઓને... અવંતિકાને થયું આવાં સુંદર ચરિત્ર માટે મને પણ લખવું. ગમત. કાશ એમનો પહેલાં પરિચય થયો હતો. પણ કંઇ નહીં ભવિષ્યમાં કોઇ તક મળે ચોક્કસ લખીશ.
અવંતિકા વિચારમાં પડી ગઇ કે આમાં લખનારે કેટલો સંવાદ વસુમા સાથે કર્યો હશે કોની કોની સાથે ચર્ચાઓ કરી હશે કેટલી માહિતી એકઠી કરી હશે. સરલાદેવીએ એ સમયનાં માણસો સામાજીક મલાજો રીતરીવાજનું પણ કેવું સુંદર વર્ણન કર્યુ છે કેટલું જાણવાં મળી રહે છે. આમાં વસુધાનાં માં ગાડરીયા ગામ જાય છે વસુધા માટે પીતાંબરને જોવા ત્યારે મોટરબાઇક પરથી ગામનો (ચોરો) ભાગોળ આવતાંજ ઉતરી જાય છે એ સમયમાં બાઇક પર બેસીને છેક ઘર સુધી નહોતાં જતાં ગામનાં વડીલોની આવી પણ આમાન્યા રાખતાં. વાતોમાં કેટલો આદર અને પ્રેમ દર્શાવ્યો છે.
કહેવું પડે, આપણી ભારતની એમાંય ગુજરાતનાં ગામે ગામની ભાતીગળ સંસ્કૃતિ-સંસ્કાર અને વિચાર જાણવાનાં મળે છે. અવંતિકાએ આગળનું પ્રકરણ વાંચવાનું ચાલુ કર્યું.
વસુધાનું વેવીશાળ....
પાર્વતીબહેન અને પુરષોત્તમભાઇ પીતાંબરને જોઇ મળી એનાં માતાપિતા સાથે સામાજીક વ્યવહારીક વાતો કરીને એમનો આભાર માનીને ઘરે પાછા આવવા નીકળ્યાં. પુરષોત્તમભાઇએ ગુણવંતભાઇને કહ્યું આપને મળીને ખૂબ આનંદ થયો. આપ બેસો અમે નીકળીએ દિવાળી તમને મળવા આવી જશે. પછી આગળ વાત કરીશું. ગુણવંતભાઇને કહ્યું ભલે ભલે આતો છોકરાં છોકરીને સારું સંસ્કારી ખાનદાન ખોરડું મળે એજ આશય હોય. ભલે ત્યારે રામ રામ એમ કહીને છૂટા પડ્યાં.
ભાનુબહેન અને પાર્વતીબહેન બંન્ને ઘરેથી ગામ ભાગોળ તરફ નીકળ્યાં. અને પુરષોત્તમભાઇ બાઇક લઇને આગળ નીકળી ગયાં. થોડેક આગળ જઇને પાર્વતીબહેનની રાહ જોવા લાગ્યાં.
થોડાક આગળ જઇને ભાનુબહેન કહ્યું ચાલો પાર્વતીબેન સાચવીને જજો તમે આવ્યાં ખૂબ ગમ્યું તમારી દીકરી મારે ઘરે આવશે કહી દુઃખી નહીં થાય એની ખાત્રી આપું છું કારણ કે માતા-પિતાને મળ્યા પછી આખો કુટુંબનાં અને છોકરાઓનો ઉછેર ખ્યાલ આવી જાય છે. અમારે એકનો એક છે એટલે થોડો જીદ્દી છે પણ સ્વભાવનો ખૂબ ઉદાર અને સારો છે. તમ તમારે પછી જણાવજો દિવાળી બહેન અહીં આવતાં જતાં હોય છે.
પાર્વતીબહેને કહ્યું ભલે ત્યારે મળીશું પછી જયશ્રી કૃષ્ણ કહીને છૂટા પડ્યાં અને પુરુષોત્તમભાઇ પાસે આવ્યાં. પાર્વતી બહેન પહોચ્યાં અને પુરષોત્તમભાઇએ બાઇકને કીક મારી અને બાઇક ચાલુ કરીને ઘર તરફ લીધી.
થોડીકવાર ભગોળ ગઇ ત્યાં સુધી બંન્ને જણાં મૌન રહ્યાં પછી પાર્વતીબહેને કહ્યું સાંભળો છો ? મને તો ઘર કુટુંબ છોકરો બહુ ગમ્યું છે. છોકરો આમતો સંસ્કારી લાગ્યો કેવો આવીને પગે લાગ્યો. ખાધે પીધે અને જમીન ઢોર બધી રીતે સમૃધ્ધ છે એક દીકરી છે એ પરણાવી દીધી છે અને એય છેક સિધ્ધપુર છે. મને તો ગમ્યું છે તમારુ શું કહેવું છે ?
પુરુષોત્તમભાઇએ કહ્યું ઘર કુટુંબ બધુ સારુ છે આ ગુણવંતભાઇ પણ સ્વભાવે નરમ છે ઘરમાં બ્રાહ્મણનાં સંસ્કાર સચવાયાં છે એ લોકોની સેવારૂમ સરસ હતી પીતાંબર થોડો છૂટો લાગ્યો એટલે કે પોતાનું ધાર્યુજ કરતો હશે. પણ આજકાલનાં છોકરાં હોય એને એનાં ભાઇબંધ દોસ્તારો ઘણાં હોય એવું લાગ્યું અને ફરવામાં એક્કો હશે... બીજું તો હું દિવાળીને પૂછી લઇશ.
પાર્વતીબહેને કહ્યું હું એક વાત કહું ? પુરષોત્તમ ભાઇ કહે બોલને ? શું વાત છે ? પાર્વતીબહેન કહે એક કામ કરોને આપણે ઘરે જતાં વચમાં દિવાળીબહેનનું ગામ આવે છે આપણે સાથે છીએ વળી ગાડરીયા જઇ આવ્યાં બધી વાત કરીએ અને તમારાં મનમાં પ્રશ્નો છે એ પણ પૂછી લઇએ. આ આપણે ઢોર ખેતરવાળા આખો વખત આમ બહાર ક્યાં નીકળાય છે ? તો બધી વાતનો ખૂલાસોજ થઇ જાય પછી એ લોકોને જે સંદેશો આપણે હોય એ બધી ચર્ચા કરીને દિવાળી બહેનને કહી દઇએ.
પુરષોત્તમભાઇએ સાંભળ્યું સાંભળી થોડીવાર ચૂપ રહ્યાં પછી બોલ્યાં ભલે એવુંજ કરીએ. તારી વાત સાચી છે હવે શ્રાવણ પણ આવે છે એટલે જવાબ પણ સમરપા દિવસોમાં અપાઇ જાય પછી મારાં મહાદેવને જે કરવું હશે એ કરશે.
એમ કહી એમણે બાઇક દોડાવી. દિવાળી બહેનની ગામની ભાગોળ આવતાં જ ગામ તરફ ટર્ન લઇ લીધો અને સીધા એમનાં ઘરેજ બાઇક ઉભી રાખી. અહીં પાર્વતીબહેન ભાગોળે ના ઉતર્યા. સીધાં ઘરેજ પહોંચ્યાં દિવાળી બહેનને છૈયા છોકરાં હતાં નહીં એમનાં પતિને ગૂજરે 5-6 વર્ષ થઇ ગયાં હતાં આખાં ઘર-વાડામાં એકલાં રહેતાં હતાં. એમની જમીન ભાગીયા જોડે ખેડાવી ખેતી કરે છે એક ગાય અને બે ભેંશ છેએ પણ દાઢીયા બધુ સંભાળે છે એ આખો વખત મહાદેવનાં મંદિર અને ન્યાતની આવી પંચાતોમાં ગળાડૂબ છે એમાં એમને આનંદ આવે છે અને સમય પણ પસાર થાય છે.
ઘર આંગણે બાઇક ઉભી રહી એટલે દિવાળી બહેને ઘરની જાળી ખોલીને જોયું અને બોલ્યાં ઓહો પુરષોત્તમ આવ્યો છે ને ? સાથે ભાભી પણ છે અરે આવો આવો મને ખબરજ હતી ગમે ત્યારે તમે આવશો હું તો એકલું માણસ ક્યાંને ક્યાંક ગઇ હોઉ ક્યાંક સામાજીક હોય ક્યાં મારાં મહાદેવ પાસે હોઉ. કંઇ નહીં આવો આવો.
પાર્વતીબહેન અને પુરુષોત્તમભાઇ અંદર ગયાં. દિવાળી બહેને માટલામાંથી પાણી લાવીને આપ્યું. બંન્ને જણાએ શીતળ અને મીઠું પાણી પીધું અને પાર્વતીબહેને કહ્યું વાહ પાણી ખૂબજ ઠંડુ અને મીઠડાં આ પાણીનો ગોળો ક્યાંથી લાવ્યાં ?
દિવાળી બહેને કહ્યું અરે ગઇ પૂનમે ડાકોર ગઇ હતી અહીં ગામની બધી બહેનપણીઓ સાથે ત્યારે ત્યાંથી લાવી હતી અહીંથી રીક્ષા છકડો કરીને ગયાં હતાં એટલે લાવવાનું ફાવ્યું. સારું છે ને ? પણ પેલાએ પૂરા રા. 80 લીધાં બોલો કેટલું મોંઘુ થઇ ગયું છે.
પુરષોત્તમભાઇએ કહ્યું બહેન ખાસ તો અમે એટલે આવ્યાં છીએ કે અમે ગાડરીયા જઇને આવ્યાં દિવાળી બહેને પૂછ્યું "કેવું લાગ્યું ઘર છોકરો ?.......
આગળ આવતા અંકે - પ્રકરણ-5