Chamatkar books and stories free download online pdf in Gujarati

ચમત્કાર

વિચાર કરતાં કરતાં આજે હું ઘણી દૂર ચાલી ગઈ.. મારા ભૂતકાળમાં.... મારા ગામડે...
શહેરની ગલીઓ વચ્ચે અટવાયેલી હું મારા મીઠાં-મધુરા ગામને કઈરીતે ભૂલી શકું..?? ન જ ભૂલી શકું...!!

મારું ઘર ગામની સીમાડે હતું... શહેરના કોલાહલથી દૂર ત્યાં નિરવ શાંતિ છવાયેલી રહેતી.. મારા ઘરની બાજુમાં જ એક ભીખી બા પોતાના દિકરા-વહુ અને પૌત્ર સાથે નાનકડા ઘરમાં રહેતા.

દિકરો-વહુ અને પૌત્ર એક દિવસ બહારગામથી પાછા વળી રહ્યા હતા અને અચાનક તેમને ગોઝારો અકસ્માત થયો. દિકરો અને વહુ ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા, ભીખીબાનો પૌત્ર બચી ગયો પરંતુ તેને બંને પગમાં ભયંકર ઈજા પહોંચી, જે ઑપરેશન કરવામાં આવે તો બરાબર થઈ જાય.

ભીખીબાના ઘરમાં પૈસા કમાવાવાળો ફક્ત એક દિકરો જ હતો જે મૃત્યુ પામ્યો હતો હવે ઘર કઈરીતે ચલાવવુ તે જ એક પ્રશ્ન હતો તો ઑપરેશનનો ઘણો મોટો ખર્ચ તે કરી શકે તેવી તેમની કોઈ પરિસ્થિતિ ન હતી.

વળી આ ઑપરેશન શહેરના એક નામાંકિત ડૉક્ટર જ કરતાં કરતાં હતાં જેમની ફી જ ઘણી બધી વધારે હતી જે ભીખીબા ચૂકવી શકે તેમ ન હતા.

ગામના લોકો ભીખીબાને આ દિકરાની સારવાર કરાવવા માટે અવાર-નવાર કહ્યા કરતા હતા પણ ભીખીબાને પોતાના ભગવાન ઉપર ખૂબજ વિશ્વાસ હતો તે દરેકને એક જ જવાબ આપતાં કે હું આ મારા પૌત્રને લઈને શહેરમાં બતાવવા માટે નહિ જવું પણ ડૉક્ટર જાતે અહીં આવશે.

ભીખીબાની વાતો સાંભળી સૌ ગામ લોકો તેમની હાંસી ઉડાવતા પરંતુ તેનાથી ન તો તેમને કંઈ ફરક પડતો ન તો તેમનો ભગવાન ઉપરનો વિશ્વાસ ડગમગતો...!!

***********************

એક દિવસ શહેરના એક ખ્યાતનામ ડૉક્ટરને એક કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પોતાના શહેરથી દૂર બીજા શહેરમાં જવાનું થયું તેમણે તે માટે ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી અને જવા માટે નીકળી પણ ગયા.

ફ્લાઈટ સમયસર ઉપડી પણ ગયું પરંતુ થોડે સુધી ઉડ્યું અને વાતાવરણ બદલાતાં ફ્લાઇટ અચાનક નીચે ઉતારી લેવા માટે ફરજ પડી.

જ્યાં ફ્લાઈટ ઉતારી લીધું હતું ત્યાંથી ડૉક્ટર સાહેબને જ્યાં જવાનું હતું તે જગ્યા થોડી દૂર હતી તેથી ડૉક્ટર સાહેબે ટેક્સી ભાડે કરી અને પોતાની કોન્ફરન્સના સ્થળ ઉપર પહોંચવા માટે ઉતાવળ કરવા લાગ્યા.

થોડે આગળ સુધી ટેક્સી પહોંચી અને પવન જોરશોરથી ફુંકાવા લાગ્યો. વાવાઝોડાએ વધારે તીવ્રતા પકડી. ટેક્સી ડ્રાઈવરે ટેક્સી ઉભી રાખી દીધી અને ડૉક્ટર સાહેબને જણાવ્યું કે, " આગળથી ખૂબજ તોફાની વાવાઝોડું આવી રહ્યું છે તેથી ટેક્સી હવે કોઈપણ સંજોગોમાં આગળ વધી શકશે નહીં.

અરે, એટલું જ નહીં થોડી ક્ષણોમાં તો પવન એટલો જોરશોરથી ફુંકાવા લાગ્યો કે ડૉક્ટરને ટેક્સીમાંથી દોડીને બહાર તેની સામે જે ઘર હતું તેમાં ભાગીને પુરાઈ જવું પડ્યું.

અચાનક, કોઈએ બારણું ખખડાવતાં ભીખીબાએ બારણું ખોલ્યું અને ડૉક્ટર સાહેબને આશરો આપ્યો.

ભીખીબાના પૌત્રને પથારીમાં સૂતેલો જોઈ ડૉક્ટર સાહેબે તેના વિશે પૂછ્યું. દિકરા રોહિતને જે તકલીફ હતી અને જે ખ્યાતનામ ડૉક્ટર પાસે ઑપરેશન કરાવવાનું હતું તે આ જ ડૉક્ટર હતાં જે અત્યારે તેને ચેકઅપ કરી રહ્યા હતા.

ભીખીબાને આ વાતની જાણ થતાં તેમના આનંદનો કોઈ પાર ન રહ્યો અને મનોમન તેમણે પોતાના ઈશ્વરનો ખૂબજ આભાર માન્યો.

તેમને જે શ્રધ્ધા હતી ભગવાન ઉપર કે ડૉક્ટર જાતે આવશે તે શ્રધ્ધા ભગવાને પૂરી કરી હતી.

પરમાત્માને સાચા હ્રદયથી યાદ કરવાથી પરમાત્મા અચૂક આપણી મદદે આવે જ છે ‌

આપણે જેવું વિચારીએ છીએ તેવું હંમેશા આપણી સાથે થાય જ છે માટે હંમેશા પોઝીટીવ વિચારવું જેથી હંમેશા સુખ અને આનંદની અનુભૂતિ થશે જ......

આપણી ખુશી આપણાં વિચારોને આભારી છે અને આપણે કેવું વિચારવું એ આપણાં હાથમાં છે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED