લવ બાઇટ્સ - પ્રકરણ-65 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-65

લવ બાઇટ્સ
પ્રકરણ-65
બાપજીએ આશાને કહ્યું મેં આપેલાં આશીર્વાદ તને ફળી ગયાં ને... અને હવે ... પછી એ બોલતાં અટકી ગયાં અને ત્રણેને બહાર મોકલી સ્તવનને કહ્યું તારાં ગળામાં તું શું આ પહેરી લાવ્યો છે ખબર છે ?
સ્તવન આષ્ચર્યમાં ગરકાવ થતાં બોલ્યો બાપજી જ્યારથી આ માળા પહેરી છે ત્યારથી બધા માટે આ આર્શ્ચય છે અને મારાં માટે વિડંબણા કેમ બધાને પ્રશ્ન થાય છે એક સાદી સુંદર મોતીની માળા છે બસ, આમાં બધાને નવાઇ લાગવા જેવું શું છે ?
અઘોરનાથજી મંદ મંદ હસવા લાગ્યા એમણે કહ્યું આ સાદી મોતીની માળા અને પાણીદારનંગ જે ખૂબજ મોંઘો મણી છે. તને એની કિંમત કે મહ્ત્વતાની ખબર નથી આજથી 6 પેઠી પહેલાનાં જયપુરનાં રાજવીની એકની એક દીકરી પ્રસ્નનલતાની માળા છે અને એમાં રહેલો નંગ કોઇ સામાન્ય નંગ કે મણિ નથી એ દૈવી નાગનાં માથા પર રહેતો શક્તિશાળી મણી છે. એમાં દૈવી તાકાત છે તે પહેર્યો છે તારાં ગળામાં તારામાં ખૂબ શક્તિ છે પ્રેરે છે અને તું રક્ષાયેલો છે તારી આસપાસ મણીનાં કારણે દૈવી ઓરાની તાકાત છે પણ એ કુંવરીનો હાર તારાં ગળામાં કેવી રીતે ?
અઘોરનાથજી ધ્યાનમાં બેઠાં સમાધી લગાવીને આ હાર અંગે તપાસ કરવા માંડ્યા અને આનો સ્તવન સાથે સંબંધ શું છે એ બધુ જાણવા પ્રયત્ન કરવા લાગ્યાં.
થોડીવાર સમાધીમાં રહ્યાં પછી એમણે આંખો ખોલી અને બોલ્યાં તારાં જેવો ભાગ્યશાળી કોઇ નથી આ મણીમાં ખૂબ તાકાત છે જેણે તને આપ્યો છે એ પણ સૂક્ષ્મ રૂપે આ મણીમાં હાજર હોય છે તને ખૂબ પ્રેમ કરનારજ આવું કરી શકે. પણ અત્યારે યોગ્ય સમય નથી હમણાંજ વેવીશાળ પતાવીને આવ્યો છે તું જા માં મહાકાળીનાં દર્શન કરી આશીર્વાદ લઇને ઘરે જાઓ. તારાં લગ્ન પતે પછી તું મારી પાસે આવજે જા હમણાં જઇ શકે છે.
સ્તવન બાપજીનાં આશીર્વાદ લઇને બહાર ગયો તો આશાએ કહ્યું બાપજીએ શું કહ્યું કેમ રોકેલો તને ? સ્તવને આશા-મીહીકા - મયુર સામે જોઇને કહ્યું અરે કંઇ ચિંતા જેવું નથી પણ કહે આ તારાં ગળામાં માળા છે એ દૈવી છે સાચવજો. તને ગમે ત્યાંથી મળી કે લીધી તારાં માટે સારી છે જાળવજે બસ.
આશાએ કહ્યું મને એવુંજ લાગેલું એની સામે જોઉં તો જોયાંજ કરવાનું જાણે મન થાય ખૂબજ ખેંચાણ છે એમાં અને એમાંય નંગ મણી જે હોય એ એવો પાણીદાર અને પારદર્શી છે ને કે બસ જોયાજ કરીએ અને એમાં આપણો ચહેરો દેખાય.
સ્તવને કહ્યું ચલો બહુ ચર્ચા થઇ ગઇ માં મહાકાળી નાં દર્શન કરી લઇએ. અને બધાં માં મહાકાળીનાં દર્શન કરવા પહોચ્યા. અઘોરનાથજી દૂરથી એલોકોને જોઇ રહેલાં અને વિચારમાં પડી ગયા હતાં.
આશા અને સ્તવને માંને પગે લાગ્યાં. ભેટ મૂકી પ્રસાદ લીધો. મયુર મીહીકાએ પણ ભેટ મૂકી અને આશીર્વાદ લઇ પ્રસાદ લીધો.
સ્તવને કહ્યું ભાઇ મયુર કોન્ગ્રેચ્યુલેશન ટુ યુ બોથ. ખૂબ સુખી થાવ અને મારી મીહીને સાચવજે. મયુરે કહ્યું, સ્તવન ભાઇ તમે મોટાં ભાઇ જેવા છો મીહીકાને ખૂબ ખુશ અને આનંદમાં રાખીશ વચન આપું છું નિશ્ચિંત રહેજો.
સ્તવને કહ્યું મને ખૂબ વિશ્વાસ છે બસ સારી નરસી બધી સ્થિતિઓમાં સાથ નિભાવજો. હું પણ આશાને કોઇ વાતે ઓછું નહીં આવવા દઊં ખૂબ પ્રેમ કરીશ અને ચારે જણાં પછી હોલ પર પાછા જવા નીકળી ગયાં.
હોલ પર પાછા આવીને યુવરાજસીંગે ચાર ચાર = 8 ખુરશીઓ તૈયાર કરાવી હતી અને બીજી બે ખાસ માણેકસિંહજીના કહેવાથી સાથે તૈયાર કરાવી હતી. બે ખુરશી પર આશા-સ્તવન, બીજી બે પર મયુર-મીહીકા, બે ખુરશી પર માણેકસિહજી ભંવરીદેવી, બે ખુરશી એમનાં એટલે કે યુવરાજસિંહ અને વીણાબહેન, બીજી બે ભંવરસિહ અને મીતાદેવી અને બીજી બે ખાસ લલિતાબહેન અને રાજમલભાઇ માટે તૈયાર કરાવી હતી. સ્તવને ખાસ સૂચના આપી હતી.
આમ છ કપલ એક સાથે અંતે જમવા બેઠાં હતાં બધાં એમનાં પુત્ર-પુત્રી સાથે હતાં. સ્તવને કહ્યું આજે આપણે બધાં સાથે શુભ પ્રસંગે જમવા બેઠાં છીએ પણ એનો ખાસ શ્રેય લલીતામાસી અને રાજમલ માસાને જાય છે તેઓ ના હોત તો આ સંબંધજ ના હોય મારાં માતા-પિતા સમાન લલિતામાસી અને રાજમલમાસાને અમારાં કોટી કોટી વંદન એમ કહીને સ્તવને આશીર્વાદ લીધાં પાછળને પાછળ આશા, મીહીકા અને મયુરે આશીર્વાદ લીધાં.
લલિતામાસીની આંખમાં ઝળઝળીમાં આવી ગયાં તેઓ એકદમ લાગણી મય થઇ ગયાં ગળે ડૂમો ભરાઇ ગયો આંખમાં આંસુ કાઢતાં બોલ્યાં તુંજ મારો દીકરો સ્તવન તારાં માં હું મારુ બધુ સુખ જોઊં છું તને જણનારી માં તો હાજર છેજ પણ જીવન પર્યત દીકરા તારી આ માં પણ તને આશીર્વાદ આપશે અને તારી રક્ષા કરશે ધ્યાન આપશે.
આજે તે મને જે સ્થાન અને સન્માન આપ્યું છે મને ખૂબ ગમ્યું છે તે મારી લાગણીની સાચી કદર કરી છે દીકરા આવ આવીજા મારાં ગળે વળગીજા એમનાં લાગણીસભર બોલાયેલાં શબ્દોથી સ્તવન ખેંચાયો અને એમને સાચેજ ગળે વળગી ગયો. બંન્ને જણાંની આંખોમાંતી આંસુની ઘાર વહી અને બંન્ને જણાં ખૂબજ આનંદમાં હતાં.
સ્તવનને કહ્યું ચાલો તમે લોકો આવી જાવ આપણે બધાં સામે શુભ પ્રસંગનું જમી લઇએ છ એ છ કપલને બધાંએ પીરસવાનું ચાલુ કર્યું.
યુવરાજસિંહે રમતા જમતા પૂછ્યું આશ્રમે બાપુજીને આશીર્વાદ લીધાં ને ? માઁ ને પગે લાગી ભેટ ચઢાવીને ? આશાએ કહ્યું પાપા બાપજીને ભેટ-મીઠાઇ બધુ આપી આશીર્વાદ લીધાં. મંદિરે માઁને પણ બધી ભેટ ચઢાવીને આશીર્વાદ લીધાં. બાપજી ખૂબ ખુશ હતાં. એમણે સ્તવન સાથે પણ કંઇક વાત કરી સ્તવન પણ ખૂબ ખુશ હતાં.
સ્તવને બધાંની જેમ આશાની વાત સાંભળી પણ બાપજીએ ખાસ રોકી વાત કરી એનાં અંગે કંઇ બોલ્યો નહીં અને એણે વાત ફેરવી નાંખી આજે બધાં મહેમાન ખુશ હતાં. બધાનાં આશીર્વાદ મળ્યાં.
માણેકસિહજીએ કહ્યું ખુબ સરસ રંગેચંગે પ્રસંગ શાંતિથી પાર પડ્યો. નહીંતર પ્રસંગે તો ઘણી ચિંતા રહેતી હોય છે. ભંવરી દેવીએ સૂર પુરાવ્યો સાચી વાત છે બંન્ને છોકરાનાં વેવીશાળ ધામધૂમથી થઇ ગયાં.
મયુરનાં પાપા ભંવરસિહે કહ્યું યુવરાજસિહ અને રાજમલભાઇનો આભાર માનુ છું કે અમારાં મયુર માટે આટલી સુંદર સંસ્કારી ઘરની દીકરી મીહીકા અમને શોધી આપી. હવે અમારું ઘર અને કુટુંબ શોભી ઉઠશે એવી ડાહી અને સંસ્કારી દીકરી છે.
રાજમલભાઇએ કહ્યું અમે તો નિમિત માત્ર છે આ બંન્ને છોકરાઓજ એવાં મીઠાં અને સંસ્કારી છે કે એમનામાં કોઇ એબ શોધીજ ના શકે.
યુવરાજસિંહે કહ્યું સાચી વાત છે બંન્ને ખૂબજ સંસ્કારી અને ડાહ્યા છે ઇશ્વર તમારી જોડી સલામત રાખે અને જીવનમાં ખૂબ સુખ આનંદ ભોગવો.
બધાએ જમી લીધાં પછી યુવરાજસિહે કહ્યું આજની રાત અહીં આપણાં છ રૂમ બુક છે આપણે અહીંજ બધાએ સાથે રહેવાનું છે પણ આમ દરેક પોતપોતાનાં રૂમમાંજ પણ સવાર સાંજ નાસ્તો જમવું સાથે આમ બે દિવસ બધાને આરામ.. અને સ્તવને આશા સામે જોયું અને....
વધુ આવતા અંકે - પ્રકરણ -66

રેટ કરો અને રિવ્યુ આપો

Harendra Lalpuria

Harendra Lalpuria 1 માસ પહેલા

Jigisha Kachhiya

Jigisha Kachhiya 1 વર્ષ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

Anjana Shah

Anjana Shah 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા