રક્ત ચરિત્ર - 25 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 25

૨૫

સાંજની આંખો ખુલી ત્યારે તેં દવાખાનામાં હતી, તેની સામેના સોફા ઉપર સુરજ ઊંઘ્યો હતો. એ અચાનક ઉઠવા ગઈ તેથી તેનું માથું ભમ્યું અને ચક્કર ખાઈને તેં નીચે પડી, અવાજ થવાથી સુરજ જાગી ગયો અને સાંજ પાસે આવ્યો.
"કોણ લાવ્યું મને અહીં?" સાંજને તેના માથા ઉપર પાછળથી કરેલો વાર અને પાઇપ લઈને ઉભેલા દેવજીકાકા યાદ આવી ગયા.
"તું પહેલાં આરામથી બેસ, પછી હું તને બધું જણાવીશ." સુરજએ તેને પલંગ પર બેસાડી અને ડૉક્ટરને બોલાવી લાવ્યો.

ડૉક્ટરએ આવીને સાંજનું સ્વાસ્થ્ય તપાસ્યુ અને આરામ કરવાનું કહીને ચાલ્યા ગયા, ડૉક્ટરના ગયા પછી સાંજ ફરીથી એકજ સવાલની રટ લગાવશે અને આરામ નહીં કરે એટલે સુરજ પણ ડૉક્ટર સાથે જવાના બહાને રૂમમાંથી બહાર નીકળી ગયો.
"દેવજીકાકાએ મારી સાથે આવું કેમ કર્યું? શું સાચેજ એમને મને દગો આપ્યો છે? હું કોને પૂછું, શું કરું?" સાંજનું મન સવાલોના ચગડોળે ચડ્યું હતું.
થોડીવાર પછી સુરજ પાછો આવ્યો, એને જોતાંજ સાંજએ પૂછ્યું, "દેવજીકાકા ક્યાં છે?"
"જેલમાં." સુરજ નીચું મોઢું રાખીને બોલ્યો.

"હેલ્લો, નીરજ. કેમ છે? શિવાની કેમ છે?" અરુણએ આજે સવાર સવારમાંજ નીરજને ફોન કરી દીધો હતો.
"અમે બન્ને ઠીક છીએ, સાંજ ક્યાં છે?" નીરજએ પૂછ્યું.
"સાંજ તો.... "અરુણ સાચી વાત કેહવા જતો હતો ત્યાંજ રતનએ ફોન ઝુંટવી લીધો અને બોલી,"હેલ્લો, નીરજ. હા બેનબા એકદમ ઠીક છે."
"રતન, સાંજ ક્યાં છે અને તેને શું થયું છે?" નીરજના અવાજમાં ચિંતા ભળી હતી.
"બેનબા દવાખાને છે અને દેવજીકાકાને પોલીસ લઇ ગઈ છે." રતનએ કહ્યું.
"હું હાલજ નીકળું છું અહીંથી." નીરજએ ફોન કાપી નાખ્યો.

"તેં મને જાણી જોઈને ફોન કરાવડાવ્યોને?" અરુણએ વહેમી નજરથી રતનને જોઈ.
"હા, તો શું?" સાંજએ બેફકરાઈથી કહ્યું.
"કેમ કરી રહી છે તું આ બધું?" અરુણએ પૂછ્યું.
"શું મેં તમને પૂછ્યું કે કાલે રાત્રે તમે કેમ તમારીજ બાળપણની મિત્રની માહિતી બીજા કોઈને આપી ફોન ઉપર?" રતનએ અરુણની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.

"તને કઈ રીતે ખબર પડી? હા, મેં કાલે રાત્રે સાંજને બહાર નીકળતા જોઈને ફોન કરીને કોઈને જણાવી દીધું હતું પણ સાંજને ઇજા થાય એવો કોઈ ઈરાદો ન'હોતો મારો." અરુણએ સફાઈ આપી.
"મેં પણ એક બહેનની હાલત વિશે એક ભાઈને જણાવ્યું, એમાં ખોટું શું છે?" રતન આંખો ચોરી કરીને બોલી.
"કેમ, કોના માટે અને શું કરી રહી છે તું? અરુણને રતનની હરકતો કે તેની વાતો સમજાતી નહોતી.
"જે મારું છે એ પાછું મેળવવા, મારો હક મેળવવા." રતનની આંખોમાં એક જીદ એક જુનુન હતું.

"હું હમણાં નાનજીને મળીને આવ્યો છું, સાંજ સાતમા ખૂની વિશે જાણે છે." મોહનભાઈ ફોન ઉપર બોલી રહ્યા હતા.
"સાંજ કઈ રીતે જાણતી હોય આ બધું?" સામેથી પ્રશ્ન પૂછાયો.
"સાંજ નથી જાણતી કે સાતમો ખૂની કોણ છે, તેં માત્ર એટલું જાણે છે કે સાત જણે મળીને એના બાપને માર્યો હતો અને હવે તેં સાતમા ખૂનીને શોધી રહી છે." મોહનભાઈએ નાનજી સાથે થયેલી વાતચીત વિગતવાર જણાવી.
"જે રહસ્ય છુપાવવા આપણે અનિલસિંહની હત્યા કરવી પડી, એજ રહસ્ય જાણવા સાંજ હાથ ધોઈને પાછળ પડી ગઈ છે. શું આપણા દિવસો હવે પુરા થઇ ગયા છે?" સામે છેડેથી એક સ્ત્રી બોલી રહી હતી.

"તું આવું કેમ બોલે છે? હું છુંને તારી સાથે, આપણા બન્ને સિવાય માત્ર અનિલ જાણતો હતો બધું. હવે એ તો સાંજને કઈ કહેવા આવવાનો નથી, તું ચિંતા ન કર." મોહનભાઈએ તેં સ્ત્રીને હિંમત આપી.
"સાંજ ક્યારેય સાતમા ખૂની વિશે જાણી ન શકે, જો એ જાણી ગઈ તો બીજા ઘણા રહસ્યો ખુલી જશે એટલે એવું ન થાય એની જવાબદારી તમારી છે મોહનજી." સામે છેડેથી ફોન મુકાઈ ગયો.

મોહનભાઇએ ફોન સામે જોઈને મનોમન પોતાને કહ્યું, "એ બધાજ રહસ્ય આપણી સાથેજ પુરા થઇ જશે, સાંજને કે કોઈનેય ક્યારેય કઈ ખબર નઈ પડે. પણ કદાચ, કદાચ જો સાંજ જાણી ગઈ તોય શું? ૧૯ વર્ષ પહેલાં તારો બાપ પણ કઈ ન'હોતો કરી શક્યો, ને' તું પણ કઈજ નહી કરી શકે સાંજ."

ક્રમશ: