સિકસ્થ સેન્સ - 9 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સિકસ્થ સેન્સ - 9

(મીરાંએ સપનામાં એક ઓફિસમાં આગ લાગતી અને તેમાં લોકોને બળતા જોવે છે. એમાંય ઓફિસમાં બેઠેલી એક વ્યક્તિ પર લાગણી થાય છે, તે કેમ સમજ ના પડવા છતાંય તે ઓફિસમાં જઈને પરાણે તે વ્યક્તિને મળે છે. હવે આગળ...)

અંગદ મીરાંને પૂછે છે કે, " મીરાં, તું અહીંયા કયાંથી? તને કોને ખબર આપી...."

"શું તમે મને ઓળખો છો? તો કહોને મારા વિશે કારણ કે મને મારા વિશે જ ખબર નથી. ઘણું યાદ કરવા મથું છું પણ મને મારું નામ પણ યાદ નથી આવતું. આ તો જે મને તેમની દિકરી કહે છે તેમને કહ્યું એટલે માની લીધું છે." મીરાં અંગદને રોકતા બોલી.

"શું બોલે છે તું? આપણે કોલેજમાં જોડે ભણતા હતા? યાદ છે?" અંગદે નવાઈ પામતાં પૂછ્યું.

" ના, હું ખરેખર તમારા વિશે કંઈ નથી જાણતી." મીરાં બોલી.

"તો તું... તમે અહીંયા કયાંથી? તેણે પૂછ્યું.

"એમાં એવું છે ને કે 'મેં તમારી ઓફિસને આગમાં બળી જતી જોઈ હતી.' અને ખબર નહીં પણ તમને સપનામાં જોયા છે પછી એવું લાગ્યું કે હું તમને ઓળખું છું, કેવી રીતે અને કયાં સંબંધથી એ ખબર નથી. બસ એટલે જ જણાવવા આવી." તેને કહ્યું.

'વૉટ... વૉટ અ રબિશ! મારી ઓફિસમાં આગ... શું કામ લાગે?" અંગદ બોલ્યો.

"એ તો ખબર નથી, પણ લાગી છે એટલું જ અને એવું જ મેં મારા સપનામાં જોયું. કદાચ તમને મારા પર વિશ્વાસ ના આવતો પણ હોય તો તમે ઈ.રાજપૂતને મારા સપનાઓ અને તેને રિલેટડ વિશે તેમને ખબર છે, તો તમે તેમને પૂછીને સત્ય જાણી શકો છો?" મીરાંએ કોન્ફડીન્સથી કહ્યું.

એને આટલી કોન્ફડીન્સથી વાત કરતી જોઈને અંગદ વિચારમાં પડ્યો. તેને પોતાની સેક્રેટરી લીનાને બોલાવીને કહ્યું કે, "ઓફિસમાં ઈલેક્ટ્રિક સાઈડથી કે કીચન સાઈડથી જયાંથી આગ લાગી શકે તેમ છે, ત્યાં ચેક કરી જુઓ કે કોઈ પ્રોબ્લેમ્સ નથીને."

લીનાના મનમાં અવઢવ સાથે ચેક કરી આવીને અને રિપોર્ટ આપતાં કહ્યું કે, "બધું જ બરાબર છે, કયાંય પણ આગ લાગી શકે તેવું નથી."

અંગદે મીરાં સામે જોયું, તો મીરાં બોલી કે, "ભલે તમે જે સમજો તે પણ, આજે આ ઓફિસમાં આગ લાગવાની જ છે."

"તમે લગાડશો? સમજ નથી પડી રહી કે કયાંથી પણ આગ લાગી શકે તેવી કોઈ શકયતા જ નથી, તો પછી..." લીના બોલી.

"મેં કહ્યું તે માનો, અને એવું હોય તો તમે ઈ. રાજપૂતને મારા વિશે પૂછી લો. પછી તમે મારી વાત માનજો, બસ." મીરાંએ કહ્યું.

લીના કંઈ બોલે તે પહેલાં અંગદે તેને રોકીને કહ્યું કે, "ઓકે, હું ફોન કરું છું. એક વાર વાત કરીને જાણી લઈએ. ચેક કરવામાં શું જાય છે?" કહીને અંગદે ઈ. રાજપૂતને ફોન કર્યો અને કહ્યું કે,

"હું મન્થનરાયનો દીકરો અંગદ બોલું છું. મારી સામે મીરાં નામની છોકરી બેઠી છે અને તે કહે છે કે તેને સપનામાં મારી ઓફિસમાં આગ લાગતી જોઈ છે, તો તે બાબતમાં તમે શું કહો છો?"

"સર, મીરાં જેને પોતાનું નામ પણ યાદ નથી તે જ ને બરાબર, ચાલીમાં રહે છે તે જ ને?" ઈ. રાજપૂતે પૂછ્યું.

"હા, તે જ..." અંગદે જવાબ આપ્યો.

"તો... તો સર, જલ્દીથી ઓફિસ ખાલી કરો કારણ કે તેમને આવતાં સપનાં સાચા છે. આજ સુધી એમના સપનાંના લીધે જ અમે ઘણા કેસ સોલ્વ કર્યા છે. તો જલ્દી કરો, હું હાલ જ ફાયર બ્રિગેડને ફોન કરીને બંબો મોકલાવું છું. અને ત્યાં જ હું પોતે પણ આવું છું." આટલું બોલીને ઈ.રાજપૂતે ફોન મૂકયો.

અંગદે લીનાને કહીને સાયરન વગાડીને ફટાફટ ઓફિસ ખાલી કરાવવા સ્ટાફને જણાવ્યું અને પછી આખી ઓફિસ ચેક કરી. પણ તે સ્મોકિંગ રૂમ ભૂલી ગયા.

એક માણસ વૉશરૂમમાં હોવાથી સાયરનના સાંભળી, તે ફ્રેશ થઈને સ્મોકિંગ રૂમમાં સ્મોક કરવા ગયો અને ધૂનને ધૂનમાં લાઈટરની આગ પડદાને લાગી ગઈ. પડદાની આગ ધીમે ધીમે વધતાં લાકડાને અને પછી આખી ઓફિસને પોતાના બાનમાં લઈ લીધી.

ઓફિસમાં આગ એટલી ઝડપથી લાગી અને ફેલાઈ ગઈ કે ઓફિસનો સ્ટાફ સમજી ના શકયો કે શું થયું. ફાયર બ્રિગેડવાળા આવી ગયા ત્યાં જ તે માણસની બૂમો સંભાળાઈ અને તે માણસ બચાવે તે પહેલાં તો ત્યાંને ત્યાં જ બળીને મરી ગયો.

જયારે અંગદને તો નવાઈ જ લાગી અને તે મીરાંને આશ્ચર્યથી જોઈ જ રહ્યો. એટલામાં આઈપીએસ રાજનસિંહ, ઈ.રાજપૂત આવી ગયા. અંગદે બધી વાતો કહી તો તે સાંભળીને તેઓ નવાઈ તો ના પામ્યા પણ અહોભાવ જરૂર થયો.

આ અહોભાવના લીધે રાજનસિંહના મનમાં એક વિચારે આકાર લઈ લીધો, અને તેના પર અમલ કરવા માટે ત્યાંથી જ સીધા તે પોલીસ કમિશનર પાસે ગયા. બધી વાત કરીને તેમની પરમિશન લઈ લીધી.



(અંગદ મીરાં કોણ છે તે કહી શકશે? કયો વિચાર રાજનસિંહને આવ્યો? રાજનસિંહ મીરાંને પોતાના વિચાર માટે સમજાવીને તેના સપનાંનો ઉપયોગ દેશ માટે કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ....)