Six Senses - 10 books and stories free download online pdf in Gujarati

સિકસ્થ સેન્સ - 10

(મીરાં અંગદ અને તેના ઓફિસ સ્ટાફને આગમાંથી બચાવી લીધા. રાજનસિંહના મનમાં એક વિચારે જન્મ લીધો. હવે આગળ...)

એક બાજુથી આઈપીએસ રાજનસિંહ પોતાની પોલીસ ટુકડી સાથે, મેજર અમન પાલ પોતાની રૉ એજન્ટની ટુકડી સાથે એક હોટલને ઘેરી રહ્યા હતા, જોડે આર્મીના સૈનિકો પણ હતા.

રાજનસિંહ પોતાની પોલીસ ટુકડી સાથે હોટલની ગાર્ડનના ફાઉન્ટેન સુધી ઘેરીને ઊભા રહ્યા. જયારે મેજર પોતાની રૉ એજન્ટની ટુકડી સાથે હોટલની બિલ્ડીંગને ઘેરી રહ્યા હતા. એ પણ એકદમ જ છૂપાતા લપાતા હોટલ તરફ વધી રહી હતી.

'એ હોટલ એટલે કે 'સિલ્વર સ્પૂન હોટલ' જે સેવન સ્ટાર હોટલમાંની એક હતી. મુંબઈના વાલેકશ્વર જેવા પોશ એરિયામાં આવેલી. તે પાંચ એકરમાં ફેલાયેલી હતી. એટલી સુંદર પ્રોપર્ટી કે જેમાં એક એક જગ્યા જાણે કે સેલ્ફી પોઈન્ટ બનેલા. સાથે સાથે એટલી સુંદર રીતે તેને શણગારેલા, તેના ગાર્ડનના દરેક છોડ, વૃક્ષને ટ્રીમ કરીને સુંદર શેપ આપેલો. વૉકિંગ એરિયામાં વચ્ચે વચ્ચે સુંદર બેસવા માટે કુદરતી છત્રીવાળા શેપના વૃક્ષ બનાવીને નીચે બેન્ચ યા ચેર મૂકેલી. તેમાં પણ કલરફૂલ ફાઉન્ટેન જેમાં એકદમ જ મોર જાણે પીંછા ફેલાવીને નાચતો હોય તેવો સુંદર, હોટલનો મેઈન ડોર નકશીકામથી માંડીને આર્ટથી ભરપૂર.

એટલું જ નહીં દરેક રૂમની ગેલેરીમાં અરબી સમુદ્ર દેખાતો, ફર્નિચર તો સિમ્પલ એન્ડ ઓરીગન્ટ. દેખાવની સાથે સાથે સર્વિસ પણ અદ્ભુત હતી, તેના વેઈટર સાલસ, નમ્ર અને વેલટ્રેઈન્ડ હતા. આ હોટેલમાં મોટાભાગે દેશના પ્રતિષ્ઠિત અમીરો અને વિદેશીઓ જ આવતા અને ઉતરતા હતા.

હોટલ આગળ ઓડી, જગુઆર, અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ આવતી અને એમાંથી કોઈ ઉતરતું અને કોઈ બેસતું હોય. પણ આજે એ ડોર આગળ કોઈ ગાડી નહોતી ઊભી, કે કોઈ ચહલપહલ નહોતી. એની જગ્યાએ ડોર આગળ સિક્યુરિટીની અને મેનેજરની લાશ પડેલી. આજે હોટલમાં આંતકવાદીઓ એ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. બધાને બંધી બનાવી દીધા હતા.

મેજર અમન પાલ હોટલની બિલ્ડીંગ નજીક પહોંચી ગયા અને બધું જ નિરીક્ષણ કર્યું, આંતકવાદીઓની ગતિવિધિ બરાબર જોઈ. પછી દરેક પ્લાનમાં સફળતાનો કેટલો ચાન્સ છે, તે ચકાસીને એક પ્લાન ફાઈનલ કર્યો. એ પ્લાનની સમજૂતી વોચ સાથે જોડેલા માઈક્રોફોનથી રાજનસિંહને આપી.

રાજનસિંહે કહ્યું કે, "તેમની ટુકડી તૈયાર છે, અમે પ્લાન મુજબ કરીશું." કહીને લીલી ઝંડી બતાવી. તે આર્મીના સૈનિકોને પણ લીડ કરવા તેમની જોડે ગયા.

રાજનસિંહ સાથે પ્લાનને અપ્રૂવ કર્યા પછી પ્લાન મુજબ મેજર અમન પાલ પોતાના પાંચ એજન્ટ સાથે પીલરના સહારે છુપાઈને ધીમે ધીમે સરકતા તેઓ બહાર ફરતા આંતકવાદી જોડે ગયા અને પેનગનમાંથી છારાઓ ફાયરિંગ કરીને તેમને પતાવી દીધા. લાશ એકબાજુ કરી દેવામાં આવી. પછી તેમના કપડાં પહેરીને બહાર રહેલા બધા જ આંતકવાદીને પતાવી દીધા. અને એમની જગ્યાએ આર્મીના માણસો તેમના કપડાં પહેરીને પહેરો દેવા લાગ્યા.

મેજર અને તેના એજન્ટસ આગળ વધતા હોટલમાં કીચનના ડોરથી એન્ટર થયા. ત્યાં સીડી આગળ ત્રણ આંતકવાદીઓ ઊભા હતા. તેમણે તેમને જોયા પણ પોતાના સાથીદાર સમજીને રિએક્શન નથી આપતા, એટલી જ વારમાં તેમણે એમના પર ઝેરી છારાઓ ફાયરીંગ કરીને મારી નાખ્યા.

આમ હોટલમાં તેઓ આગળ વધતા ચાલ્યા અને ટપોટપ આંતકવાદીઓને ઝેરી છારાઓથી મારીને તેમને ઠેકાણે પાડતાં ગયા.

મેજરે સિગ્નલ આપતા જ અંદર આર્મીના માણસો આવીને આંતકવાદીઓના કપડાં પહેરીને તેમની જગ્યા લેવા લાગ્યા અને તેમને પોઝીશન પણ લઈ લીધી.

મેજર પોતાના એજન્ટસને બહાર રાખીને હવે હોટલના હોનરની કેબિનમાં જાય છે, જયાં આંતકવાદીઓના આકા બેઠેલો હોય છે અને તે ત્યાં બેઠા બેઠા બધાને મોનીટરીંગ અને સરકાર અજોડે વાતચીત કરી રહ્યો છે. અમનને જોઈને તેને પોતાનો સાથીદાર માનીને તેની જોડે પાણી મંગાવે છે, પણ મેજર અમન તેને માર મારીને બેહોશ કરી દે છે. આર્મી અને પોલીસ ફોર્સ હોટલનો કબજો લઈને તમામ લોકોને બહાર કાઢે છે.

રાજનસિંહ અને પોલીસની ટીમે તરતજ વિદેશીઓને બીજી હોટેલમાં શીફટ કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. આંતકવાદીના આકાને મેજરે આર્મીને સોંપી દેવામાં આવ્યો.

મેજર હોટલની બહાર આવ્યા તો મીડિયા અને પોલીસ, આર્મીના જવાનોઓએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું. રાજનસિંહે પોતાના મિત્ર અમનને ગળે વળગીને શાબાશી આપી. મિડિયાવાળા તેમને ઘેરી વળ્યાં એટલે પ્રશ્નો પૂછવાની શરૂઆત કરે તે પહેલાં જ રાજનસિંહ બોલ્યા કે, "કોઈપણ પ્રશ્નનો જવાબ તમને સાંજની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે, તો સાંજે પધારજો. હાલ કંઈ ના પૂછવું, થેન્ક યુ." બોલીને બધાને વિદાય કર્યા.

સાંજના પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ. રાજનસિંહ બોલ્યા કે, " તમે કંઈપણ પૂછો તે સૌથી પહેલાં હું તમને ઓળખાણ કરાવું. આ છે મેજર અમન પાલ, રૉના એજન્ટ. બાજુમાં બેસેલા ચિંતન અગ્રવાલ, આ ડૉ. શિવ રાજપૂત અને મને તો તમે ઓળખો જ છો. હવે તમે પ્રશ્નો પૂછી શકો છો?"

"સર આ હુમલા વિશે તમને ખબર કેવી રીતે પડી? કોણે તમને માહિતી આપી કે પછી તમે આંતકવાદીને ફોડયો?"

"આ માટે તો તમારે એક લાંબી વાત સાંભળવી પડશે, માટે એના કરતાં બીજું પૂછો?"

"પ્લીઝ સર અમને આ વાત જણાવો." મિડિયામાં થી એકે કહ્યું.

"ઓકે, આ વાત છે આજથી વર્ષ પહેલાંની,' કહીને રાજનસરે વાત કરવાનું શરૂ કર્યું.

પહેલાં તો મીરાં વિશે જણાવ્યું અને તેમને એક વિચાર આવ્યું એ કહ્યું.


(આ હુમલો કોને કરાવ્યો? રાજનસરને કયો વિચાર આવ્યો? મીરાંનો આ હુમલા જોડે શું સંબંધ ધરાવે છે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED