Six Senses - 2 books and stories free download online pdf in Gujarati

સિકસ્થ સેન્સ - 2


(આગળ ના ભાગમાં જોયા પ્રમાણે-અંગદ મીરાં પ્રપોઝ કરે છે. મીરાં ને અંગદ ગમે છે ને હવે આગળ...)

અંગદ 14 ફ્રેબુઆરી એ રેડ રોઝ હાથમાં લઈને, ઘુંટણ પર નમીને પ્રપોઝ કર્યું. પણ મીરાં એ ના પાડી. મીરાં ના પાડતા અંગદ અંદર થી તુટી ગયો. મીરાં ને અંગદ પસંદ હોવા છતાં ના પાડી કારણ કે બંને વચ્ચે ની અસમાનતા અંગદ ના પિતા રાજકારણ માં આગળ પડતા ,ધનવાન .આની આગળ મારા પિતા નું ગજું નહીં,મારા પિતા સાધારણ નોકરિયાત. મન નું તો શું છે કેટલાય વિચાર આવે એનાથી મારી સ્થિતિ માં ફરક નથી પડવાનો. મારે મારા પપ્પાને હેરાન નથી કરવા. આમ ને આમ એકઝામ આવી જાય છે. રિઝલ્ટ પણ આવી જાય છે. અંગદ કોલેજ જ નહીં પણ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો હતો. પણ મીરાં ની ના પછી જીવનમાં રસ ઊડી ગયો હતો. ના કોઇ સાથે બોલે ચાલે કે ના સાથે હરે-ફરે. બસ પોતાની રૂમ માં ગુમસુમ પડી રહેવું ને ત્યાં જ જમી લેવું. ના કોઈ પ્રવૃત્તિ કે ના કોઈ જોડે વાતચીત. અંગદ ના આવા વર્તન ની ખબર પડતા તેમણે તેને પૂછ્યું આવા વર્તન નું કારણ પણ અંગદ કંઈ જ ના કહ્યું કે વાત શું છે?જયારે અંગદ ના મિત્રો ને પૂછતાં મીરાં વિશે, મીરાં એ ના પાડી વગેરે જાણવા મળ્યું. અંગદ ના પિતા એ અંગદ ને સમજાવતાં કહ્યું કે આ થોડી દુનિયાની આખરી છોકરી નથી કે નથી આ તારા જીવનનો છેલ્લો પડાવ. હજી તો તારે જીવનમાં ઘણું બધાં કામ કરવાનાં છે. એક માટે આખી જિંદગી ના બગાડાય.ઊભો થા ફોરેન માં ભણવા જા,ફરવા જવું હોય તો જા. અરે જીવનમાં કારર્કીદી બનાવ. કંઈ ના કરવું હોય તો પાર્ટી જોઈન્ટ કર.હું તને મોટા પદ પર જોવા માગું છું. અંગદ ને પોતાના પિતાની વાત સાચી લાગી તેને નવી શરૂઆત કરવાની વિચારી.તેને તેના પિતાને ફોરેન ભણવા જવા માગે છે તે જણાવ્યું.
અંગદ ના પિતા એટલે કે મનહરલાલ એ ભલે અંગદ નવી શરૂઆત થી ખુશ હતા. પણ મીરાં પોતાના દિકરા ને ઠુકરાવા બદલ પાઠ ભણવા માગતાં હતાં. તેથી તેમના સાગરીતો ને કહ્યું કે મારા દીકરા ને ના પાડવાની સજા આ છોકરી ને મળવી જોઈએ જ.એનો એવો એકસિડન્ટ કરો કે તે બીજાને લાયક ના રહે. કે ના કોઇ કામ કરી શકે. તે જાતે જ પોતાનું મોત માગે. એક દિવસ મીરાં જયારે નોકરી પર થી પોતાના ઘરે જતી હતી ત્યારે તેને એક ટ્રકે હડફેટે લઈ લીધી.આજુબાજુ ના લોકોએ 108ને ફોન કરી હોસ્પિટલમાં લઈ ગયા. લોહી વહી ગયું હતું. ડોક્ટરો એ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી અને કહ્યું કે, "પોલીસ કેસ થશે." પોલીસે આવી ને સગાં વહાલા ને શોધી કાઢયાં. મીરાં ના પિતા પોતાની દીકરી નીઆ હાલત જોઈને ભાગી પડયા. જીવન માં એક આધાર સમાન ની હાલત ની આ હાલત જોવી તેમના માટે મુશ્કેલ હતું. પોતાની પત્ની ના મોત પછી મીરાં જ એક એમના આધાર હતો. ને મીરાં ની આ હાલત કેવી રીતે જોઈ શકે. પણ એમને નહોતી ખબર કે આનાથી પણ વધારે તકલીફ પડવાની છે. જ્યારે તેમની દીકરી ભાનમાં આવશે ત્યારે શું થશે. એ કોઈ ને ખબર નહોતી.
આવા ખરાબ સમયમાં મીરાં ના પિતા જોડે ઊભું રહેનાર જો કોઈ હોય તો તે ફક્ત એક ચિંતન જ હતો. ચિંતન ખાલી પાડોશી જ નહીં પણ તેનો ખાસ ફ્રેન્ડ હતો. એક સાધારણ ,સીધો-સાદો યુવાન હતો. તે મીરાં ની ચાલી માં જ રહેતો હતો. તેના પિતા ને સાવકી માં જોડે રહેતો હતો.ચિંતન જોડે ઘરના બધા કામ કરાવતી જ નહીં તેને ત્રાસ આપતી, ખાવાનું ના આપતી, તેને મારતી પણ હતી. પિતા બધું જ સમજવા છતાં બીજી પત્ની હોવાથી તેને ના તો તેને સમજાવી શકતાં, ના બોલી શકતાં. ઊલટાનું તે પોતાના દીકરા પર જ કંટાળીને હાથ ઊપાડી બેસતાં. આવા સમયે જો કોઈ તેનું મન હળવું કરવા માટે તો પ્રેમાળ સાથી કે દોસ્ત હોય તો તે મીરાં જ હતી. તેને વાત સાંભળતી ,ખાવાનું ખવડાવતી, અને આ તકલીફો સામે લડવા માટે હિંમત પણ આપતી. ચિંતન પણ આ જીવન જીવવા નું કારણ પણ મીરાં જ હતી. જે તેની પ્રેરણા હતી. જયારે તે હોસ્પિટલમાં એડમિટ હોય, આવા સમયે તે કેમ ના ઊભો રહે.
પોલીસ આમતો ઈન્કવાયરી કરતી જ હતી. પણ રાહ જોતી હતી કે મીરાં કયારે ભાનમાં આવેને પોતાની જુબાની આપે. જેથી એકઝેટલી શું થયું તે ખબર પડે. આમ ને આમ કેટલાય દિવસો વીતી ગયાં. ચિંતન, મીરાં ના પિતા ના દુઆ ની અસર થઇ કે આખરે મીરાં ભાનમાં આવી. ડૉક્ટરે તેનું પુરૂ ચેકઅપ કરીને કહ્યું કે, "મીરાં ઓકે છે." પોલીસ ને કહ્યું કે, "તે બયાન લઈ શકે છે." પોલીસ જયારે તેનું નામ પૂછ્યું ત્યારે તે તેમની સામે જોઈ જ રહી, કોઈ જવાબ ના આપ્યો. તે સાંજે શું થયું તે જણાવે. મીરાં કંઈ જ બોલી નહીં ને તેમના સામે જોયા જ ર્ક્યું. આખરે તે બોલી મને કંઈજ યાદ નથી. જ્યારે તેના પિતાએ બોલાવી ત્યારે તેમને કહ્યું કે, "તે તેમને ઓળખતી નથી. તે કોણ છે તે પણ યાદ નથી."
ડૉક્ટરે યાદ કરવાનું કહ્યું પણ તેને કંઈજ યાદ નહોતું આવતું. ડૉકટરે કહ્યું કે હાલ સ્ટ્રેસ આપવો યોગ્ય નથી. બહાર આવી ને કહ્યું કે, " યાદદાસ્ત જવી તે શોર્ટ ટાઇમ છે કે લોંગ ટાઈમ તે સમય જ નક્કી કરી શકશે. ધીરજ રાખો. કદાચ થોડા સમયમાં જ યાદ આવી જાય કે ના પણ આવે. પણ વારેઘડીએ યાદ કરાવી ને તેના મગજને સ્ટ્રેસ ના પડે તેનું ધ્યાન રાખજો."
આમ કહીને ડૉક્ટર જતાં રહ્યાં. પોલીસ અવઢવમાં પડી કે કરવું તો કરવું શું? આ બધામાં સૌથી વધારે ખરાબ હાલત તો મીરાં ના પિતાની હતી. ના કેમ હોય પોતાની દિકરી પિતાને ઓળખવાનો જ ઈન્કાર કરતી હતી. એ એમના માટે વધારે તકલીફમય હતી. મીરાં ની હાલત પણ ખરાબ હતી કે તે ના તો કોઈ ને ના તો ઓળખી શકતી કે ના કંઈ યાદ આવતું. તેને તો પોતાનું નામ જ યાદ નહોતું આવતું. તે સમજી શકતી કે તે કરે તો શું કરે? આખરે થાકીને હારીને તે સૂઈ ગઈ.
મીરાં ભાનમાં આવશે એટલે શું થશે?


(ડોક્ટર શું કહેશે? એક્સિડન્ટ કોણે કર્યો તે પોલીસ ને ખબર પડશે? શું મીરાં ની યાદદાસ્ત પાછી આવી જશે? આવશે તો કયારે?
શું મીરાં ની યાદદાસ્ત પાછી લાવવા માટે કોણ મદદ કરશે? પોલીસ હવે શું કરશે, કેવી રીતે શોધશે કે શું થયું હતું?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED