સિકસ્થ સેન્સ - 8 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિકસ્થ સેન્સ - 8

(આગળ જોઈ ગયા કે સ્કૂલમાં બાળકો ને સ્ટાફ બોમ્બ વિસ્ફોટ ના થવાથી બચી ગયા. મીરાં ફરીથી એક સપનું જોયું હવે શું થશે તે જોઈએ)

આ વખતે મીરાંએ સપનું જોઈને એવી ગભરાઈ ગઈ કે ડરની મારી તેના મ્હોં માંથી અવાજ જ ના નીકળ્યો. તેના મનમાં જે અંગદ માટે લાગણી હોવાથી, તેને અંગદ યાદ ના હોવા છતાં તેના માટે ચિંતા થવા લાગી. પહેલાં તો સમજ ના પડી કે તે શું કરે? એ પુરુષ માટે ની લાગણી કેવી છે, શેની છે? એ જાણતી ના હોવા છતાં પણ પોતાની એક માણસની પ્રત્યે લાગણી માટે અને અનેક જીવ બચાવવા માટે ગભરૂ મીરાં પણ હિંમત કરવા તૈયાર થઈ ગઈ.

આ વખતે સપનાંની વાત તેણે ચિંતન કે પોલીસ ને પણ કંઈ જ ના કહ્યું. એણે ફોન ડીરેકટરી માંથી એ ઓફિસ વિશે માહિતી મેળવી અને ત્યાંનો નંબર મેળવવા પ્રયત્ન કર્યો પણ ના મળતાં તે ઓફિસનું એડ્રેસ લઈને મીરાં અંગદની ઓફિસ પહોંચી.

ઓફિસમાં જઈને અંગદની સેક્રેટરી કે, "તેને મળવું છે." એમ કહેતા જ સેક્રેટરી લીના એ તેને પૂછ્યું કે, "તેની પાસે એપોઇન્ટમેન્ટ હશે તો જ સર મળશે ,નહીં તો નહીં મળે."

મીરાં એ રિક્વેસ્ટ કરતાં કહ્યું કે, "મારું તેમને મળવું બહુ જરૂરી છે. પ્લીઝ જવા દે."

સેક્રેટરી લીનાએ કહ્યું કે, "તે પોસીબલ જ નથી. સર ખૂબ જ બીઝી છે. એમની એક ઈમ્પોર્ટન્ટ મીટીંગ છે. તમે નેકસ્ટ ટાઈમ એપોઇન્ટમેન્ટ લઈને આવજો."

મીરાં સેક્રેટરી ને કેવી રીતે સમજાવે એ જ સમજાતું નહોતું. આખરે તેણે સેક્રેટરી લીના ને કહ્યું કે, "તે એકવાર તેના નામની ચીટ કે તેને જઈને તેના વિશે જણાવીને પૂછે, જો તે ના પાડશે તો તે તુરંત જતી રહેશે."

સેક્રેટરી લીના આ વાત માનીને એક કાગળમાં તેનું નામ લખવાનું કહ્યું. મીરાં એ કાગળમાં પોતાના નામની સાથે શું લખવું તે સમજ ના પડતા, આખરે તેણે એટલું જ લખીને કાગળ આપી દીધો.

સેક્રેટરી લીના એ કાગળ લઈને અંગદ સરની કેબિનમાં ગઈ. અંદર જઈને કહ્યું કે, "સર એક લેડીઝ તમને મળવા માગે છે."

સરે કહ્યું કે, "તને ખબર છે ને કે આજે તો હું બીઝી છું. પછી ના પાડી દે. મને પૂછવાની શું જરૂર છે."

સેક્રેટરી લીનાએ કહ્યું કે, "મેં કહ્યું પણ તે માનતી નથી. તેને હઠ પકડી છે આખરે એના કહેવાથી જ હું કાગળ પર તેનું નામ લખીને આપ્યું છે. તે બતાવવા આવી છું, પણ હું બહાર જઈને ના પાડી દઉં છું. તો તે માની જશે, ને પાછી જતી રહેશે. તમારી ના સાભળી તેને સંતોષ પણ થઈ જશે."

અંગદે પહેલાં તો હા પાડી. પછી થયું કે, 'તેને એકવાર લખેલ નામ જોઈ લેવું જોઇએ.' આમ વિચારી તેણે તે કાગળ માગ્યો, અને નામમાં જયારે મીરાંનું નામ જોઈને તે એકદમ જ ખુશ થઇ ગયો. તે માની જ ના શક્યો કે મીરાં તેને મળવા આવી છે. અંગદ ખુશીને ખુશીમાં જ તે ચેર પર થી અડધો ઊભો જ થઈ ગયો. અને કહેવા લાગ્યો કે, "લીના એ યુવતી ના પાડતી. તેને હાલ જ અંદર મોકલ."

લીના અંગદ સર ની ખુશી કે તેનું આવું વર્તન સમજી ના શકી, કારણ કે અંગદ બોસ હોવા છતાં તે કયારેય બોસગીરી કરતાં જોયા નહોતા. તે એકદમ શાંત, ગંભીર, અને કામથી કામ રાખનાર બોસ હતો. તે સ્ટાફની પણ સારી રીતે કેર કરતા હતા. પણ સ્ટાફે કયારેય પોતાના સરને હસતાં કે ખુશ નહોતો જોયાં. એટલે જ લીના સમજી ના શકી કે સર આ યુવતી મળવા માટે કેમ આટલી આતુરતા?ને કેમ આટલા ખુશ થઇ ગયા? કારણ કે આજ સુધી સરે કોઈપણ છોકરી ને ભાવ જ નથી આપ્યો કે ના કયારેય ઊંચી નજરે જોયું છે. અને આ યુવતીના નામથી જ આટલા ખુશ. શું આ યુવતીને સર પ્રેમ કરે છે કે પછી કંઈક વાત અલગ છે?

સેક્રેટરી મીરાંને અંદર જવાનું કહેવા માટે બહાર જવા લાગી ત્યાં જ અંગદે એકદમ કહ્યું કે, "મારી બધી જ મીટીંગ કેન્સલ કરીને નવી એપોઇન્ટમેન્ટ આપી દે."

સેક્રેટરી લીના એ હા પાડીને કેબિનની બહાર ગઈ. નવાઈ પર નવાઈ પામતી લીના એ મીરાંને અંદર જવાનું કહ્યું.
મીરાં કેબિન ની અંદર જઈને પહેલાં તો તે સપનામાં આવેલ વ્યક્તિને રૂબરૂ જોઈ જ રહી. અંગદ પણ પોતાનો પ્રેમ એટલે કે મીરાંને જોઈ જ રહ્યો. તેને બેસવાને કહેવાનું ભૂલી જ ગયો. મીરાં એકીટશે અંગદને જોઈ જ રહી છે અને અંગદ તેને, તે કોઈ અજાણી વ્યકિતની ઓફિસમાં છે તે યાદ આવતાં જ તે કેબિન જોવા લાગી. પણ શું બોલવું તે સમજણ જ ના પડી. અંગદને પણ તે ઓફિસમાં છે, ને મીરાં ને એકીટશે જોઈ રહ્યો છે યાદ આવતાં જ તેને બેસવા નું કહ્યું. બેલ વગાડી પ્યુન ને પાણી લઈને આવાનું કહ્યું.

(શું મીરાં અંગદને અને તેની ઓફિસના લોકોને આગમાં થી બચાવી લેશે? શું મીરાંને અંગદ પોતાની ફીલિંગ્સ જણાવી શકશે? શું અંગદને મીરાંની આ મુલાકાતથી તેમને તેમનો પ્રેમ મળી જશે? શું સેક્રેટરી લીનાના મનમાં અંગદ પર લાગણી છે કે બીજું કંઈ?
જાણવા માટે વાંચો આગળનો ભાગ....)