Six Senses - 11 books and stories free download online pdf in Gujarati

સિકસ્થ સેન્સ - 11

(મીરાં અંગદ અને તેના ઓફિસ સ્ટાફને આગમાંથી બચાવી લીધા. રાજનસિંહના મનમાં એક વિચારે જન્મ લીધો. હવે આગળ...)

મિડિયામાં થી એકે રાજનસિંહને પૂછ્યું કે, "સર તમને કયો વિચાર આવ્યો હતો?"

રાજનસિંહે સ્માઈલ સાથે કહ્યું કે, "બોલીને નહીં પણ તે બતાવીશ જ તમને. નાઉ વેલકમ પોલીસ ડિપાર્ટમેન્ટ એડવાઈઝર મિસ. મીરાં."

મીરાં ત્યાં આવી તો તેને જીન્સ ટીશર્ટ પહેરેલા, માથે ચોટલી લીધેલી, લાંબી ચોડી, તેની આંખોમાં અજબ આત્મવિશ્વાસ. રાજનસિંહે કરેલી વાતમાંની પહેલાંની મીરાં સાથે અત્યારે દેખેલી મીરાં જોડે મેળ નહોતો ખાતો.

એના લીધે મિડિયામાં ગુસપુસ થવા લાગી કે, "આ મીરાં આગળની મીરાં સાથે મેચ જ નથી થતી."

"આ તો એકદમ જ કોન્ફીડન્ટ છોકરી છે? આ કેવી રીતે સપનાં દેખી કેસ સોલ્વ કરતી હશે?"

આ ગુસપુસને રોકી રાજનસિંહે કહ્યું કે, "મારી વાત પૂરી થઈ નથી, તો બધા ગુસપુસ કેમ કરવા લાગ્યા. મેં મીરાંને પોલીસ એડવાઈઝર તરીકેની જોબ ઓફર કરી. પહેલાં તો તે તૈયાર નહોતી પણ તેને જોબની જરૂર અને આપણને તેમની એટલે તો મનાવી લીધા. હવેની વાત મીરાં કરશે."

મીરાંને રાજનસિંહે આંખના ઈશારે બોલવાનું કહ્યું તો તે બોલી કે, "ફર્સ્ટ મને એડવાઈઝરની જોબ ઓફર કરવા બદલ રાજનસરને થેન્ક યુ. નાઉ હું એક રાતે સૂઈ ગઈ તો મને

'એક હોટલમાં 20-30 જેટલા આંતકવાદીઓ ઘૂસી ગયા અને હોટલના દરેક વ્યકિતઓને કબજામાં લઈ લીધા. હું જાણે ત્યાં જ ફરતી હોઉં તેમ મને લાગ્યું. પછી તેમને સરકાર જોડે વાતચીત ચાલુ કરી અને પોતાની ડિમાન્ડ મૂકી. બીજા આંતકવાદીઓ એક પછી એક કરીને લોકોને મારી રહ્યા હતા. બધાને બંધી બનાવી દેવામાં આવેલા.

મેઈન આકા હોનરની ઓફિસમાં બેઠો હતો. થોડી થોડી વારે આંતકવાદી બદલાઈ રહ્યા હતા.મેઈનડોર આગળ આંતકવાદીઓનો પહેરો હતો, પણ કીચનના ડોર અને વોશરૂમ આગળ નહોતો.

એટલામાં એક મેજર ત્યાં આવ્યો અને મેઈન ડોરથી હોટલમાં ઘુસવા ગયા ષતો તે.ત્યાં જ મરી ગયો.' અને સપનું પુરું થઈ ગયું.

આ જોઈને બીજા દિવસે રાજન સરને ઈન્ફોર્મ કર્યું. એટલામાં જ મેજર અમન પાલ ઊભા થયા અને મીરાં બેસી ગઈ.

મેજરે કહ્યું કે, "આ બધું મીરાંએ સપનામાં દેખાયું એટલે આઈપીએસ રાજનસિંહે મારો કોન્ટેક્ટ કર્યો અને હું આ શહેરમાં આવી ગયો. મીરાંની બધી વાતો સાંભળી અને જોડે જોડે આગળના કિસ્સા પણ. તેથી સૌથી પહેલાં આ હોટલ કંઈ તે સર્ચ કરવું જરૂરી હતું. જો ખબર ફેલાઈ જાય તો શહેરમાં ધમાલ મચી જાય એટલે અમે દરેક હોટલ પર ચાંપતી નજર રાખવા 24 કલાકના ખબરી લગાવી દીધા.

થોડા દિવસ તો કોઈ જ બનાવ ના બન્યો એટલે પહેલાં મને લાગ્યું કે, કદાચ સપનું ખોટું પણ હોય, કલ્પના પણ હોય. પણ આગળના અનુભવથી રાજનસિંહ કન્ફર્મ હતા કે, ગમે ત્યારે બનાવ બની શકે છે એટલે હોટલ પર નજર રાખી રહ્યા હતા.

એવામાં જ 'સિલ્વર સ્પૂન હોટલ' માં કંઈક અલગ ળલચલ માલૂમ પડી એટલે ખબરીએ અમને એલર્ટ કર્યા, પણ એ પહેલાં આંતકવાદીએ હોટલ પર કબજો લઈ લીધો. આગળ વધવું કેમ તે ખબર નહોતી પડી રહી એટલે

રાજનસિંહે કહ્યું કે, "આપણે મીરાંની મદદ લઈએ." હોટલનો નકશો દોરીને મીરાંને બતાવ્યો. મીરાંએ તે નકશાને ધ્યાનથી જોઈને અમને જે જગ્યાએ તેને સૂચવ્યા, તે ધ્યાનમાં રાખીને પ્લાન બનાવ્યો. અને આંતકવાદીઓ ને પકડી લેવામાં આવ્યા. કેવી રીતે એ તો તમે લાઈવ ઓપરેશન બરાબર જોયું જ છે. અસ્તુ."

રાજનસિંહે કહ્યું કે, "બસ હવે અમારી વાત પૂરી થઈ, તમે પ્રશ્નો પૂછી શકો છે."

મિડિયામાં થી એકે પૂછ્યું કે, "આ હુમલો કોને કરાવ્યો અને કોનો હાથ છે એમાં? તે ખબર પડી?"

રાજનસિંહે જવાબ આપતાં કહ્યું કે, "હાલ તો ખબર નથી પડી, પણ જલ્દી ખબર પડી જશે. અધર કવેશ્ચન પ્લીઝ."

"શું મિસ. મીરાં આગળ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે કામ કરશે?" બીજાએ પૂછ્યું.

"એ તો મિસ. મીરાંને ખબર?" તેમણે કહ્યું.

"અફકોર્સ, હું આગળ એડવાઈઝર તરીકે વર્ક જરૂર કરીશ. અને આ રીતે દેશ માટે કંઈક કરવું તેને ગમશે." મીરાંએ જવાબ આપ્યો.

મિડિયાવાળાએ અનેક પ્રશ્નો પૂછયા. મીરાં પણ આ જોબથી ખુશ હતી. આ હુમલાથી તે એક સેલિબ્રિટી બની ગઈ હતી.

(શું અંગદ માટે મીરાંને લાગણી થશે? રાજનસિંહ તેના સપનાં નો ઉપયોગ કરીને બીજા કેસ સોલ્વ કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)

મારી નવી નવલકથા 'નબળી: રાજવીની સંઘર્ષકથા' આ 18 તારીખથી આવી રહી છે. વાંચો અને પ્રતિભાવ અવશ્ય આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED