(આગળ આપણે જોયું કે-મીરાં ઍકસિડન્ટ માં પોતાની યાદદાસ્ત ખોઈ બેસે છે. તે ના કોઈ ને ઓળખે છે. ના તેને કંઈ યાદ છે. હવે આગળ....)
મીરાં બધું ભૂલી જાય છે. તે ઘણું યાદ કરવા મથે છે પણ યાદ ના આવવાથી તે થાકીહારીને સૂઈ જાય છે. તેને એક સપનું આવે છે.
એ સપનામાં- 'અંધારી રાતમાં, જયાં ચકલુ પણ ના ફરકે એવી જગ્યાએ એક છોકરી દોડે જાય છે. તે થાકી હોવા છતાં તે દોડે જ જાય છે. તેની પાછળ અમુક લોકો પણ દોડે છે. તેને પકડવા મથે છે પણ પકડમાં આવતી નથી. આખરે બસસ્ટેન્ડ બાજુ ની ઝૂંપડપટ્ટી ના સૂમસામ રસ્તા પર પડી જાય છે. તે લોકો તેને પકડી લે છે અને ભયાનક રીતે હત્યા કરે છે. પછી તેને એક ઝાડ નીચે તેને દાટી દેવામાં આવે છે. તે લોકો જતા રહે છે.
તેની આવી ભયાનક હત્યા જોઈને મીરાં ચીસ પાડી ઊઠી. તેની આ ચીસ થી હોસ્પિટલ ની દિવાલ પણ ગુજી ઊઠી.ચિંતન પણ ગભરાઈ ગયો. પૂછ્યું પણ ખરું કે શું થયું? પણ મીરાં કંઈ જ બોલી ના શકી. આવાં સપનાં સળંગ પાંચ-છ દિવસ આવતા રહ્યા. હવે તો દિવસે પણ આવવા લાગ્યા હતા.
આખરે તેણે આ સપનાં વિશે પોલીસ ને કહ્યું.પોલીસ પણ વિચાર માં પડી.એક વાર તપાસ કરી જોઈએ. એમ વિચારીને ત્યાં તપાસ કરતાં એક લાશ મળી આવી.એ મન્થનરાય ની દિકરી પરી હતી.
મન્થનરાય અને નીરૂબેન ને એક દિકરી ને દિકરો હતો. પરી ખૂબજ રૂપાળી, સ્માર્ટ ને શાર્પ હતી. એનું લક્ષ્ય સી.એ. થવાનું હતું. એક દિવસ તે કોલેજ જવા નીકળી તો કેટલાક લોકો સફેદ વાનમાં તેને જબરજસ્તી બેસાડી દીધી. તેણે ઘણી બૂમો પાડી, પણ સંભાળનાર કોઈ નહોતું. મન્થનરાય એ પોલીસ કેસ કર્યો.પોલીસ એ ઘણી શોધખોળ કરી, પણ પરી ને આકાશ ગળી ગયું કે ધરતી માં સમાઈ ગઈ.એ જ ખબર ના પડી.
મન્થનરાય શ્રીમંત હતા, તેથી તેમના દુશ્મનો ઘણા હતા.તેમને એમના પર શક હતો.પણ પોલીસ તપાસ કરતાં ખબર પડી કે દુશ્મનો એમાં હાથ નહોતો. સગા-સંબંધી ની પણ તપાસ કરી પણ કંઈ જ ક્લુ ના મળ્યો.
કિડનેપર ના કોઈ ફોન હતો કે ના કોઈ બીજી રીતે કોન્ટેક્ટ કરવા નો પ્રયત્ન કર્યો હતો. ઘરના સભ્યો ના ફોન ટ્રેપ થતાં હતાં. કયાંક કોલેજમાં એફયર હોય તો તે ભાગી ગઇ પણ હોય. એ એન્ગલ થી પણ તપાસ કરી.
ના કોલેજમાં થી કે ના મિત્રો પાસેથી આ વિશે કોઈ માહિતી મળી. શહેર તો શું રાજ્ય માં પણ તપાસ કરી પણ કંઈજ માહિતી નહોતી મળતી.પોલીસ થાકી ગઈ ,હારી ગઇ.પોલીસ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું કે ફાઈલ બંધ કરી દેવી.
આ કેસમાં પરી ના ખોવાઈ ગયા ના6મહિના થઈ ગયા હતા. એટલે જ આ કેસમાં પરી તેના પ્રેમી જોડે ભાગી ગઈ છે. ને પરી પુખ્ત છે. તે પોતાની મરજી પ્રમાણે કરી શકે છે. લખીને ફાઈલ કલોઝ કરવા માગતા હતા.
એવામાં જ આ લાશ મળી ને કેસ સોલ્વ થઈ ગયો. પણ એક પ્રશ્ન ઊભો હતો કે કેવી રીતે આ બધું થયું.
હોસ્પિટલમાં 2-3 દિવસ ઓબ્ઝર્વેશન માં રાખી ને મીરાં ને રજા આપી. મીરાં ને લઈ જવા ચિંતન આવ્યો હતો. મીરાં પોતાના ઘરે આવે છે. ભલે તેને કંઈજ યાદ નથી પણ તેને અહીં નું વાતાવરણ ગમે છે. ચાલી ના લોકો તેના હાલચાલ,તબિયત વિશે પૂછે છે. મીરાં કહે પણ શું જયારે તે કોઈ ને ઓળખથી જ નથી. એને તો પોતાનું નામ જ યાદ નથી. એ ઘરે આવે છે. તે યાદ કરવા ઘણી મથામણ કરે છે. આ કોણ,તે કોણ,આ ઘર કોનું?યાદ કરવા તે મથામણ કરતી આખરે સૂઈ ગઈ.
મ મીરાં ને આ વખતે સપનામાં એક નાનકડો બાળક બગીચામાં રમતું હતું. ત્યાં જ તેની મમ્મીએ શાન નામની બૂમ પાડતાં જ તે બાળક તેની મમ્મી પાસે ગયું .મમ્મી એ કહ્યું કે ચાલ બેટા ઘરે. શાન ને તેની મમ્મી જયાં જ શિવમ ફલેટ નજીક પહોંચ્યા ત્યાં જ એક સફેદ વાન આવી ને તેને એકદમ ખેંચી લીધો. ને તેને કિડનેપ કરી લીધો.
રેલવે સ્ટેશન ના અંધારા ગોડાઉનમાં 2-3લોકો તેને ખુરશીમાં બાધી રહ્યા હતા. તે બાળક ચીસો પાડી રહ્યું હતું. એક જણ ફોન કરી રહ્યો હતો. જયારે બીજી બાજુ જે બાળક ને બાંધી રહ્યા હતા તેમને સૂચનો પણ આપી રહ્યો હતો.
અચાનક મીરાં ની આંખો ખૂલી ગઈ. તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. પહેલાં તો તેણે કોઈ ને કંઈ ના કહ્યું. પણ દિવસે પણ આ જ દેખાયાં કરતું હતું. તારીખ 5 દિવસ પછીની હતી. આખરે કંટાળી ને 2 દિવસ પછી તેણે પોલીસ ને કહ્યું. પોલીસ આમતો ના માને પણ આગળના અનુભવ ના લીધે માની.પણ કંઈ કર્યું નહીં કારણકે જે વસ્તુ બની નથી, તેના પર કાર્ય કેવી રીતે કરવું.2-3દિવસ પછી ખબર પડી કે અંધેરી માં શિવમ ફલેટ નીચેથી બગીચામાં રમીને આવતા શાન ને સફેદ વાનમાં અમુક લોકો એ તેને કિડનેપ કરી લીધો છે. ત્યારે પોલીસ ને અફસોસ થયો કે કાશ મીરાં ની વાત માની શાન ના માતા-પિતાને ચેતવ્યા હોત તો આમ શાન કિડનેપ ના થયો હતો. અંધેરી ની પોલીસ ને આ ઘટના કહીને 5-6દિવસ પહેલા એક વ્યક્તિએ આ ઘટના સપનામાં જોઇ હતી. અને તે કેસ સોલ્વ કરવામાં હેલ્પ કરશે. મીરાં ફરીથી બધું જ યાદ કરતાં તેને યાદ આવ્યું કે તે રૂમ રેલ્વે સ્ટેશન ની નજીક હતી. બધાં જ રેલ્વે સ્ટેશન ની આજુબાજુ આવું કોઈ રૂમ કે ગોડાઉન છે. બોરીવલી ના રેલ્વે સ્ટેશન નજીક આવી રૂમો મળી આવે છે. શોધખોળ કરતાંઆવી એક રૂમ માં થી એ બાળક મળી આવે છે. શાન બચી જવાથી શાન ના માતા-પિતા મીરાં નો અને પોલીસ નો આભાર માનવા લાગ્યા.
આ બધાં માં પોલીસ ને જ વધારે અચરજ થતું કે આવું કેવી રીતે બની શકે?એક કેસ જે 8-8મહિનાથી સોલ્વ નહોતો થતો. એ એક સપનાં થી જ સોલ્વ થઈ ગયો. એ પરી ની લાશ મળી આવી. અને એક એવો કેસ જે બન્યો તે પહેલાં મીરાં ના સપનામાં આવીને ચેતવી ગયો કે આગાહી કરી ગયો. એટલું જ નહીં સપનું એમનું એમ યાદ રહેવા થી આ કેસ સોલ્વ થઈ ગયો.આ એક ચમત્કાર છે કે શું?આના વિશે પોલીસ ઈન્સપેકટર પોતાના આઈ.પી. એસ. ઓફિસર રાજન સિંહ સર ને વાત કરવાનું નક્કી કરે છે. અને એમનો ઓપનિયન લેશે.
(કોણ હશે પરી નો હત્યારો? મીરાં ના આવેલ સપનાં ને એની તકલીફ વધશે કે નહીં? શું મીરાં ને આવતા સપનાં એક ચમત્કાર છે કે બીજું? કોણ છે આ આઇ.પી.એસ. રાજન સિંહ સર?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)