પડછાયો - 9 Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - 9

( ઇકબાલને નીંદર આવતી ન હતી. ઘડીક ગીત સાંભરીને સુઈ જવાનું નકકી કરે છે. એમ કાય તરત જ નીંદર ન આવે એટલે દિવસભર ઘટેલી ઘટનાને યાદ કરે છે. પળડાનું અચાનક હલવું, કૂતરાનું ભસવું અને એ વૃદ્ધનો પડછાયો દેખાવો આ બધું નવું. )

હવે આગળ...

સવાર પડે છે. સાયરા ઉઠી જાય છે અને ઇકબાલને ઉઠાડવા માટે રૂમમાં જાય છે. રૂમમાં જોવે છેતો ઇકબાલ ત્યાં હતો નહીં! એ ક્યાં ગયો હશે. એ દૂધ લેવા માટે દુકાને જાય છે. ત્યાં એ શું જોવે છે કે ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો.

સાયરા એને જોવે છે કે આ કેમ અહીં? શુ થયું કે આ ફરિયામાં સુઈ ગયા છે. સાયરા ઇકબાલને ઉઠાડે છે, " એય આયા કેમ સુતા છો ઉઠીજાવ અંદર ઘરમાં ચાલ્યા જાવ "

ઇકબાલ ઉઠે છે આંખ મચોળતા મચોળતા આજુ બાજુ જોવે છે. એ ફરિયામાં સૂતો હતો એ જોઈને વિચારે છે કે હું અહીં કેમ આવી ગયો. હું આખી રાત અહીં સૂતો હતો. હું અહીં ક્યાંથી આવી ગયો પછી એને યાદ આવે છે કે પેલો ડોસો જ મને અહીં ખેંચતો ખેંચતો લઈને આવ્યો હતો. અને હું બેહોશ થઈ ગયો એટલે અહીં જ સુઈ ગયો હતો. આ બધું જ સાયરા જોઈ રહી હતી કે ઇકબાલ કઈ વિચારી રહ્યો છે.

" એય શુ વિચારો છો તમે આયા કઈ રીતે આવી ગયા તમેતો રાત્રે રૂમમાં સુતા હતા તમને કઈ રાત્રે ચાલવાની બીમારીતો નથીને આટલા વર્ષોમાં મનેતો ક્યારેય ખબર ન પડી " સાયરા ઇકબાલને ઉઠાડતા કહે છે.

ઇકબાલ ઉભો થઇ જાય છે. એ સાયરાના હાથમાં રૂપિયા જોવે છે એને લાગે છે કે આ કઈક લેવા જાય છે પેલા એને જે કામ કરવાનું છે એને કરી આવવાનું કહું અને ત્યારબાદ એને કહું...

" હા સાયરા હું નાહતો આવું છું તું કામ પૂરું કરીને આવ જે તું લેવા જાશ એ એટલે હું તને કઈશ કે શું થયું છે. "

" ભલે ભલે કઈ વાંધો નઈ તમે નાહીને લ્યો એટલે હું દૂધ લઈને આવું ત્યારે કેજો કે શું થયું છે " સાયરા ત્યાંથી દૂધ લેવા જાય છે.

સાયરા પણ વિચારતી હતી કે આજ કાલ આ ઇકબાલમાં ઘણો બધો બદલાવ દેખાય રહ્યો છે. કાલ રાત્રે એને નીંદર ન આવી મને જોઈને ડરી જાવું અને આજે અહીં ફળિયામાં સુતા હતા કઈકતો છે કે જે મારાથી છુપાવી રહ્યા છે વળી શુ હશે એ આવી હળકતો કેમ કરી રહ્યા છે. આ બધું જ સાયરાને જાણવુ હતું. વળી આ બધું છે શું???

સાયરા દુકાને દૂધ લઈને ઘરે આવે છે, તો આ બાજુ ઇકબાલ પણ નાહિધોઈને ફ્રેશ થઈ ગયો હતો. ઇકબાલને ફ્રેશ થઈ ગયો જોઈને સાયરા કહે છે.

" તમને શું થઈ ગયું છે મજા નથી!!! તો એમ કયો કે આપણે ડૉ. જીરાવાલાને બોલાવી લઈએ? કેતા હોયતો બોલાવું? " હાથમાં દૂધ લઈને ઉભેલી સાયરા બોલે છે.

" એય ડોબી!!! પેલા ચા બનાવ હો... પછી હું તને નિરાંતે વાત કરું કે શું છે. " એમ કહી ઇકબાલ એના રૂમમાં જાય છે.

આ બાજુ સાયરા ચા બનાવવા માટે રસોડામાં જાય છે. એના મનમાં એક પ્રશ્ન થતો હતો કે આને થયું છે શું આ કેમ બે ત્રણ દિવસથી આવો વર્તાવ કરે છે. પેલા ચા બનાવી લઉં પછી એ કેસે...

સાયરા ચા બનાવીને ઇકબાલના રૂમમાં જાય છે, " ચાલો હવે ચા બની ગઈ છે હવે પી લ્યો "

" હા તું જા હું બે જ મિનિટમાં આવ્યો "

" ભલે ભલે તમે આવો "

ઇકબાલ ઓફીસ જાવા માટે કારની ચાવી લઈલે છે અને ચા પીવા નીકળે છે. સાયરા એને ચા આપે છે.

" એલા હવેતો કયો કે શું થયું છે. હું ક્યુની જાણવા માંગુ છું થયું શુ છે? "

" જો સાયરા આનો સોલ્યુશન કોઈ ડોક્ટર પાસે નથી એટલે ડોક્ટરનું નામ લેતી નહીં હો... "

" તો પછી કોનું કામ છે એનું કયુંતો એને બોલાવી લઈએ બીજું શું??? " સાયરા ઇકબાલની મસ્તી કરતા કહે છે.

" એય આમા મસ્તી નઈખૂબસિરિયસ મેટળ છે. હું અત્યારે કોઈ જ મજાકના મૂડમાં નથી. "

" ભલે ભલે તમે કયો હવે મસ્તી નઈ કરું... "

" તને પણ ખબર છે કે એ દિવસે હું રાત્રે મોડો આવ્યો હતો ત્યારે મારી કાર બંધ થઈ ગઈ હતી. ત્યારે પીપળાના ઝાડમાંથી એક વૃદ્ધ નીકળે છે એ મારી કાર રીપેર કરે છે. હું કાર ચાલુ કરીને પાછળ જોવું છુંતો એ ગાયબ થઈ જાય છે... "

" તો તમેં શુ કહેવા માંગો છો કે જેને તમારી મદદ કરી એ ભૂત પ્રેત છે એમ ??? "

" હા હા જો તમે ખબર પડી ગઈને અને એજ દિવસે મને સપનું આવ્યું હતું કે સાગર કામથી શહેરમાં જાય છે અને ત્યાં એનું એક્સીડેન્ટ થાય છે. વાસ્તવમાં પણ એવું જ બને છે કે એનું એક્સીડેન્ટ થાય છે. "

" આતો બવ જ ડરામણી કહાની છે! "

" આ કોઈ કહાની નથી આ બધું હકીકત છે એ ડોસો મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે કાલે ઘરની બહાર આવ્યો હતો એટલેતો હું બેહોશ થઈ ગયો હતો. અને ત્યાં જ સુઈ ગયો... "

" સાચે જ આ ભૂત પ્રેત હોય છે ખરા??? "

" તો આજે રાત્રે વાત તને એની સાથે મલાવીશ કે આ મારી પત્ની છે એને હેરાન કરો. "

" ભલે ભલે હું કાંઈ તમારી જેમ બીકણ સસલીતો નથી. હું મળતી આવીશ "

" એનું તે મોઢું જોયું છે! કેવું ભયંકર છે વાત જ પૂછમાં! તું એનું મોઢું જોઈને જ બેહોશ થઈ જાઈશ. "

" એમને એવું છે આજે રાતે વાત જોઈએ કે કેવું છે... "

" હાલ હું ઓફિસે જાવ છું. તનેતો મારી વાતમાં વિશ્વાસ નથી આવતોને, તારી સામે આવશે એટલે તું પણ માનવા લાગીસ ભલભલા માનવા લાગ્યા છે. "

ઇકબાલ ત્યાંથી ઓફિસે જવા નીકળે છે. ભલે આ સાયરાને મારીવાત ઉપર વિશ્વાસ નથી આવતો પણ જ્યારે એની સામે બધું આવશે ત્યારે એને ખબર પડશે. ઇકબાલ કારમાં બેસીને કાર ચાલુ કરે છે અને કાર ચલાવતા ચલાવતા વિચારતો હતો કે આ સાગરનું એક્સીડેન્ટ પણ એને જ કરાવ્યું હશે. મનેતો એવું જ લાગી રહયું છે આજે બપોરે વાત હું એને મળતો આવીશ. એની સાથે ચર્ચા કરીશ કે કઈ રીતે આ બધું બન્યું?

ઇકબાલ ઓફિસે પહોંચી જાય છે. એ ઓફિસમાં પહોંચે છેતો નિશા પણ આવી ગઈ હતી. એ કામે વળગી ગઈ હતી એને જોતાંની સાથે જ " ગુડ મોર્નિંગ, તને કોણ મૂકી ગયું? "

" ગુડ મોર્નિંગ સર, મારા ભાઈને કોધુ કે મને ઓફિસે મૂકી જાજે એ મૂકી ગયો. "

" રાત્રે મોડી ગઈ હતી એટલે પપ્પા કે મમ્મી ખિજાનાતો ન હતા ને??? કઈ હોયતો કેજે હું એમને કહી દઈશ... "

" ના ના સર એનને વાત કરીને આવું બન્યું છે એટલે કાઈ ન કીધું... "

એમ કહી ઇકબાલ એના ટેબલ ઉપર કામ કરવા લાગે છે.

તમને શું લાગી રહ્યું છે કે સાગરના એક્સીડેન્ટ પાછળ શુ રહસ્ય હશે???

એ ડોસો ઇકબાલને કેમ હેરાન કરે છે???

એ ડોસાનું રહસ્ય શુ છે???

ક્રમાંક