પડછાયો - 7 Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પડછાયો - 7

( સાંજ પડી ગઈ હતી, રાતનો સમય હતો અને એજ જંગલમાંથી પસાર થવાનું હતું. ઇકબાલ ઘરે પહોંચે છેતો ફરીયાની લાઈટ બંધ હતી. એ ઘરમાં જાય છે જોવે છેતો સાયરા ઘરમાં ન હતી. ટીવી પણ ચાલુ હતું. ઇકબાલ જમીને બહાર ચાલવા જાય છે ત્યારબાદ ઘરે આવી ટીવી ચાલુ કરે છે, એ ગીતની ચેનલ મૂકે છે. )

હવે આગળ...

આજે ઇકબાલને નીંદર આવતી ન હતી. એક બાજુ કામ અને હોસ્પિટલની દોડધામમાં ખૂબ જ થાકી ગયો હતો. ટીવી પર એવું કોઈ પણ પ્રોગ્રામ આવતો ન હતો કે જે ઇકબાલ જોઈ શકે! એ એના હાથમાં રહેલ રિમોટથી ચેનલ જ ફેરવી રહ્યો હતો. અંતે એ ગીતની ચેનલ રાખીને ગીત સાંભરે છે. ગીત સાંભરીયા પછી એને થોડી શાંતિ થાય છે એ થોડો હળવાશ અનુભવે છે.

ઇકબાલ આંખ બંધ કરીને ગીત સાંભરી રહ્યો હતો. એને નીંદર આવે એવું લાગી રહ્યું ન હતું. એ ઉભો થાય છે રૂમની લાઈટ પણ બંધ કરી દય છે અને ટીવી પણ બંધ કરી દેય છે કેમ કે આટલી મોડી રાત સુધી ટી.વી. જોવું યોગ્ય નથી. પલંગ ઉપર જઈને બેસે છે.

એ અંતે એવો નિર્ણય કરે છે કે દિવસ દરમિયાન આજે જે થયું એ બધું યાદ કરું જેથી નીંદર આવી જાય. ઇકબાલ આંખ બંધ કરીને બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય છે. સુઈ જાય છે એટલે કે દિવસ દરમિયાન જે જે થયું એ યાદ કરી રહ્યો હોય છે. સવારથી લઈને રાત સુધીમાં જે જે ઘટના થઈ એ બધું યાદ કરતો હોય છે. એને આવેલું સપનું કે સાગરનું એક્સીડેન્ટ થાય છે. બને એક સાથે નીકળે છે. એ બધું યાદ કરી રહ્યો હતો.

એવામાં એની બારીનો પળદો ઉડવા લાગે છે. બારી ખુલ્લી હતી એટલે પવન ઘરની અંદર આવી રહ્યો હતો. પળદો બંધ હોવાથી એ હવા પળદા સાથે અથરાય રહી હતી. ઇકબાલ એની ઉપર ધ્યાન આપતો નથી એ દિવસ દરમિયાન ઘટેલી ઘટનાઓ યાદ કરતો હોય છે. એવો પવન ફૂંકાય છે કે એ પળદો નીકળીને ઇકબાલની માથે જઈને પડે છે. ઇકબાલએ પળદાને સાઈડમાં મુકી દેય છે.

બારી ખુલ્લી હતી જેના લીધે એની નીંદરમાં એને ખલેલ પહોંચતી હતી એટલા માટે એ બારી બંધ કરીને ફરીથી એ બધી જ ઘટનાઓ યાદ કરે છે. થોડીવાર સુધી બધું જ બરાબર ચાલે છે પણ ત્યાંતો બહારથી કુતરાઓનો ભસવાનો આવાજ આવે છે. એ લગાતાર ભસી રહ્યા હતા, ભઉ... ભઉ... ભઉ...

કૂતરા હમેશા ત્યારે જ ભસતા હોય છે જ્યારે કોઈ અંજાન વ્યક્તિ આવ્યો હોય ત્યારે બસતા હોય છે. અત્યારે આટલી રાતમાં કોણ હશે ઇકબાલ પલંગ ઉપરથી ઉભો થઈ જાય છે. બારીમાંથી બહાર જોવે છેતો કોઈ જ નહીં. બહાર કોઈ જ વ્યક્તિ દેખાતું ન હતું. એ ઘરની બહાર જઈને જોવે છે એ કૂતરા પાસે જાય છે. ઇકબાલ એની પાસે જઈને ઉભો રહે છેતો કુતરાઓ શાંત થઈ જાય છે. અને અચાનક ફરીથી ભસવાનું શરૂ કરીદેય છે એ કુતરાઓ ઇકબાલ પાછળ કોઈ વ્યક્તિ હોય એને ભસી રહ્યા હતા. ઇકબાલ પાછળ ફરીને જોવે છેતો કોઈ જ ન હતું.

કૂતરાનું આવી રીતે ભસવું! આ વાતનો નવાઈની કહેવાય હો... કૂતરાઓમાં એવી શક્તિ હોય છે કે જે અદર્શય શક્તિને પણ જોઈ શકતા હોય છે. હવેતો એ ફાઇનલ થઈ ગયું હતું કે અહીં કોઈ અદર્શય શક્તિ જ હોવી જોઈએ. એજ આ બધું કરતો હશે એ ઓલો જ ડોસો હશે.

મોડી રાત થઈ ગઈ હતી ઇકબાલ આ બધું જ ભૂલીને સુવા જાવા માટે ઘરમાં જાતો હોય છે ત્યાં એની નજર અગાસી ઉપર જાય છે. અગાસી ઉપર એક કાળી ભમમર બિલાડી મિયાઉ... મિયાઉ... મિયાઉ... કરી રહી હતી. આવા અંધારામાં એ બિલાડીને સ્પષ્ટ પણે જોઈ પણ શકાતી ન હતી. એની આંખો જ દેખાતી હતી. બિલાડીની આંખ ચમકી રહી હતી.

એ બિલાડી નીચે આવવા માટે ઠેકડો મારે છે. એ નીચે પહોંચે છેતો એ કૂતરો બની જાય છે. આ બધું કઈ રીતે શક્ય બન્યું હશે. એક બિલાડી કૂતરો!!! કૂતરો કઈ રીતે બની શકે!!! આજે એવી ઘટનાઓ ઇકબાલ સાથે ઘટી રહી હતી કે જે આગાઉ ક્યારેય પણ ન ઘટી હોય, આજે આ બધી જ ઘટનાનો અનુભવ ઇકબાલને થઈ રહ્યો હતો.

ઇકબાલ આવી બધી ઘટનાને જોઈને ડરી ગયો હતો. પહેલાતો પવન ફૂંકાવો, ત્યારબાદ કૂતરાનું ભસવું અને અંતે બિલાડીમાંથી કૂતરો બની જાવો! એ દોડતો દોડતો ઘરમાં ચાલ્યો જાય છે. એના રૂમમાં જઈને સુઈ જાય છે.

એ રૂમ જઈને સુઈ જાય છે. આજે માંડ એને નીંદર આવે છેતો કોઈક ને કોઈક વસ્તુ જે એને સુવા નથી દેતી હવેતો જે થાય એ મારે કોઈની ઉપર ધ્યાન આપવું નથી હવે સુઈ જ જાવું છે. એ ઘરની લાઈટ બંધ કરીને એ ફરીથી બ્લેન્કેટ ઓઢીને આંખ બંધ કરે છે. ઇકબાલએ પોતાના જ વિચારોમાં મસ્ત હતો.

ઇકબાલ અંદરો અંદર એવું લાગી રહ્યું હતું કે આ રૂમમાં કોઈતો છે એવો ભાસ ઇકબાલને થઈ રહ્યું હતું. થોડીવાર પહેલા જ ઇકબાલે રૂમની લાઈટ બંધ કરી પણ ત્યારેતો કોઈ ન હતું હવે અત્યારે! કોણ હશે? ઇકબાલ પોતાના મનને સંતુષ્ટ કરવા માટે લાઈટ ચાલુ કરીને જોવે છે. રૂમમાં કોઈ ન હતું. રૂમમાં કોઈ જ નથીતો ઇકબાલને કેમ એવું લાગી રહ્યું છે કે કોઈ રૂમમાં છે! ઇકબાલ ડરી ગયો છે એના લીધેતો આવું નથી થતુને?

ત્યાંતો કોઈ વસ્તુ નીચે પડી હોય એનો અવાજ આવે છે. ઇકબાલ ફરીથી લાઈટ શરૂ કરે છે. અત્યારે પણ કોઈ જ હોતું નથી ઇકબાલ નીચે પડેલા ગ્લાસને જોઈ શકતો હતો પણ આ કોને પડ્યો એ હજી પણ ખબર પડતી ન હતી.

આની પાછળ કોણ હશે???

આ બધું જ ઓલો ડોસોતો નઈ કરતો હોય ને???

બધા જ પ્રશ્નના જવાબ મેળવવા માટે વાંચતા રહો ' પડછાયો ' વાર્તા

ક્રમાંક