પડછાયો - 10 Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - 10

( ઇકબાલ બહાર ફળિયામાં સૂતો હોય છે સાયરા દૂધ લેવા જાતી હોય છે ત્યારે એ ઇકબાલને જોઈ જાય છે કે આ ઇકબાલ બહાર કેમ સૂતો છે? એ એને ઉઠાડે છે પછી ઇકબાલ એને વાત કરી ઓફિસે જાવા નીકળે છે. )

હવે આગળ...

નિશા એનું કામ કરી રહી હતી. ઇકબાલ પણ એના કામમાં વળગી જાય છે. આજે એ સાગરને મળવા જાવાનું નક્કી કરે છે કેમ કે એને લાગી રહ્યું હતું કે આ એક્સીડેન્ટ પેલા ડોસા એજ કરાવ્યું હશે. હું બચી ગયો અને એ સાગર આતીમાં આવી ગયો એવું એને લાગે છે. આજે સાગર ઘરે આવી ગયો હશે એની કોઈ જ માહિતી ઇકબાલ પાસે ન હતી. એ હજી હોસ્પિટલમાં જ હશે કે પછી ઘરે? પેલા નિશાને પૂછી લઉં કે સાગર ઘરે છે કે પછી હોસ્પિટલમાં જ છે?

" નિશા તને ખબર છે કે સાગર ઘરે આવી ગયો કે પછી હજી હોસ્પિટલમાં જ છે??? " ઇકબાલ નિશાને પૂછે છે.

" સર મને ખબર નથી! પણ આવી જાવું જોઈએ કેમ કે એને એટલું બધું લાગ્યું નથી? તમે એને ફોન કરીને કેમ નથી પૂછી લેતા? "

" ભલે હાલ હું એને ફોન કરું છું "

ઇકબાલ સાગરને ફોન કરે છે. એના ફોનની રિંગ વાગે છે પણફોન ઉપાડતો નથી. એ ફરીથી એને ફોન કરે છે સાગર ફોન ઉપાડે છે, " હા સર બોલોને શુ કામ હતું? "

" કેમ છે સાગર હવે સારું છેને??? "

" હા હા સર હવે સારું છે. થોડું પગમાં દુખે છે બાકી બરોબર છે. "

" અત્યારે ક્યાં છો? હોસ્પિટલમાં કે પછી ઘરે છો? "

" અમના જ અર્ધી કલાક પહેલાં જ ઘરે આવ્યો. ફોનની રિંગ વાગી એટલે હું ઉપાડવા જાતો જ હતો ત્યાં ફોન કપાઈ ગયો. હું કોલ બેક કરવા જાતો જ હતો ત્યાં ફરીથી ફોન આવ્યો "

" તો સાગર થોડીવારમા હું તારા ઘરે આવું છું. "

" કેમ સર શુ થયું કઈ કામ "

" કઈ નઈ એમનામ આવી રહ્યો છું. "

" ભલે ભલે સર... " એમ કહી સાગર ફોન કાપી નાખે છે.

નિશા સાંભરી રહી હતી કે સર કેમ સાગરના ઘરે જઈ રહ્યા છે કઈકતો કારણ હશે. સરને ઓલા ડોસાનું ભૂત હજી ઉતર્યું નથી લાગતું. નિશા કઈ બોલતી નથી અને એના કામમાં વળગી જાય છે.

ઇકબાલ પોતાનું કામ કરવા લાગે છે. થોડીવાર પછીએ સાગરના ઘર જવા નીકળે છે. સાગરનું ઘર ઓફિસથી નજીક જ હતું. એ ઓફિસથી થોડે જ દુરી ઉપર રહેતો હતો. ઇકબાલ કાર લઈને સાગરના ઘરે પહોંચે છે.

ઇકબાલ સાગરના ઘરની બેલ વગાડે છે. ત્યાં અંદરથી સાગરનો મોટો ભાઈ દિવ્યેશ આવે છે અને દરવાજો ખોલે છે, " અરે ઇકબાલભાઈ તમે આવો આવો...! "

ઇકબાલ ઘરમાં જાય છે. સાગર આરામ કરી રહ્યો હતો. ઇકબાલ સાગરની બાજુમાં રહેલ સોફા ઉપર જઈને બેસી જાય છે. ત્યાં જ સાગર પણ પલંગ ઉપરથી બેઠો થઈ જાય છે એને બેઠો જોઈને ઇકબાલ કહે છે " સાગર સુઈ જા તું આરામ કર, બેસવાની જરૂરિયાત નથી "

" ના ના સર તમે બેઠા હોવ અને હું આરામ કરું એ સારું ન લાગે એટલે થોડીવાર બેસું છું છેલ્લા ઘણા કલાકોથી હું આરામ જ કરી રહ્યો છું. "

" એવું છે ભલેતો થોડીવાર બેસ, હવે કેવું છે સારું છેને? "
" હા હા હવે સારું છે. "

ઇકબાલ અને સાગર વાત કરી રહ્યા હતા ત્યારે દિવ્યેશ પ્રવેશ કરે છે. અને સોફા ઉપર બેસી જાય છે. એ ઇકબાલ સામે જોઇને કહે છે " શુ લેશો સર? ચા-પાણી કે પછી કોલ્ડીંગસ લેશો? "

" ના ના મારે કઈ જ નથી લેવું, હું અમના જ ઘરે ચા પીને આવ્યો છું. "

" ના ના એવું ન ચાલે તમે ઘણા સમય પછી ઘરે આવ્યા છો એમનાતો નહીં જ મોકલું હજીતો તમારે જમીને જવાનું છે. "

" દિવ્યેશ પછી ક્યારેક જમીસુ આજે નહીં. "

" ઇકબાલભાઈ એવું ન ચાલે કંઈકતો લ્યો. ચા કોલ્ડીંગસ "

ઇકબાલ વિચારે છે કે ચાનુ કહી દઉં છું. એટલે એ ચા બનાવી લઈ એવામાં હું સાગર જોડે વાત કરી લઉં.

" તો દિવ્યેશ ચા લેતો આવ, થોડી ચા પી લવ. "

દિવ્યેશ કિચનમાં ચા બનાવા જાય છે અહીં ઇકબાલ સાગર સાથે વાત કરે છે. "

" શુ થયું હતું સાગર કઈ રીતે એક્સીડેન્ટ થયું? "

" સર સાંજનો સમય હતો હું શહેરથી ઓફીસ તરફ આવી રહ્યો હતો. એવામાં હું શહેરની બહાર નીકળ્યો, મારી કારની સ્પીડ નોર્મલ હતી. ત્યાં અચાનક એક વૃદ્ધ વ્યક્તિ રસ્તો ક્રોશ કરતો હોય છે એ અચાનક જ મારી કાર પાસે આવી જાય છે હું કારને બેલેન્સ કરીને એનાથી દૂર લેતો હતો ત્યાં જ હું કારનો બેલેન્સ ખોઈ બેસું છું અને ત્યાં જ એક્સીડેન્ટ થઈ જાય છે. "

" એ વૃદ્ધ કેવો હતો જરા એના વિશે જણાવીશ "

ઇકબાલએ સાગરને એ વૃદ્ધ વિશે વાત કરી ન હતી એટલે જે જવાબ આપશે એ સાચો જ આપશે. ઓફિસની અંદર માત્રને માત્ર નિશાને ખબર છે.

" એ થોડો અજીબ લાગતો હતો. માથે ટોપી, લાંબી દાઢી અને આમ થોડો અલગ જ લાગી રહ્યો હતો. "

સાગરની આ વાત ઉપરથી ઇકબાલને એટલોતો અંદાજ આવી જાય છે કે આ એક્સીડેન્ટ પાછળ એ જ વૃદ્ધનો હાથ છે. પણ ઇકબાલ હજી પણ સ્યોર ન હતો કે એજ વૃદ્ધ હોય??? આ પણ ઇકબાલ માટે એક તપાસનો વિષય બની ગયો હતો. એ રાત્રે જે ઘટના બની ત્યાર પછી જ આવું બનવા લાગ્યું છે.

ત્યાં દિવ્યેશ ચા લઈને આવે છે. એ ત્રણેય જના ચા પીવે છે. ઇકબાલ ચા પીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ સાગર ઇકબાલને રોકે છે " અરે સર ક્યાં જઈ રહ્યા છો તમારે જમીને જવાનું છે. તમારુ પણ જમવાનું તૈયાર જ છે તમારો સવારે ફોન આવ્યો હતો એટલે મેં કહી રાખ્યું હતું કે સર આવે છે એટલે એમના ભાગનું પણ જમવાનું બનાવશો. "

" ના ના તારી મેડમ ઘરે વેઇટ કરતી હશે. તમે જમી લ્યો હું બીજીવાર આવીશ ત્યારે ચોક્કસ જમીશ. "

" ભલે જેવી તમારી ઇરછા, બીજીવાર આવો એટલે જમીને જ જજો હો! "

" હા ચોક્કસ જમીને જ જઈશ. "

ઇકબાલ ઘરની બહાર નીકળે છે એ હજુ એની કારમાં બેસે છે ત્યાં જ સાયરાનો ફોન આવે છે ઇકબાલ જોવે છે કે સાયરાનો ફોન છે એ ઉપાડે છે " બોલ સાયરા શુ કામ છે? "

" કઈ નઈ તમે હજી સુધી આવ્યા નહીં? "

" હું સાગરના ઘરે આવ્યો હતો. ત્યાંથી નીકળી ગયો છું થોડીવારમાં પહોંચી જ રહ્યો છું. "

" તો હવે ઝડપથી આવો તમારી રાહ જોવું છું "

ઇકબાલ કાર ચાલુ કરીને ઘરે જવા માટે નીકળે છે. એના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે સાગરના એક્સીડેન્ટ પાછળ એજ વૃદ્ધનો હાથ છે. એને જ એક્સીડેન્ટ કરાવ્યું હશે.

સાગરના એક્સીડેન્ટ પાછળ કોઈનો હાથ છે?

એ વૃદ્ધનું શુ રહસ્ય છે?

તમામ પ્રશ્નને જાણવા માટે વાંચતા રહો " પડછાયો "