પડછાયો - 5 Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - 5

નિશા અને ઇકબાલ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. નિશાને થયું કે ઇકબાલ સર સાગરને આ બાબતે કઈ કહે નહીં. ઇકબાલ સરતો ડરેલાં છે સાથે સાથે સાગર પણ ડરી જાશે.

" સર પ્લીઝ મહેરબાની કરી આ સપનાવાળી વાત સાગરને કરશો નહિ. એકતો એનું એક્સીડેન્ટ થયું છે અને આ બધી વાત સાંભરી વધુ ચિંતામાં મુકાશે એટલા માટે એને કઈ જ કેસોમાં...!!! "

" હા મને એ ખ્યાલ છે કે આવી વાત એને ન કરાય. આવી વાત કરવાની હોય ખરી!"

એ બને સાગરને શોધી રહ્યા હતા. એ બંનેને સાગર ક્યાંય મળતો નથી. આમ તેમ આજુ બાજુના વોર્ડમાં જોવે છે પણ એને ક્યાંય સાગરનું રૂમ મળતું નથી. હવે એકઉપાય હતો કે કોઈ નર્સ કે આગળ ટેબલ ઉપર કોકને પુછીયેતો થાય. ટેબલ ઉપર કોઈ વ્યક્તિ હજાર ન હતું. નર્સ પણ એના કામમાં વ્યસ્ત હતી એટલે બને એના કામમાં ખલેલ પહોંચાડવા માંગતી ન હતી.

હવે પૂછવુંતો કોને પૂછવું એનો પ્રશ્ન હતો. કઈ રીતે સાગરના રૂમ સુધી પહોંચી શકાય? નિશા ત્યાં બાકળા ઉપર જઈને બેસી જાય છે ઇકબાલ હજી પણ ત્યાં જ ઉભો હોય છે. નિશા એના બને હાથ માથા ઉપર રાખીને બેસી હતી. એને માથાનો દુખાવો શરૂ થઈ ગયો હતો. એને આવી સ્થિતિ ક્યારેય જોઈ ન હતી. પહેલીવાર કોઈનો એક્સીડેન્ટ થયો હોય અને એ આવી હોય.

ત્યારે કોઈ એક સ્ત્રી આવીને ત્યાં ટેબલ પર બેસે છે. નિશા તરત જ ઉભી થઈને એની પાસે જાય છે. ઇકબાલ પણ નિશાની સાથે સાથે જ જાય છે. નિશા એ સ્ત્રીને કહે છે " મેમ મને જણાવશો કે સાગર ક્યાં રૂમમાં છે. " એ સ્ત્રી વળતા જવાબથી કહે છે. " સાગર?, તમે એનીતો વાત નથી કરી રહ્યા કે જેનો થોડા સમય પહેલા એક્સીડેન્ટ થયો છે. " " જી હા હા હું એની જ વાત કરી રહી છું " " પણ તમે એને અત્યારે મળી શકશો નહીં અત્યારે પોલીસ દ્વારા એની પૂછપરછ કરે છે, તો પ્લીઝ થોડીવાર તમે અહીં વેઇટ કરો ત્યાર પછી એમને મળજો. " " હા નો પ્રોબ્લમ પણ તમે રૂમ નંબર જણાવશો કે જેથી એમને મળી શકાય " " હા રૂમ નંબર આપુ પણ તમે થોડા સમય વેઇટ કરજો ( એ સ્ત્રી રજીસ્ટરમાં જોઈને ) હ હા એ રૂમ નંબર 15માં છે બીજા માળે " " થેક્યું મેમ " નિશા અને ઇકબાલ ત્યાંથી સામે બાકળે બેસી જાય છે.

હવે લગભગ અર્ધી કલાક સુધી વેઇટ કર્યા સિવાય કોઈ રસ્તો ન હતો હવે વેઇટ કરવું પડે એમ જ હતું. નિશા ઇકબાલ સર સાથે હતી જો એ એકલી હોતતો બહાર જઈ શકત પણ અત્યારે ક્યાંય બહાર જઈ શકાય એમ નથી.

પંદર મિનિટ જેવો સમય થઈ જાય હવે નિશાને પણ કંટારો આવી રહ્યો હતો. એને માથું પણ દુઃખી રહ્યું હતું. હવે એનાથી રહી શકાય એવી સ્થિતિ ન હતી. હવે માથાની દવા લેવા સિવાય કોઈ જ રસ્તો ન હતો. નિશા ઇકબાલ સામે જોવે છે એ પણ બેસી બેસીને કંટારી ગયા હતા. " ઇકબાલ સર મને માથું દુ:ખે છે એટલા માટે હું બહાર મેડિકલ સ્ટોરમાંથી માથા દુઃખાવાની ટેબ્લેટ લયને આવું છું. " " ભલે ભલે તું લયને આવ હું અહીં જ બેઠો છું. "

નિશા હોસ્પિટલની બહાર નીકળે છે. નિશા હોસ્પિટલની આજુ બાજુ મેડિકલ સ્ટોર હોય એને શોધી રહી હતી પણ હોસ્પિટલની આજુ બાજુ મેડિકલ સ્ટોર હતું જ નહીં. હમેશા એવું જ હોય છે કે કોઈ પણ હોસ્પિટલ હોય એની આજુ બાજુમાં કોઈને કોઈ મેડિકલ સ્ટોર હોય જ છે પણ અહીં સાવ ઊલટું જ છેકે મેડિકલ સ્ટોર જ નથી. નિશા થોડી આગળ જાય છે એને ત્યાં મેડિકલ સ્ટોર મળી જાય છે. માથાની દવાતો મળી ગઈ હતી પણ હવે એને ભૂખ્યા પેટેતો પીવાય નહીં. નિશા બહારનું બહુ જ ઓછું ખાતી એને હંમેશા ઘરનું જ ખાવાનું ભાવતું હતું. એ બાજુમાં કરિયાણાની દુકાનમાંથી વેફર અને એક પાણીની બોટલ લેય છે. વેફર ખાઈને દવા પી લે છે.

હવે એ હોસ્પિટલ તરફ નીકળી જાય છે. હોસ્પિટલમાં જાય છે. એ હજી હોસ્પિટલના ગેટ પાસે પહોંચે છે ત્યાંતો એક એમ્બ્યુલન્સ ફૂલ સ્પીડમાં આવે છે નિશાને એમથઈ જાય છે કે આજેતો હું ગઈ અને અમના એ મારી ઉપર ચઢી જાશે. પણપાછળ હતી ગઈ અને એ એમ્બ્યુલન્સ હોસ્પિટલની અંદર ચાલયી જાય છે. નિશા એવી ફિલિંગ આવી રહી હતી કે જે મોતના મુખમાંથી બહાર આવી હોય, એને આંખ સામે અંધારા આવી ગયા.

તે ત્યાંથી હોસ્પિટલની અંદર જાય છે. ઇકબાલ સર હજી પણ ત્યાં જ બેઠા હતા. નિશા ઇકબાલની પાસે જાય છે " શું થયું નિશા દવા લઈ લીધી? હવે કેમ છે સારું છે કે નઈ? "

" હા દવા લઈ લીધી, હજી પણ થોડું થોડું માથું દુઃખી રહ્યું છે તમે સાગર પાસે ગયા કે નહીં? "

" ના ના તે ના પાડી હતી એટલે હું અહીં જ બેઠો હતો. હવે પોલીસ પણ ચાલ્યા ગયા હશે ચાલ એની પાસે જતા આવીએ. "

" હા સર હા ચાલો, આપણે બીજા માળે રૂમ નંબર 15માં જવાનું છે. લિફ્ટમાં જવું છે કે પછી પગઠિયા ચઢી શકશો? "

" ના ના હો... લિફ્ટ નઈ પગઠિયાથી જ ઉપર જવું છે કેમ કે આપણે બીજા માળેતો જવાનું છે. બીજા માળ જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો યોગ્ય નથી! "

" હા ચાલો આપણે જઈએ હવે... "

એ બને પગઠિયા ચઢીને ઉપરના માળ ઉપર જાય છે. નિશાનું ધ્યાન દરવાજા ઉપર લગાવેલા બોર્ડ ઉપર હતું. એને રૂમ નંબર પંદરમાં જવાનું હતું. એને રૂમ નંબર પંદર મળી જાય છે હવે પ્રશ્ન ત્યાં હતો કે સાગરને શોધવાનો એક રૂમમાં ઓછામાં ઓછા વીસેક વ્યક્તિ હોય છે. નિશાનું ધ્યાન એ બધા લોકો ઉપર હોય છે એ આખા રૂમમાં જોવે છે એને સાગર દેખાતો નથી. એ રૂમની બહાર જ જતી હતી ત્યાંતો એની બાજુમાં જ સાગર હતો.

" એયય નિશા હું અહીં છું! તું ક્યાં જાસ? " સાગર કહે છે.

નિશા સાગર પાસે આવીને " તું અહીં છો મારું ધ્યાન પણ નથી! શુ જાજુ લાગ્યું નથી લાગતું "

" હા આ ખાલી પગમાં થોડું લાગ્યું છે એટલે પાટ્ટો બાંધ્યો છે બાકી બીજું કંઈ લાગ્યું નથી "

ત્યાં જ ઇકબાલ બોલે છે " આ એક્સીડેન્ટ થયું કઈ રીતે કાર ધીમે ચલાવતો હોયતો "

" હું ધીમી જ ચલાવતો હતો પણ આમેથી આ કાર રોડ ઉપર અચાનક આવી ગઈ શુ કરીયે શકાય એમાં "

" તુતો ઘરે જઈ નઈ શકને? એક્સીડેન્ટનો કેસ છે એટલા માટે? "

" હા સર હું આવી નઈ શકું... "

" ભલે ભલે કઈ કામ હોયતો કેજે, દવા કે જમવાનું એવું કંઈ લેવાનું હોયતો કે એટલે લઈને આવું... "

" ના ના સર મારો ભાઈ આવે છે. એ આવતો જ હશે. "

" ચાલ ભલે અમે નીકળીએ છીએ કાંઈ પૈસા તકે કે કોઈ પણ રીતે જરૂર હોયતો કેજે "

" હા સર ચોક્કસ કહીશ "

એ બને હોસ્પિટલમાંથી બહાર નીકળી કારમાં બેસે છે. ઇકબાલને ડરએ વાતનો હતો કે એને કાલવાળા જંગલમાથી પસાર થવાનું હતું.

ક્રમાંક