પડછાયો - 3 Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Are you comfortable?

    આરંભ દ્રવેદી થેરપી રૂમના સોફા પર કોઈ રોલર કોસ્ટર રાઇડ્માં બે...

  • ખોવાયેલ રાજકુમાર - 38

    "ચતુર." તે કટ્ટર માણસે કાળા બરફ જેવી આંખોથી મારી સામે જોયું,...

  • એકાંત - 87

    રાતના સમયે રાજે પ્રવિણને કોલ પર જણાવ્યું કે, એ નોકરીથી કંટાળ...

  • જીવન પથ ભાગ-45

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બન...

  • શિયાળાને પત્ર

    લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ...

શ્રેણી
શેયર કરો

પડછાયો - 3

( ઇકબાલ કાર ખોલીને રીપેર કરી રહ્યો હતો. ઇકબાલ અનેક પ્રયત્ન કરે છે છતાં પણ કાર ચાલુ થતી નથી અંતે કારમાં જ સુઈ જવાનું નક્કી કરે છે. ત્યાં એને પીપળા પાસે એક પડછાયો દેખાય છે. ત્યાં જોવે છેતો કોઈ જ હોતું નથી. ત્યાં અચાનક કોક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવી જાય છે. એ કાર રીપેર કરે છે ઇકબાલ પાછળ ફરીને જોવે છેતો એ ગાયબ! )

હવે આગળ...

ઇકબાલના આ જ પ્રશ્ન થયા રાખતો હતો કે એ ક્યાં ગાયબ થઈ ગયો હશે. એ વૃદ્ધ વ્યક્તિ કોણ હશે અચાનકનું પ્રગત થઈ જાવું તરત કારને રીપેર કરવી અને રીપેર થયા પછી ગાયબ થઈ જાવું! આ બધું મનેતો કઈ સમજાતું નથી. એ કોઈ ભૂત પ્રેતતો નહીં હોયને? આવા જ વિચારો ઇકબાલના મગજમાં થતા હતા. એ અંતે ઘરે પહોંચી જાય છે. જોવે છેતો ઘરની લાઈટ ચાલુ હતી. એ દરવાખો ખખડાવે છે. સાયરા આવીને દરવાજો ખોલે છે. સાયરા ઇકબાલને જોઈને બોલે છે.

" ક્યાં વ્યા ગયા હતા? આટલી મોડી મોડી રાત સુધી ક્યાં ફરતા હતા અને ફોન કરુતો ફોન પાછા સ્વીચ ઓફ કરી દયો છો? ક્યાં હતા અત્યાર સુધી...? " સાયરા ઇકબાલને જોતા જ એનો બળબળાત શરૂ કરી દેય છે.એના મનમાં રહેલું બધું જ બોલી જાય છે. ઇકબાલ એને જોતો જ રહી જાય છે.

" એયય, પાગલ આ બધું શુ છે, મને પણ કઈ બોલવાનો મોકો આપ તુજ બધું બોલી લઈશ કે શું? મારી કાર રસ્તામાં બંધ થઈ ગઈ હતી એ ચાલુ થતી ન હતી એટલે આટલું મોડું થઈ ગયું. " ઇકબાલ સાયરાને કહે છે.

" ઓહ... સોરી હો આ તમને મોડું આવેલ જોઈને હું વધારે ખીજાય ગઈ અને પાછા ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો એને લીધે હું વધુ ધુસ્સામા હતી. પણ આજે આવતા આવતા મોડું કેમ થઈ ગયું એમતો રોજ વહેલા આવી જાવ છો? " ચેર ઉપર જઈને સાયરા બેસી જાય છે.

" આજે મારે ઓફિસમાં ખૂબકામ હતું. એ પૂરું કરતા કરતા મને બઉ મોડું થઈ ગયું અને પછી ગાડી બંધ પડી ગઈ એમાં મોડું થઈ ગયું. "

" ચાલો હવે ખૂબ જ મોડી રાત થઈ ગઈ છે, ચાલો સુઈ જઈએ. "

" હા ચાલ હું મારા રૂમમાં જઈને સુઈ જાઉં છું. આજે થાક્યો પણ છું. " ઇકબાલ એના રૂમ તરફ જાવા નીકળે છે.

ઇકબાલ એના રૂમ તરફ જાતો હતો ત્યાં એજ દરવાજા સાથે અથડાય છે. ભાડાંગ... દેરાને અવાજ આવે છે. સાયરા વિચારે છે કે આ શેનો અવાજ છે સાયરા દોડતી દોડતી ઇકબાલ પાસે આવે છે.

" અરે શુ થયું આમ કેમ થાય છે. દરવાજા સાથે કઈ રીતે અથડાય ગયા. "

" ખૂબ જ થાકી ગયો છું. હવે હલવાની પણ તાકત મારામાં રહી નથી. નીંદર આવે છે એના કારણે આ બધું થયું. " ઇકબાલ સાવ થાકી ગયો હોય એવી રીતે બોલે છે.

" ચાલો ઉભા થઇ જાવ, હું તમને રૂમમાં લઈ જાઉં છું "

સાયરા ઇકબાલને રૂમમાં લય જાય છે. અને પાણી આપે છે. ઇકબાલ પાણી પીને તરતસુઈ જાય છે. સાયરા રૂમની લાઈટ બંધ કરીને દરવાજો અટકાળી દેય છે.

ઇકબાલ આખી રાત શાંતિ પૂર્વક સુઈ જાય છે. સવાર ક્યારે પડી ગઈ ઇકબાલને ખબર પણ ન પડી. ઇકબાલ વહેલી સવારે ઉઠીને ઓફિસે જાવા માટે નીકળે છે. એને એમ થાય છે કે ગાડી રીપેર માટે ગેરેજમાં આપીને આવું પણ આટલી વહેલી સવારે કયું ગેરેજ ખુલ્લુ હશે એટલે એ ઓફિસે ચાલ્યો જાય છે. સાગર પણ આજે વહેલો આવી ગયો હતો એને આજે શહેરમાં જાવાનું હતું. સાગર આવીને કામે વળગી જાય છે.

" અરે સર આજે તમે વહેલા આવી ગયા, રાત્રે ઘરે જાવામાં કઈ વાંધોતો આવ્યો ન હતો ને? " સાગર પૂછે છે.

" તું વાત જ જાવા દે કાલે રાત્રે હું હેરાન થઈ ગયો! "

" વળી શુ થયું સર? "

" કાલે રાત્રે ઘરે જતી વખતે જંગલમાં ગાડી બંધ પડી ગઈ. અને પછી હું હેરાન થયો છું. ગાડી ચાલુ જ ન થાય. "

" તો ઘરે કઈ રીતે પહોંચ્યા??? "

" પછી ચાલુ થઈ ગઈ. સવારે 3 વાગ્યે ઘરે પહોંચ્યો. "

ઇકબાલ એના ટેબલ ઉપર જઈને બેસી જાય છે. ઇકબાલને નીંદર આવી જાય છે એ ત્યાં ટેબલ ઉપર સુઈ જાય છે. સાગરનું ધ્યાન કામ કરવામાં હતું. એનું ધ્યાન ઇકબાલ ઉપર જાય છે એ સૂતો હતો એ ફરીથી કામ કરવા લાગે છે. હવે શહેર જવાનો સમય થઈ ગયો હતો. સાગર વિચારે છે કે સરને ઉઠાડું કે નહીં એમને ઉઠાડવુંતો પડશે. ચાલ હું એમને ઉઠાડું અને કહી દઉં કે હું શહેર જાઉં છું.

" હેલ્લો સર... સર... ઉઠી જાવ, હું શહેર જાઉં છું " સાગર ઇકબાલને ઉઠાડતા કહે છે.

ઇકબાલ આંખ ખોલે છે. જોવે છેતો એ સુઈ ગયો હતો. એને આંખ લાગી હતી, " અરે સાગર શુ કામ હતું? "

" કઈ નહિ સર હું શહેર જાવ છું, અને ઓફિસમાં કોઈ જ આવ્યું ન હતું પાછા તમે પણ સુઈ ગયા હતા એટલે ઓફીસતો રેધી મૂકી શકાય એમ ન હતી એટલે તમને ઉઠાડ્યો.

" સારું કર્યું સાગર તે મને ઉઠાડ્યો, નકર હું સૂતો જ રહ્યો હોત અને મારે ગાડી ગેરેજએ મુકવા પણ જાવાની છે. ચાલ આપણે બને ચાલ્યા જાય, તું શહેર ચાલ્યો જાજે હું ગાડી ગેરેજમાં મૂકી દઈશ "

ઇકબાલ અને સાગર બને નીકળે છે. સાગર શહેર જાવા માટે નીકળે છે અને ઇકબાલ ગાડી ગેરેજમાં મૂકીને ઓફિસે આવે છે.

સાંજ પડે છે છતાં પણ સાગર આવતો નથી. ઇકબાલને ચિંતા થાય છે કે કઈ થયુંતો નહીં હોયને? કેમ અત્યાર સુધી એ આવ્યો નથી. એ ટેબલ ઉપર બેઠા બેઠા વિચારતો હતો. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. ઇકબાલ ફોન ઉપાડે છે. સામે છેડેથી કોક લેડીઝ બોલી રહી હતી એ શાંતિ પૂર્વક સાંભરી રહ્યો હતો, " અરે ન હોય આવું થયું? ચાલો હું આવું જ છું "

એ શેનો ફોન આવ્યો હતો???

સાગરને કઈ થયુતો નહીં હોય???

ક્રમાંક