( ઇકબાલને નીંદર આવતી ન હતી. એ આંખ બંધ કરીને સુઈ જાય છે બારીમાંથી પવન આવવાને કારણે પળદો ઉડતો હતો. થોડીવાર પછી કુતરા ભસતા હતા. એ બહાર જાય છે ત્યારે એક બિલાડી અગાસી પરથી નીચે આવે છે ત્યારે કૂતરો બની જાય છે. )
હવે આગળ...
ત્યાંતો કોઈ વસ્તુ નીચે પડી હોય એનો અવાજ આવે છે. ઇકબાલ ફરીથી લાઈટ ચાલુ કરે છે. અત્યારે પણ કોઈ જ હોતું નથી ઇકબાલ નીચે પડેલા ગ્લાસને જોઈ શકતો હતો પણ આ કોને પડ્યો એ હજી પણ ખબર પડતી ન હતી. આજ રાત્રે શુ જાણે શુ થઈ રહ્યું છે!
આ રૂમની અંદર કોકતો છે? કોણ હશેએ? ઇકબાલ ઉભો થઇ જઈને રૂમમાં જોવે છે એને કોઈ જ દેખાતું નથી. એ પલંગ પાસે જોવે છેતો એને કોઈ દેખાય છે. એ એની પાસે જઈને જોવે છે કે કોણ છે એ એના ખંભા ઉપર હાથ રાખે છે અને જોવે છેતો સાયરા હતી, " અરે સાયરા તું અહીં? આ બધું તું કરતી હતી કે શું? " ઇકબાલ સાયરાને પૂછે છે.
" તમે શેનું કહો છો? આ બધું હું કરતી હતી એટલે તમે શું કહેવામાં માંગો છો? શેનું કહો છો? " સાયરા આશ્ચરિય સાથે ઇકબાલ સામે જોઇને કહે છે.
" કઈ નઈ આ ગ્લાસ તે ફેંક્યો હતો? એમ કહું છું? "
" તમને શું થાય છે? આજે કેમ સુતા નથી? હું ક્યુની જોવ છુ કે તમે લાઈટ ચાલુ કરો છો બંધ કરો છો ઘરની બહાર ચાલો છો આ બધું શુ છે તમને શું થાય છે? "
" કઈ નઈ આ જોને નીંદર આવતી નથી. "
" કઈ નહિ હવે મને સુવા દયો અને તમે પણ સુઈ જાવ "
" હા ભલે ભલે એતો કે આ ગ્લાસ તે ફેંક્યો હતો. "
" હું તમને જોવા આવી હતી, જો લાઈટ શરૂ કરીશતો તમે ઉઠી જાય એટલા માટે મેં લાઈટ શરૂ કરી નહીં. હું અંદર આવીતો મારો હાથ ટેબલ ઉપર પડ્યો ત્યાં ગ્લાસ મુકેલ હતો. હાથ લાગતા પડી ગયો "
" ચાલ જે થયું એ! હું સુઈ જાવ છું તું લાઈટ બંધ કરી દેજે. "
" હા હો સાહેબ હું કરી દઈશ હોને! "
ઇકબાલ બ્લૅલેટ ઓઢીને હજી સૂતો જ હતો ત્યાં જ એને બારીમાંથી પડછાયો દેખાયો. એ પડછાયા દેખાય રહ્યું હતું કે એક વૃદ્ધ વ્યક્તિ જેને માથે ટોપી પહેરી છે લાંબી લાંબી દાઢી છે એવું એ પડછાયા દેખાય રહ્યું હતું. ઇકબાલ વિચારે છે કે આતો ઓલો જ ડોસો છે જેને મને મદદ કરી હતી એના જ જેવો લાગી રહ્યો છે. આ એતો નહિ હોયને???
એ વિચારે છે કે જે થાય એ પણ મારે હવે બહાર જવું નથી. એ પડછાયો પણ ખૂબ જ ભયંકર લાગી રહ્યો હતો. ભલભલા પણ એનાથી ડરી જાય એવો પડછાયો હતો. ઇકબાલ ધ્યાન આપ્યા વિના બ્લેકટ ઓઢીને સુઈ જાય છે.
એને કઈ સળવળાટ દેખાની, હવેતો ઉભું થઈને જોવું જ પડશે કે એ કોણ છે ઇકબાલ બારીમાંથી બહાર જોવે છેતો એજ ડોસો હતો કે જેને કાર રીપેર કરી હતી. હવે શું કરું, એનાથી કઈ રીતે બચુ? એતો ફાઇનલ થઈ ગયું હતું કે આ કોઈ પ્રેત જ છે કે મને હેરાન કરી રહ્યું છે.
ઇકબાલ એને જ જોયા કરતો હતો. એ ડોસો ઇકબાલ સામે જોવે છે ઇકબાલ પણ એને જ જોઈ રહ્યો હતો એ બનને વચ્ચે ઘણો અંતર હતો પણ બને જ એક બીજાને જોઈ રહ્યા હતા. એ ઇકબાલને જોઈને જોર જોરથી હસવા લાગે છે " હા... હા... હા... " વાતાવરણ એકદમ ભયાનક બની ગયું હતું.
ધીમે ધીમે એ ડોસાનો ચહેરો ભયંકર બની રહ્યું હતું એને જોઈને કોઈ પણ ડરી જાય એવો ભયંકર એ દેખાય રહ્યો હતો. હવે ઇકબાલને થાય છે કે અહીં ઉભું રહેવું સુરક્ષિત નથી હો વધુ વાર ઉભો રહ્યોતો કઈ પણ થઈ શકે છે. પણ એને અત્યાર સુધી ઇકબાલને કોઈ જ નુકશાન પહોચાડ્યું નથી એટલે એ શાંત છે એવું માની શકાય પણ એની ઉપર પુરે પૂરું વિશ્વાસતો ન જ મૂકી શકાય.
ઇકબાલ પલંગ ઉપર જઈને બેસી જાય છે. એ આખો ધ્રુજી રહ્યો હતો આખો પસીનાથી રેબ જેબ થઈ ગયો હતો. આ બધું પેલો ડોસો જોઈ રહ્યો હતો. એ વિચારતો હતો કે આને મારી શક્તિની ખબર નહીં હોઈએ હવે જો ઇ કઈ રીતે મારી પાસે આવે છે.
ઇકબાલ પલંગ ઉપરથી આપ મેળે જ ઉભો થઇ જાય છે. એ ડોસો પોતાની શક્તિથી ઇકબાલને કન્ટ્રોલ કરી રહ્યો હતો. ઇકબાલની ઇરછા જ વિના એ ઉભો થઈ જાય છે. એ પલંગ ઉપર બેસવાની કોશિશ કરી રહ્યો હતો પણ એ ડોસાની શક્તિ સામે આ બધું જ નબળું પડી રહ્યું હતું. ઇકબાલ બારી પાસે જઈ ચઢે છે બારી આપ મેળે જ ખુલી જાય છે ઇકબાલ ઉડીને બહાર ફેંકાય જાય છે. એ ઉભો થઈને જોવે છેતો એ ડોસો એની સામે જ ઉભો હતો. એ ડોસો હસી રહ્યો હતો અને જોર જોરથી દાંત કાઢી રહ્યો હતો. હા... હા... હા...
" તે જોય લીધુંને મારી શક્તિ સામે તારું કઈ જ ચાલી શકે નહીં. હું જેવું ઇરછું એવું હું કરી શકું "
એનો ભયંકર ચેહરો જોઈને ઇકબાલ ત્યાં જ બેહોશ થઈ જાય છે.
સવાર પડે છે. સાયરા ઉઠી જાય છે અને ઇકબાલને ઉઠાડવા માટે રૂમમાં જાય છે. રૂમમાં જોવે છેતો ઇકબાલ ત્યાં હતો નહીં! એ ક્યાં ગયો હશે. એ દૂધ લેવા માટે દુકાને જાય છે. ત્યાં એ શું જોવે છે કે ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો.
ક્રમાંક