નરો વા કુંજરો વા - (૬) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા - (૬)

ધ્રુવએ મને હલાવ્યો ત્યારે હું વર્તમાનમાં આવ્યો. થોડા સમયમાં તો આખો ભૂતકાળ મારી આંખો સામે આવી ગયો. હું ફરીથી દુઃખમાં જતો રહું તે પહેલા જ મારા પપ્પાએ પોતાની વાત સભા વચ્ચે કહેવાનું શરૂ કર્યું.

"મને ખબર છે કે ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનાને તમે હજી પણ ભૂલ્યા ના હશો. પણ એ ત્રણ વર્ષ પહેલા મારા દીકરાને જે ગુના માટે ગુનેગાર ગણવામાં આવ્યો હતો એ ગુનો એણે કર્યો જ ના હતો. અને એ નિર્દોષ હતો."

મારા પપ્પાની આ વિસ્ફોટક વાત સાંભળી આખી સભા ઉછળી પડી. હું તો મારા પપ્પા તરફ અહોભાવથી જોવા લાગ્યો. હું તો એવું સમજતો હતો કે તેઓ મારા પર વિશ્વાસ નથી કરતા. પણ તેઓ તો આજે ત્રણ વર્ષ પછી પણ મને નિર્દોષ સાબિત કરવામાં લાગેલા છે.

"પણ ત્યારે તો બધા સબૂત એની વિરુદ્ધ મળ્યા હતા. તો તમે કેવી રીતે કહી શકો કે તે નિર્દોષ છે?" એક જણે સવાલ કર્યો.

"એના માટે મારી પાસે તમામ સબૂત છે. અને ત્યારે કાવતરું રચીને મારા દીકરાને ફસાવવામાં આવ્યો હતો. અને આ માટે હું તમને આખી ઘટના પહેલેથી કહું છું કે કેવીરીતે મેં સબૂત ભેગા કર્યા." આટલું કહી તેઓ પોતાની વાત શરૂ કરે છે.

______________________________________________

(હવેથી મારા પપ્પાના શબ્દોમાં)

તે દિવસે મારા દીકરા પર લાગેલા આરોપ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. અને બે દીકરીઓ એ પણ કહ્યું તેના પરથી મને તો ખબર પડી જ ગઈ હતી કે આ કોઈ કાવતરું જ હશે. અને મિહીકાના મોત પાછળ પણ મને શંકા ઊભી થઈ હતી. પણ આની પાછળનો ગુનેગાર ખુબજ હોશિયાર હશે એટલે હું કશું બોલ્યો નહિ. કારણકે જો વાંધો ઉઠાવું તો પેલી બે દીકરીઓ અને સાથે સાથે મારા દીકરાના જીવ સામે પણ જોખમ ઉભુ થાય. એટલે જ મેં પોલીસને બોલાવવાનું સૂચન કર્યું. જેથી પોલીસ તપાસમાં સાચી હકીકત બહાર આવે. પણ ત્યારે તે શક્ય બન્યું નહિ. પછી અર્થવને ગામની બહાર કાઢી મૂક્યો. જેથી ગુનેગાર નિશ્ચિંત બની જાય. તે રાત્રે જ મેં બધા ઘરવાળાને મારા ઘરે ભેગા કર્યા અને કહ્યું,

"આના પાછળ મને કોઈનું ખૂબ મોટું કાવતરું લાગે છે. એટલે આપણે અર્થવ સાથે તમામ વાતચીત બંધ કરવી પડશે. કારણકે એ ગુનેગારની નજર આપણા પર પણ હશે." મેં કહ્યું.

"હા ભાઈ. મને આપના અર્થવ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તે આવું કરી જ ના શકે." અર્થવના કાકા બોલ્યા.

"પણ આપણે એમ એને એકલો તો ના છોડી શકીએ ને? બિચારો કેટલો મૂંઝાતો હશે?" અર્થવના મમ્મી બોલ્યા.

"ભાભી એના માટે મારી પાસે એક ઉપાય છે. મારા એક દૂરના ભાઈનો છોકરો પણ અર્થવની કંપનીમાં જ કામ કરે છે. અર્થવ કે બીજું કોઈ વ્યક્તિ પણ એને ઓળખતું નથી. તો શું આપણે એને અર્થવની જવાબદારી સોંપી દઈએ?" કાકી બોલ્યા.

"તારો ખૂબ ખૂબ આભાર રહેશે. જો તું આવું કરે તો. હું કઈ રીતે તારો અહેસાન ચૂકવીશ." મમ્મી કહે છે.

"અરે ભાભી, આવું કહીને મારું અપમાન ન કરો. મેં એને મારો દીકરો જ માન્યો છે. મારા દીકરા કરતાં પહેલો એ છે મારા માટે. અને તમે આવું બોલીને મને આમ પરાયી ના કરો."

"હા તો ઠીક છે. આપણે તે છોકરાને અર્થવ સાથે રાખીએ. અને પછી આગળનું વિચારીએ." દાદા બોલ્યા.

પછી અમે ધ્રુવને અર્થવની કાળજી માટે મોકલ્યો. એ આ ત્રણ વર્ષ દરમિયાન ઘરના તમામ સભ્યો સાથે સંપર્કમાં રહીને અર્થવના સમાચાર અમને આપતો રહેતો.

પછી અમે બીજા સબૂત ભેગા કરવાનું નક્કી કર્યું. અમે અર્થવ ઘર છોડીને ગયો હતો ત્યારે એનો ફોન લઈ લીધો હતો. તો એમાં તપાસ કરતા જાણવા મળ્યું કે એના ફોનમાંથી એક નંબર પર આ વીડિયો મોકલવામાં આવ્યા હતા. પછી મેં મારા એક પોલીસમિત્રની મદદથી એ નંબરને ટ્રેસ કરાવ્યો. જેનાથી એ નંબર જે મોબાઈલમાં હતો તે વિશે પણ માહિતી મળી ગઈ. પણ એ ફોન અને મોબાઈલ બંને બંધ આવતા હતા. અમે એ ફોન અને નંબર ટ્રેસ પર રાખ્યા. હું દરરોજ ફોન કરીને પૂછતો કે કોઈ માહિતી મળી. પણ રોજ જવાબ ના જ આવતો.

પણ અંતે ત્રણ વર્ષ પછી એટલે હમણાં ચાર દિવસ પહેલા જ મને મારા પોલીસમિત્રનો ફોન આવ્યો કે એ ફોનમાં બીજા નંબરનું સિમકાર્ડ નાખવામાં આવ્યું છે. અને એ ફોનનું લોકેશન તમારા ગામમાં જ બતાવે છે. મેં એમને તુરંત આપણા ગામ બોલાવી લીધા. તેમણે લોકેશન ટ્રેસ કરતા ખબર પડી કે લોકેશન રાજના ઘરનું જ હતું. અમે એના ઘરે ગયા અને રાજ પાસેથી જ એ મોબાઈલ મળી આવ્યો.

પછી અમે ખાનગીમાં રાજની ધરપકડ કરી અને એની કડક પૂછતાછ કરી જેમાં એણે તમામ ગુના કાબુલી લીધા. અને એના સ્ટેટમેન્ટ પરથી અર્થવ નિર્દોષ છે એ સાબિત થયું. હવે હું રાજને જ તમારી સમક્ષ લાવીશ અને એ પોતે આખી વાત કહેશે કે એણે શું શું કર્યું હતું?

______________________________________________

હું તો મારા પપ્પાની વાત સાંભળીને ચોંકી ગયો. મારા કાન પર વિશ્વાસ ન થતો હતો કે શું રાજ આવું કરી શકે? અને આવું કરવા પાછળ શું કારણ હશે? મારો બેસ્ટ ફ્રેન્ડ આવું તો ના જ કરી શકે મારી સાથે. હું એને નાનપણથી ઓળખું છું. મેં ફરી મારા પપ્પાને પૂછ્યું,

"પપ્પા તમારી કોઈ ભૂલ તો નથી થતી ને? સાચે રાજએ આ બધું કર્યું હતું?"

"બેટા, હવે તું રાજ પાસેથી જ જાણી લેજે. હવે એની પાસેથી જ તું સાંભળજે." મારા પપ્પા કહે છે.

ત્યાંજ એક પોલીસ અધિકારી રાજને લાવે છે. તેની અને મારી આંખો એક થાય છે. મારી આંખોમાં પ્રશ્નાર્થ જોઈને એની આંખો નમી જાય છે.

પછી એ એની વાતોની શરૂઆત કરે છે....

(ક્રમશઃ)