Featured Books
શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા - (૭) - છેલ્લો ભાગ

(રાજના શબ્દોમાં)

હું, અર્થ અને મિહીકા ત્રણેય નાનપણથી મિત્ર હતા. હું પણ મિહીકાને પસંદ કરતો હતો પણ તેમના વિશે ખબર પડ્યા પછી મેં મારું નસીબ માનીને હકીકત સ્વીકારી લીધી હતી. પણ પછી કોલેજમાં મારી દોસ્તી એવા જણ સાથે થઈ કે હું અવળા રસ્તે ચડી ગયો. હવે હું મિહીકાને મેળવવાના સપના જોવા લાગ્યો. કારણકે એ મારો પ્રેમ ન હતો પણ વાસના હતી. એટલે હું કેવીરીતે મિહીકાને મેળવું તે જ યોજના બનાવતો હતો.

એમાં એક દિવસ મને ખબર પડી કે અર્થવ અને મિહીકા આ રીતે વાતો કરે છે. તો મેં અર્થવની જાણ બહાર એના ફોનમાં સ્ક્રીન રેકોર્ડર નાખી દીધું. હવે એ રેકોર્ડર અર્થવની તમામ વાતચીત રેકોર્ડ કરતું હતું. અને મેં એ application છુપાવી દીધી હતી એટલે અર્થવને ખબર પણ ના પડી કે એના ફોનમાંની તમામ વસ્તુ રેકોર્ડ થાય છે. પછી મેં એ તમામ વિડીઓ મારા ફોનમાં લઇ લીધા. જેનો અર્થવને ખ્યાલ પણ ન હતો.

એક દિવસ એ તમામ વિડિયો લઈને હું રાતના સમયે ચોરીછૂપીથી મિહીકાના ઘરે ગયો. એને આ વીડિયો બતાવી એને ધમકાવી કે જો એ અર્થવને ભૂલીને મારી સાથે લગ્ન ના કરે તો હું બધા વિડિયો વાયરલ કરી દઈશ. તે ત્યારે કશું બોલી નહિ. એ તે સમયે એના નાઈટ ડ્રેસમાં હતી એટલે એને જોઈને હું મારી વાસના પર તે સમયે કાબૂ કરી શક્યો નહિ. અને તેની પર જબરદસ્તી કરવા લાગ્યો. એ મારાથી બચવા મારી સાથે હાથા પાય કરવા લાગી. અને એમાં જ એનું માથું જોરમાં દીવાલ સાથે ભટકાયું અને એ ત્યાજ મૃત્યુ પામી. હવે મારું નામ ના આવે એટલે મેં અર્થવને ફસાવવાનું નક્કી કર્યુ. એટલે મેં જ એ ખોટો પત્ર મિહીકાના મોબાઈલમાં ટાઇપ કરીને સેવ કર્યો. જ્યારે સભા ભરાઈ હતી ત્યારે મને ખબર જ હતી કે આ ટાઇપ કરેલા પત્ર સામે સવાલો ઉભા થશે જ. એટલે જ મેં આપણા જ ગામની બે છોકરીઓને ધમકાવીને અર્થવ પર આરોપ લગાવવાનું કહ્યું. એ છોકરીઓને પણ મેં આમજ પ્રેમ માં ફસાવી એમના વીડિયો ઉતારી લીધા હતા. અને એ વિડિયો વડે હું મારું ધાર્યું કામ કરાવતો હતો.


_______________________________________________


હું તો રાજની વાત સાંભળીને ખુબજ દુઃખી થઈ ગયો. મને વિશ્વાસ ના થતો હતો કે દુનિયામાં આવા વ્યક્તિઓ પણ રહે છે. પણ મારે સ્વીકારવું રહ્યું. પછી ત્યાંથી રાજને પોલીસમાં સોંપવામાં આવ્યો. અને આખા ગામએ મારી માફી માંગી. અને મને ફરીથી ગામમાં રહેવાની છૂટ આપી દીધી.

હું તો ખુશ થઈને સીધો મારા પરિવાર પાસે જતો રહ્યો. તે તમામના ચહેરા પર ખુબજ ખુશી હતી. અમે બધા મારા ઘરે ગયા.

આજે મારી ઘર વિશેની વ્યાખ્યા સાચી સાબિત થઈ હતી. ખરા અર્થમાં આજે મારા ઘર એ "મારું ઘર" જેવું કાર્ય કર્યું હતું. મને તો એવું જ હતું કે "મારું ઘર" મારાથી ખુબજ દૂર થઈ ગયું. પણ ધ્રુવ ના રૂપમાં "મારું ઘર" પળે પળે મારી સાથે હતું. તેમણે પાછળ રહીને મને સાથ આપ્યો. હું "મારા ઘર" પર ખુબજ ગર્વ અનુભવતો હતો. આજે ત્રણ વર્ષ પછી ફરીથી મને "મારું ઘર" પૂર્ણ પાછું મળ્યું.


(સમાપ્ત)

(મિત્રો, ફરીથી કહું ઘર એ કોઈ મકાન નથી. ઘર તો મકાનની અંદર રહેતા વ્યક્તિઓની લાગણીથી બનેલ હોય છે. જો આપણે સાચા હોઇએ તો હંમેશા "આપણું ઘર" આપણી સાથે જ રહે છે. આપણે એ મકાન થી સેંકડો કિલોમીટર દૂર હોઇએ તો પણ "આપણું ઘર" તો આપણી સાથે જ રહે છે.

બીજું મારે જે કહેવું છે તે તો તમે સમજી જ ગયા હશો. તો પણ કહી જ દઉં છું. મિત્રો, ભલે આપણે આપણા પોતાના વ્યક્તિ પર ભરોસો કરતા હોઈએ. પણ આ technology પર કદી ભરોસો ના કરવો. અને તેમાં પણ આપણી ઈજ્જત પર આંચ આવે એવી ગંભીર ભૂલ તો બિલકુલ પણ ના કરવી. ભલેને સામે તમારી પત્ની કે પતિ પણ કેમ ન હોય. તમારી અંગત પળો માણવા માટે આ technology નો ઉપયોગ કદી ના કરવો. એનાથી આપણે જ મુશ્કેલીમાં મુકાય જઈએ છીએ. માત્ર આપણા ભારતમાં જ આવા સેંકડો કેસ બને છે જ્યાં પતિ પત્ની ના અંગત પળો ના વિડીઓ લીક થયા હોય. અને ઘણાને તો હજી ખબર પણ નથી કે તેમના વિડિયો આવી રીતે internet પર ફરતા હોય છે.)

(આ વાર્તાનું નામ મેં "નરો વા કુંજરો વા" જ કેમ રાખ્યું? આનો અર્થ એવો કરી શકીએ કે આપણને જે દેખાતું હોય છે તે હકીકત નથી અને ઘણી વાર ના દેખાતી વસ્તુ પણ હકીકત હોય શકે.

તો આમાં પણ અર્થવને એનો મિત્ર રાજ ખાસ વિશ્વાસુ જણાયો. પણ એવું થયું નહિ. એણે જ દગો આપ્યો.

એ જ રીતે અર્થવ અને મિહીકા ને એવું જ હતું કે એમની અંગતોપળો એમના વચ્ચે જ રહેશે. પણ એવું થયું નહિ. એમની આ વાત આખી દુનિયા સામે આવી ગઈ. અને અધૂરામાં પુરુ મિહીકા એ એનો જીવ પણ ગુમાવો પડ્યો.

અર્થવ બધાને ગુનેગાર લાગ્યો પણ એ નિર્દોષ હતો. જ્યારે અર્થવ ને એવું લાગ્યું કે એનો પરિવાર એની સાથે નથી. પણ ખરા અર્થમાં એનો પરિવાર એની સાથે જ હતો.

આપણું જીવન પણ આમ જ "નરો વા કુંજરો વા" ને આધારે જ હોય છે. ક્યારે શું થાય છે અને આપણે શું સમજીએ છીએ એ કોઈને ખબર પડતી નથી. બસ એટલે જ મેં આ વાર્તાનું નામ "નરો વા કુંજરો વા" રાખ્યું. જેનાથી આપણને શીખવા મળે કે દરેક પરિસ્થિતિમાં આપણને જે દેખાય છે એના આધારે જ નિર્ણય ના કરવો.)


આભાર.