નરો વા કુંજરો વા - (૫) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા - (૫)

મિહીકાના મામા શું વાતો કરતા હતા તે વિશે મને કશું જ સમજ પડતી ન હતી. તેઓ બસ મને માર્યે જ જતા હતા. અને હું કશું પણ બોલ્યા વિના માર ખાયે જતો હતો. એટલામાં જ મારા પપ્પાએ તેમને અટકાવ્યા.

"થોભી જાવ તમે. આપણે હવે આ વાત ગામસભામા જ નક્કી કરીશું કે તે ગુનેગાર છે કે નથી. અને જો એ ગુનેગાર હોય તો હું પોતે જ એને સજા આપીશ." મારા પપ્પાએ કહ્યું.

"ઠીક છે. તમારું માન રાખીને હું જવા દવ છું. પણ સજા તો એણે જરૂર ભોગવવી જ પડશે." એમ કહીને તેઓ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા.

"દીકરા શું કહે છે આ લોકો? તને કશું ખબર છે?" મારી મમ્મી આવીને પૂછે છે.

"ના મમ્મી મને કશું જ ખબર નથી. હા મને શંકા જરૂર ગઈ હતી કે મારી મિહું આવું પગલું ભરે જ નહિ. કારણકે અમે વાતો કરતા હતા ત્યારે એને કોઈ તકલીફ હશે તેવું મને બિલકુલ પણ ના લાગ્યું હતું." મેં જવાબ આપ્યો.

"વાંધો નહિ. અંદર જઈને બધા આરામ કરો. સાંજે ગામસભામાં બધું નક્કી થશે." મારા પપ્પા આટલું કહીને અંદર જતા રહ્યા.

સાંજે આખું ગામ સભામાં હાજર હતું. કારણકે આખા ગામમાં સમાચાર ફેલાય ગયા હતા કે મિહીકાના મૃત્યુ પાછળનું કારણ હું છું. એટલે તમામને જાણવાની ઉતુસ્કતા હતી.

"તમને કેવી રીતે લાગ્યું કે મિહીકાના મૃત્યુ પાછળ અર્થવનો હાથ છે?" એક પંચે મિહિકાના મામાને પૂછ્યું.

"મિહીકાના ગયા પછી એનો ફોન બંધ જ હતો. પણ ગઈકાલે એના ભાઈએ એનો ફોન ચાલુ કરીને જોયું તો એક ફાઈલમાંથી એક પત્ર મળ્યો." મિહીકાના મામા આટલું કહીને એ પત્ર વાંચવા લાગ્યા.

"મમ્મી પપ્પા,
મને આ લખતા તો શરમ આવે છે પણ શું કરું તમારી દીકરી એક એવા દલદલમાં ફસાઈ ગઈ છે કે એમાંથી નીકળવું મુશ્કેલ છે. તમને તો ખબર જ છે કે હું અને અર્થવ એકબીજા ને પ્રેમ કરતા હતા. તો એ પ્રેમમાં હું એટલી આંધળી થઈ ગઈ હતી કે મારે આજે આમ મરવાનો વારો આવ્યો છે. અમે વિડિયો કોલ પર એકબીજાના ઉઘાડા શરીર બતાવતા અને એવા ફોટા પણ મોકલતા હતા. અને અમે વિડિયો કોલમાં અશ્લીલ વાતો પણ ખુબજ કરતા. પણ મારી જાણ બહાર અર્થવે મારો વિશ્વાસ તોડીને અમારી વિડિયો કોલની વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. જેમાં એ વીડિયોમાં મારું નગ્ન શરીર સ્પષ્ટ દેખાતું હતું. અને હવે એ વિડિયો દ્વારા મને ધમકાવી મારી પાસે એ અઘટિત માંગણી કરતો હતો. મને એમ કહેતો હતો કે લગ્ન પછી તો આ બધું કરવાનું જ છે તો લગ્ન પહેલા કેમ નહિ? પણ તમે આપેલા સંસ્કાર મને આવું લગ્ન પહેલા કરવાનું ના પાડતા હતા. એટલે હું એની વાતમાં ન આવી. પણ હવે એ મને વધુ ધમકાવવા લાગ્યો હતો. અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. મને મારી પર ગુસ્સો આવ્યો કે મેં આવા નીચ માણસને પ્રેમ કર્યો? હું પોતે પણ ગુનેગાર છું કે મેં જાણ્યા સમજ્યા વિના એની સાથે આવી અશ્લીલ વાતો કરી.

એટલે આમાં મારો વાંક પણ ગણાય. હવે અર્થવની દબાણ ખુબજ વધી ગયું છે એટલે હું વધુ સહન કરી શકું નહિ એટલે મેં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે. પપ્પા મમ્મી મને માફ કરજો કે મે આવી ભૂલ કરી નાખી. હું જાવ છું.

તમારી મિહીકા.."

આ પત્ર સાંભળતા મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. બધા મને તિરસ્કારથી જોવા લાગ્યા. બધાની આંખો જાણે મને ભષ્મ કરી નાખશે એ રીતે જોઈ રહી હતી.

"મને મારા દીકરા પર વિશ્વાસ છે કે તે આવું ના કરે." મારી મમ્મી બોલે છે.

"તો શું મારી મરેલી ભાણજી જૂઠું બોલી ગઈ?" મિહીકાના મામા કહે છે.

"એવું પણ બની શકે કે આ પત્ર બીજા કોઈએ લખ્યો હોય. કારણકે આ તો ટાઇપ કરેલો પત્ર છે. આના પરથી એવું થોડી સાબિત થાય કે મિહીકા એ જ લખ્યો હોય?" મારી મમ્મીના સવાલથી બધા ચૂપ થઈ ગયા.

ત્યાંજ એક માણસ આવે છે અને એક પંચના કાનમાં કશું કહે છે. એ પંચ પછી બીજા પંચો સાથે વાતચીત કરે છે અને એ લોકો થોડીવાર માટે પંચાયતની બિલ્ડિંગમાં જાય છે. ત્યાં લગભગ અડધો એક કલાક પછી તેઓ પાછા આવે છે. અને એક પંચ પોતાની વાત શરૂ કરે છે.

"આજની આ ઘટના જોઈને આપણા ગામની જ બે દીકરીઓ પણ હિંમત કરીને પોતાની વાત કહેવા આગળ આવી છે. એમણે એમનું નામ જાહેર ના થાય એ શરતે બધી વાત પંચ સમક્ષ કબૂલ કરેલ છે. અર્થવે એ બે દીકરીઓને પણ પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. અને તેમની સાથે પણ વાતચીત કરી આવું રેકોર્ડીંગ કરી લીધું હતું અને એમની પાસે પણ આવી માંગણી કરી હતી. અને એમની કબૂલાત પરથી અર્થવ જ ગુનેગાર છે એવું સાબિત થાય છે. અને મિહીકાનો પત્ર પણ મિહીકાએ પોતેજ લખ્યો હશે એવું પંચ સ્વીકાર કરે છે. અને આ ગુનાની સજા હવે મુખ્યા નક્કી કરશે."

આ વાત સાંભળીને આખી સભામાં ગણગણાટ થવા લાગ્યો. મારા પપ્પા તો ખુબજ ગુસ્સે થયા અને મને તમાચો મારી દીધો. બધા જ લોકો મારા પપ્પા બાજુ જોવા લાગ્યા. કારણકે મારા પપ્પા જ ગામના મુખ્યા હતા. એટલે લોકોએ જોવું હતું કે એક બાપ દીકરાને કેવી સજા આપે.

"આની સજા હું નક્કી કરીશ તો બધાને એવું લાગશે કે મેં પક્ષપાત કર્યો છે. એટલે હું તમામ સબૂત સાથે અર્થવને પોલીસને સોંપવાનું નક્કી કરું છું. એને સજા કાનૂન જ આપશે. અને મારા દીકરાના આ ગુના બદલ હું મુખ્યાના પદ પરથી રાજીનામું આપુ છું."

તેમની વાત સાંભળીને આખી સભામાં સોંપો પડી ગયો. થોડીવાર સુધી કોઈ કશું જ ન બોલ્યું. પણ પછી એક પંચ જે રાજના પપ્પા હતા તેઓ બોલ્યા.

"મારું માનવું છે કે આમાં પોલીસને વચ્ચે ના લવાય. કારણકે પોલીસ તપાસમાં બે દીકરીઓ પર પણ સવાલ થશે. જેનાથી એમની ઈજ્જત પર પણ દાગ લાગશે. સાથે સાથે આખા ગામની ઈજ્જત પણ બીજા ગામોમાં ખરાબ થશે."

એમની વાતોમાં બધા સંમત થાય છે એટલે ફરીથી મારા પપ્પા જ બોલે છે.

"આની સજાના ભાગ રૂપે મારું ઘર અર્થવ સાથેના તમામ સંબંધો તોડી નાખે છે. આજથી તે અમારા પરિવારનો સભ્ય નથી. અને એને આ ગામ છોડીને જવાનો આદેશ આપે છે."

આ સાંભળતા જ હું ખૂબ દુખી થઈ ગયો હતો. મારા પપ્પાએ મારા પર વિશ્વાસ ન કર્યો. અને તેમણે મને આ સજા સંભળાવી. હું દુઃખીને થઈને તે જ દિવસે આ શહેરમાં આવી ગયો જ્યાં મારી જોબ હતી. બીજે દિવસે હું દુઃખી મને જોબ પર ગયો ત્યારે ધ્રુવની મુલાકાત થઈ. એ પણ ત્યાં જ જોબ કરતો હતો અને રહેવા માટે રૂમ શોધતો હતો. મેં એને મારી સાથે રહેવા માટે કહ્યું અને એ માની ગયો. અને ત્યારથી અમારી દોસ્તીની શરૂઆત થઈ અને તેણે જ મને આ દુઃખમાંથી બહાર નીકળવામાં મદદ કરી.

(ક્રમશઃ)