પ્રેમ નો પગરવ - ભાગ ૨૧ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પગરવ - ભાગ ૨૧

આપણે આગળ જોયું કે ભૂમિ કોલેજ જઈ રહી હતી ત્યારે રસ્તામાં મિલનને જોઈ જાય છે. અને ચહેરા પર રોનક છવાઈ જાય છે. કોલેજ બહાર મળવાનું વિચારીને બંને કોલેજ બહાર મળે છે. મિલન પોતાની બાઇક પાછળ આવવા ભૂમિ ને કહે છે. બંને એક ફાર્મ હાઉસમાં પહોંચે છે જ્યાં મિલન ફાર્મ હાઉસ બતાવી ને તેના રૂમ માં લઇ જાય છે. થાકેલી ભૂમિ પાણી માંગે છે. મિલન તેને પાણી આપે છે અને થોડી વારમાં ભૂમિ તેનો હોશ ખોઈ બેસે છે. હવે જોઈએ આગળ..

ભૂમિ તો હોશ ખોઈ બેસી હતી પણ જયારે તેને હોશ આવ્યો ત્યારે તે બેડ પર સૂતી હતી અને તેના કપડા પણ સરખા હતા નહિ. તે ઉભી થઈ ને કપડા સરખા પહેર્યા ત્યાં તેને અલગ ફીલ કરવા લાગી જાણે તેની સાથે કોઈએ કર્યું હોય. પણ હજુ તે પૂરી હોશમાં હતી નહિ એટલે ખ્યાલ રહ્યો નહિ કે મારી સાથે શું થયું છે. રૂમ બહાર આવી એટલે મિલન બહાર બેઠો હતો.

ભૂમિ તેની પાસે પહોંચી એટલે મિલને કહ્યું. કેમ ભૂમિ તારી તબિયત કેમ અચાનક બગડી હતી. તારું માથું દુઃખી રહ્યું હતું એટલે મે તને સૂવા દીધી. ચાલ તને હું ઘરે મૂકી આવું.

લથડિયાં ખાતી ભૂમિ બોલી. હું જાતે જતી રહીશ. હવે હું ઠીક છું, હા માથું હજુ ભારે છે પણ ઘરે જઇશ એટલે સારું થઈ જશે. ધીરે ધીરે સ્કુટી ચલાવતી ભૂમિ ઘરે પહોંચી અને તેના રૂમમાં જઈને થોડી વાર આરામ કર્યો એટલે તે પુરે પુરી હોશમાં આવી ગઈ તે ન્હાવા માટે બાથરૂમ ગઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે મારી સાથે મિલને બળજરીપૂર્વક રેપ કર્યો છે. ભૂમિને અહેસાસ થતા તે માનસિક રીતે ભાંગી ગઈ અને ઘણો સમય સુધી તે ભીંજાતી રહી.

જે મારા માટે મરવા પણ તૈયાર હતો તેણે આવું કેમ કર્યું તે વિચારમાં ભૂમિ માનસિક તાણ અનુભવવા લાગી. જાણે અચાનક કોઈ વીજળી ત્રાટકી હોય ને બળીને ખાખ થઈ જાય તેમ આજે ભૂમિનું મનોબળ ભાંગી ગયું. કોની પર વિશ્વાસ કરવો ને કોની પર ન કરવો તે સમજપડી રહી ન હતી. હવે શું કરવું તે વિચારમાં ને વિચારમાં આખી રાત જાગતી રહી.

જાગી જાગીને ભૂમિએ સવાર પાડ્યું. સવાર પડતાં એક મનમાં એક નિર્ણય કર્યો કે પહેલા મિલનને પૂછી જોવ તે આવું શા માટે કર્યું તારી પર મે કેટલો વિશ્વાસ મૂક્યો હતો. ભૂમિ કોલેજ જવા તૈયાર તો થઈ પણ ચહેરા પર ઉદાસી હતી. વિચારોની માયાજાળમાં હજુ તે ગુચ્છવાયેલી હતી. ધીરે ધીરે સ્કુટી ચલાવતી ભૂમિ કોલેજ પહોંચી.

કોલેજ પહોંચતા ભૂમિએ મિલન ને તેના ચાર ફ્રેન્ડ સાથે વાતો કરતા જોયો. મિલન એકલો ન હતો એટલે ભૂમિ ને તેની પાસે જવું ઉચિત લાગ્યું નહિ. એટલે થોડી નજીક જઈને મિલન ક્યારે તેમના ફ્રેન્ડ આગળ થી છુટો પડે તેની રાહ જોવા લાગી. ભૂમિ તેની નજીક જઈને છૂપી રીતે ઉભી રહી. નજીક હતી એટલે તે લોકોની વાત સહેલાઈથી સંભળાઈ રહી હતી.
તેઓ વાતો કરી રહ્યા હતા..

અરે મિલન... તે તો કમાલ કરી હો દોસ્ત. ઊંઘ ની ટેબ્લેટ ખાઈ જવાનું બહાનું બનાવી તે ભૂમિ ને પોતાની જાળમાં ફસાવી એમ ને...!!! હવે આગળ શું કર્યું તેતો કહે...
મઝા લીધી કે લેવાની બાકી છે.. મિલન નો એક ફ્રેન્ડ મસ્તી કરતો કરતો મિલનને પૂછી રહ્યો હતો.

જાણે કે કોઈ મહાન કામ કરીને આવ્યો હોય તેમ મિલન હસતા ચહેરે બોલ્યો.
અરે યાર... મારું ફાર્મ હાઉસ મારું જ છે. ત્યાં ભલા કોણ આવવવાનું. ત્યાં હું ભૂમિને લઇ ગયો અને મઝા માણી લીધી.

પણ યાર ભૂમિ આ માટે સહમત હતી કે નહિ..? તેમાંનો એક બોલ્યો.

નારે... તેને તો ખ્યાલ પણ નહિ હોય કે મે તેની સાથે આવું કર્યું છે. તેતો હોશમાં હતી જ નહિ..ખડખડાટ હસતો મિલન બોલ્યો.

આ બધાની વાત સાંભળીને ભૂમિ ને ખુબ જ આઘાત લાગ્યો. તેની નીચેથી જમીન સરકી ગઈ હોય અને તે એક ખાઈમાં જતી રહી હોય તેવું લાગ્યું.
હવે ભૂમિ ખ્યાલ આવી જ ગયો હતો કે મિલને ઇરાદા પૂર્વક મારો રેપ કર્યો છે. એટલે સજા તો થવી જ જોઈએ. દ્રઢ નિર્ણય કરીને મિલન પર રેપ નો કેસ દાખલ કરવા તે પોલીસ સ્ટેશન જવા નીકળી. ત્યાં પાછળથી મિલન તેને જોઈ જાય છે.

શું ભૂમિ પોતાની સાથે થયેલ રેપ નો કેસ પોલીસ સ્ટેશનમાં જઈને કેસ દાખલ કરશે.? શું મિલન પાછળ થી કઈક કરશે.? તે જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ...