આપણે આગળ જોયુ કે પંકજ ઘરે આવ્યા પછી ભૂમિ સાથે વાતો કરવાની કોશિશ કરે છે પણ તેને ભૂમિ સાથે વાતો કરી શકાય એવો મોકો મળતો નથી. આખરે રાત્રે સૂતા પહેલાં પંકજ ભૂમિ સાથે વાતો કરવા તેના રૂપ પાસે જઈને ધીરે થી દરવાજો ખખડાવે છે પણ ભૂમિ દરવાજો ખોલતી નથી. હવે આગળ...
ઘણા સમય સુધી પંકજે ભૂમિ ના રૂમ નો દરવાજો ખખડાવતો રહ્યો પણ ભૂમિએ દરવાજો ખોલ્યો નહિ એટલે પંકજ તેના રૂમમાં જઈને ભૂમિ ને મેસેજ કર્યો.
હાઇ..
ભૂમિ મારે અત્યારે તારી સાથે વાત કરવી છે. તું અહી મારા રૂમમાં આવ. કે તું દરવાજો ખોલે તો હું તારા રૂમમાં આવું..?
મારે તારી સાથે જરૂરી વાત કરવી. વાત નહિ કરીશ તો કદાચ મને ઊંઘ પણ નહિ આવે.
પંકજ હાથમાં ફોન રાખીને ભૂમિ ના મેસેજ ની રાહ જોવા લાગ્યો.
થોડો સમય થયા પછી ભૂમિ નો રિપ્લે આવ્યો.
સોરી..પંકજ
અત્યારે મને માથુ દુઃખી રહ્યું છે. આપણે કાલે વાત કરીશું. મને મેસેજ કરી પરેશાન કરીશ નહિ.
ઓકે. તો સૂઈ જા..
ગુડ નાઈટ
બાય.
ભૂમિ એ મેસેજ માં બાય કહ્યા પછી પંકજે આગળ કોઈ મેસેજ કર્યો નહિ. બસ તે વિચારતો રહ્યો કે કોઈ તો ગંભીર વાત છે જે ભૂમિ મારાથી છૂપાવી રહી છે. મનમાં એક વિશ્વાસ બનાવી લીધો કે જ્યાં સુધી એ યુવાન ને જાણી કે શા માટે તેણે આવું કર્યું હતું. ત્યાં સુધી હું નિરાંતે બેસીશ નહિ. હું જરૂર થી ભૂમિ ની આ રહસ્ય સોલ કરીને ને જ જંપીશ આ વિચાર કરતો કરતો પંકજ સૂઈ ગયો.
સવારે કોલેજ જવા માટે પંકજ તૈયાર થાય છે. આજે ભૂમિ ને કોલેજ માં રજા હતી એટલે તે ઘરે જ રહેવાની હતી. પંકજ ને ભૂમિ વિશે વધુ જાણવા માટે તેની સાથે બહાર મળીને વાત કરવી યોગ્ય લાગી રહી હતી. એટલે ભૂમિ ની સાથે જવા માટે કિશોરભાઈ ને પંકજે કહ્યું.
અંકલ આજે મારે કોલેજ તરફ થી એક પ્રોજેક્ટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ બનાવવા મારે અહી થી દુર એક કંપની માં જવાનું છે. તે કંપની મારાથી અજાણ છે. આપ કહો ને ભૂમિ ને તે મને ત્યાં સુધી મુકી જાય.
કિશોરભાઈ હંમેશા ઈચ્છતા કે પંકજ સારી રીતે અભ્યાસ કરે અને સારી નોકરી કરવા લાગે તેવી તેણે મોટી જવાબદારી લીધી હતી. એટલે ભૂમિ ને કહ્યું બેટી ભૂમિ... તું પંકજ ને તે કહે તે એડ્રેસ પર મૂકી આવજે ને...! પંકજે તે જગ્યા જોઈ નથી.
ક્યારેય પણ ભૂમિ એ તેના પપ્પા ની કોઈ વાત ની ભૂમિએ ના પાડી હતી નહિ એટલે પપ્પા ને રસોડા માં કામ કરતી કરતી ભૂમિ બોલી.
પપ્પા આજે મારે ઘરનું કામ છે. આપ તેને ત્યાં મૂકી આવજો ને.
ભૂમિ ના આ જવાબ થી પંકજ નો ચહેરો ફિક્કો પડી ગયો. મનમાં વિચારવા લાગ્યો જો કિશોરભાઈ આવશે તો હું ખોટો સાબિત થઈ જઈશ અને તેમને ખોટું લાગશે કે હું ખોટું કેમ બોલ્યો. પંકજ ભગવાન ને પ્રાથના કરવા લાગ્યો. હે ભગવાન મારું પહેલું જૂઠ પકડાઈ ન જાય તેનું તું ધ્યાન રાખજે. હું ભૂમિ નું ભલું કરવા માટે ખોટું બોલી રહ્યો છું. ત્યાં ભગવાન જાણે પંકજ ની વાત સાંભળી હોય તેમ. રસોડા માંથી ભૂમિ ની મમ્મી ગીતા બેન બોલ્યાં.
ભૂમિ તું પંકજ ને તે કહે ત્યાં મૂકી આવજે. આજે ઘરે બહુ કામ નથી. પંકજ ને તારી જરૂર છે એટલે તું જઈશ તો તેને સારું લાગશે અને તે ક્યાંય ભૂલો નહિ પડે. આપણી જવાબદારી છે પંકજ ને સારી રીતે અભ્યાસ કરાવવાની.
મમ્મી ના આ જવાબ થી ભૂમિ ના માંથી હા પાડતા કહ્યું.
ભલે મમ્મી હું પંકજ ને તે કહેશે ત્યાં મૂકી આવીશ.
કિશોરભાઈ ના ગયા પછી ભૂમિ અને પંકજ બંને સ્કુટી લઈ ને બહાર નીકળ્યા. રસ્તામાં પંકજે ભૂમિ ને સવાલ કર્યો.
કાલે તને થપ્પડ મારી તે યુવાન કોણ હતો.? મને ખબર છે તું કઈક છૂપાવી રહી છે.
સ્કુટી ઉભી રાખીને ભૂમિ બોલી.
મને ખબર હતી તું આ જાણવા માટે જ મને તું સાથે લાવ્યો છે.
મારે તને કોઈ વાત નથી કરવી અને આજ પછી મને કોઈ સવાલ કરવા નહિ.
ગુસ્સે થઈ ને ભૂમિ બોલી.
પંકજ જાણી શકશે ભૂમિ ના જીવન વિશે.? શું ભૂમિ આગળ બધું કહી દેશે.? જોઈશું આગળ ના અંકમાં..
વધુ આવતા ભાગમાં...
ક્રમશ...