થોડા દિવસ પછી,
હજી જૂન મહિનો સ્ટાર્ટ જ થયો હતો પણ ભાવિન ને હમણાં રજા મળે એનો કોઈ ચાન્સ નાઈ હતો.
આજે શનિ વાર હતો, એટલે અડધો જ દિવસ ભાવિન ને જવાનું હતું જોબ પર. ભાવિન જોબ પર જય ને આવ્યો પણ આજે એને સુરત ની યાદ આવતી હતી. થોડું વિચાર્યા પછી એને એક બેગ માં બે ત્રણ કપડાં મુક્યા અને નીકળી ગયો.
ભાવિન એ એના ઘરે ફોન કરી ને કહી દીધું હતું એ આવે છે, કાલે સાંજે પાછો નીકળી જશે. ભાવિન ના મમ્મી ખુશ હતા. ભાવિન એ હજી નિયા ને નઈ કહ્યું હતું.
આઠ વાગ્યે ભાવિન એના ઘરે પોહચી ગયો. જમી ને ફ્રી થયો ત્યારે એના મમ્મી એ કહ્યું,
" નિયા ને મળવા નઈ જવાનું ?"
" હા પપ્પા આવે એની રાહ જોવ છું "
" તારા પપ્પા તો મોડા આવશે કાર લઇ ને ગયા છે એ તો. તું એક્ટિવા લઇ ને જા "
" મમ્મી , એક્ટિવા હોત તો ક્યાં કઈ સવાલ હતો એ પણ પપ્પા ને ફ્રેન્ડ લઇ ગયા છે "
" તો કાલે એને ઘરે બોલાવી લે , હું પણ મળી લવ " ભાવિન ના મમ્મી એ કહ્યું.
" તમે અહીંયા જ છો તમે એને મળતા જ હોવ છો"
" તો પણ મળવું છે હું હમણાં નિયા ના મમ્મી ને ફોન કરી ને કહી દવ છું. એમ પણ કાલે માનસી આવવાની છે "
" કેમ કઈ છે ?"
" મારી છોકરી ઘરે પણ ના આવે ?"
" મેં એવું નઈ કહ્યું. વાહ્હ કાલે તો યુગ પણ આવશે " ભાવિન એ કહ્યું.
" હા પણ આ ટાઈમ એને એક પણ ચોકલેટ ના લઇ આપીશ , બોવ ટેવ પડી છે તે એને ચોકલેટ ની "
" હા જોઈએ કાલે " કહી ને ભાવિન એના રૂમ માં ગયો.
ભાવિન એ નિયા ને ફોન કર્યો પણ બે રિંગ વાગી ગઈ નિયા એ ફોન ના ઉપાડ્યો. પણ થોડી વાર માં પાછો ફોન આવ્યો.
" બોલો "
" હું સુરત આવ્યો છું પણ મળવા માટે એક દિવસ ની રાહ જોવી પડશે "
" કેમ? ક્યારે આવ્યો ?" નિયા એ પૂછ્યું. કેમકે નિયા ને કઈ જ ખબર નઈ હતી.
ભાવિન એ બધું કહ્યું.
" નિયા મારે મળવું હતું અત્યારે પણ પપ્પા ની એક્ટિવા એમનો ફ્રેન્ડ લઈ ગયો અને પપ્પા પણ બહાર ગયા છે." ભાવિન બોલ્યો.
થોડી વાર ભાવિન ને હેરાન કર્યો નિયા એ.
" ઓહ હવે ? બિચારો ભાવિન " નિયા બોલી.
" હવે શું ? કાલ સાંજ સુધી રાહ જોવી પડશે. આમ તો તારી રાહ જોવી જ પડે છે આટલા મહિના થી જોવ છું એમ " ભાવિન એ કહ્યું.
" તું અત્યારે બહાર આવસે ?" નિયા એ પૂછ્યું.
" હા એમાં શું છે ?"
" સાચે માં મળવું છે તને ?" નિયા એ પૂછ્યું.
" નિયા છેલ્લા એક મહિનાથી કઈ વધારે જ મિસ કરું છું તને. થોડો ટાઈમ વધારે સ્પેન્ડ થાય એટલે હું આજે આવ્યો પન આજે પણ નઈ મળી શકાયું " ભાવિન બોલ્યો.
" મેઈન રોડ પર આવી ને ઉભો રહે. હું આવું પંદર મિનિટ માં. બાય " ભાવિન કઈ આગળ બોલે એ પહેલા નિયા એ ફોન કટ કરી નાખ્યો.
ભાવિન એ પાછો ફોન કર્યો પણ નિયા એ કત કરી ને મેસેજ કર્યો, " ચલ હવે આવ. બોવ રાહ નઈ જોવડાવી મારે તને "
ભાવિન ઘરે આવું હમણાં એમ કહી ને ઘરે થી મેઈન રોડ પર આવવા નીકળ્યો.
આ બાજુ નિયા મમ્મી હું ફ્રેન્ડ સાથે જાવ છું આવી જઈશ થોડી વારમાં કહી ને નીકળી.
વીસ મિનીટ પછી,
ભાવિન જ્યાં ઊભો હતો ત્યાં નિયા પોહચી ગઈ.
" ચલ હવે "
ભાવિન એ કરી વિચાર્યા વગર નિયા ની એક્ટિવા પર બેસી ગયો.
ટ્રાફિક તો હતો નઈ એટલે નિયા ફૂલ સ્પીડ માં એક્ટિવા ચલાવતી હતી.
" નિયા શાંતિ થી ચલાવ ને "
" કેમ બીક લાગે છે તને ?" નિયા એ પૂછ્યું.
" ના પણ તું આમ ..." ભાવિન ને નિયા ને શું કહેવું એ સમજ મા ના આવ્યું
" કહી દે બીક લાગે છે તને એમ " નિયા એ કહ્યું.
" હા લાગે છે તું કેટલી ફૂલ સ્પીડ માં ચલાવે છે જો ને મારે જીવવાનું છે. એક નિયા છે એ મારી રાહ જોવે છે " ભાવિન બોલ્યો.
નિયા સાંભળી ને હસતી હતી મન માં. પણ એ કઈ ના બોલી.
" નિયા ક્યાં લઇ જાય છે એ તો કહી દે મને "
" કિડનેપ કરી ને જ્યાં લઈ જવાનો હોય ત્યાં " નિયા બોલી.
" તું મને ... " ભાવિન આગળ બોલે એ પહેલા નિયા એ એક શોપ પાસે ઊભી રાખી.
" પાણી પૂરી ની શોપ પર કેમ ઊભી રાખી ?" ભાવિન એ પૂછ્યું.
" મને સેવ પુરી ખાવી છે ?" નિયા બોલી.
" રાતે સાડા દસ વાગ્યે ?"
" હા કેમ ના ખવાય ? તારે બીજું કંઈ ખાવું છે ?"
" હા ... ના... "
" શું ? "
" હું ખાઈશ તારી પ્લેટ માથી. પછી વિચારીએ શું ખાવું એ"
" ઓકે "
પાંચ મિનિટ પછી,
સેવ પુરી ખાતા ખાતા નિયા બોલી,
" મસ્ત છે "
" હા. તારી પ્લેટ માથી ભાગ પાડવાનું થોડું થોડું શરૂ કર્યુ છે મેં હવે " ભાવિન બોલ્યો.
" ઓહ્... એ તો મારે બધી નઈ ખાવી હતી એટ્લે તને હા પાડી. નઈ તો મારી પ્લેટ માથી ના આપત "
" હા મને ખબર છે. તો પણ હું તારી પ્લેટ માથી જ ખાઈશ"
ભાવિન એ કહ્યું.
" ખાઈ લેજે મારી પ્લેટ માથી બસ "
" સાચે ને ?"
" જા બેટા જા જી લેં અપની જિંદગી " નિયા લાસ્ટ સેવપુરી ખાતાં બોલી.
" બીજી ખાવી છે હજી ?"
" આજ માટે આટલી બોવ છે "
" ઓકે. પણ મને કઈક ખાવુ છે ભૂખ લાગી છે "
" કેમ જમ્યું નઈ હતું ?"
" સાડા આઠ વાગ્યે જમી લીધું હતું એટલે ભૂખ લાગી છે "
" ભુખ્ખડ છે ... " નિયા બોલી પણ આગળ બોલતા બોલતા અટકી ગઈ.
" શું થયું?"
" કઈ નઈ સોરી " નિયા બોલી.
નિયા એની એક્ટિવા પાસે જતી રહી.
" જઈએ ?" નિયા બોલી.
" ના તું સોરી કેમ બોલી એ કહે "
" નઈ બોલવું જોઈતું હતું મારે એ "
" એમાં શું ખોટું બોલી તું ?" ભાવિન એ પૂછ્યું.
" યાર નઈ સમજે તું " નિયા એ કહ્યુ.
" તું જ્યાં સુધી મને કહેશે નઈ કે સોરી કેમ બોલી ત્યાં સુધી હું અહીંયા જ ઊભો રહીશ " એક્ટિવા ની ચાવી કાઢી લેતા ભાવિન બોલ્યો.
" આમ કોણ કરે યાર?"
" તું યાર બોલે છે ને મને તો કેમ સોરી બોલી ?" ભાવિન એ પૂછ્યું.
" ભૂલ કરી હોય તો સોરી કહી દેવું જોઈએ "
" નિયા તું મારી સાથે આમ વિચારી ને ના બોલ. મને નઈ ગમતું. અને તું બોલી એમાં પણ મને ખોટું નઈ લાગ્યું "
" પણ ભાવિન... "
" નિયા આમ ચુપ રેહવાથી કે સોરી બોલવાથી તું પોતાને ના મનાવ. જે નિયા છે એને જ રાખ. જે વિચારી વિચારી ને નઈ બોલતી "
" જોઈએ " નિયા બોલી.
" ના જોઈએ નઈ. તું દર વખતે આજ કહે છે. આજે એક પ્રોમિસ આપ "
" કઈ ?"
" તું મારી સામે વિચારી ને નઈ બોલે. બિન્દાસ બોલશે "
" પ્રોમિસ. પણ ફોન પર અને મેસેજ પર વિચારી ને બોલવાનું ને ?" નિયા એ મસ્તી કરતી હોય એમ પૂછ્યું.
" ના. તું આદિ સાથે જેમ બિન્દાસ બોલે છે એમ બોલ. મને કોઈ વાત નું ખોટું નઈ લાગે. "
" જોઈએ "
" નઈ બોલશે તો આદિત્ય પાસે બ્લેક મેઈલ કરતા શીખી લઈશ " ભાવિન નિયા ને ચાવી આપતા બોલ્યો.
" તું અને આદિ છે ને મળવા ના જોઈએ હવે . નઈ તો જયપુર જે હાલત થઈ હતી એ થશે "
" કેમ ત્યાં શું થયું હતું ?" ભાવિન એ એવી રીતે પૂછ્યું જાણે કઈ ખબર જ ન હોય.
" કઈ નઈ. આપડે જઈએ કૉકો પીવા ?" નિયા એ પુછ્યુ.
" તારે લઈ જવો હોય તો હું ના નઈ કહીશ. પણ આદિ ને મળવવા માં શું પ્રોબ્લેમ છે ?" ભાવિન એ પૂછ્યું.
" તારે કોકો પીવા આવવાનું છે કે અહીંયા જ ઉભુ રહેવું છે ?" નિયા થોડું ગુસ્સા મા બોલી એટલે ભાવિન એ કઈ કહ્યું નહિ.
થોડી વાર માં એ લોકો કોકો શોપ પર પોહચયા.
ભાવિન એ કોકો પીતા પીતા પાછું પૂછ્યું,
" આદિ સાથે મળવવામાં શું પ્રોબ્લેમ છે તને ?"
" ભાવિન... " નિયા થોડું જોર મા બોલી બોલી.
એટલે ભાવિન એ કહ્યું,
" થોડુક જોર મા બોલ હજી. પણ જવાબ આપ ને. કેમ આદિ સાથે મળવવાની ના પાડે છે ?"
" તમે બંને ભેગા થઈ જાવ તો મારી વાટ લાગી જાય "
" એટલે તું સેફ સાઈડ સર્ચ કરે છે? " ભાવિન એ પૂછ્યું.
" હા એવું જ કઈક "
" તો મારે આદિ ને મળવું પડશે ફરી " ભાવિન બોલ્યો.
" ના "
" હા. હું મળીશ એને પાક્કું "
" તારે શું કામ છે આદિ નું ?"
" કામ છે બોવ જરૂરી કામ છે પણ શું કામ છે એ તને ના કહેવાય " ભાવિન એ કહ્યું.
" કેમ ?"
" ટોપ સિક્રેટ "
" હુહ... " નિયા મોહ મચકોળતા બોલી.
" કોકો પી ને. ના પીવો હોય તો મને આપી દે " ભાવિન નિયા નો કૉકો નો ગ્લાસ લેતા બોલ્યો.
" ના મારો કોકો છે "
" હા તો મે ક્યાં કીધું મારો છે ?" ભાવિન મસ્તી માં બોલ્યો.
ભાવિન એ જયપુર વાળું પૂછ્યું પણ નિયા એ કઈ ના કહ્યું એટલે ભાવિન એ કહ્યું,
" જો તું નઈ કહે તો હું આદિ ને કૉલ કરીશ "
" હા... હા... મઝાક ના કરીશ " નિયા કોકો પીતાં બોલી.
" હું મઝાક નથી કરતો નિયા " ભાવિન થોડું સિરિયસ થતા બોલ્યો.
" સાડા અગિયાર તું આદિ ને ફોન કરીશ ?"
" હા હવે કરવો જ પડે " ભાવિન આદિ ને ફોન કરતા બોલ્યો.
" તમને થોડી ના કહેવાય. પણ આદિ ફોન નઈ ઉપાડે " નિયા હસતા હસતા બોલી.
" તને ના પાડી છે ને મે. તમને કહેવાની. અને ફોન તો હું કરીશ જ આદિ ને " ભાવિન એ કહ્યું.
ભાવિન એ આદિ ને ફોન કર્યો.
" નઈ ઉપાડે એ સૂઈ ગયો હસે "
" હા બોલો " ત્યાં તો નિયા ને આદિ નો અવાજ સંભળાયો.
" પત્યું " નિયા માથા પર હાથ મુક્ત બોલી. એ જોઈ ને ભાવિન હસતો હતો.
" શું થયું ભાવિન ?" આદિ એ પૂછ્યું.
" તારી બેબ એમ કહે છે આપડા બે હવે મળવા ના જોઈએ "
" કેમ ?"
" બ્લેક મેલ કરવાનું તું શીખવી ના દે એટલે "
" ઓહ ,પણ તમે છો ક્યાં ?"
" સુરત " ભાવિન એ કહ્યું.
" ઓહ મળવા આવવું જ પડ્યું ને ?"
" હા, પણ મને એ કહે જયપુર માં શું થયું હતું ?" ભાવિન એ પૂછ્યું.
" આદિ પ્લેઝ આને કઈ ના કહીશ "
" જીજુ ચિંતા ના કરો , તમે મુંબઈ પાછો જાવ પછી કોલ કરજો ત્યારે કહીશ "
" આદિ આમ કોણ કરે ?"
" તારો ડ્યુડ "
" હુહ"
" ચાલો , એન્જોય યોર ટાઈમ ... ભાવિન આપડે પછી વાત કરીયે આ ટોપિક પર " કહી ને આદિ એ ફોન મૂકી દીધો .
થોડી વાર એ બંને એ વાત કરી ત્યાં નિયા નું ધ્યાન ફોન માં ટાઈમ પર ગયું,
" ભાવિન સાડા અગિયાર થઈ ગયા છે હવે જવું જોઈએ "
" હા , એક કામ કર તું ઘરે જા હું અહીંયા થી જતો રહીશ"
" ચૂપ ચાપ ચાલ ને હવે. મૂકી જાવ છું તને પછી મેં ઘરે જતી રહેવા "
" પણ તું એકલી... " ભાવિન આગળ કઈ બોલે એ પહેલા નિયા એ એક્ટિવા સ્ટાર્ટ કરતા કહ્યું,
" એટલું પણ ખરાબ પણ નઈ ચલાવતી મેં "
રસ્તા માં કોઈ કઈ બોલ્યા નઈ નિયા એ ભાવિન ને એની સોસાઈટીના ગેટ પાસે મૂકી ને એના ઘરે જવા નીકળી ગઈ.
ભાવિન એટલો ખુશ હતો કે જેની કોઈ હદ નઈ. એને ઘરે જય ને ફ્રેશ થઇ ને નિયા ને મેસેજ કર્યો અને પછી નિયા ને યાદ કરતા કરતા ક્યારે સુઈ ગયો એની ખબર ના રહી.
આ બાજુ નિયા ઘરે પોહચી ત્યારે પ્રિયંકા બેન ટીવી જોતા હતા.
" મમ્મી હજી સુતા નથી તમે ?"
" ના બેટા ઊંઘ નઈ આવતી હતી અને તું પણ ઘરે નઈ હતી "
" ઓહ અચ્છા" નિયા પ્રિયંકા બેન ની બાજુ માં બેસતા બોલી.
" તું ભાવિન ને મળવા ગઈ હતી ને ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.
" તમને કેમની ખબર ?"
" તારી આ સ્માઈલ જોઈ ને એટલી તો ખબર પડી જ જાય ને. અને હવે જલ્દી સુઈ જા કાલે તારે ભાવિન ના ઘરે જવાનું છે "
" કેમ ? ભાવિન એ તો મને કઈ કહ્યું નઈ "
" એના મમ્મી નો ફોન આયો હતો. સાડા દસ અગિયાર વાગ્યે લેવા આવશે એવું કહ્યું "
નિયા એ થોડી વાર એના મમ્મી સાથે વાત કરી અને પછી એના રૂમ માં જય ને પહેલા ડાયરી માં લખવા બેઠી.
" હાય , તને ખબર છે ?
આજે લગભગ પાંચ મહિના પછી મારો હીરો મને મળવા આવ્યો,
બ્લેક ટ્રેક અને યલો ટીશર્ટ માં પણ એ હીરો જેવો લાગતો હતો,
ડ્રીમ બોય મને મારી દુનિયા માં મળવા આવતો જયારે નાઈટ ડ્રેસ માં ત્યારે જેવો લાગતો એના કરતા તો આ રિયલ હીરો કઈ વધારે સારો લાગતો હતો ને ?"
નિયા એ થોડું લખ્યું અને પછી સુઈ ગઈ.
બીજે દિવસે સવારે ,
નિયા એ જલ્દી ઉઠી ને નાહી લીધું , કામ કરી ને એ બેસી હતી એના મમ્મી પપ્પા મંદિરે ગયા હતા. નિયા ના ધોયેલા વાળ હજી ભીના હતા એ સુકાય એની રાહ જોતી હતી અને ફોન મચેડતી હતી ત્યાં એને ભાવિન નો મેસેજ જોયો.
" ભગવાન એ મને સાચે માં એક યુનિક પીસ સાથે મારી મુલાકાત કરાવી છે,
રાતે સાડા દસ વાગ્યે નાઈટ ડ્રેસ માં કોઈ પણ જાત ના મેક અપ વગર મારી સામે આવે છે,
મને એમ હતું કે ખાલી મને જ રાતે બહારનું ખાવાની ટેવ છે, પણ એ નઈ ખબર હતી કે પાર્ટનર તો મારા થી પણ વધારે ફૂડી છે,
ઘણા મહિના થયા મળીયે પણ હવે એ જોવું છે આ સફર ની શરૂઆત આમ થઇ છે તો આગળ શું થશે...
અને રેડી રહેજે સરપ્રાઈઝ માટે "
આ મેસેજ જોઈ ને નિયા સ્માઈલ હતી એના થી વધારે મસ્ત સ્માઈલ આવી ગઈ પણ લાસ્ટ લાઈન વાંચી ને એ વિચારમાં પડી ગઈ કે એવી કઈ વાત હશે જેના માટે આટલી રાહ જોવાની કહે છે.
નિયા વિચારો મા ડૂબેલી હતી ત્યાં પ્રિયંકા બેન આવ્યા.
" નિયા રેડી થા હમણાં ભાવિન આવસે "
" હા "
કહીને નિયા રેડી થવા ગઈ.
થોડી વારમાં એ રેડી થઈ ને આવી એ જોઈ ને પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા કેમ આજે જીન્સ?"
" મમ્મી તને ખબર છે ને મને કુર્તી પહેરવી નઈ ગમતી "
" હા સારું , પણ આજ નું ટોપ સારું છે "
" વાહ તારીફ ... "
આમ મસ્તી મઝાક કરતા હતા. પ્રિયંકા બેન જમવાનું બનાવતા હતા અને નિયા નેઇલ પોલિશ કરતી હતી.
થોડી વાર પછી બેલ વાગ્યો.
" નિયા જા દરવાજો ખોલ "
" હમ "
નિયા દરવાજો ખોલવા ગઈ. ભાવિન ને જોઈ ને એક મિનીટ તો નિયા ત્યાં જ ઊભી રહી ગઈ.
" બહાર જ ઊભો રાખવાનો ઈરાદો છે ?" ભાવિન બોલ્યો.
" ના આવ "
" નિયા " ત્યાં યુગ બોલ્યો.
" ઓહ તમે કેમના ?" યુગ ને ઉંચકતા નિયા બોલી.
" તારું નામ સાંભળી ને જીદ કરી આવવાની " ભાવિન એ કહ્યું.
ભાવિન પ્રિયંકા બેન સાથે વાત કરતો હતો નિયા યુગ ને ચોકોલેટ આપતી હતી.
થોડી વાર પછી ભાવિન એ કહ્યું ,
" જઈએ હવે ?"
યુગ આમ તેમ દોડતો હતો એટલે ભાવિન એ ઊંચકી લીધો.
" ચોકલેટ " યુગ ભાવિન ને કહેતો હતો.
" આટલી ઓછી છે "
ત્યાં એ લોકો જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં પોહચી ગયા.
" કેમ હજી તારી એક્ટિવા નઈ આવી ?"
" ના " ભાવિન એ કહ્યું.
રસ્તા માં એ લોકો વાત કરતા હતા. યુગ નિયા ના ખોળા માં બેસેલો હતો અને ચોકોલેટ ખાતો હતો.ત્યાં ભાવિન એ કેક શોપ પાસે કાર ઊભી રાખી.
" કેમ અહીંયા ?"
" મમ્મી ની બર્થ ડે છે બે દિવસ પછી અને આવતાં વીક માં માનસી દી ની "
" ઓહ અચ્છા "
બે નાની કેક લઈ ને એ લોકો ઘરે ગયા.
માનસી દી નિયા ને જોઈ ને બહાર આવ્યા. ત્યાં યુગ ના હાથ માં ચોકોલેટ જોઈ ને બોલ્યા
" હવે સમજાયું તને નિયા ના ઘરે કેમ જવું હતું એ તને ચોકલેટ આપે એટ્લે "
ત્યાં ભાવિન ના હાથ માં બોક્સ જોઈ ને ,
" આ શું ?"
" સરપ્રાઈઝ "
માનસી દી અને ભાવિન ના મમ્મી એ કેક કટ કરી. માનસી દી એ બધા સાથે થોડા ફોટો પાડ્યા. પછી બધા વાત કરતા હતા અને સાડા બાર થયા એટલે જમવા બેઠા.
નિયા અને ભાવિન એક થાળી માં જમતા હતા એટલે યુગ પણ એમની સાથે બેસી ગયો.
" યુગ ને નિયા ગમી ગઈ છે એવું લાગે છે મને " માનસી એ કહ્યું.
" હા સાચી વાત , નિયા ના ઘરે જવાનું હોય તો પણ ભાઈ રેડી , નિયા તે દિવસ ઘરે આવી હતી તો પણ એની પાછળ પાછળ જ ફરતો હતો , અને આજે તો જમવા પણ બેસી ગયો એ પણ આટલી શાંતિ થી "
આમ હસી મઝાક સાથે વાત કરતા કરતા એ લોકો એ જમ્યુ. જમી ને ભાવિન ને એના કોઈ ફ્રેન્ડ ને મળવા જવાનું હતું એટલે એ ત્યાં ગયો. બાકી ના કામ પતાવતા હતા.
" આ બંને આવે ત્યારે ઘર માં કોઈ હોય એવું લાગે , બાકી તો ઘર એક દમ શાંત હોય કોઈ જ અવાજ ના હોય " ભાવિન ના મમ્મી એ કહ્યું.
ત્યાં માનસી દી એ કહ્યું,
" મારા મેરેજ ની તો સીડી તો નિયા એ જોઈ જ નથી "
" હા તો આજે જોઈ એ આપડે સાથે, એમ પણ ભાવિન હમણાં આવતો જ હશે " જીજુ નિયા ની સામે જોઈ ને બોલ્યા.
નિયા યુગ સાથે મસ્તી કરતી હતી. ભાવિન ના પપ્પા તો એમની રૂમ માં જય ને સુઈ ગયા હતા. ભાવિન ના મમ્મી સોફા પાર બેસેલા હતા. જીજુ અને માનસી દી સીડી ચાલુ કરી રહ્યા હતા.
હજી બધી લાઈટ બંધ કરી ને એ લોકો જોવા જ બેઠા હતા ત્યાં ભાવિન આવ્યો.
" ઘર માં લાઈટ તો ચાલુ રાખો " એમ કરી ને એ રૂમ ની બધી લાઈટ ચાલુ કરી દીધી.
" ભાઈ બંધ કર ને , તારે ના જોવું હોય તો સુઈ જા તારા રૂમ માં જય ને " માનસી દી એ કહ્યું.
ભાવિન એ જોયું તો માનસી દી ના મેરેજ ની સીડી જોતા હતા એટલે એને લાઈટ બંધ કરી અને નિયા ની બાજુ માં બેસી ગયો.
ભાવિન આવ્યો એટલે યુગ નિયા ની બાજુ માં બેઠો હતો એ ઉભો થઇ ને ભાવિન પાસે જતો રહ્યો.
વચ્ચે વચ્ચે ભાવિન અને નિયા ની આંખ એક થઇ જતી, પણ આજે ભાવિન ની આંખ કંઈક કહી રહી હતી જે નિયા નઈ સમજી રહી હતી.
થોડી વાર થઇ ત્યાં ભાવિન ના મમ્મી એ કહ્યું,
" બંધ કરી દો હવે નઈ જોવી મારે "
" કેમ મમ્મી શું થયું ?" માનસી એ પૂછ્યું.
" તારી વિદાય વાળો પાર્ટ આવે એટલે મમ્મી નઈ જોતા "
" ઓહો મમ્મી હવે તો પાંચ વર્ષ થઇ ગયા " માનસી દી બોલ્યા.
સાંજે એ લોકો બહાર જવાનો પ્લાન કરતા હતા ત્યારે જીજુ એ કહ્યું ,
" ભાવિન રાતે તો અમે નઈ આવી શકીયે બહાર જવાનું છે"
" કેમ ?" નિયા એ પૂછ્યું.
" બહાર જવાનું છે થોડું કામ છે તો " માનસી એ કહ્યું.
ચાર વાગ્યે તો માનસી દી લોકો એમના ઘરે જવા નીકળી ગયા.
ભાવિન , નિયા અને ભાવિન ના મમ્મી પપ્પા એ લોકો ના ગયા પછી વાત કરતા હતા ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" નવેમ્બર માં મામા ની છોકરી નું મેરેજ છે "
" તો શું ?" ભાવિન બોલ્યો.
" તો આપડે જવું પડશે એમ " ભાવિન ના પપ્પા એ કહ્યું.
" પપ્પા મને ત્યાં જવું સેજ પણ નઈ ગમતું ખબર તો છે તમને ?"
" હા તને ક્યાં રહેવા જવાનું છે, બે દિવસ જવાનું છે "
" જોઈએ ત્યાર ની વાત ત્યારે " ભાવિન એ કહ્યું.
સાડા પાંચ પછી નિયા અને ભાવિન કંઈક બહાર જતા હતા ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" રાતે શું જમવાનું બનાવું ?"
" અમે બહાર જમીશુ, નિયા ને ઘરે મૂકી ને પછી આવીશ "
" તો વાંધો નઈ "
" પણ એક્ટિવા ના લઇ ને જઈશ કાર લઇ ને જજે " ભાવિન ના પપ્પા બોલ્યા.
"કેમ ?"
" મારે જવાનું છે બહાર "
" તો કાર લઇ ને જજો ને તમે "
" ત્યાં ટ્રાફિક માં મારે નઈ લઇ જવી કાર "
" સારું "
ભાવિન એ જતા હતા ત્યારે રસ્તા માં પૂછ્યું ,
" ક્યાં જઈસુ ?"
" તું કહે ત્યાં "
"ડુમસ "
" ના ત્યાં નઈ "
નિયા અને ભાવિન ક્યાં જવું એ નક્કી કરતા હતા ત્યાં નિયા એ કહ્યું,
" કેફે આશિયાના માં જઈએ "
" ઓહ તારા ફેવરિટ કેફે માં ?"
"હમ "
થોડી વાર માં તો એ લોકો ત્યાં પોહચી ગયા. આજે નિયા એ મેનુ જોયા વગર જ ઓર્ડર કરી દીધો હતો એટલે ભાવિન એ કહ્યું,
" મેનુ યાદ રહી ગયું લાગે છે "
" હા એવું જ કંઈક "
નિયા અને ભાવિન વાત કરતા હતા ત્યાં એ આંટી આવ્યા ત્યાં એમને કહ્યું,
" બોવ દિવસે નિયા તું દેખાઈ "
" ઓહ હાઈ મેમ, કેમ છો ?"
આ મેમ જે કેફે આશિયાના માં ઓપન માઈક સાંભળતા હતા એ હતા. નિયા પહેલા બધા જ ઓપન માઈક માં કંઈક નું કંઈક બોલતી પણ હમણાં થોડા સમય થી એ કઈ જ બોલી નઈ હતી.
નિયા એ મેમ ને ભાવિન નો ઈન્ટ્રો આપ્યો , પછી મેમ એ ભાવિન સાથે થોડી ઘણી વાત કરી પછી કહ્યું,
" નિયા બોવ દિવસે તું આવી છે આજે, અને આજે ઓપન માઈક પણ છે તો કંઈક તો બોલવું જ પડશે "
" ના મેમ આજે નઈ "
" કેમ ના ? જેના માટે અમે આટલા ટાઈમ થી સાંભળતા આવ્યા છે એ આજે અહીંયા છે અને તું ના બોલે એવું તો ના જ બને "
" પણ મેમ "
" કઈ પણ નઈ નિયા, પેલું #અનનોન વાળું જ બોલજે, જે ખાસ તે તારા હીરો માટે લખ્યું હતું અને હવે તો તને તારો હીરો પણ મળી ગયો છે "
નિયા ની એક પણ વાત ના માની મેમ એ આજે.
થોડી વાર પછી નિયા ને બોલવાનું હતું, મેમ તો ત્યાં થી જતા રહ્યા હતા ભાવિન એ કહ્યું ,
" વાહ્હ આજે તો તને લાઈવ માં સાંભળવાની ઈચ્છા પુરી થઇ જશે "
" અહીંયા મારી ફાટી રહી છે "
" કેમ ? હું અહીંયા છું એટલે ?"
" હા "
" તો જતો રાહુ હું ?" ભાવિન એ પૂછ્યું.
નિયા એ ના કહ્યું, થોડી વાર પછી મેમ એ એને સ્ટેજ પાર બોલાવી, જે દર વખતે ઓપન માઈક માં આવતા એ તો નિયા ને ઓળખતા જ હતા.
ભાવિન એક દમ દૂર બેસેલો પણ નિયા એને જોઈ શકતી હતી. નિયા એ બોલવાનું શરુ કર્યું,
નિયા ભાવિન સામે જોઈ ને બધું બોલી ગઈ.
નિયા ભાવિન પાસે જતી હતી ત્યાં વચ્ચે એક છોકરી એ એને રોકી. નિયા એની સાથે વાત કરવામાં લાગી ગઈ અને પછી પેલી છોકરી એ નિયા સાથે એક સેલ્ફી લીધી. પછી એ ભાવિન પાસે ગઈ .
" જબરા ફેન છે તારા તો "
" એવું કઈ નથી "
" જોયું મેં એ તો , તું બોલતી હતી ત્યારે એ લોકો વચ્ચે વચ્ચે બોલતા હતા એ, અને પેલી એ તો સેલ્ફી પણ લીધી"
" ઓહ તો એમ બોલ ને એને મારી જોડે સેલ્ફી લીધી એટલે તને જલન થઇ "
" ના મને કઈ નઈ થયું, બાકી માસ્ટ બોલી તું , જે મારા માટે લખ્યું હતું "
નિયા કઈ બોલી નઈ ખાલી સ્માઈલ આપી,
" હવે કંઈક ખાવું છે ભૂખ લાગી છે મને " ભાવિન બોલ્યો.
" આ સેન્ડવિચ તો ક્યારનો ખાય છે "
" તો તું તો તારા ફેન ને મળવા જતી રહી હતી અહીંયા હું શું કરું એકલો ?"
" બસ "
પછી એ લોકો એ ત્યાં પિત્ઝા ખાધા અને પછી થોડા ફોટો પાડ્યા.
ભાવિન નિયા ને ઘરે મુકવા જતો હતો ત્યારે ભાવિન એ કંઈક સરપ્રાઈઝ ની વાત કરી એટલે નિયા એ કહ્યું,
" કહે ને મને ? શું સરપ્રાઈઝ છે ?"
" મને નઈ ખબર આદિ ને પૂછી લેજે "
" એ મને નઈ કહે "
" કહેશે તું પૂછી લેજે "
ત્યાં નિયા નું ઘર આવી ગયું,
એ લોકો લિફ્ટ માં ઉપર જતા હતા ત્યારે નિયા એ પૂછ્યું,
" હવે ક્યારે આવીશ ?"
" બે મહિના પછી "
" સાચે ને ?"
" હા નઈ આવવું હોય તો પણ આવવું જ પડશે તને સરપ્રાઈસ આપવા "
ભાવિન ઘરે થોડી વાર બેઠો પછી જતો રહ્યો.
પણ નિયા હવે વિચારતી હતી આ કઈ સરપ્રાઈઝ ની વાત કરે છે.
થોડા દિવસ પછી,
ભાવિન હવે જયારે પણ વાત કરતો ત્યારે નિયા ને કહેતો સરપ્રાઈઝ માટે રેડી રહેજે. અને જયારે આદિ નો ફોન કે મેસેજ આવતો ત્યારે એ પણ એવું જ કહેતો,
" બેબ રેડી છે ને સરપ્રાઈઝ જોવા માટે ?"
છેલ્લા દોઢ મહિના થી ભાવિન અને આદિ ના આવા મેસેજ જોઈ ને તો હવે નિયા પણ વિચારવા લાગી હતી એવું તો શું સરપ્રાઈઝ હશે પણ નિયા ના મગજ માં કઈ આવતું નઈ.
ભાવિન અને આદિ માંથી કોઈ કઈ જ કહેતા નઈ શું સરપ્રાઈઝ છે એ.
જુલાઈ મહિનો પતવા માં ગણતરી ના દિવસો બાકી હતા. નિયા હજી એના રૂમ માં આવી ને વિચારતી હતી શું કરું ત્યારે જ આદિ અને ભાવિન નો એક સાથે વિડિઓ કોલ આવ્યો.
" ઓહો , બંને એક સાથે ?"
" હા થોડા દિવસ થી તને હેરાન નઈ કરી એટલે વિચાર્યું આજે તને હેરાન કરી લવ " આદિ બોલ્યો.
" હા હવે તો થોડા જ દિવસ ની વાર છે સરપ્રાઇસ ને " ભાવિન એ કહ્યું.
એ લોકો નિયા ને સરપ્રાઈઝ ના નામ પાર હેરાન કરતા હતા પછી નિયા અકળાઈ ને બોલી,
" મારે વાત જ નઈ કરવી તમારી સાથે બે " એ કોલ કટ કરતી જ હતી ત્યાં આદિ બોલ્યો ,
" બેબ સરપ્રાઈઝ માં તારી એક વિશ પુરી થવાની છે "
નિયા એ થોડું વિચાર્યું પણ કઈ જવાબ ના મળ્યો. કેટલી બધી વિશ એ બોલી ગઈ જે ભાવિન અને આદિ ને ખબર જ નઈ હતી પણ એમાં થી એક પણ વિશ નઈ હતી.
એક કલાક થી વધારે હેરાન કર્યા પછી આદિ એ કહ્યું,
" બેબ રાહ જો હવે થોડીક "
નિયા એ પણ કઈ વધારે પૂછ્યું નઈ અને રાહ જોવા નું નક્કી કર્યું.
બે ત્રણ દિવસ પછી આદિ અને ભાવિન નું સેમ સ્ટેટસ હતું ,
" રેડી ફોર સરપ્રાઈઝ નિયા "
હવે નિયા કઈ વધારે જ વિચારો માં ડૂબેલી રહેતી . એવી તો કઈ વિશ હશે જેની આ બંને વાત કરી રહ્યા છે.
ઓગસ્ટ મહિનો શરુ થઇ ગયો હતો આજ થી,
ભાવિન એ આદિ ને ફોન કર્યો અને થોડી વાત કરી પછી આદિ એ છેલ્લે કહ્યું,
" તો રેડી છે ને નિયા ને સરપ્રાઈઝ ટાઈમ પર જોવા માટે ?"
" હા "
" તો મળીયે જલ્દી " કહી ને આદિ એ ફોન મુક્યો.
શું હશે સરપ્રાઈઝ ?
નિયા ની કંઈ વિશ પૂરી થવાની હસે ?