મન : સંબંધ મિત્રતા નો - 84 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 84

" ક્યાં છો તમે લોકો ? અને નિયા ક્યાં છે એની તો ચાર વાગ્યા ની ટ્રેન હતી ને ?" આદિ એ ચિંતા મા પૂછ્યું.

" અમે તેજસ ના ઘરે છે. અને નિયા અમારી સાથે જ છે. ત્યાં દીદી (માનિક) ખોટું મગજ ખરાબ હતો એટલે અમે ત્યાં થી નીકળી ગયા "

" ઓકે નિયા ને ફોન આપ "
મનન એ નિયા ને ફોન આપ્યો.

" બોલ "

" નિયા કહી ને તો જવાય ને. કહ્યા વગર જ નીકળી ગઈ "

" હમ "

" આર યુ ઓકે ? " આદિ એ પૂછ્યું.

" હમ "

" લાગતું નથી નિયા. માનિક ની વાત ને ભૂલી જા એની ટેવ છે"

" હા "

થોડી વાર પછી મનન નિયા ને સ્ટેશન મૂકી ગયો.

થોડા દિવસ પછી,

આદિ અને ખુશી વાત કરતા હતા ત્યારે ખુશી એ પૂછ્યું,
" જીજુ એ એવું તો શું કર્યું હતું કે તમે લોકો બોલતા નથી ?"

" એ વાત કરવી જરૂરી છે ?"

" હા કેમકે એ કઈક ઊંધું કહેશે અને પછી હસે કઈક બીજું, મારે કોઈ ગલત ફેમિ નઈ કરવી "

" ઓહ શું નઈ કરવું ?" આદિ એ મસ્તી માં પૂછ્યું.

" તમે કહો છો કે પછી હું નિયા દી ને કૉલ કરી ને પૂછું ?" ખુશી બોલી.

" નઈ કહું. નિયા નો નંબર છે તારી પાસે કે કૉલ કરવાની ?"

" હા સગાઈ માં જ ફોટો મોકલ્યા હતા એમને વોટ્સ એપ પર. છે મારી પાસે નંબર "

" તો કર ફોન " આદિ એ કહ્યું.

" ના એ પણ જીજુ સાથે વાત કરતા હસે હેરાન નઈ કરવા" ખુશી બોલી.

" નિયા સૂઈ ગઈ હસે " આદિ એ કહ્યું.

" કેમ ? જીજુ સાથે વાત "

" સાડા દસ તો બોવ થઈ ગયા એના માટે. એ સૂઈ જાય. અમુક વાર જ વાત કરે એ લોકો "

" ઓહ એમ જી આટલી જલ્દી સૂઈ જાય " ખુશી ને નવાઈ લાગી હોય એમ બોલી.

" હા આ તો મોડું કહ્યું અમુક વાર તો નવ વાગ્યા માં જ સૂઈ જાય "

" તો એ જીજુ સાથે વાત ક્યારે કરે ?" ખુશી એ પૂછ્યું.

" તું પૂછી લેજે "

" જીજુ મળવા આવતા હસે ને પંદર દિવસે ?"

" ના કઈ ફિક્સ ના હોય "

" આમ કેમ ?"

" તું એને પૂછી લેજે "

આમ થોડી મસ્તી મઝાક વાળી વાતો આદિ અને ખુશી ની ચાલતી હતી.

થોડા દિવસ પછી,

નિયા કઈક લખતી હતી ત્યાં આદિ નો કોલ આવ્યો.

" હા બોલ "

" શું થયું છે ?"

" કઈ નઈ " નિયા એ કહ્યું.

" તો હાઈ હેલ્લો કઈ નઈ અને હા બોલ ડાયરેક્ટ"

" હમ "

" વિડિયો કૉલ કર ને કામ છે " આદિ એ આટલું કહી ને ફોન મૂકી દીધો.

નિયા એ વિડિયો કૉલ ના કર્યો અને એ એનું કામ કરવા લાગી થોડી વાર પછી આદિ એ વિડિયો કૉલ કર્યો.

એક રીંગ પતવા આવી ત્યાં નિયા એ ફોન ઉપાડ્યો.

" હા બોલ શું કામ છે ?"

" કામ હોય તો જ ફોન કરવાનો ?" આદિ એ પૂછ્યું.

" ના એવું કઈ નઈ "

" તો " એક મિનિટ ચાલુ રાખ ખુશી ને કામ છે તારું એને કૉલ પર લવ છું.

એક મિનિટ માં તો ખુશી એ કૉલ રિસીવ કરી લીધો.

" હાઈ " નિયા બોલી.

" તમે તો મને ભૂલી ગયા યાદ પણ નઈ કરતા હવે " ખુશી બોલી.

" ના એવું કઈ નથી. કામ માં બિઝી છું " નિયા બોલી.

" સગાઈ પછી કેમ કહ્યા વગર જતી રહી હતી " આદિ એ પૂછ્યું.

" તને કહ્યું હતું મે " નિયા બોલી.

" શું બોલ્યો હતો એ ?"

" મારે એ ટોપિક પર કઈ વાત નઈ કરવી આદિ "

" મે એમને કહી દીધું છે જ્યારે હું ત્યાં આવી ત્યારે જીજુ તમને બોલ્યા હતા એ " ખુશી બોલી.

" હવે બોલ ખુશી ના ગયા પછી એ શું બોલ્યો હતો ?" આદિ એ પૂછ્યું.

" મારે એ ટોપિક પર કોઈ વાત નઈ કરવી "

" મને મનન એ કહી દીધું છે એ શું બોલ્યો હતો પહેલા એ પણ અને પછી લાસ્ટ માં શું બોલ્યો હતો એ પણ "

" આદિ , પ્લીઝ મારે એ ટોપિક પર કોઈ વાત નઈ કરવી "

" સારું નઈ કરવી એ ટોપિક પર વાત. તો હવે એ કહી દે આટલા દિવસ માં નો મેસેજ નો કૉલ "

" કામ માં હતી "

" જૂઠું ના બોલ નિયા " આદિ થોડું જોર થી બોલ્યો.

" આદિ પ્લીઝ મારે એ ટોપિક પર વાત નઈ કરવી. અને મને ખબર હતી હું મેસેજ કે કૉલ કરીશ તો મને ખબર હતી તું આ સવાલ કરશે એટલે "

" સાચે ને ?" આદિ એ પૂછ્યું.

" હા "

" મને એમનો મેસેજ આવ્યો હતો તો એમને એવું કહ્યું કે નિયા એ મારી મનન અને આદિ સાથે સારી દોસ્તી હતી એ તોડાવી, એ બધા સાથે મળી ને મને એકલો પાડી દીધો"

" ઓહ સાચે ?" નિયા એક પણ રીએકશન આપ્યા વગર બોલી.

" પણ હવે મને બધી ખબર પડી ગઈ છે " ખુશી ખુશ થતા બોલી.

" શું ખબર પડી ગઈ છે તને ?" નિયા એ પૂછ્યું.

" જીજુ ખોટું બોલ્યા હતા એ દિવસે "

" કોને કહ્યું ? આદિ એ બધું ખોટું ખોટું કહ્યું છે તને " નિયા એ કહ્યું.

" ના એ ખોટું ના બોલે " ખુશી થોડું શરમાતા બોલી.

" એ કોણ ?" નિયા એ ખુશી ને હેરાન કરતા પૂછ્યું.

ખુશી કઈ ના બોલી.
" ભાવિન જીજુ શું કરે ?" આદિ એ વાત બદલતા કહ્યું.

" મને શું ખબર " નિયા એવી રીતે બોલી જાણે કેટલા દિવસ થી એની વાત જ ના થઇ હોય.

" એક મિનિટ હું ફોન કરું " આદિ એ કહ્યું.

" ના કઈ કામ નથી "

" કેમ ઝઘડો થયો છે ?" આદિ એ પૂછ્યું.

" હમ "

આદિ એ ભાવિન ને વિડિઓ કોલ કર્યો, એક બે રિંગ વાગ્યા પછી ભાવિન એ કોલ ઉપાડ્યો,
ભાવિન એ જેવો કોલ ઉપાડ્યો નિયા એ એના કેમેરા પાસે મિનિયન રાખી દીધું.

" બોલો કેમની મારી યાદ આવી " ભાવિન એ કહ્યું.

" તું મારી બેબ નું ધ્યાન નઈ રાખતો એટલે તને ફરિયાદ કરવા ફોન કર્યો " આદિ એ કહ્યું.

" ઓહ સાચે "

" હા તો તમે ઝઘડો કર્યો છે ને નિયા દી સાથે ?" ખુશી ને એવું લાગ્યું સાચે માં નિયા અને ભાવિન નો ઝઘડો થયો છે.

" એવા ક્યાં નસીબ છે મારા, હું તો રાહ જોવ ચુ એ દિવસ ની" ભાવિન એ કહ્યું .

ત્યાં નિયા મિનિયન ને સાઈડ માં કરતા બોલી,
" સાચે ને ? વિચારી લેજે હજી પછી કહેતો ની આવું કેમ કર્યું"

" સાચે હું તો રાહ જોવ છું એ દિવસ ની "

આમ વાત ચાલતી હતી ત્યારે આદિ એ કહ્યું,

" ભાવિન કદાચ તારા નસીબ નથી સારા, એ દિવસ ની રાહ જોશે તો પણ એ દિવસ નઈ આવે "

" અફસોસ " ભાવિન નિયા ની સામે જોતા બોલ્યો. નિયા એની વાત માં ધ્યાન ના હોય એમ મોહ ફેરવી લીધું.

આમ વાત ચાલતી હતી ત્યારે ખુશી એ પૂછ્યું,
" તમે બંને છેલ્લે ક્યારે મળ્યા હતા "

" નિયા ની બર્થડે પર મળ્યા એજ પછી નઈ મળ્યા " ભાવિન એ કહ્યું.

" ઓહ એમ જી "

" ભાવિન ને નિયા ની યાદ જ નઈ આવતી એટલે મળવા નઈ આવતો " આદિ મસ્તી કરતા બોલ્યો.

" હા એવું જ કંઈક "

આમ મસ્તી મઝાક માં એક કલાક કેમનો નીકળી ગયો એની ખબર ના રહી. ત્યાં ભાવિન એ કહ્યું,
" નિયા તારા માટે સરપ્રાઈઝ છે "

" મારે નઈ જોઈતી "

" નિયા બોવ જ મસ્ત સરપ્રાઈઝ છે , તું એ જોઈ ને એટલી ખુશ થઇસ કે જેની કોઈ હદ નઈ " આદિ બોલ્યો એટલે નિયા એ પૂછ્યું,
" તું એમ બોલે છે જાણે તને ખબર હોય સરપ્રાઈઝ શું છે એ ?"

ભાવિન થોડું હસ્યો પછી કહ્યું ,
" હા આદિ ને ખબર છે "

" પત્યું " નિયા માથા પર હાથ રાખતા બોલી.

" કેમ શું થયું ?" ખુશી એ પૂછ્યું.

" આદિ ને ખબર હોય અને મને ના ખબર હોય એટલે એ કઈ ને કઈ રીતે મને બ્લેક મેલ કરશે"

" એ તો કરીશ જ " આદિ બોલ્યો.

થોડી વાર માં એ લોકો એ કૉલ મૂકી દીધો.

આદિ થોડા થોડા દિવસે સરપ્રાઈઝ નું યાદ કરાવી ને હેરાન કરતો અને અમુક વાર ભાવિન પણ. નિયા બોવ પૂછતી નઈ ભાવિન ને. કેમકે એને ખબર હતી કઈ પણ થાય ભાવિન અને આદિ બંને માંથી એક પણ કઈ નઈ કહે એટલે પૂછી ને ખોટું ટાઈમ બગાડવો નથી.

થોડા દિવસ પછી ,

આજે રવિવાર હતો નિયા મેડમ જમી ને ફ્રી થઈ ને બેઠા હતા બપોરે.

જમી એને એક કલાક જેવું થયું હસે ત્યાં તો એ ચિપ્સ લઈ ને ખાતી હતી અને ભાવિન જૉડે વિડિયો કૉલ મા વાત કરતી હતી.ત્યાં ભાવિન ના ઘરે કોઈ આવ્યું એટલે એ દરવાજો ખોલવા ગયો

નિયા વિડિયો કૉલ પર વાત કરી રહી હતી એવું એના મમ્મી ને ખબર નઈ હતી એટલે એમને કહ્યું,
" નિયા આમ શું આવા કપડાં પહેર્યા છે. ભૂત જેવી થઈ ને કેમ બેસેલી છે. થોડા વાળ સરખા કર. ભાવિન અત્યારે જોવે નેં તો ના કહી દેશે"

" બીજું કંઈ નઈ "

" તું તૈયાર થઈ ને બેસ. નાની નથી હવે. થોડા દિવસ પછી સાસરે જસે. કોઈ શું કહે ?"

" જેને જે કહેવું હોય એ કહે. તમને હવે નાઈટ ડ્રેસ મા પણ પ્રોબ્લેમ છે ?"

" ફૂલ સ્લીવ નું ટીશર્ટ એ પણ કાર્ટૂન વાળું કોણ પહેરે નિયા. ભાવિન જોસે તો એમ કહેશે આ નિયા જ છે કે બીજું કોઈ " પ્રિયંકા બેન બોલ્યા.

" કોણ મને આટલું યાદ કરે છે ?" ભાવિન પાછો ફોન ની સામે આવતા બોલ્યો.

" મમ્મી ભાવિન સાથે જ વિડિયો કૉલ ચાલુ છે " નિયા એ કહ્યું.

" તો તું આમ ના બેસે. બીજું કોઈ હસે. કપડા જો તારા. માથું ઓળવામાં પણ આળસુ. જટા બનાઇ ને ફરે છે તે "

" એક મિનિટ " કહી ને નિયા પ્રિયંકા બેન ને ફોન બતાવ્યો.

" અહીંયા ક્યાં ભાવિન છે ? કોઈ નથી તું વાત કોની જોડે કરે છે ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" જય શ્રી કૃષ્ણ. કેમ છો ?" ભાવિન બોલ્યો.

" તું સાચે માં ભાવિન સાથે વાત કરતી હતી ?" પ્રિયંકા બેન એ શોક થઈ ને પૂછ્યું.

" હા તો તમને ખોટુ લાગ્યું ?"

" હા. બધા તૈયાર થઈ ને વિડિયો કૉલ કરે. અને તું "

નિયા ને બોલતા હતા અને એ વાત પર ભાવિન હસતો હતો. એ જોઈ ને પ્રિયંકા બેન એ કહ્યું,

" ભાવિન તું તો આને કહી શકે છે. આળસુ થઈ ગઈ છે એ "

" હું એને કઈ ના કહી શકું. રજા હોય એટલે ચાલે " ભાવિન બોલ્યો.

પ્રિયંકા બેન કઈ બોલવા જતાં હતાં ત્યાં નિયા એ કહ્યું,

" મમ્મી. તમે સૂઈ જતા હતા ને? સૂઈ જાવ શાંતિ થી "

" હા. અને તું ભાવિન ને હેરાન ના કરીશ " કહી ને પ્રિયંકા બેન જતા રહ્યા.

ભાવિન હસતો હતો નિયા ને બોલ્યા એટલે.

" હસી લીધું તે ?" નિયા એ કહ્યું.

" હા પણ કાર્ટૂન વાળું ટીશર્ટ સારું છે "

" ઓહ "

આમ દર રવિવારે એ લોકો વિડિયો કૉલ કરતાં. આખું અઠવાડિયું તો સરખી વાત ના કરતા પણ રવિવારે આખા અઠવાડિયા નું વસૂલ કરી લેતા.

વાત કરતા હતા ત્યારે ભાવિન એ કહ્યું,
" નિયા મે મહિના ના એન્ડ માં આવીશ "

" સાચે ?"

" હા કેમ તને ખોટું લાગે છે ?"

" હા "

" સારું તો એવું રાખ. પણ આવીશ થોડા દિવસ આમ તેમ થાય તો નક્કી નઈ પણ આવીશ "

" રાહ જોઇશ "

" આ સાંભળી ને ખુશી મળી "

" ખુશી આદિ ની છે " નિયા બોલી.

પછી બંને આ વાત પર હસ્યા.

મે મહિનો પતાવાને હવે ખાલી ત્રણ ચાર દિવસ બાકી હતા. આજે નવ પણ નઈ વાગ્યા હતા ત્યાં ભાવિન એ ફોન કર્યો , નિયા હજી પોતું મારતી હતી.

" નિયા આજે બોવ યાદ આવે છે તારી " ભાવિન નિયા એ ફોન ઉપાડ્યો તરત જ બોલ્યો.

" હમ "

" હમ નઈ યાર સાચે કહું છું "

" તો આવ સુરત "

" હા પણ હજી મારી રજા નું નક્કી નથી "

" હમ "

આમ થોડી વાર સુધી નિયા એ હમ હમ કહ્યું એટલે ભાવિન નું મગજ ગયું.

" નિયા હું મસ્તી નઈ કરતો "

" હમ "

" ગુડ નાઈટ હું સૂઈ જાવ છું " ભાવિન ફોન મૂકવા જ જતો હતો ત્યારે નિયા બોલી,

" હા હવે બોલ શું કહેતો હતો ?"

" મે અત્યાર સુધી શું ભાષણ કર્યું ?"

" અરે ના હું પોતું મારતી હતી એટલે મેં બોવ ધ્યાન ના આપ્યું "

" સારું , યાર મારી રજા હું કઇ નક્કી નથી. પાંચ મહિના થવા આવ્યા તને મલે "

" હા તો, રજા મળે ત્યારે આવજે "

" હા "


ભાવિન ક્યારે આવશે ?

આદિ અને ભાવિન કઈ સરપ્રાઈઝ આપવાના હસે ?