A Haath (Guy de Mompasa) books and stories free download online pdf in Gujarati

એ હાથ (ગાય દ મોંપાસા) 

(મહાન વાર્તાકાર ગાય દ મોંપાસા ની વાર્તા નો અનુવાદ)


એક ક્ષણ પણ એવું ન વિચારશો કે આ મામલામાં કોઈ અધીદૈવિક તત્વ કામ કરતું હતું. બુધ્ધિથી પર એવી કોઈ શક્તિમાં હું માનતો નથી. પણ જેને આપણે સમજી ન શકીએ તેને અધિદૈવિક ગણવાને બદલે 'અગમ્ય' અથવા 'સમજવું અશક્ય' ગણીએ તો કામ ઘણું સરળ થઇ જાય એમ હું માનું છું. ગમે તેમ પણ જે વાત તમને કહેવા માગું છું એમાં સંજોગો, ઘટનાની પૂર્વસ્સ્થિતિ એવા હતા કે મને વિચલિત કરી ગયા. એ સંજોગો ઘટના ટૂંકમાં તમને કહું.


એ દિવસોમાં હું અજેશિયો ખાતે મેજિસ્ટ્રેટ હતો. એક ખૂબસૂરત અખાત ને કાંઠે આવેલ આ નગરની ત્રણ બાજુએ સરસ પહાડો છે. હરિયાળી પહાડીઓની ગોદમાં બેઠેલું શ્વેત મકાનો વાળો વાળું અજેશિયો મજાનું નગર છે.


પણ એ પ્રદેશ બહુ સ્વમાની લોકોનો છે. મારે મુખ્યત્વે તો વેરઝેર ની પતાવટ ના કેસો જ હાથ ધરવાના રહેતા. વેરની વસુલાત ના આ કિસ્સા કેટલાક અતિ ભવ્ય અને રોમાંચક નિવડતા; કેટલાક અત્યંત નાટકીય, નારકીય અને ક્રૂરતાપૂર્ણ રહેતા; વેરવૃત્તિ ના અસંખ્ય ભાતીગળ રૂપ મને અહીં જોવા મળ્યા. ઘણીવાર આપણને લાગે છે કે અહીં વેર વસૂલ થઈ ગયું છે, ખાતા સરભર થઈ ગયા છે, હૈયાં ડાઘરહિત બન્યા છે અને ત્યારે સુષુપ્ત જ્વાળામુખી ની જેમ વેરજવાળા ભડકે બળે; ખુનોની અને પરંપરા સર્જાય. સાર્વત્રિક કત્લેઆમ થાય - અને એ બધામાં એક ખાનદાની ના દર્શન થાય.


કોર્શિકા ના આ પ્રદેશમાં મુખ્ય લક્ષણ જ મને વેર પિપાસા લાગ્યું. એ પ્રદેશમાં બે વર્ષ સુધી હું મેજિસ્ટ્રેટ રહ્યો અને પ્રદેશના કાનૂનને પણ નિર્મમ વેર વસૂલાત તરીકે અમલી બનતો જોયો. કાનુન પણ એટલો અનુદાર કે નાગરિક એની સામે બહારવટે ચડે -પેઢીઓ સુધી!


ત્યાં એક દિવસ મેં સાંભળ્યું કે એક અંગ્રેજે અખાતની ધાર પરની એક હવેલી કેટલાંક વર્ષ માટે ભાડે રાખી છે. વચ્ચે માર્શલ બંદરેથી મળી ગયેલો એક નોકર પણ એની સાથે હતો, જે ફ્રેન્ચ હતો. બહુ થોડા સમયમાં આ પરદેશી વિશે જાતજાતની વાતો થવા લાગી. હવેલીમાં એ એકલો રહેતો. ક્યારેક બહાર નીકળતો તે તો પહાડોમાં શિકાર કરવા કે દૂર દરિયાકિનારે મચ્છી પકડવા. કદી કોઈની સાથે વાત ન કરતો. કદી ગામમાં ન આવતો.રોજ સવારે બે કે ત્રણ કલાક સુધી પીસ્તોલ કે રાઈફલ વડે નિશાનબાજી નો મહાવરો કર્યા કરતો.


એને વિશે અનેકવિધ વાતો વહેતી થઈ હતી. કેટલાક માનતા કે એ પોતાના દેશનો મહાજન છે અને રાજકીય કારણોસર દેશ છોડીને આવ્યો છે. કોઈ વળી કહેતા કે કોઈક ભયંકર અપરાધ કરીને આવ્યો છે અને છુપાઈ રહ્યો છે. કેટલાકે તો એના અપરાધની વરવી વિગતો પણ વહેતી કરી હતી.


મેજિસ્ટ્રેટ નો હોદ્દો સંભાળતો હોવાથી, હું આ માણસ અંગે માહિતી મેળવવા આતુર હતો, પરંતુ કશું આધાર પાત્ર જાણી શકાયું નહીં. એણે પોતાનું નામ સર જ્હોન રોવેલ જણાવ્યું હતું; પણ એથી વિશેષ કશું નહીં. એટલે ઝીણી નજરે જોયા રાખવા સિવાય મારાથી કશું બને એમ ન હતું. અને એના વર્તનમાં તો કશું શંકાસ્પદ જણાયું નહીં. જોકે, જ્યારે એને વિશેની અફવાઓ ચાલુ રહી, વધી, અને સાર્વત્રિક બની ત્યારે મેં ખુદ એને મળવાનું નક્કી કર્યું. એ માટે એની હવેલી તરફ શિકારે જવાનું નક્કી કર્યું.


એને મળવા ના અવસર માટે ઘણા સમય સુધી મારે પ્રતીક્ષા કરવી પડી. આખરે એની નજીક જ એક પંખીને વીંધવાથી મને એ અવસર મળી ગયો. પંખી વીંધાઈને લગભગ એના આંગણામાં જ પડ્યું, અને મારો કૂતરો એ ઉઠાવી લાવ્યો. તેથી તરત જ પંખીને ઉઠાવીને હું તેની પાસે ગયો. એની ગણાય એવી ધરતી પર શિકાર કરવાની ગુસ્તાખી બદલ માફી માગતાં મે એને પંખી આપવા માંડ્યું.


મેં જોયું કે સર જહોન એક જંગી અને ખડતલ આદમી હતો. એના વાળ દાઢી લાલ હતા. આંખો લાલ હતી. એ ગંજાવર હોવા છતાં ખૂબ નમ્ર જણાતો અને વિનયશીલ જણાતો હતો. બ્રિટિશરો માં જોવા મળતી અકડાઈ એનામાં જરાય નહોતી. મારા વિવેક બદલ એણે ફ્રેન્ચ ભાષામાં આભાર વ્યક્ત કર્યો. એના વ્યવહારમાં કશું ખુંખાર પણ મને તો જણાયું નહીં.


એ પછીના મહિનામાં આ જ રીતે રસ્તે જતાં કે વગડામાં અમે પાંચ-છ વાર મળ્યા અને થોડાક શબ્દોની આપ-લે કરી. એ પછી, આખરે, એની સાથે નિરાંતે વાત કરવાની તક મળી. વગડામાંથીપાછા ફરતા હું જાણી બુઝીને એની હવેલી આગળ થી નીકળ્યો. એ પોતાના બાગમાં એક આરામ ખુરશીમાં બેસી ચુંગી ફૂંકતો હતો. મેં એનું અભિવાદન કર્યું અને એણે મને હવેલીમાં આવીને એકાદ ગ્લાસ બિયર માટે નિમંત્રણ આપ્યું. બીજીવાર આગ્રહ કરવાની રાહ જોયા વગર મેં નિમંત્રણ સ્વીકારી લીધું.


અંગ્રેજોને સુલભ એવા ચીવટાઈભર્યા વિવેકથી મારું સ્વાગત કર્યું. ફ્રાન્સ અને કોર્શિકા ની એણે ઉત્સાહથી પ્રશંસા કરી. આ પ્રદેશ અને આ સાગર કિનારો પોતાને બહુ ગમે છે એ જાહેર કર્યું.


એ પછી એના જીવન અને કાર્ય માં મને માનવ સુલભ રસ હોય એમ કેટલાક પ્રશ્નો મેં પૂછ્યાં. એણે કશા ક્ષોભ વગર જવાબ આપ્યા. એણે આફ્રિકા, હિન્દ અને અમેરિકામાં બોહળા પ્રવાસ કર્યા હતા એ જણાવતા હસીને ઉમેર્યું:


‘અને એમાં કેટલાંક પરાક્રમ કરવા પડેલા!’


એ પછી શિકારની વાતો નીકળી. એણે હિપોપોટેમસ, વાઘ, હાથી અને ગોરીલા સહિતના વિચારોની વિગતવાર કથાઓ કહી.


‘હવે તો એ જાનવરો જોવાય ન મળે. બધા બહુ ખુંખાર છે, ખરું ને?’ મેં પૂછ્યું. એ મલકાયો. ‘જી, એ બધા ખૂંખાર ; પણ સૌથી ખૂંખાર પ્રાણી આદમી છે.’


એકાએક એ ખડખડાટ હસી પડ્યો એક સંતોષી અંગ્રેજ જ હસી શકે એવું બુલંદ એ હાસ્ય હતું.


‘ઘણીવાર આદમીનોય શિકાર કર્યો છે મેં,’ એણે ઉમેર્યું.


એ પછી વળી એ હથિયારોની વાતે ચડી ગયો. હવેલીની અંદર લઈ જઈને એણે મને જુદી જુદી બનાવટની રાઈફલો બતાવી. વિવિધ પ્રદેશોના અન્ય હથિયારો પણ હતા. એ બધાની વચ્ચે લાલ વેલ્વેટના ચોકઠામાં બેસાડેલી એક અજાયબ વસ્તુએ મને ચકીત કરી દીધો. એ એક હાથ હતો - માણસનો હાથ ! એ કોઈ સાફસૂફ કરેલો, મસાલો ભરેલો, ફોર્મેલીન માં ડૂબેલો હાથ ન હતો. બસ, કાપીને રાખી દીધેલો, કાળી ચામડી વાળો, પીળા નખવાળો, ક્યાંક ખુલ્લા સ્નાયુઓ વાળો અને સુકાયેલા લોહીના ચાંઠા વાળો હાથ હતો. કોણી ની નીચે લગભગ અડધાથી મોટી ફરશી કે કુહાડી થી કાપીને રખાયેલો હાથ હતો. એ એના કાંડા ફરતી એક સાંકળ

જોડવામાં આવી હતી. કાંડાની આરપાર સાંકળ પરોવવામાં આવી હતી. અને હાથોને બાંધવા વાપરી શકાય એવી એ સાંકળ ને ભીત સાથે તાળાબંધ કરવામાં આવી હતી.


“આ શું છે ?’ મેં અચકાતા પૂછ્યું.


'એ મારો સૌથી ખૂંખાર દુશ્મન હતો.' અંગ્રેજી ધીમે અવાજે કહ્યું. 'એ અમેરિકાથી આવ્યો છે. એ હાથ તલવાર વડે કાપ્યો હતો લબડતી ચામડી ને પત્ર આવડે છે થઈ હતી એક અઠવાડિયા સુધી મેં એને સૂરજના તાપમાં તપાવ્યો છે ઘણી મહેનત કરી છે અને એની પાછળ.'


મેં અચકાતા હાથે માનવદેહના એ અવશેષ ને સ્પર્શ કર્યો. એ કોઈ વિરાટ દેહનો અંશ હતો એ ચોક્કસ. એની આંગળીઓ ખૂબ લાંબી હતી. આંગળીઓને જોડનાર કુર્ચાઓ પોલાદી તાર જેવી હતી. સુકાવા લાગેલી ચામડીમાં પડવા લાગેલી કરચલીઓ અને અહીં તહીં સુકાયેલા લોહીના ચાઠાં….. આંખો હાથ ભયંકર હતો. અને વેરપિપાસાના પ્રદેશમાં રહેનાર મને એ હાથ જોઈને સ્વભાવિક જ કોઈ જંગલી કરાળ વેર ની કલ્પના સૂઝી.


'આદમી ઘણો જ બળૂકો હોવો જોઈએ.' મેં ટિપ્પણી કરી.



'ઘણો જ,' સર જ્હોને હો ને મસ્તક હલાવ્યુ. 'પણ મેં એને મહાત કર્યો હતો. એને સાંકડે જકડ્યો હતો.'


' પણ હવે તો આ સાંકળ નો કશો અર્થ નથી,' મેં સૂચવ્યું. કપાયેલો હાથ થોડો જ નાસી જશે.

'એ હાથે હંમેશા નાસવા કોશિશ કરી છે, આ સાંકળ અમસ્તી નથી બાંધી.' સર જ્હોને ગંભીર સ્વરે કહ્યું.

મેં એના ભણી એક ઉતાવળી નજર નાખી તો હું કોઈ પાગલ મારી સાથે વાત કરતો હતો? કે એને ભૂંડી મજાક કરવાની આદત હતી?


એના ચહેરા ઉપરથી કશું કળી શકાયું નહીં. ઉપરથી એ અથાગ શાંત અને અને સાલસ જણાતો હતો. મેં વાત ફેરવી. એની બંદૂકો રિવોલ્વરની પ્રશંસા આદરી. મેં જોયું કે એક જ ઓરડામાં ત્રણ પૂરેપૂરી ભરેલી રિવોલ્વર એણે રાખી હતી. જાણે કશાક આક્રમણનો એને સતત ભય રહેતો હોય.


આ પછી કેટલીક વાર હું એને મળવા ગયો. પરંતુ પછી મેં એને મળવાનું છોડી દીધું. નગરના લોકો એની હાજરીથી ટેવાઈ ગયા હતા. શરૂઆતના કુતુહુલ અને અફવાઓનું સ્થાન ઉપેક્ષાએ લઈ લીધું હતું.


એમ જ આખું વર્ષ પસાર થઈ ગયું અને પછી નવેમ્બરને અંત ભાગે એક વહેલી પરોઢે મારા નોકરે મને જગાડ્યો અને કહેવા માંડ્યું કે રાત દરમ્યાન સર જ્હોન નું ખૂન થઈ ગયું છે.




સર જહોનના ખંડમાં પ્રવેશતા જ મેં જોયું કે એ ખંડ ની વચ્ચોવચ ચત્તોપાટ પડ્યો છે. એનો કોટ ફાટીને ચીરા થઈ ગયો હતો. ચારે બાજુ ધમાચકડી ના નિશાન હતા.


મર્હુમ નું મોત ગળુ દબાવીને નિપજાવવામાં આવ્યું હતું. ચહેરો કાળો પડી ને સુજી ગયો હતો. અને કોઈ ભયાનક આતંક દીઠાંના નિશાન ધરાવતો હતો. મડાગાંઠ ની જેમ ભીડાયેલ એના દાંત માં કશું પકડાયેલું હતું. એના ગળા પર લોખંડી સાણસા વડે કરાયાં હોય એવા પાંચ ઊંડા છિદ્રો હતાં. એમાં લોહી ફૂટ્યું હતું.


થોડીવારમાં પોલીસ ડોક્ટર અમારી સાથે જોડાયા. એમણે મરનારની ગળચી પરના નિશાન ઘણીવાર સુધી ધ્યાનથી જોયા અને પછી અજાયબીથી ઉચ્ચાર્યું,


' એવું લાગે છે કે જાણે હાડપિંજરે એનું ગળું દબાવ્યું હોય.'


એ સાંભળતા જ મારી કરોડમાં ઠંડુ લખલખું દોડી ગયું. જ્યાં પહેલો હાથ રખાયેલો એ દીવાલ પાણી મેં જોયું. એ ભયંકર સુકો હાથ ત્યાં નહોતો. માત્ર તૂટેલી સાંકળ ત્યાં લટકતી હતી.


પછી દાક્તરે શોધી કાઢ્યું કે મરનારના દાંતમાં પકડાઈ રહેલ ચીજ પેલા સૂકા હાથની આંગળી હતી જે બીજે વેઢેથી બટકી ગઇ હતી.


ખૂન નો મામલો હતો. તપાસ આરંભવામાં આવી. પણ કશું જણાયું નહીં. બારી-બારણાં તૂટ્યા નહોતા. રાચરચીલું યથાવત હતું. સર્ જહોને પાળેલા કુતરાઓનો પત્તો નહોતો. પેલા નોકરે વિગતવાર કેફિયત નોંધાવી. ગત એક માસથી એનો માલિક વ્યગ્ર જણાતો હતો. એને કેટલાક એવા પત્ર મળ્યા હતા જે વાંચીને એ તરત સળગાવી મુકતો હતો. ઘણી વાર એને પાગલ જેવો ગુસ્સો ચડી આવતો અને ચાબુક ઉઠાવીને એ પહેલા હાથ ને ઝૂડી નાખતો. બેહદ ઝુડતો. માલિકના મોત વેળા સાંકળ કેવી રીતે તૂટી હશે એ બિચારો નોકર સમજી શકતો નહોતો.


નોકરે એ પણ જણાવ્યું કે માલિક ઘણા મોડા સુવા જતા. બેડરૂમને ખૂબ સારી પેઠે બંધ કરતા. બંદૂકો હાથ વગી રાખતા. ઘણીવાર મોડી રાતે એ મોટા અવાજે કોઈકની સાથે ઝઘડતા લાગતા.


એ રાતે અલબત્ત નોકરને કોઈ અવાજ સંભળાયો નહોતો. એનો નિવાસ દૂર હતો. વહેલી સવારે ઘરકામ શરૂ કરવા માટે પોતે હવેલીમાં આવ્યો ત્યારે એને શેઠ નું ખૂન થયેલું જણાય આવ્યું હતું. એને કોઈની ઉપર શંકા નહોતી.


સર જ્હોન વિષય હું જે કંઈ જાણતો હતો તેમણે પણ કહ્યું એને આધારે સમગ્ર કોર્શિકા માં કોઈ શંકાસ્પદ આદમીના આવવા-જવા વિશે તપાસ કરાવી પરંતુ એથી પણ કંઈ જણાવ્યું નહીં


આ અપરાધ બન્યા પછી ત્રણેક મહિને એક રાતે મને એક અજાયબ સપનું આવ્યું. મને લાગ્યું કે પેલો હાથ પેલો……. ભયાનક હાથ મારા ઘરની દીવાલો પર અને પડદા પર કોઈ કરોળિયાની જેમ અથવા વીંછીની જેમ ફરી રહ્યો છે. ત્રણ વાર એ ભયંકર સ્વપ્નથી છળીને હું જાગી ગયો ને ત્રણ વાર ઉંઘ્યો. દર વેળા એક જ કંપારીજનક સ્વપ્ન જોયું. એ ભયાનક હાથ જાણે આંગળીઓને પગ બનાવીને દોડાદોડી કરી રહ્યો હોય !


એ પછીને દિવસે એ હાથ મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સર જ્હોન ના કુટુંબ નો પત્તો ન લાગતાં અમે સરકારી રાહે એને જ્યાં દફનાવ્યો હતો એ કબર પાસે આ હાથ મળી આવ્યો હતો. મેં જોયું કે એની એક આંગળી કપાઈ ગઈ છે……………..


મૂળે નગરની કેટલીક મહિલાઓ ની સભામાં પોતાની ચિત્ર વિચિત્ર અનુભવો કહેતાં કહેતાં મેજિસ્ટ્રેટ સાહેબે આ કથા શરૂ કરી હતી. આટલી કથા કહ્યા બાદ એમણે ઉપસંહાર કર્યો, 'તો બાનુઓ ! આ છે મારા વિચિત્ર અનુભવની એક કહાણી. આથી વધારે હું જાણતો નથી.'


બધી જ મહિલાઓ ભયાનુભૂતિથી ધ્રુજતી હતી. ફિક્કી પડી ગઈ હતી. એમાંથી એક પોકારી ઉઠી, ' પણ વાર્તાનો આ અંત નથી! આ એનું છેવટ ન હોઈ શકે ! આમાં ખરેખર શું બન્યું હતું એ નહીં સમજાવો ત્યાં સુધી અમને એકેયને રાતે ઊંઘ નહિ આવે.'


મેજિસ્ટ્રેટ સાહેબ સહેજ મલકયા. પછી બોલ્યા : 'બાનુઓ ! તમારી રાત ભયાનક સ્વપ્નોથી ભરાઈ જાય તો મારો વાંક નથી; જો કે મારું પોતાનું માનવું છે કે પહેલા હાથ નો ધણી મર્યો નહોતો. પોતાનો એક માત્ર બચેલો હાથ લઈને એ આ કપાયેલા હાથ ને શોધવા આવ્યો હતો. અલબત્ત એ કેવી રીતે આવ્યો અને કેવી રીતે સર્ જહોનનું કામ કામ તમામ કર્યું એ અમે કદી જાણી ન શક્યા. વાત હતી વેરની વસુલાતની.'


એક સ્ત્રી પડી બબડી : 'ના, તમે કહો છો એવું તો બન્યું નથી લાગતું.'


મેજીસ્ટ્રેટે વધારે મલકાઈને કહ્યું, 'હું તો કહેતો હતો કે મારી સમજૂતીથી તમને સંતોષ નહીં થાય.' (સંપૂર્ણ)





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED