પૈસા અને નસીબ Jaydeep Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૈસા અને નસીબ

પૈસાદાર કેમ બનવું અને કેવી રીતે બની રેહવું તેના પર પુષ્કળ પુસ્તકો લખાયા, સેમિનારો થયા, સલાહો આપાય છે પરંતુ પૈસાદાર તરીકે ટકી રહેવાનો એક જ રસ્તો છે: કરકસર, શંકા અને અસુરક્ષિતતા નું મિશ્રણ. અને આ એક એવો વિષય છે જેમાં પૂરતી ચર્ચા થયેલ નથી. ચાલો બે શેરબઝાર રોકાણકારો વિશેની વાર્તાથી આ વિષયમાં વધુ જાણીયે. તેઓ બંને એકબીજાને જાણતા ન હતા, પરંતુ તેઓ બેય ને નસીબના વળાંક, સંજોગો અને પોતપોતાના નિર્ણયના આકલન ને કારણે પેદા થયેલી પરિસ્થિતિ ને કારણે સરખાવી જરૂર શકાય.

જેસી લિવરમોર તેમના સમયનો સૌથી મોટો શેરબજારનો વેપારી હતો. 1877 માં જન્મેલ જેસી એ બહુ જ નાની ઉંમરે શેરબજાર ની આંટીઘૂંટી, સોદાબાજી અને લેવડ દેવડ માં મહારત હાંસલ કરી લીધી હતી.એ વખત એવો હતો કે મોટાભાગ ના લોકોને આવું કોઈ કામ કરી શકાય કે કેમ એવી જાણકારી પણ ન હતી. જેસી બહુ જ યુવાન વયે એક સફળ વ્યાવસાયિક દલાલ બન્યો. જો આજનો ફુગાવાનો દર એડજેસ્ટ કરીયે તો ફક્ત 30 વર્ષની ઉંમરે જેસી પાસે આજના 100 મિલિયન ડોલર જેટલી સંપત્તિ હતી. 1929 સુધીમાં તો જેસી લિવરમોર પહેલેથી જ વિશ્વના સૌથી જાણીતા રોકાણકારોમાંનો એક હતો. એ વર્ષે અમેરિકા માં આર્થિક ઇતિહાસમાં જેને “ગ્રેટ ડિપ્રેસન” તરીકે ઓળખવામાં આવે છે એ મંદી નો દોર આવ્યો.શેરબજારો ભયાનક રીતે તૂટ્યા. ફક્ત એક જ અઠિવાડિયામાં રોકાણકારોની પંચોતેર ટકા જેટલી સંપત્તિનું ધોવાણ થયું. એ અઠવાડિયા ના દિવસો આજે પણ ‘કાળો સોમવાર’ ‘કાળો શુક્રવાર’ તરીકે ઓળખાયા અને આજે પણ શેરબજારની પડતી માટે આવી ઉક્તિઓ છાપવાનો રિવાજ છે. બસ,
બસ, આ મહામંદી ને કારણે જ જેસી લીવરમોર ને હજુ સુધી યાદ કરવામાં આવે છે.

જેસી ના જીવનચરિત્રકાર ટોમ રૂબીથોનના જણાવ્યા પ્રમાણે જયારે જેસી 29 ઓક્ટોબર ના રોજ પોતાના રોજિંદા વ્યવસાય માંથી નવરો થઈ ને ઘેરે આવે છે ત્યારે જોવે છે કે તેની પત્ની ડોરોથી ખુબ જ ડરેલી અને હતાશ અવસ્થામાં ફરી રહેલી હોય છે. શેરબજારના દલાલો અને રોકાણકારોના આપઘાતના સમાચારો સાંભળી સાંભળીને એની આવી હાલત થઇ ગઈ હોય છે. ડોરોથીની માં તો ભયના માર્યા પોતાની જાતને બીજા રૂમમાં બંધ કરીને બેસી રહે છે અને ભારે સનેપાત મચાવે છે. જેસી ને ઘેરે સહીસલામત પાછો ફરેલો જોઈને ડોરોથી અને બાળકો એને ઘરના બારણે જ ઘેરી વળે છે. તમામ લોકો ને રડતા અને હતાશ જોઈને જેસી મુંજાય છે અને આશ્ચર્ય પામે છે કે આ બધું શું થઇ રહ્યું છે!.

જેસી પોતાની પત્ની અને બાળકોને શાંત પડવાનું કહે છે અને સમાચાર આપે છે કે નસીબ અને હોશિયારીને લીધે તેણે આજે જ તેના તમામ રોકાણો વેચી દીધા છે. એને ખબર હતી કે શેરબજાર માં મંદી આવશે અને એણે સહીસલામત પોતાના રોકાણો વેચી દેવા જોઈએ. “તો આપણે બરબાદ નથી થયાને?” ડોરોથી હજુ પણ આ વાત માની શકતી નથી. “ના, આજે મારો બેસ્ટ ટ્રેડિંગ દિવસ હતો. આપણે ગજબ પૈસાદાર થઇ ગયા છીએ અને હવે આપણે આપણા તમામ સપનાઓ આરામથી પુરા કરી શકીશું.” જેસી એ કહ્યું. ડોરોથી તરત જ પોતાની માં ને આ વધામણી આપવા દોડી જાય છે અને એને શાંત રહેવાનું કહે છે.

એ એક જ દિવસમાં જેસી લીવરમોર લગભગ આજના હિસાબે 3 બિલિયન જેટલા ડોલર કમાય છે. એક મહિના ચાલેલઈ એ શેરબજાર ની ભયાનક મંદી માં એ દુનિયાનો સૌથી સંપત્તિવાન માણસ બની જાય છે. જયારે લીવેરમોર કુટુંબ જેસી ની અપાર સફળતાની ઉજાણી કરી રહ્યું હતું ત્યારે અબ્રાહમ જર્મેન્સકી નામનો એક માણસ ન્યુયોર્ક ની ગલીઓમાં અતિ હતાશ થઈને રખડી રહ્યો છે.
અબજોપતિ માં જેની ગણના થતી એવો અબ્રાહમ જર્મેન્સકી ન્યુયોર્ક નો મોખરાનો ગણાતો એક રીઅલ એસ્ટેટ ડેવલોપર હતો. 1920 થી 1928 વચ્ચે આવેલ મિલકતોની તેજીના સથવારે અબ્રાહમે ખુબ જ સંપત્તિ બનાવી. અને બીજા દરેક સફળ રીઅલ એસ્ટેટ ડેવલોપરની જેમ જ અબ્રાહમે પોતાના મોટાભાગના પૈસા તેજી ના દોર વાળા શેરબજાર માં લગાડ્યા હતા. ઓક્ટોબર 26, 1929 ના રોજ ધ ન્યુયોર્ક ટાઈમ્સ માં જણાવ્યા પ્રમાણે છેલ્લા 2 દિવસ થી લાપતા એવા 50 વર્ષના સફળ એવા ન્યુયોર્ક ના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલોપર અબ્રાહમે શેરબજાર ની મહામંદી માં પોતાની તમામ સંપત્તિ ગુમાવવાને કારણે કદાચ આત્મહત્યા કરી લીધી હતી.

હવે ખરો વિરોધાભાસ અહીંયા છે; ઓક્ટોબર 1929 ની આ એ જ મહામંદી છે જેણે જેસી લીવરમોરને અમેરિકા તેમ જ વિશ્વનો ધનિક માણસ બનાવ્યો તેણે અબ્રાહમ જર્મેન્સકીને સંપૂર્ણ બરબાદ કરી નાખ્યો અને કદાચ એનો જીવ પણ લીધો.
.હવે સમયને ચાર વર્ષ જેટલો ફાસ્ટ ફોરવર્ડ કરો. આગળ શરૂઆત માં જણાવ્યા પ્રમાણે આ બંને જણા વચ્ચે એક વિચિત્ર સામ્યતા નજરે ચડે છે. 1929 ની ધૂમ કમાણી પછી જેસી લીવરમોર અત્યંત ઉત્સાહ અને અતિવિશ્વાસ માં ખેંચાઈને શેરબજારમાં ખુબ જ મોટા મોટા સોદાઓ કરતો જ ગયો. એની માથે દેવું વધતું જ ગયું. કદાચ હવે ક્યારેય દેવું ભરપાઈ નહિ થઇ શકે એવી સ્થિતિ આવી ને ઉભી રહી અને અંતે જેસીએ શેરબજાર માં પોતાની તમામ સંપત્તિ ગુમાવી દીધી. 1933 ની સાલ દરમ્યાન કદાચ નાદારી અને શરમને કારણે જેસી બે દિવસ માટે લાપતા થાય છે અને એની પત્ની ડોરોથી એના લાપતા થવાની ફરિયાદ નોંધાવે છે. બે દિવસ પછી જેસીનું ફક્ત શરીર મળી આવે છે. જેસી આત્મહત્યા કરી લે છે.
ઉપરના બંને સાચા પાત્રો ના કિસ્સામાં ફક્ત સમય જ જુદો છે પણ જેસી અને અબ્રાહમ એક ખાસ એકસમાન લક્ષણ ધરાવે છે: તેઓ બંને પૈસા કમાવવામાં અત્યંત સફળ પણ પૈસા સાચવવામાં અતિનબળા સાબિત થાય છે. તમે જેસી કે અબ્રાહમ જેવા ‘ધનિક’ ન હો કે અલગ અલગ આવક ધરાવતા હોવ પણ તોય આ બંને ના એક સરખા કિસ્સામાંથી એક શીખ એ લેવાની કે પૈસા બનાવવા/કમાવા અને પૈસા સાચવવા એ બંને વસ્તુ અલગ છે અને બંને માટે અલગ જ પ્રકારની લાક્ષણિકતા ની જરૂર પડે છે.