અશ્વમેધા - પ્રકરણ 3 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

અશ્વમેધા - પ્રકરણ 3

જાડેજા અને વસાવાનું મો પહોળું થઈ ગયું. એમની સામે દરવાજો ખોલી એક સ્ત્રી ઉભી હતી. કોઈ સામાન્ય સ્ત્રી નહી, એક અપ્સરા... કદાચ અપ્સરાને શરમાવે એવી.

સોનેરી કાળી બોર્ડર સાથે એક સફેદ રંગની સાડીમાં સજ્જ, પારંપરિક સિલ્વર ઓક્સોડાઈઝનો ગળાનો હાર, બંગડીઓ, અને બુટ્ટીમાં એ કોઈ અપ્સરાને ઢાંકી દે એવું ઝાઝારમાન સ્વરૂપ. લંબગોળ – સુંદર ગોરો ચહેરો, હરણી જેવા સુંદર નેન-નક્ષ. કુદરતી ગુલાબી હોઠ. કોઈ ખામી ન હોય એવો સુંદર ચહેરો. અને શરીર એકદમ કસાયેલું. એક આદિવાસી સ્ત્રીની જેમ. એક પળે જોતા એ કુમળી કળી લાગે. અને બીજા જ પળે એક સિંહણ, જે યુદ્ધ માટે તૈયાર હોય. એની આંખો એટલી અલગ હતી કે પ્રથમ નજરે જ પ્રેમ અને ડર બંને અનુભવાય. એની સુંદરતા એવી કે બે મિનીટ સુધી જાડેજા અને વસાવા માત્ર એને જ જોઈ રહ્યા, જોઈ જ નહી ઘૂરતા રહ્યા.
એ સ્ત્રીને જાણે કોઈ ઉતાવળ નહતી. એણે એ બંનેને શાંતિથી પોતાને નિહાળવા દીધા. ત્યારબાદ બે મિનીટ પછી એ બોલી, “જી, આપ કોણ?”
એનો મધુર અવાજ સાંભળી જાડેજા એની તરફ વધુ આકર્ષિત થયો. ત્યાં ઉભા-ઉભા જ એણે એ સ્ત્રીને પરણવાના સપના જોઈ લીધા. એના મનના તાર જણજણવા લાગ્યા. એને અત્યાર સુધી આ સ્ત્રીને ન મળવાનો અફસોસ થયો અને સાથે પોતાના કુંવારા રહેવાની ખુશી પણ. આજે એ પોતાને ભાગ્યશાળી સમજી રહ્યો હતો.
સામેવાળી સ્ત્રીએ ફરી પૂછ્યું, “જી, આપ જણાવશો કે આપને અહી શું ખેંચી લાવ્યું? કારણકે મેં તમને અહી આવવા માટે હજુ સુધી કોઈ આમંત્રણ નથી આપ્યું!”

વસાવા એ સ્ત્રીનો કટાક્ષ સમજી ગયો, અને એણે પોતાના સરને પગ મારી ઈશારો કર્યો. અને જાડેજા જે સપનામાં લગ્નમંડપ સુધી પહોચી ગયા હતા, એ પાછા વર્તમાનમાં આવ્યા. અને એ સાથે જ પોતાના બંને હાથ પોતાના રેઈનકોટ પર લુછી સામેવાળી સ્ત્રી સમક્ષ હાથ મિલાવવા માટે હાથ આગળ વધાવ્યો અને બોલ્યા, “જી, હું અહીનો પી.આઈ. સતીશ જાડેજા અને આ મારો હવાલદાર વસાવા. તમારા વિશે જાણી શકું હું??”

સામેવાળી સ્ત્રીએ પોતાના બંને હાથ મિલાવીને નમસ્કારની મુદ્રામાં જવાબ જ આપ્યો, “નમસ્કાર, હું મેધા... અહીની નવી માલિક...”
જાડેજા થોડો નિરાશ થયો. પણ એણે પોતાના ચહેરા પર એ ભાવ ન દેખાડ્યો. એણે હાથ તરત પાછો ખેંચી લીધો. તરત સહજ થઈને બોલ્યો, “માફ કરજો, પોલીસવાળાનું કામ તો તમે જાણો જ છો. હમેશા જલ્દીમાં જ હોય. બસ એટલે...”
મેધાએ એક મુસ્કાન સાથે જવાબ આપ્યો, “હા સમજી શકું છુ. પણ તમારું અહી આવવાનું કારણ ન સમજાયું.” એણે પાછળ બેઠકરૂમમાં એક નજર ફેરવી અને ત્યારબાદ આગળ જાડેજા સમક્ષ જોઇને બોલી, “જોકે... ઘર હજુ સુધી સાફ નથી પણ તમે અંદર આવી શકો છો.”
એની મુસ્કાન જોઇને જાડેજા એની સાથે નરકમાં જવા પણ તૈયાર હતો, પણ હાલ તો બેઠકરૂમથી જ કામ ચલાવવું પડશે એમ સમજી એ પોતાનું માથું હલાવીને અંદર પ્રવેશ્યો. બહારથી બદસુરત અને જર્જરિત લાગતું આ ઘર અંદરથી ખૂબ સુંદર હતું. મોટો ૨૫-૩૦ ફૂટનો બેઠકરૂમ. આ બેઠકરૂમમાં એક તરફ સાગનો મોટો સોફો હતો અને એની સામે એક આખા સાગના થડમાંથી બનેલ એક સુંદર ત્રીપોઈ, અને એની પર સુંદર નકશીકામ. સોફા કરતા ત્રીપોઈ પર મન આવી જાય એવી એ હતી. સોફાની જમણી તરફની દીવાલ પર હરણ અને સિંહના કપાયેલા પ્રક્રિયા કરેલા માથા લગાવ્યા હતા, કદાચ અસલી – કદાચ નકલી. ડાબી તરફની દીવાલ પર જંગલના દ્રશ્યો હોય એવી અઢળક નાની-મોટી છબીઓ લગાવેલી હતી. સામેની જ દીવાલ પર મ્યાનમાં બે તલવાર મુકેલી હતી. બેઠકરૂમમાંથી જ એક સીડી ઉપર જઈ રહી હતી. અને બીજા બે દરવાજા પડી રહ્યા હતા.
મેધાએ એ બંનેને સોફા પર બેસવાનો ઈશારો કર્યો. એ જઈને એક રાજાની જેમ એમની સામે રહેલી કાષ્ટ અને નકશીકામ કરેલી ખુરશી પર બેસી ગઈ. એના બંને હાથા પર કોઈ જાનવર બનેલું હતું. જે અદાથી એ ત્યાં બેઠી હતી એમ જ લાગે કે એ કોઈ રાણી હોય અને સામે એની પ્રજા હોય. ખુરશીના બંને હાથાના એ જાનવર પર એણે પોતાના હાથ ટેકવી દીધા અને પૂછ્યું, “હવે હું તમારું અહી આવવાનું કારણ જાણી શકું?”
જાડેજા એની હરણ જેવી આંખોમાં જોતા જ ખોવાઈ રહ્યો હતો, એણે પોતાની આંખો રૂમમાં ફેરવી અને પૂછ્યું, “તમે જણાવી શકો કે તમે ક્યારે આવ્યા?’
મેધાએ આવા સીધા સવાલનો શાંતિથી જવાબ આપ્યો, “ગઈ કાલે સવારે...”
આ વખતે જાડેજા કઈ જ પૂછે એ પહેલા વસાવાએ પૂછ્યું, “મેડમ અમને એક ખાલી ગાડી મળી છે, ડ્રાઈવર લાપતા છે. એટલે અમે દરેક નવા વ્યક્તિની પૂછપરછ કરી રહ્યા છીએ. જો તમે આ વિશે કઈ જ જાણતા હોવ તો અમને મદદ મળશે.”
આ વાત બાદ મેધાએ જાડેજા સામે એની ધારદાર આંખોથી જોયું અને કહ્યું, “મને લાગ્યું કે તમે પી.આઈ. છો અને તમારી સાથે એક કોન્સ્ટેબલને લઈને આવ્યા છો. એ ખબર નહતી કે ઉપરીને લઈને આવ્યા છો.”
આ વાત જાડેજા અને વસાવાને તરત સમજાઈ ગઈ. અને એ પછી વસાવા તરત સોફા પરથી ઉભો થઈને સોફા પાસે ઉભો થઈ ગયો. એને ખુબ ગુસ્સો આવી ગયો. પણ એ કઈ બોલ્યો નહી.
જાડેજાએ વાત સંભાળતા કહ્યું, “જી હું પી.આઈ. જ છુ સાથે રહેતા અમે બંને એકબીજાના મિત્ર થઈ ગયા છીએ. એની તોછડી ભાષા માટે માફી ઈચ્છું છું. ખરેખર અમે એ ગાડીના ડ્રાઈવરને શોધી રહ્યા છીએ. જો તમે કોઈ નવા વ્યક્તિને જાણતા હોય તો...”
મેધા વાત કાપતા બોલી, “અહી હું જ નવી છુ. હું કાલે જ આવી છુ. અને એ સિવાય મને કોઈ ખ્યાલ નથી.”
“મેડમ તમે અહી એકલા આવ્યા છો કે કોઈ સાથે? અને શું કારણોસર આટલા જંગલની વચ્ચે રહેવા આવ્યા છો?” જાડેજા પોતાની પૂછપરછ આગળ વધારતા પૂછવા લાગ્યો.
“મને નથી લાગતું કે જંગલની વચ્ચે રહીને હું કોઈ ગુનો કરી રહી છુ.” એ એક મુસ્કાન આપતા બોલી.
જાડેજાનું મન પાછુ ડગમગવા લાગ્યું. એણે તરત પોતાના મનને કાબુમાં કર્યું અને સામે જવાબ આપ્યો, “ના કોઈ ગુનો નથી. પણ જો તમને કઈ થઈ ગયું તો? એકલા છો તમે. અને આમ અહી?”
મેધાની આંખો ઘણું કહી રહી હતી. એણે એક મુસ્કાન સાથે જવાબ આપ્યો, “મારું કોઈ કઈ જ બગાડી શકતું નથી.” અને તરત એ ઉભી થઈ ગઈ અને દરવાજા તરફ જવા લાગી. વચ્ચે અટકીને જાડેજા સામે જોઇને એણે પૂછ્યું, “સવાલો પુરા થયા હોય તો તમે જઈ શકો છો. રાત થવાની છે. અને મને અજણ્યાઓ પર ભરોસો નથી.”
એનો ઈશારો સમજી એ બંને ત્યાંથી દરવાજા તરફ આવીને બહાર નીકળ્યા. અને પાછળ ફરી કઈ જ કહેવા જાય એ પહેલા પાછળનો દરવાજો ધડાકના અવાજ સાથે બંધ થઈ ગયો હતો.

વસાવાએ નિરાંતની શ્વાસ લીધી. એ બોલ્યો, “મને તો આ બાઈ જ સૌથી મોટો ખતરો લાગે છે. આને જાનવરોનો નહી, જાનવરોને આનો ડર લાગવો જોઈએ. કેટલી સુંદરતાથી એણે મારી બેઈજ્જતી કરી...”
જાડેજા હસવા લાગ્યા. અને બોલ્યા, “હા, સુંદર છે. ચતુર છે. ઘમંડ પણ હોવાનો જ. કઈ વાંધો નહી. આને પણ જોઈ લઈશું.”
“સર આના વિશે કઈ વિચારતા પણ નહી, મને તો ખતરો લાગે છે. એ સામે જુએ કે મને એની આંખો ખતરનાક લાગે છે. એમપણ આપણા ઘણા સવાલોના જવાબ એણે નથી આપ્યા. આ મેધા એક રહસ્ય જ છે. એના નામની જેમ જ....”
એક છેલ્લી વખત જર્જરિત ઘર તરફ જોઈ એ બંને વાત કરતા જીપમાં બેસી ગયા અને ત્યાંથી નીકળી ગયા. ચોમાસાનો સમય અને સાંજ થઈ ગઈ હતી. એ લોકો કાચા રસ્તા પરથી બહાર નીકળી રહ્યા હતા. વરસાદ ચાલુ હતો અને ગાજવીજનો અવાજ આ શાંતિ ભંગ કરી રહ્યો હતો. આગળનું દ્રશ્ય ખુબ ઝાંખું હતું. આવા સમયે જંગલ ખુબ ડરામણું લાગી રહ્યું હતું. વસાવા જીપ ચલાવવામાં મશગુલ હતો, એવામાં કોઈ જીપ સાથે અથડાયું અને એણે જીપ પર ખેંચીને બ્રેક મારી. કોઈ જંગલી જાનવર અથડાયું હશે અને જો ઝુંડ આસપાસ હશે તો એમની પર હમલો ન કરી દે ક્યાંક! એ ડરથી જાડેજાએ પોતાની સર્વિસ પિસ્તોલ નીકાળી અને વસાવાએ જીપના પાછળના ભાગમાંથી એક રાયફલ કાઢી. ચેતવીને એ લોકો ચાલુ વરસાદમાં જીપ આગળ ગયા તો ત્યાં એમને એક વ્યક્તિ પડેલો દેખાયો. એ હોશમાં નહતો.
નજીકથી જઈને જોતા વસાવાએ એના નાક આગળ આંગળી મૂકી. એનો શ્વાસ ચાલુ હતો. એનું શરીર કઈક અજુગતું લાગ્યું વસાવાને. એણે ધ્યાનથી એ માણસ સામે જોયું. એ સફેદ પડી ગયો હતો. અને શરીર પર જાતજાતના ઘા હતા. ઘા શેના છે એ ન સમજાયું? એને જોઇને આ બંને ખુબ ડરી ગયા.

(મેધા એક અલગ નામ અને પ્રકૃતિ. કોણ છે મેધા? આટલા જંગલમાં એનું શું કામ? એની તોછડાઈનું કારણ શું? શું છે આ નામનું રહસ્ય? કઈ વ્યક્તિ જાડેજાને અથડાઈ? સવાલો ઘણા, જવાબ એક જ... જાણવા માટે વાંચતા રહો, “અશ્વમેધા”)