Ashvmedha - 1 books and stories free download online pdf in Gujarati

અશ્વમેધા - પ્રકરણ 1


લંડન શહેરની એક શેરી, ૧૯૫૯ની એક શિયાળાની રાત...
“મેડમ પ્લીઝ.... યુ હેવ ટુ ગો સમવેર એલ્સ, ધે વિલ કેચ યુ અધર વાઈઝ...” રૂમના એક અંધારિયા ખૂણામાં એક રોકિંગ ખુરશી હલી રહી હતી. એની બાજુમાં એક ૭૦-૭૫ વર્ષની સ્ત્રી ખુબ ચિંતિત બની ઉભી હતી. આ અંધારામાં એનો ચહેરો દેખાઈ રહ્યો નહતો. પણ એનો અવાજમાં ખુબ ડર દેખાઈ રહ્યો હતો. એ પોતાના આ ડરને છુપાવવાના અથાગ પ્રયત્નો કરી રહી હતી. એને પણ ખ્યાલ હતો કે હાલ જે પરિસ્થિતિમાં એ છે એમાંથી દુનિયાનું કોઈ વસ્તુ એને બચાવી શકે એમ નથી.
એટલામાં એની સામે એ ખૂણામાં જે રોકિંગ ખુરશી હલી રહી હતી. એ અચાનક બંધ થઈ ગઈ. એક જોરદાર ઝટકા સાથે એ ખુરશી બે-ત્રણ ફૂટ પાછી જતી રહી. એ અંધારિયા ખૂણાનો પાછળનો એક લોખંડનો દરવાજો ખુલ્યો અને એ સાથે જ ‘ધડામ’ના અવાજથી બંધ થઈ ગયો. એક વાવઝોડું ત્યાંથી અચાનક જતું રહ્યું અને એ વૃદ્ધ સ્ત્રી એક નિરાંતની શ્વાસ લેવા લાગી. એ સાથે જ આગળનો લાકડાનો દરવાજો લાલ રંગનો થવા લાગ્યો. એ વૃદ્ધ સ્ત્રી જઈને એ રોકિંગ ખુરશી પર બેસી ગઈ. ધીમે-ધીમે એ રૂમનું તાપમાન વધવા લાગ્યું. અને કોઈ બુમ-બરાડા વગર એ લાલ રંગ એક કાળા રંગમાં બદલાઈ ગયો. તાપમાન અચાનક પાછુ ઠંડુ થઈ ગયું. અને લંડનની એ શેરી શાંત થઈ ગઈ.

૧૯૭૦, દહેરાદુનની આસપાસનું ઘટાદાર જંગલ...
“સર, ખૂન કે દાગ મિલે હૈ, લગાતાર તીન દીનો સે યહી હૈ. કિસકા કામ હૈ પતા નહિ ચલ રહા હૈ? જાનવર યા કોઈ ઇન્સાન?” એક રેઈનકોટ પહેરેલ વ્યક્તિ એની સામે ઉભી રહેલી જીપમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલ વ્યક્તિને ટૂંકમાં આ જાણકારી આપી રહ્યો હતો. વરસાદની સાથે જીપની આગળ લાગેલ એક જુનું વાઈપર ખુબ અવાજ કરી રહ્યું હતું. એ અવાજ વચ્ચે એ વ્યક્તિએ પોતાના અવાજનું પ્રમાણ ઊંચું કરવું જ રહ્યું. એ અહીં લોકલ હતો અને આ પ્રકારે શિકાર જાનવર નથી કરતા એ સારી રીતે જાણતો હતો. આજની અમાસ વિશે એ જાણતો હતો. એને ખાતરી હતી કે આ જાનવરનું કામ નથી.

સામેવાળાની આંખો આ સાંભળીને ખુબ ગંભીર થઈ ગઈ. આ છેલ્લું વાક્ય સાંભળી એ ગુસ્સે થઈ ગયો. આગળ એ કઈ જ સાંભળવાના મૂડમાં ન રહ્યો. સામેવાળો કઈ પણ બોલે એ પહેલા એણે પોતાના ગંભીર અવાજમાં ઓર્ડર કર્યો, “બસ યુ હી બકવાસ ન કરો તો બહેતર હોગા. તુમ્હારી એક બાત લોગો મેં ડર કા માહોલ બના શકતી હૈ. બહેતર હોગા કી તુમ આગે કી તફતીશ કરો.”
"જી સર” સામેવાળો માણસ પોતાના જમણા હાથથી સેલ્યુટ કરીને ત્યાં જ ઉભો રહ્યો. અને એની આગળ જે જીપ ઉભી હતી, એ ત્યાંથી પાછળ કીચડ ઉડાવીને જતી રહી. એ વ્યક્તિ થોડા સમય ત્યાં જ ઉભો રહ્યો અને પછી ત્યાંથી નીકળી એ પોતાના કોટેજ તરફ પગપાળા જ જવા લાગ્યો.
જંગલના ભયાનક અવાજોથી એ કાળી રાત વધુ બિહામણી લાગતી હતી. ઉપરથી સતત ત્રણ દિવસથી પડતો વરસાદ. અમાસનો દિવસ હતો આજે. જાતજાતની ભયાનક કલ્પના કથાઓની એકમાત્ર નાયક એટલે આ રાત. એ વ્યક્તિ પોતાના કોટેજ સુધી પહોચ્યો, ત્યાં સુધીમાં તો કેટલાય અવાજો એનો પીછો કરતા રહ્યા. પાંદડાનો અવાજ, કીચડ પર કોઈની છપ-છપ, પવનના સુસવાટા અને નજીકમાં જ ઘુઘવાતી નદી. એ વ્યક્તિના હાથમાં એકમાત્ર વીજળીનો સોર્સ, એવરરેડીની ૧૯૫૦માં બનેલી બેટરી સંચલિત સ્ટીલની એક ટોર્ચ. કોઈ જાનવર આડું આવે તો કદાચ એક સમયે આનાથી પણ હમલો કરી શકાશે એમ વિચારી એ આ ટોર્ચ હંમેશા પોતાની પાસે રાખતો.
એ જેમ-જેમ આગળ જતો એમ એને કોઈના પગરવ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. પણ એ જેટલી વખત પાછળ ફરીને જુએ વરસાદ અને અંધારાને કારણે ૨ ફૂટથી આગળ કઈ જ એને દેખાતું નહતું. છેવટે એ દોડતો પોતાના કોટેજ પાસે પહોચ્યો. અને અંદરથી એક રાઈફલ ઉઠાવી અને બીજા હાથમાં ટોર્ચ રાખી જંગલ તરફ નિશાનો તાક્યો. એક-બે વખત પાંદડાના અવાજ સાથે એણે એ તરફ નિશાનો દાગ્યો પણ કોઈ અવાજ ન આવ્યો. એણે ત્રીજી વખત લોડ કરવા માટે જેવી રાઈફલ નીચે કરી કે એ સાથે જ એક જોરદાર વાવાઝોડું આવ્યું અને તરત જ જંગલમાં એક જોરદાર ચીસ સંભળાઈ અને પાછુ બધું સામાન્ય થઈ ગયું.
બીજા દિવસે સવારે એક અનલોડ રાઈફલ અને એક તૂટેલા કાચવાળી સ્ટીલની ટોર્ચ જંગલ ખાતાના અધિકારીઓને મળી. લોહીનો એક ઢસરડો અને જાનવરની હરકત વચ્ચે કેસ બંધ થઈ ગયો.

૧૯૭૫ – શિયાળાની શરૂઆત, ઉટીના નીલગીરીના જંગલો...
જંગલો વચ્ચેના એક ઘરની બહારના દરવાજા પર એક માણસ ક્યારનો દરવાજો ખટખટાવી રહ્યો હતો. પાંચ મિનીટથી એ સતત આ જ ક્રિયા કરી રહ્યો હતો. છેવટે કોઈ જવાબ ન આવતા એ બે ડગલાં પાછા ફરીને ત્યાંથી જવાની તૈયારી કરવા લાગ્યો. એટલામાં જ એની પાછળનો દરવાજો ખુલ્યો અને એણે પાછુ ફરીને જોયું. એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં ઉભી હતી.
એ જોતા જ એ માણસ દરવાજાની નજીક ગયો અને પોતાની વાત મુકતા બોલ્યો, “સોરી માફી ઈચ્છું છુ. પણ જો સમસ્યા ન હોત તો રાતના ૧૨ વાગ્યે તમને હેરાન કરવાની હિંમત ન કરત..”
સામેવાળો વૃદ્ધ વ્યક્તિ પોતાના હાથમાં એક મીણબત્તી લઈને આવ્યો હતો, અને દરવાજો ખોલતા જ એ બુજાઈ ગઈ. એ ઉતારુંનું આ વાક્ય પૂરું થતા સુધીમાં વૃદ્ધે દરવાજાની બાજુમાં રહેલા એક ટેબલ પરથી એક કાચના આવરણમાં કેદ રહેલી મીણબત્તી ઉઠાવી અને ઉતારુંના ચહેરા સમક્ષ ધરી. ઉતારુએ એ વૃદ્ધનો ચહેરો જોયો, કોઈ પણ હાવભાવ વગરનો કરચલીવાળો ચહેરો એ વૃદ્ધની ઉંમર દર્શાવી રહ્યો હતો, કદાચ ૯૦ વર્ષ. એની આંખો ગંભીર હતી. એ આંખો જોઈ કે ઉતારુને કઈ યોગ્ય ન લાગ્યું. અને કઈક ખરાબ થવાનો ભાસ થવા લાગ્યો.
પોતાની અંતરાત્માના અવાજને કાબુમાં કરી એ વૃદ્ધને પોતાની પરિસ્થિતિ સમજાવવા લાગ્યો, “એક્ચ્યુલી હું અહીંથી પસાર થઈ રહ્યો હતો અને મારી ગાડી અહી અટકી ગઈ. મારૂ બેગ્લોર પહોચવું ખુબ જરૂરી છે. મારે માત્ર તમારી પાસે કોઈ મેકેનિકનો પત્તો પૂછવો હતો. બસ... એટલું જ...”
વૃદ્ધની કથ્થાઈ આંખો અચાનક વધુ ઘેરી બનવા લાગી. એણે ઉતારુને ઉપરથી નીચે સુધી જોયો. ત્યારબાદ એ ઘરથી ૫૦ ફૂટ દુરના ધૂળિયા રસ્તા પર માર્ક ૧ એમ્બેસેડર ગાડી જોઈ. અને એ ઉતારુને જવાબ આપ્યો, “મિકેનિક નહી મળે, રાત રોકાવું હોય તો રોકાઈ શકો છો. માલિક બહાર છે અને હું રખેવાળ છું...”
સામેવાળો માણસ કચવાતા મન સાથે બોલ્યો, “ના...ના.. હું બહાર જ રાહ જોઇશ.”
વૃદ્ધ એની ઘેરી આંખો સાથે વગર કોઈ હાવભાવે બોલ્યો, “ઠીક છે. બહાર કોઈ જાનવર આવે તો એનો કોળીયો બનતા પહેલા આ ચામડાનો પટ્ટો ઉતારી દેજો. એના ભોજન પચાવવામાં સમસ્યા ન સર્જાય માટે...” એમ કહી એણે સાગનો એ મોટો દરવાજો બંધ કરવા હાથ લંબાવ્યો. એ પહેલા જ ઉતારુએ એ વૃદ્ધનો હાથ પકડી લીધો અને આજીજીના સ્વરમાં બોલ્યો, “પ્લીઝ, દરવાજો ન બંધ કરો. તમે જેટલા પૈસા માંગશો એ આપી દઈશ. મને રાત રોકાવા દો.”
એ વૃદ્ધ તરત હાથ ઝાટકીને બોલ્યો, “ તારી આ ૨૦-૩૦ રૂપરડીની લાલચ બીજા કોઈને આપજે. મને એ બધામાં રસ નથી. મારા શોખ બીજા છે. તું અંદર આવી જા, એ પહેલા કે કોઈ જાનવર અહી પહોચી જાય...”
અને એ સાથે જ એ ઉતારું અંદર જતો રહ્યો. ઘરમાં એકમાત્ર અજવાળું એ મીણબત્તીનું હતું જે એ વૃદ્ધ માણસના હાથમાં હતી. બાકી ચારે તરફ અંધારું. દુર ક્યાંક વગડામાં શિયાળના અવાજો આવવા લાગ્યા. શાંત વાતાવરણમાં તમરાઓનો અવાજ ભયાનક લાગવા લાગ્યો. અને ઘરમાં આવતા જ ઉતારુંને એક ગજબની ઠંડકનો અનુભવ થવા લાગ્યો. એની અંતરાત્મા એને જે ઈશારાઓ કરી રહી હતી, તે અચાનક તીવ્ર થઈ ગયા. અને એ સાથે જ એ અંધારા ઘરમાં અંદર જતા એક પવનના સુંસવાટા સાથે એ એકમાત્ર મીણબત્તીનું અજવાળું પણ જતું રહ્યું.
સવાર પડીને એ ગાડી સાવ જર્જરિત અને એની ચારે તરફ એક કાળી રાખ પડી હતી.

(શું લાગે છે આટલા પરિચય પછી? શું હશે આ વાર્તાનો હાર્દ? ચિંતા ન કરો, વધારે વિચારવાનો સમય કે રાહ જોવાની તક નહી આપું હું. અને વાંચતા રહેજો. આભાર...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED