સુખી તો જાતે થવું પડે, દુઃખી તો ગમે તે કરી જાય
માનવ જીવનમાં જે પરિસ્થિતિ ને મન સ્વીકાર કરી લે, બસ એ જ સાચું સુખ છે. મોબાઈલ ફોન દ્વારા જોરદાર, અસરદાર અને ચોટદાર સંદેશ આપણને મળે છે.
(૧) જે વસ્તુ તમને ખુશી આપે તેને "SAVE" કરો.
(૨) જે વસ્તુ બીજાને ખુશી આપે તેને "FORWARD" કરો.
(૩) જે વસ્તુ ખુશી પ્રદાન ના કરે તેને "DELETE" કરો.
ઉપરોક્ત વાત માનસપટ ઉપર અંકિત કરીને રાખશો સ્વયં સદૈવ સુખી થશો અને કોઈ તમને દુઃખી નહી કરી શકે તેની ગેરંટી છે. આપણા રોજબરોજ ના જીવનમાં સુખને શોધવા નીકળીએ છીએ અને દુઃખ ને ઝટપટ સ્વીકારી લઈએ છીએ. આમ દુઃખ માટે નિમિત્ત બની જઈએ છીએ અને ખુદ માટે જવાબદાર બની જઈએ છીએ.
શ્રી રઈશભાઈ મનીઆર ની સુંદર પંક્તિ માણીએ.....
"અંદર હતી ઉદાસી, ને ઘટના નિમિત્ત થઈ,
દર્દો બહાર લાવવા, દુનિયા નિમિત્ત થઈ"
સુખ ની સરખામણી કસ્તુરી મૃગ સાથે કરીએ તો યોગ્ય લેખાશે.જેમ કસ્તુરી મૃગ ની નાભિમાં સુગંધ હોય છે, પણ તેને ખબર નથી હોતી તેમ સુખ તો માનવીની ભીતરમાં જ પડ્યું છે. બહાર શોધવાની જરૂર નથી. માનવ મન ચંચળ હોય છે, છે એ સુખ ભોગવવા ને બદલે દુઃખ આવવાનું છે તેની ચિંતામાં સુખ બરાબર માણી શકતો નથી. જીવનમાં સુખનો સરવાળો કરવા સત્કાર્ય અને સદગુણ નો ગુણાકાર કરવો પડે, વ્યસન અને દુર્ગુણો નો ભાગાકાર કરવો પડે તેમજ ઈર્ષા અને ઇગો ની બાદબાકી કરવી પડે... જીવનમાં આ અપનાવશો તો કોઈના સુખમાં નિમિત્ત બનતા અને કોઈ ના દુઃખમાં સહભાગી બનતા ચોક્કસ શીખી જશો. આપનું જીવન પ્રસન્નતાથી પુલકિત થઈ જશે.
મિત્રો, જીવનમાં બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેને બંધન કહેવાય પરંતુ ખુદ , આપોઆપ અને એની મેળે બની જાય તથા જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ. સંબંધો ની સુવાસથી સુખનો આનંદ વિશેષ આવે છે અને દુઃખની પરિસ્થિતિ સવિશેષ હળવી થઈ જાય છે. સત્કર્મ થી નમ્રતા આવે છે અને ભક્તિથી નિર્ભયતા આવે છે. જીવનમાં જે આપણને ખોટી રાહ જોવડાવે તેની કદી રાહ ના જોવી, પરંતુ જે આપણી રાહ જોવે એને કદી રાહ ના જોવડાવશો.
મિત્રો, સુખી થવા માટે ખોટા માણસો સાથે વિવાદ કર્યા વિના સાચા માણસો સાથે સમાધાન કરવું યોગ્ય છે.અર્થ વિના ના શબ્દોની જગ્યા એ મૌન બહેતર છે. જીવનમાં પરિવાર અને તેમાંય સંયુક્ત કુટુંબ ખુશીનો ખજાનો ખોલી આપે છે. જુઓ સુંદર પંક્તિ...માણવા અને જીવનમાં ઉતારવા જેવી છે.
" આઝાદી વ્હાલી લાગે,
પણ મોંઘી સાબિત થાય છે,
સંયુક્ત પરિવાર બંધન નહી,
પણ સુખી જીવનનો સાચો પર્યાય છે."
સંબંધોમાં કયારેય છુપાવશો નહી, કારણકે જે હોય તે સામે - સન્મુખ કહેવું. આ વાત છુપાવેલી વાત કરતા ઓછું દુઃખ આપે છે. તમને તમારી પીડા - વેદના નો અહેસાસ થાય તો સમજવું કે તે જીવંતતા નું પ્રમાણ છે, પરંતુ બીજાની વેદના માટે સંવેદના થાય તો સમજવું કે હજુ માણસાઈ જીવંત છે.
મિત્રો, સમય ને સાચવવા થી સુખ - દુઃખની બન્ને પરિસ્થિતિમાં સરળતા, સહજતા અને નિર્મળતા રહે છે. આજ કાલ ના જમાનામાં
- ભાવુક અને લાગણીશીલ લોકો સંબંધ ને જાળવી રાખે છે.
- વ્યવહારુ લોકો સંબંધ નો ફાયદો ઉઠાવે છે.
- વ્યવસાયી લોકો ફાયદો જોવે ત્યાં જ સંબંધ બનાવે છે.
એક બીજો દાખલો લઇએ
ઘડિયાળ બધાં એ જોયી હશે
તેમાં કલાક, મિનિટ અને સેકન્ડ માટે શું હોય?
કાંટો : વાગે તો દુખે, પણ એને કાંટો કહીયે છીએ એટલેજ આપણે પુછીયે છીએ કે કેટલા વાગ્યાં?
જો પેહલા એને કાંટા ની જગ્યાએ ફૂલ કહ્યું હોત તો પુછતા કેટલા ઉગ્યા?
સેકન્ડ નો કાંટો બાળપણ છે, minute નો કાંટો જવાની છે, કલાક નો કાંટો ઘડપણ છે. બાળક થાક્યા વગર દોડે, જવાની પણ બાળક કરતા ઓછું દોડે અને ઘડપણ બધાને જોયા કરે અને જરૂર પડે ત્યારે દોડે. પણ ઘડપણ એ સુખ દુઃખ જોયા છે, તેમને સાચવી રાખજો, જો એ તૂટી જશે તો તમે નહીં બતાવી શકો કેટલા વાગ્યાં?
આમ સમજ શક્તિને વિકસિત કરવાની આવશ્યકતા છે. જેથી દરેક પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી શકાય.
આપ સૌ જીવન નો ભરપૂર આનંદ લો તેવી શુભેચ્છા અને શુભકામનાઓ.
આશિષ
9825219458