સિકસ્થ સેન્સ - 6 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિકસ્થ સેન્સ - 6


(આગળ જોઈ ગયા કે-મીરાં ના મગજ ના રિપોર્ટ માં સબકોન્શિયસ માઈન્ડ નો ઉપયોગ વધારે થાય છે એવો આવતા આઇ.પી.એસ. રાજન સર મીરાં ને મળવાનો વિચારી પોતાના કામમાં પરોવાઈ ગયા.)

સનરાઈઝ નામની પ્રતિષ્ઠિત સ્કૂલમાં અનેક
બાળકો ભણતાં હતાં. અમુક કલાસ ના બાળકો આમથી તેમ ફરતાં હતાં. કેટલાક લાઈબ્રેરીમાં બેઠા હતા. ટીચર્સ સ્ટાફરૂમમાં બેઠા હતા. રીસેસ પડેલી હતી એવામાં જ એક માણસ બસસ્ટેન્ડ પર ઊતરી સ્કુલ તરફ આવતો હતો. તે માણસ ગેટ નજીક આવતા જ અચાનક બેભાન થઇ પડી ગયો. ગેટકીપરે તે માણસને પાણીનો છંટકાવ કરીને તેને ભાનમાં લાવી તેને ઊભો કર્યો. સ્કુલ ગેટ ની અંદર લઈને બેસાડયો. ગેટ કીપરે કરેલી મદદ ના લીધે તે ખૂબ ખુશ થઇ ગયો. એ સ્કુલ ને ડોનેશન આપવાની ઈચ્છા વ્યક્ત કરતાં તે ગેટકીપર પ્રિન્સિપાલ ની ઑફિસમાં લઈ ગયો. એ વખતે એક માણસ તેનો લાભ ઊઠાવીને સ્કુલ માં ઘૂસી ગયો.એક કલાસરૂમ આગળ એક બેગ મૂકી ને તે કોઈ દેખે ના એવી રીતે સ્કુલ ની બહાર આવી ગયો. જેવો એ માણસ અને બેભાન થયેલો માણસ જેવો બહાર આવ્યો તેવું જ રિમોટ નું એક બટન દબાવતાં જ સ્કુલ માં ધડાકો થયો.
એકદમ જ મીરાં ગભરાઈ ને ચીસ પાડી ઊઠી. બાજુ ની રૂમમાં સુઈ ગયેલા તેના પિતા ગભરાઈ ને દોડતાં તેના રૂમમાં આવ્યા.પિતાને તો કશું જ ના કહ્યું, પણ બીજા દિવસે તેણે ચિંતન ને સપનાં વિશે વાત કરી. તરતજ ચિંતન મીરાં ને લઈને પોલીસ સ્ટેશને ગયો.
એમણે સપના વિશે ની વાત ઈ.રાજપૂત ને કરી. ઈ.રાજપૂત એ વાત ની ગંભીરતા સમજી ને પહેલાં આઇ.પી.ઍસ રાજન સર ને ફોન કરી ને જણાવ્યું. ને આગળ શું કરવું જોઈએ તેનું ઈન્સટ્રકશન માગ્યા.

આઇ.પી.ઍસ. રાજન સરે સનરાઈઝ સ્કુલ માં ઈન્ફોર્મ કરવાનું કહ્યું. સાથે પોલીસ ટીમ, બોમ્બ ડીફયુઝ કરનારી ટીમ લઈને ત્યાં પહોચવાનુ કહ્યું. અને મીરાં ની મદદ મળે માટે જોડે રાખવાનું કહ્યું. તે પણ સ્કુલ માં જ તેમની ટીમ ને મળશે.

ઈ.રાજપૂત એ સનરાઈઝ સ્કુલ ને ઈન્ફોર્મ કરવા માટે તેનો નંબર શોધતા ખબર પડી કે તે નામની ત્રણ-ચાર સ્કુલ છે. એ સ્કુલોમાં પોતાની ઓળખ આપીને પૂછપરછ કરતાં બોરીવલી ની સ્કુલે હમણાં જ એક માણસ ગેટ આગળ બેભાન થઇ ગયો હતો. એ માણસ હાલ જ ડોનેશન આપવા અંદર ગયેલો છે એમ જણાવ્યું. તરતજ તે પ્યુન ને ગેટકીપર ને સંભાળવાનું કહેવાનું કહ્યું, એ પણ એ માણસ ને કે કોઈ ને ખબર ના પડે એમ. પછી તે ફરીથી ફોન કરે છે. સૌથી પહેલાં આ કામ કરી ને તે આવે. પ્યુને હા પાડી.આ બાજુ બોમ્બ ડિફયુઝ કરનારી ટીમ, પોલીસ ટીમ ને તૈયાર કરી તે સ્કુલ જવા નીકળી ગયા. ને જીપમાં બેસી ને સ્કુલ માં ફોન પાછો કર્યો.ત્યાં સુધી માં ગેટકીપર ને કાનમાં જઈને ગેટ સંભાળવાનું કહી ને તે માણસ ને પ્રિન્સિપાલ ની ઑફિસ બતાવી આવ્યો. ને ફોન ની રીન્ગ વાગતાં જ તે પ્યુને પાછો ફોન ઊપાડયો.પોલીસે પોતાની ઓળખાણ આપીને પૂછ્યું કે તે કોની જોડે વાત કરે છે?તેનું નામ શું છે? તેણે પોતાનું નામ રામલાલ જણાવ્યું. ઈ.રાજપૂતે પૂછ્યું કે, "પહેલાં તેમણે એમની જોડે જ વાત કરી હતી. રામલાલે હા પાડતાં,પોલીસે રામલાલ ને કહ્યું કે તે સાચવી ને પ્રિન્સિપાલ ને મારું નામ આપીને આ માણસને વાતો માં ઉલઝાવવાનુ કહે, એ પણ આ માણસ ને ખબર ના પડે એમ. તે ત્યાં સુધી અમે સ્કુલ માં આવી જઈશું."
રામલાલ ને એમ પણ કહ્યું કે, "તે બધાં બાળકો અને સ્ટાફ ને સ્કુલ ની બહાર નીકળી દેવા. આ બધું કરતાં ખાસ તકેદારી રાખવી. ઈ.રાજપૂત એ આટલું કહીને ફોન મૂકી દીધો. ને રાજન સર ને ફોન કરી બધી વાત થી માહિતગાર કર્યા. મીરાં પણ ઈ.રાજપૂત સર ની જીપમાં એમની સાથે સનરાઈઝ સ્કુલ માં પહોંચી.
(શું રામલાલ બધાં બાળકો અને સ્ટાફ ને સલામત રીતે બહાર કાઢી શકશે?
શું તે માણસ ને ખબર પડી જશે?
શું પોલીસ બોમ્બ ડીફયુઝ કરી શકશે? કે પછી બોમ્બ વિસ્ફોટ થશે?
શું તે બંને માણસ ને પકડી શકશે, તે બંને વચ્ચે કોઈ કનેક્શન હશે કે નહીં?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)