સિકસ્થ સેન્સ - 4 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિકસ્થ સેન્સ - 4


(આગળ જોઈ ગયા--શાન બગીચામાં થી રમીને ઘરે પાછો જતો હતો ત્યાં એક સફેદ વાન આવી ને ફલેટ નીચે થી કિડનેપ કરી લીધો. મીરાં ની મદદથી એને શોધી કાઢ્યો. પણ પોલીસ ને આશ્ચર્ય થતાં તેને તેના ઉપરી ને વાત કરવાનું નક્કી કર્યું. હવે આગળ...)

ગુડ મોર્નિંગ સર,મે આઇ કમ ઈન?

યસ મિસ્ટર રાજપૂત, વોટ હેપન્ડ?એની પ્રોબ્લેમ?

નો એટ ઓલ સર, બટ સમ મેટર ડીસક્સ વીથ યુ.

ઓ.કે.સીટ એન્ડ ટેલ મી, વૉટ ધ મેટર?

સર વાત એમ છે કે મીરાં નામની છોકરી નો એક મહિના પહેલાં ટ્રક સાથે અથડાવવા થી એકસિડન્ટ થયો હતો. અઠવાડિયા સુધી તે કોમામાં રહી. હોશ આવ્યો ત્યારે તે પોતાની યાદદાસ્ત ખોઈ બેસી હતી. આમ તો ત્યાં સુધી ની વાત બરાબર હતી. પણ હમણાં એક-બે કેસ માં એનાં સપનાઓની મદદથી સોલ્વ થતાં. એક શક મગજમાં ઉદભવી રહ્યો છે કે કયાંક એ તો આમાં ઈન્વોલ નથીને?

ઓ.કે. શું કેસ હતો ને કેવી રીતે મદદ કરી?શોર્ટ માં પણ બધી ડિટેઈલ આપો.

યસ સર ,આઠ મહિના પહેલાં ખોવાયેલી મન્થનરાય ની દિકરી પરી ને ઘણી શોધખોળ કર્યા પછી પણ તેને શોધી ના શકયા કે ના લાશ શોધી શકયા. પણ મીરાં ને આવેલા સપનામાં ની જગ્યાએ પરી ની લાશ મળી આવી.

બીજા કેસમાં એક 5-6વર્ષના શાન તો કિડનેપ થયો નહોતા પણ તેને સપનામાં દેખાયું. તેને જયારે આ વિશે વાત કરી પણ અમે ના માની. આખરે તે બાળક કિડનેપ થયો. તેને પણ સપના આધારે શોધી કાઢ્યો. કિડનેપર પણ પકડી પાડયા.કિડનેપરે કબૂલી લીધું કે તેમને શાન જ નહીં પણ પરી ને પણ કિડનેપ કરી હતી. એ એનો ચહેરો જોઈ લીધો હોવાથી તે કોઈને ના કહે તે માટે તેને મારી નાખીને લાશ દાટી દીધી હતી. એટલેજ મીરાં પર શક જાય છે. તો શું કરવું છે આ મેટર માં?

આઇ.પી.એસ.રાજન સર પહેલાં તો વિચારે છે કે શું કરવું? કંઈક વિચારી ને કહે છે કે એક કામ કરો ઈ.રાજપૂત તમે મને મીરાં નું એડ્રેસ આપો.એના ડોક્ટર ને મળીને આ વાત જણાવી તેમનો અભિપ્રાય લો. એ શું કહે છે તેનો રિપોર્ટ કરો.પછી વિચારી એ કે આગળ શું કરવું છે? અને હા મીરાં ઊપર નજર રાખો.

ઓ.ક. જય હિન્દ સર.

આઇ.પી.એસ. રાજન સિંહ 26 વર્ષ ની ઉંમર,હેન્ડસમ, શરીર-કસાયેલુ , શિસ્તબદ્ધ, રીચ ફેમિલી માં થી આવેલો યુવાન હતો. એટલું જ નહીં એ એક આર્મી રિટાયર્ડ ઓફિસર નો પુત્ર હતો.જેનું ટ્રેનિંગ પછી આ પહેલું જ પોસ્ટિંગ અહીં થયું હતું.પણ તે એકદમ ઈન્ટલિજન્ટ,શાર્પ હતો. એના માં દેશભક્તિ, જાસૂસી પણું કૂટી કૂટી ને ભરાયેલું હતું.જે રીતે એના સ્વભાવ થી,પ્રામાણિકતા થી એ ખરાબ તત્ત્વો ને હંફાવતો હતો, તે જોઈને કોઈ ના કહે કે તે આટલો નાની ઉંમર ને પહેલું પોસ્ટિંગ છે એવું કોઈ ના કહે.

ઈ.રાજપૂત ના ગયા પછી રાજન સર મીરાં વિશે વિચારવા લાગ્યા કે આ મેટર માં શું કરી શકાય.આવું કેવી રીતે પોસિબલ છે કે એકઝેટ સપનું આવે એ પણ એકાદ વાર નહી પણ લગાતાર. વળી બીજા સપનામાં તો જાણે આગોતરી ચેતવણી જ હતી. આવું બની શકે? મને લાગે છે કે આ મેટર માં મારે જ રસ લઈને કંઈ કરવું પડશે. ને એ માટે મારે પહેલાં તેના ડૉક્ટર ને મળવું જોઈએ કે તે તેના પેશન્ટ વિશે શું કહે છે?તેમનો અભિપ્રાય જાણવો જરૂરી છે. ઈ. રાજપૂત પાસેથી ડૉક્ટર નો નંબર લઈને તેમની એપોઇન્ટમેન્ટ લીધી.

ડૉક્ટર ની એપોઇન્ટમેન્ટ ના સમયે
આઇ.પી.એસ. રાજન સિંહ તેમને મળવા ગયા.

હેલો ડૉક્ટર, આઇ એમ આઇ.પી.એસ. રાજન સિંહ.

ડૉક્ટરે એમને હેલો કહીને બેસવા નું કહ્યું કે હું તમારી શું મદદ કરી શકું?

ડૉક્ટર, મારે મીરાં ના કેસ વિશે વાત કરવી છે.

કેમ સર,તે ઓલ ઈઝ ઓ.કે?એની પ્રોબ્લમ?

હા સર,તે ઓ.કે. છે. ને પ્રોબ્લેમ છે તેના સપનાઓ.

ડૉક્ટર એ કહ્યું કે એટલે ?

રાજન સિંહ કહ્યું કે હમણાં થી તેને આવતા સપનાં ઓ પરથી જે કેસ સોલ્વ ના થયા હોય એવો કેસ સોલ્વ થઈ જાય છે. અરે જે ઘટના બની નથી તેના પણ સપનાં આવે છે. એટલું જ નહીં તે સાચા પણ પડે છે. એ સપનાં ઓ પાછા મીરાં ને કમ્પલીટ યાદ હોય છે. જેનાથી કેસ પણ સોલ્વ થઈ જાય છે. આમ, કહી ને તે આખી ઘટના કહે છે. મને આ ચમત્કાર જેવું લાગે છે .વળી એમ પણ થાય છે કે કયાંક તે ફ્રોડ તો નથી કરતી? એ બાબત પર મારે તમારો અભિપ્રાય જાણવો છે.

હમ્મ, ડૉક્ટર બોલ્યા કે એ માટે તો મારે એનાલીસીસ કરવું પડશે. પણ મારા મત પ્રમાણે મીરાં ની યાદદાસ્ત ભલે ચાલી ગઈ પણ એનું નાનું મગજ એટલે કે સબકોન્શિયસ માઈન્ડ વધારે એકટીવ
થઈ ગયું છે. જેના લીધે એને એવા સપનાં આવે છે. આને આમ ભાષામાં કહેવાય સિકસ્થ સેન્સ. પણ આના રિલેટેડ રિપોર્ટ કરી ને પર્ફેક્ટ તો હું ત્યારે જ કહી શકું.

ઓ.કે. ડૉકટર,પણ એને ખબર ના પડે તેમ રિપોર્ટ કેવી રીતે કરશો.

સર,એ તો હું મેનેજ કરી લઈશ.

ઓ.કે. મને રિપોર્ટ આવી જાય એટલે જણાવજો હું તમને મળવા આવી જઈશ. આ મારો નંબર છે. બાય ડૉક્ટર.

બાય, સર.

તેમના ગયા પછી ડૉક્ટરે નર્સ ને બોલાવી કહ્યું કે મીરાં ના રિલેટીવ ને ફોન કરી તેમને ચેકઅપ નું રિમાઈન્ડ કરાવી ને કાલ નો ટાઈમ આપી દો.

ઓ.કે.કહીને નર્સે તે પ્રમાણે કર્યું. મીરાં અને તેના રિલેટીવ ને એપોઇન્ટમેન્ટ આપી દીધી.


( તે મીરાં નો કેસ પોતાના હાથમાં લેશે કે નહીં? ડૉક્ટર શું અભિપ્રાય આપશે? શું ડૉક્ટર નો અભિપ્રાય સાચો પડશે? શું મીરાં નો રિપોર્ટ પરથી ખબર પડશે? આઇ.પી.એસ. રાજન સિંહ રિપોર્ટ પરથી શું ડીસીઝન લેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ....)