પ્રેમ કે બસ મેં સબ હૈ,પર સબ કે બસ મેં પ્રેમ નહિ... Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે બસ મેં સબ હૈ,પર સબ કે બસ મેં પ્રેમ નહિ...

દરિયા ના મોજા અને નદી ની લહેરો વચ્ચે આ પ્રણય કર્મ નું સર્જન થવા જઇ રહ્યું છે.પણ પોતાની જવાબદારીઓ થી કેમ મોઢું ફેરવું...,?? આ પ્રશ્ન થી રાધા
અને જ્યંત બને ખુબજ વિચલિત રહેતા હતા...
રાધા અને જ્યંત બે વર્ષ થી એક મેક ની વધુ ને વધુ નજીક હતા.જ્યંત ની મીઠી વાતો રાધા ને ખુબ ગમતી.જ્યંત નો પ્રણય સાથ રાધા માટે એક અહેસાસ ની
આદત બની ગયો...

રોજ ની એ વાતો રાધા પર કવિતાઓ,ગઝલો ,વાર્તાઓ તો ક્યારેક રાધા ના ધર્મ સંદેશ અને ઘરેલું વાતો બને એક મેક બનતા ગયા અને તેઓ છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાની કસમો ખાતા ગયા.એક સ્ટેટ્સ પર પહોંચ્યા પછી વૃદ્ધા આશ્રમ બનાવવાનું વિચાર્યું.તો બાળકો ના અભ્યાસ માટે NGO પણ શરૂ કરવાનું વિચારતા અને ખુશ રહી જીવન વ્યતીત કરતા હતા ત્યાંજ એક દિવસ રાધા એ જ્યંત ને મોબાઈલ પર કોલ કરે છે.જ્યંત મારા પતિ ને તારી મારી દોસ્તી નહિ ગમતી આજ પછી આપણે ક્યારે નહિ મળીયે...!!!

જ્યંત આ રીતે એકજ મિનિટ માં તે મને પરાયો કરી નાખ્યો રાધા..
આ એક વ્યક્તિ જેની પાસે તારી માટે સમય જ નથી એવા તારા પતિ માટે તું આપણી મિત્રતા ને એક ઝાટકે તોડી મુકીશ...

એ દિવસે જ્યંત ડિપ્રેસન માં હતો હવે સમય વીતતા રાધા તેના પતિ જોડે અમેરિકા સેટ થઈ ગઈ હતી પણ જ્યંત ની યાદો નો સહારો તો હતો..

આજે રાધા એ ગૂગલ પર જ્યંત ને શોધવાનું શરૂ કર્યું અને ત્યાંજ જે.શાહ નો નામ મળ્યું ગૂગલ મેપ , કોન્ટેક્ટ નંબર વગેરે મળતાજ. તરતજ રાધા વોઇસ કોલ જોડે છે.આજે દસ વર્ષ પછી તે ફરી એ પ્રેમ ને મહેસુસ કરતી હોય તેમ ત્યાંજ સામેથી પુરુષ નો આવાજ આવે છે..શાહ સ્પીકિંગ...હું ઇઝ ઇટ ઓન ધ અધર એન્ડ..???

રાધા નો શ્વાસ થોડા સમય માટે થંભી ગયો એ જ આવાજ જ્યંત મને માફ કરી દે હું હિંમત ન કરી શકી હું તારા પ્રેમ ને મારી જવાબદારીઓ અને સમાજ ના નિયમો ને બલી ચડાવી નાખી મને માફ કરીદે જ્યંત હું કાયર બની ગઈ હતી.મને તારી જરૂર છે."આઈ હેવ બીન મિસિંગ યુ" મને માફ કરી દે.. મને કે તું કેમ છો..?? મને તારો અવાજ સાંભળવું છે.plz કઈક બોલ..

સોરી હું જ્યંત શાહ નહિ એમનો નાનો ભાઈ જય શાહ બોલું છું..
તમને હું ઓળખું છું.. હા કદાચ રાધા હું તમને તામરા થી વધુ ઓળખું છું. મોટા ભાઈ હમેશા તમારી વાતો કરતા અને તમારા બનેની પસંદગી ની એક સરખી વસતુંઓ આજ પણ મોટા ભાઈ
ના કબાટ માં એક યાદ ગીરી તરીકે સાચવેલી પડી છે.અને એ વસ્તુઓ પર ભાઈના સ્વહસ્તે R j
લખેલું નજરે પડે છે. એટલે મને લાગ્યું કે તમે એજ રાધા બોલો છો..

શુ તમને સમય મળ્યો જ્યંત માટે...

પણ થોડું મોડું કરી નાખ્યું ..!!

ભાઈ અને તામરી વચ્ચે જે પણ બન્યું એ બાદ તેઓ અમને અમેરીકા લઇ આવ્યા અને અહીનાજ ઇસકોન મંદિર માં રાધે...રાધે...કરતા વૈકુંઠ જતા રહ્યા..

એમની દીકરી જરા એટલે જ્યંત અને રાધા એવું ભાઈ કહેતા જ્યંત ના વિચારો અને રાધા નું રૂપ આ દીકરી માં છે.અને હમણાં તે રાધા જ્યંત એ વિચારેલું વૃદ્ધાશ્રમ રાધે ફાઉન્ડેશન ચાલવી રહી છે...

આ વાત સાંભળતા તાજ રાધા ના પગ નીચે ની જમીન ખશી જાય છે.આંખો માં નદી ની લહેરો ની જેમ અશ્રુધારા વહી જતી હોય તેમ જાણે મહાસાગર ને મળવા નદીએ દોટ મૂકી હોય તેમ વહી નીકળે છે.રાધા ની માત્ર આંખોજ નહિ આજે આખું આસ્તિત્વ રડી રહ્યું છે...