સોનેરી સૂરજમુખી jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 12

    ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ...

  • નાયિકાદેવી - ભાગ 40

    ૪૦ જોગનાથની ટેકરી! મહારાણીબા નાયિકાદેવીની વાત જ સાચી નીકળી....

  • લાભ પાંચમ

              કારતક સુદ પાંચમ  અને દિવાળીના તહેવારનો  છેલ્લો દિવ...

  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

શ્રેણી
શેયર કરો

સોનેરી સૂરજમુખી

કોરો કાગળ વિધવા જેવો લાગે
અક્ષર પડે તો એનાં નસીબ જાગે.
સંવેદનાઓ લઇને દેહ શબ્દનો
કંઈ કેટલાય કોડ પૂરા કરવાં માંગે

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

બહુવિધ રસ્તાઓ છે તને પામવાના ઇશ્વર
મુલ્લા,પૂજારી,પાદરી પહોચી નથી શકતા
કબીર,તુલસી,તુકારામ કે મીરાં થવું પડે
સૌ કોઈ એટલાં સરળ બની નથી શકતા.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

નરો વા કુંજરો વા કરીને સત્યથી કેટલુંક ભાગીશ તું
અર્ધસત્યની સજા તો ધર્મરાજને પણ મળી હતી.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

મનુષ્યને પાંગળો કરવાનું ષડ્યંત્ર છે
સ્વચાલિત વસ્તુઓનો આ મૂળમંત્ર છે

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

જ્ઞાનના પ્રકાશમાં સમજણ જો દ્રશ્ય થાય
દુઃખનો અંધકાર પળમાં અદ્રશ્ય થાય.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

સંઘર્ષ કરવાને હશે તૈયાર તો અર્જુન બનાવશે,
નહીતો નરસિંહની જેમ તારી હૂંડી સ્વીકારશે
રાધાની જેમ તને નામની આગળ લગાડશે
મીરાંને કાજ ઝેરનો પ્યાલો અમૃત બનાવશે

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

ન કર સંઘર્ષ
નરસિંહ બન ,કર સમર્પણ
તારી લડાઈ ખુદ ઇશ્વર લડશે.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

સદગતિ, પ્રગતિ,દુર્ગતિ
આધીન છે મતિની ગતિ

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

મનના માળીયાને ફફોસ્યું તો મળી આવી કંઇક મૃત ઇચ્છાઓ
જોઇ એને પસવારીને પાછી બઁધ કરી દીધી વાસ્તવિકતાની ધરતી પર આવવા.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

જેટલી પ્રગતિ સતકર્મો તરફ,
તારી એટલી ગતિ મોક્ષ તરફ

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

જાળવ્યુ સંતુલન જેણે અર્થ, કામ, મદ ,મોહમાં
એ જ ચાલી શક્યો કપરાં મારગ પર પ્રભુ પ્રેમનાં.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

લઇને બોજો ફરે છે લોકો અહં ને અપેક્ષાઓનો
ઉતારી મુકે એના વાઘા તો થઈ જાય હળવા.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

ચાલાકી કરી લે તું ચાહે કેટલીય
ઇશ્વર બની શકીશ નહીં
એક વાયરસ કાફી છે
તને તારી ઔકાત બતાવવા માટે.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

મઁદિરોમાં જ્યોત જલાવવી જરુરી નથી
બુદ્ધ બનવા અંતરમાં જ્યોત પ્રગટવી જોઈએ.
ડિઓ કે સ્પ્રેની મહેંક સમય જતાં હવા થઈ જશે
માનવતાની મહેંક કેટલાયનાં દિલમાં જડાઈ જશે.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

ઉન્નતિનાં શિખરે લઇ જતાં પગથિયાંને યાદ રાખજો
પાછા ફરવું પડે તળેટી તરફ તો ઘડી પોરો ખાઈ શકીએ.


✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

10 પૈસાના પોસ્ટકાર્ડમાં

કરોડનીલાગણી લાવતો

પોસ્ટમેન જ્યારે " એ ટપાલ " બોલતો

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

તારા ખોળામાં આવીને આરામ મળે છે મને
ઓ ઘર મારા તુ છે મારો નાનો પણ સુંદર માળો.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

કોને કહેવા દુષ્ટ એ જ સમજાતું નથી
નક્કી કરી લેવું અરીસો જોઇ સૌએ.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

સગાવાદની વાત શું કરું
જેટલા સગા એટલાં વાદ
ઊભા કરે ઘણાં વિવાદ
નોકરી, છોકરી કે રાજકારણ
સગાવાદની બધે રામાયણ.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ગઁગાનાં પ્રચંડ વેગને શિવની જટા મળી ગઇ
ભગીરથની લાગણીઓને વહેવાની દિશા મળી ગઇ
નથી અશક્ય કશું જ એ દુનિયાને શીખ મળી ગઇ
ભારતને પાપ ધોવા - ગઁદી કરવા એક નદી મળી ગઇ.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

નથી લખવું કશું
વિચારોને લાત મારીને
શબ્દ હોય એવો જે વીંઘેં
હ્રદયને ઘાત મારીને.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

લલચાઈને રોજ લખું છું જીતવા લાઇક્સ
વિચારું છુ એ બહાને કલમનો કાટ ઉતરી ગ્યો.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

શબ્દની આ સ્પર્ધા લલચાવે છે મને લખવા
હારી જાઉં છું રોજ, કેટલાયનાં દિલ જીતી.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જીંદગીનાં પુસ્તકમાંથી કેટલાંક પાનાં Skip કરી દેવા,
કેટલાંક Ignor કરી દેવા, કેટલાંક Mark કરી દેવા,
વાંચવું સહેલું બની જશે, જીવન સરળ બની જશે.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

આરંભની આતુરતા ઓસરતાં જોઇ,
જ્યારે એની નજરમાં લાચારી જોઇ,
એ ઊભી હતી બજારમાં લાગણીઓના
સરસ્વતીને લક્ષ્મીને હાથ વેચાતા જોઇ.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

દરકાર ના રાખું એટલો બેદરકાર હું નથી
છું દુર - મજબૂર પણ મકકાર હું નથી.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

સક્ષમ હોવું ને સક્ષમ દેખાવું બેયમાં છે ફેર બહુ એય્ દોસ્ત
કેટલાય સક્ષમ લોકો એક લાગણીનો બોજ સહી શકતા નથી.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

હસતો રમતો માણસ જીવંત છે એમ માનવું નહીં
રોજ અંદર એની કંઇ કેટલુંય મરતું હોય છે.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જીંદગી આપે છે ઘણું,
એનાં અનુભવો થકી.
નક્કી તમારે કરવું,
શું રાખવું,શું ન રાખવું
યાદોની કિતાબ મહી.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

મારા શાંત હોવાનો મતલબ એ નથી
કે આગ મારી અંદર સળગતી નથી
ભૂલથીય ફૂંક મારવાની હિંમત ન કરતાં
ચિનગારી છું હું રાખ કે ધુમાડો નથી.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

અર્થનો અનર્થ થઈ શકે છે
મર્મ દિલ સુધી જઇ શકે છે
શબ્દો વાપરું છું હું એવાં
જે લાગણીને વાંચી શકે છે.

- જીગર બુંદેલા

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁