Incompleteness books and stories free download online pdf in Gujarati

અધૂરપ.

સાંજની ગુલાબી ઠંડી ધીરે ધીરે રાત જામતા કાતિલ ઠંડીમાં ફેરવાઈ રહી હતી પણ અમન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની પાર્ટીમાં ઝુમતા એક્ઝિક્યુટિવ્સ પર એની અસર નહોતી. અહીં દરેક જણ એકબીજાના શ્વાસોશ્વાસની ગરમીમાં શરાબને શબાબની ગરમીમાં ગરમ હતા. થોડા ઘણા એક્ઝિક્યુટિવ્સ વાતોમાં વ્યસ્ત હતા, તો કેટલીક છોકરીઓ પોતાના સુંદર અંગોનું પ્રદર્શન કરતી ખૂણામાં ઉભેલા મોહક સ્મિત અને નશીલી આંખો વાળા એ Handsomeને આકર્ષવામાં વ્યસ્ત હતી. પણ એ છોકરીઓની તેના પર કોઈ અસર પડતી ન હતી કારણ કે તે અગ્નેય હતો એને તો તન-મનમાં આગ લગાવે , યૌવનને વધારે ભડકાવે એવી કોઈ દામિનીની જરૂર હતી અને ત્યાં જ તેની નજર ગેટ પર પડી અને ત્યાં જ સ્થિર થઈ ગઈ. એના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું , ઠંડીને કારણે નહીં પણ તેની તરફ આવતી એક આગની ખૂબસૂરત જ્વાળા જોઈને. જેને જોતાં જ નજર એનાં શરીર પર એક જગ્યાએ રહી ન શકે એવી. એને લાગ્યું કે કદાચ કામદેવની રતિ આવી જ હોઈ શકે.

તેનાં એંજેલિના જોલી જેવા લિપ્સ પર સુંદર સ્મિતને જુઓ ને ત્યાંજ નજર લપસીને તેનાં કિમ કાર્દેશિયન જેવા બ્યુટીફૂલ બૂબ્સ પર આવી રોકાય ના રોકાય ને શકીરા જેવા ડોન્ટ લાઇ હિપ્સ પર નજરને પણ જાણે લપસવું ગમતું હોય તેમ ત્યાંથી લપસીને તે ગાઊનનાં સાઇડ કટમાંથી દેખાતા બિયૉન્સે જેવા સેક્સી ને મુલાયમ લેગ્ઝ પર માખણની જેમ લપસી જાય. સની લિયોની ને પામેલા એન્ડરસન ને પણ પછાડી દે તેવી સેક્સ અપીલ.

અગ્નેયની નશીલી આંખો જેના અંગેઅંગને ચૂમી રહી હતી એ સેન્ડી હતી. અમન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં P.R.O તરીકે બે દિવસ પહેલા જ જોડાયેલી બિન્દાસ સેન્ડી. બે જ દિવસમાં આખો સ્ટાફ તેનો દીવાનો બની ગયો હતો. અગ્નેય તેને જોતો જ રહી ગયો ને સેન્ડી ક્યારે તેની પાસે આવી ગઇ તેની ખબર જ ના પડી. સેન્ડીએ તેના શરીર જેવા જ મખમલી અવાજમાં કહ્યું આમ કોઇ સેક્સી ને સુંદર છોકરીને જોયા કરવું સારું ન કહેવાય મિ. અગ્નેય. અગ્નેય ઝંખવાણો પડી ગયો તેણે કહ્યું તમે મને કેવી રીતે ઓળખો ? સેન્ડીએ કહ્યું તમારા વિશે બે દિવસમાં ઘણું બધું સાંભળ્યું છે , કે તમે આગ ઝરતી ભાષામાં બોલો છો, છોકરીઓ તમને મેળવવા ઝંખે છે પણ તમે કોઈના હાથમાં આવતાં નથી કે ભાવ આપતા નથી. જેવું નામ છે તેવા જ તમારા ગુણ પણ છે. ઍક્સેટ્રા.....ઍક્સેટ્રા.......ઍક્સેટ્રા.....

બધામાં સૌથી જુદા તમે દેખાયા એટલે લાગ્યું કે તમે જ અગ્નેય હશો. Hi I m sendy, would you like to dance with Me? સેન્ડીએ હાથ આગળ કરતાં કહ્યું અને એ સાથે જ ડાન્સ-ફ્લોર પર ગરમી આવી ગઈ ને અગ્નેય અને સેન્ડીનાં શરીરમાં પણ. બંને શરીરને જાણે એક જ આગે લપેટી લીધા ને ડાન્સ ક્યારે પત્યો તેની ખબર પણ ન પડી. ડાન્સની એ રિધમિક મુવમેન્ટે બન્નેના હ્ર્દયની મુવમેન્ટને એક કરી દીધી.

અગ્નેય સેન્ડીને ઘરે મુકવા ગયો. સેન્ડીએ "Cup of Coffee" માટે ઈનવાઈટ કર્યો.કોફી માટેના ઈનવિટેશનનો અર્થ અગ્નેયને ખબર હતી. કોફીની ચૂસકી લેતાં લેતાં અગ્નેયે પૂછ્યું સેન્ડી તે લગ્ન કેમ નથી કર્યા ? સેન્ડીએ કહ્યું કે લગ્ન સંસ્થા પર એને વિશ્વાસ નથી. કોઈ એક વ્યક્તિને આખી જિંદગી વફાદાર રહીને જીવી શકાય એ અશક્ય છે. પુરુષ આગની જ્વાળા પોતાનામાં લઈને જીવે છે. સ્હેજ સૂકું તણખલું મળ્યું કે સહેજ પણ હવાએ રૂખ બદલ્યો,એ પણ બદલાઇ જાય છે અને એ તરફ આગને આગથી બુઝાવવા દોડી જાય છે. મારા પપ્પા-મમ્મીએ લવ મેરેજ કર્યા હતા થોડા વર્ષો પછી લગ્ન રહ્યા ને પ્રેમ? પ્રેમ પપ્પાએ બીજી સ્ત્રીને આપ્યો. પપ્પાને મમ્મીની એક બેનપણી સાથે પ્રેમ થઇ ગયો ને તેમણે મમ્મીને છોડી દીધી. દસ વર્ષની હતી ત્યારે હું. મમ્મીને રોતી કકળતી જોઈને મને પ્રેમ ....લગ્ન.... આ બધા પરથી વિશ્વાસ ઊઠી ગયો. થયું લગ્ન શા માટે કરવાનાં? આ શરીરની આગને ભભૂકતી રાખવા માટે? તો એ તો હું મારી પાસે પૈસા અને રૂપ હશે તો કોઈપણ પતંગિયાને મારી આગ માટે બોલાવી લઈશ ને જેને બોલાવીશ એ જરૂરથી આવશે એટલો તો મને મારા શરીર પર વિશ્વાસ હતો ને છે.
હા જેમ આજે મને બોલાવ્યો અગ્નેયે કહ્યું.
સેન્ડીએ કહ્યું ના એવું નથી. શહેરમાં ગિગોલો આરામથી મળી જાય છે, પૈસા ફેંકીને હું ધારું તે રીતે મારી આગ બૂઝાવી શકું છું.પણ એવું કર્યું નથી. કરી શકું છું એટલે લગ્ન નાં કર્યા.

અગ્નેય પહેલી વાર કોઈ પુરુષની સામે કોઈ છોકરીને આટલા બોલ્ડલી સ્ટેટમેન્ટ કરતાં જોઈ હતી.

તે લગ્ન કેમ ન કર્યા? સેન્ડીએ પૂછ્યું

અગ્નેયે કહ્યું આપણા વિચારોને કારણે. સેન્ડીને કંઇ ખબર ના પડી. અગ્નેયે કહયું આપણા વિચારો એક જ જેવા છે અને કારણો પણ. મારા મમ્મી પપ્પાએ પણ લવમેરેજ કર્યા હતા પણ તેમના જીવનમાં મેં પ્રેમ ઓછો અને ઝઘડા વધારે જોયા. હું ખૂણામાં બેસીને બંનેને કૂતરાની જેમ ઝઘડતા જોયા કરતો, ને પછી બંનેએ ડિવોર્સ લીધા,ને મને વહેંચી દીધો દિવસોમાં ને પછી હોસ્ટેલ ને ઘરમાં. મને પણ લગ્ન સંસ્થા પર વિશ્વાસ નથી હું પણ પૈસા ફેંકીને કોઇ પણ સ્ત્રીને ભોગવી શકું એમ છું
પણ હજી સુધી એવું કઈ લાગ્યું નથી, ને કર્યું પણ નથી. પણ ઑનેસ્ટલી કહું તો તને જોઈને તારી સાથે એન્જોય કરવાની એ ઇચ્છા જરૂર મારામાં જાગી હતી.
મેં પણ હજુ સુધી મારું શરીર કોઈને આપ્યું નથી સેન્ડીએ કહ્યું.

અગ્નેયે કહ્યું શુ આપણે બન્ને સાથે....
લગ્ન કરીને નહીં.સેન્ડીએ કહ્યુ.
મારે પણ લગ્ન નથી કરવા અગ્નેયે કહ્યું.
સેન્ડી બોલી એકબીજા પર કોઈ હક્ક નહીં.કારણ કે લગ્ન પછી એકબીજા તરફ માણસ પઁઝેસિવ થઈ જાય છે. હક્ક જમાવતો થઈ જાય છે.
અગ્નેયે કહ્યું, પ્રેમ પણ નહીં...પ્રેમમાં પણ એજ થાય છે.
સેન્ડી બોલી બેડમાથી ઉતર્યા એટ્લે પ્રેમ,લગ્ન હક્ક કોઈ બેડ હેબિટ નહીં જોઈએ. હું સ્વતંત્ર ને તું પણ સ્વતંત્ર....
અગ્નેયે કહ્યું એવું થઈ શકે કે આપણે આપણા શરીરની અલગ-અલગ જ્વાળાઓને એક કરી આજની રાતને ગરમ કરી નાખીએ?

સેન્ડી મરકતું હસી ને ધીરે રહીને એણે એના ટોપનું ઉપરનું બટન ખોલી નાખ્યું. ને તેના રાજાપુરી ઉભારોએ અગ્નેયને જાણે આમંત્રણ આપ્યું. અગ્નેયે ધીરે રહીને તેના ગાલને સ્પર્શ કર્યો ને પોતાના હોઠને તેના હોઠ પર મુકી દીધા ને એ હોઠ ધીરે ધીરે ઠંડી રાતમાં હિલ્સા માછલી જેવી લીસી સેન્ડીનાં શરીર પર સરકતા રહ્યાં. ઠંડી રાત એકાએક ગરમ થઈ ગઈ ને બેડની ચાદરમાં આગ લાગી ગઈ પછી તો આ સિલસિલો શરૂ થઈ ગયો.

મોટાભાગે અગ્નેયની રાતો સેન્ડીની સાથે સરકતી રહી ને ધીરે ધીરે બંને સાથે જ રહેવા લાગ્યા.અગ્નેય ક્યારેક ઓફિસથી મોડો આવે તો સેન્ડી તેની રાહ જોતી બેઠી હોય ને એના આવતા જ તેને વળગી જતી ને અગ્નેયને પણ તે ગમતું. ક્યારેક અગ્નેય વહેલો આવી જતો તો સેન્ડી આવે તે પહેલાં રૂમને સજાવી દેતો ને પછી એ રાત વધુ રંગીન બની જતી. આમ ધીરે ધીરે બંને ક્યારે એકબીજાની વધુ નજીક આવી ગયા એ ખબર જ ના પડી. બંને એક જ ઓફિસમાં હોવાથી અગ્નેય ક્યારેક ઓફિસની કોઈ છોકરી સાથે વાત કરતો તો સેન્ડી તેને જોયા કરતી અને તેને પપ્પાની યાદ આવી જતી અને તે ડરી જતી તો ક્યારેક ઈર્ષાથી જલી પણ જતી , તો ક્યારેક અગ્નેય સેન્ડીને કોઈ ક્લાઈન્ટ સાથે હસીને વાત કરતાં જોતો તો તે પણ ઈર્ષાથી બળી જતો આમ બન્ને એકમેક પર હક કરવાની હદમાં ક્યારે આવી ગયા તે બંનેને ખબર જ ના પડી. પછી તો સેન્ડીને અગ્નેય વચ્ચે પણ મીઠા ઝઘડા થવા મંડ્યા અને બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા.

બન્ને વગર લગ્ને પણ લગ્નનાં બઁધનમાં બઁધાઈ ચુક્યા હતાં.

- જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO: 032928


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED