સિકસ્થ સેન્સ - 1 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિકસ્થ સેન્સ - 1





સવાર નું ખુશનુમા વાતાવરણ હતું. બારી માં થી સૂરજ નો કુમળો તડકો આવી રહ્યો હતો.
ફલાવર પૉટ માં તાજા ફૂલો સજાવેલા હતાં. અને તેમાંથી સુંદર મજાની ખૂશ્બુ આવી રહી હતી. વળી મીરાં આજે ઘણી ફ્રેશ હતી. તેણે કેટલા દિવસ ની તકલીફો નો જાણે અંત આવવાની હોય તેવું લાગતું હતું. કેટલી તકલીફો જીવનમાં આવ્યા કરે છે, પણ આ તકલીફ નો સમય કોઇ સાથી કે દોસ્ત વગર તકલીફો વધી જાય છે.એવું એના જીવનમાં ના બન્યું તે માટે ભગવાન નો પાડ માનતી હતી. આજે તે આ હોસ્પિટલ ના બોઝિલ વાતાવરણ માં થી નીકળી ને દુનિયા ના મુકત વાતાવરણ માં શ્ર્વાસ લેવા ની હતી. આ સ્પિરિટ ને ફિનાઈલ માં થી છૂટકારો મળવાનો હતો.તે સંપૂર્ણ સ્વસ્થ હતી. ઘણા લાંબા અંતરાલ બાદ તે પોતાના ઘરે જઈ રહી હતી.તેને લેવા ચિંતન આવી ગયો હતો.

આમ, તો મીરાં અને ચિંતન પાડોશી કહો કે મિત્ર કહો કે પરિવાર કહો એ બધું એ એકલો જ હતો. આમ તો બંને જણા જોડે ભણેલા, રમેલા હતા. પણ આ મુશ્કેલ સમયે જો તે ના હોત તો તે કયારેય આમાંથી બહાર ન આવી શકત. ના તે આ દર્દ માં થી છૂટકારો ના મેળવી શકત. ને આ ચિંતન ની મદદ વગર શકય જ નહોતું. એકાદ નાનો એક્સિડન્ટ કેવી ને કેટલી મોટી તકલીફ આપી જાય છે એની ખબર જ કોઈ ને કયાં થી હોય.એ તો ફકત મીરાં કે તેના પિતા જેના પર કુદરત રૂઠી હોય કે જેના પર વીતી હોય તે જ જાણી અને સમજી શકે.
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

આજથી ત્રણ વર્ષ પહેલાં મીરાં કોલેજ ના છેલ્લા વર્ષ માં હતી, ત્યાર ની વાત છે. ચિંતનને ભણવા માં રસ નહોતા. ઘરની જવાબદારી હોવાથી ભણવાનું છોડીને નોકરી કરવા લાગ્યો. જયારે મીરાં એ એમ.એન કોલેજમાં એડમિશન લીધું. મીરાં એક સીધી-સાદી છોકરી હતી. કોલેજના બે વર્ષ તો શાંતિ થી પસાર થઇ ગયા. પણ કોલેજ નું છેલ્લું વર્ષ મીરાં માટે ખરાબ કહો કે કઠિન કહો સાબિત થયો.મીરાં ગરીબ ભલે હતી પણ રૂપ ની બાબતમાં ધનવાનને, પૈસાદાર ને પણ ગરીબ કહેડાવે એવી હતી. તેની હસતી આંખો, ગોરો વાન,તેજસ્વી ચહેરો,દાડમની પંક્તિ જેવા દાંત, સપ્રમાણ શરીર ,તેને રૂપથી ધનવાન બનાવતી હતી. તે ભલે ને સિમ્પલ ડ્રેસ પેહરે છતાંય તે હીરોઈન કરતાંય સુંદર લાગતી હતી. તેને કોલેજમાં બધી છોકરીઓ માટે ઈર્ષા નું કારણ હતી. જયારે છોકરાઓ પ્રપોઝ કરવા આતુર હતી. બસ રાહ જોતા કે કયારેય તે સ્માઈલ આપે. આમાં એક અંગદ નામનો ખાસ દિવાનો હતો. પણ મીરાં ના કયારેય તેની સામે હસતી કે ના બીજા સામે તે જોતી. અંગદ સ્માર્ટ, હેન્ડસમ, ધનવાન નબીરો હતો. તેના પિતા ગર્ભશ્રીમંત કેટલાય મંડળના ટ્રસ્ટી કે પ્રમુખ હતા.રાજકારણમાં આગળ પડતા હતાં. પિતા જ નહીં પણ માતા પણ મહિલા મંડળ ની પ્રમુખ, કીટી પાર્ટીની ,કલબ વગેરે માં આગળ પડતી.આવા જ ટેલેન્ટેડ માતા પિતા નો દિકરો એટલે અંગદ .આ અંગદ ના મન ની રાજકુમારી એટલે મીરાં. પણ મીરાં પાસે પોતાનો પ્રેમ નો એકરાર કેમ કરવો તે સમજાતું નહોતું .મીરાં ભલે કોઈને આંખો ઊઠાવીને જોતી નહોતી, પણ તે ત્રાસી આંખો થી જોયા કરતી હતી. કોણ ના આકર્ષાય અંગદથી, રાજકુમાર જેવો અને એટલું જ નહીં ,ભણવા માં, સ્પોર્ટસ માં બધી જ રીતે આગળ પડતો.

આમ ને આમ,સમય કયાં પસાર થઈ ગયો.14ફ્રેબુઆરી પણ આવી ગઈ. અંગદ ના મિત્રો એ સમજાવ્યુ કે આવખતે પ્રપોઝ કરી દે. પછી કયારેય પ્રપોઝ નહીં કરી શકે. આ વખતે તે પ્રપોઝ કરી દેશે.

(શું થયું હતું મીરાં ને? એ કેવો એક્સિડન્ટ હતો જેના લીધે મીરાં ને આટલી તકલીફ પડી? અંગદ મીરાં ને પ્રપોઝ કેવીરીતે કરશે? મીરાં તેને હા પાડશે કે ના પાડશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)