Positive all around books and stories free download online pdf in Gujarati

હકારાત્મક ચારે બાજુ

સદવિચાર માનવજીવનને સુંદર બનાવે
બુરું ન જોવું એ આંખનું તપ છે,
કટુ ન બોલવું એ જીભનું તપ છે,
નિંદા ન સુણવી એ કાન નું તપ છે,
કોઈના દુખે દુઃખી થવું એ .......
સાચા હદય નું તપ છે...
જે માનવી કણ અને ક્ષણ ની કિંમત સમજે તેને મણ જેટલું સુખ પ્રાપ્ત થાય છે. યોગ્ય વિચાર યાત્રા માનવીને જીવન યાત્રાનું સાચું પથ દર્શન કરાવે છે. સકારાત્મકતા, હકારાત્મકતા અને રચનાત્મકતા જીવનમાં સદવિચાર, સદમાર્ગ અને સત્કાર્ય કરવા માટેની માનસિકતા પ્રદાન કરે છે. સમજણ, સંબંધ અને સમર્પણ સક્રિય અને સફળ કાર્યશીલતા માટેનું પ્રવેશ દ્વાર છે.
મિત્રો, અહમ્ અને વહેમની દોડ માં હાર તો સંબંધની જ થાય છે, તે કદી ભૂલશો નહી. નબળી સોચ જીવનના હર મોડ ઉપર વિકાસ અવરોધક બને છે. સ્વીકાર્ય વ્યવહાર, ઉત્તમ વિચાર, મધુર વાણી અને સર્વપ્રિય વર્તન એ સર્વોત્તમ વિકાસ માટેના ચાર મજબૂત પાયા છે. જીદ, અભિમાન, ગેરસમજ અને ઈર્ષા જીવનયાત્રા ની ગાડી ને વિકાસથી વિમુખ કરી દે છે. સુંદર પંક્તિ....
કહી દીધું છે, મનનેં માની જવાનું,
જીદ મૂકી ખોટી કયારેક હારી જવાનું....
અધૂરપ, ઓછપ અને ઇચ્છિત ના હોવાથી કયારેક મન નિરાશ અને હતાશ થઈ જાય છે. યાદ રાખો........હજારો નિરાશામાં એક અમર આશા છુપાઇ છે.
"જીવાઇ ગયેલ જિંદગી
નો થાક તો છે......
પણ એમાં બાકી રહેલી
જિંદગીનો શું વાંક છે"..
મિત્રો, જીવનમાં હોય તેના કરતાં ઓછા દુઃખી હોવાની કળા અને હોય તેના કરતા વધુ સુખી હોવાની કળા હસ્તગત કરો તો તે સ્વભાવનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગણી શકાય. આપણે બિલકુલ આનાથી વિપરીત કરીએ છીએ અને દુઃખ ને આમંત્રણ આપીએ છીએ.
મિત્રો, જેમ ખેતરમાં બીજ ના વાવો તો બિનજરૂરી ઘાસ ઉગી જાય છે એ જ રીતે મનમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર મન ઉપર કબ્જો જમાવી દે છે. વિચારોનું તુમુલ યુધ્ધ મન - મસ્તક મા અવિરત - સતત અને નિરંતર ચાલતું હોય છે. આ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ વિચારો જીવનમાં શ્રેષ્ઠત્તમ સ્થિતિનું નિર્માણ કરે છે.
THINK BIG - GROW BIG
મહાન વિચાર થી જ મહત્તમ વિકાસની શક્યતા રહેલી છે.
આપ સૌને સદૈવ રચનાત્મક વિચાર ધન પ્રાપ્ત થાય અને તેના સબળ માધ્યમથી સદા વિકસિત થઈને સુખ, સંપત્તિ અને શાંતિ ની અનુભૂતિ થાય એ જ પ્રભુ પ્રાર્થના......
પ્રેમનો ધોધ, લાગણીનું પુર, સ્નેહની સરવાણી અને હૈયાં ની હૂંફ એ ચાર મજબૂત સદગુણ માનવ જીવન યાત્રા ને મોજ, ખુશી, આનંદ અને પ્રસન્નતાથી ભરી દે છે. પ્રેમ અને લાગણી , દયા અને કરુણા તથા મન અને માન આપવાથી માનવજીવન , સમાજજીવન ને સુગંધિત બનાવે છે. એક - મેક ના મન સુધી પહોંચી સદભાવ નું સર્જન કરવામાં નિમિત્ત બને છે.
જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા ભીતરની લાગણીનું પ્રાગટ્ય કરે છે. લીલીછમ લાગણીનો સ્પર્શ માનવીને સરળ, સહજ, કોમળ અને મૃદુ બનાવે છે.
મિત્રો, અનંત ઈચ્છાઓના રણમાં જીવનમાં આશા, શ્રદ્ધા અને લાગણી ની નાની વીરડી મળે તો નિરાશાનો સામનો કરવાનો વારો આવે નહી અને કદાચ આવે તો સામનો કરવાની શક્તિ અને ઊર્જા પ્રાપ્ત થાય. અન્ય પાસેથી પ્રેમની અપેક્ષા રાખતા હોવ તો બીજાની ખામી શોધવાને બદલે ખૂબી શોધવા માટે પ્રયત્નશીલ રહો. સામેવાળી વ્યક્તિની હેસિયત ની તપાસ કરવાને બદલે ખાસિયત શોધી કાઢશો તો મજા આવશે. જીવનમાં કોઈ વાર એમ લાગે કે અટકી ગયા છીએ, પરંતુ પ્રભુ નો આભાર માનવો કે ટકી તો ગયા છીએ. બીજા વચ્ચે વટ પાડવા બનાવટ, દિખાવટ કે ખોટી સજાવટ નો સહારો લેશો તો ગીરાવટ નો વારો ના આવે તેનું ધ્યાન રાખશો. મિત્રો, આપ સૌ
અંતરમાં નિરંતર લાગણી ધબકે તેમ ઇચ્છતા હોય તો.......
(૧) ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. તેનાથી સાતત્ય આવશે.
(૨) આગે કૂચ જારી રાખો. ભૂતકાળને ભૂલી, ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાનને સાથે રાખીને આગળ વધો. સફળતા તમારા કદમ ચૂમશે.
(૩) પ્રેમ,આદર, માન અને સન્માન જેટલા અન્યને આપશો, તેનાથી બમણાં તમને પરત મળશે. સતકાર્યની કદર કરશો તો આપોઆપ આદરના અધિકારી બની જશો.
(૪) મનના માલિક બનો. ક્રોધ, ગુસ્સો, ઈર્ષા અને અહંકાર ને કાબૂમાં રાખો. તપવું...ખરું, પણ ઉકળવું નહી, જો ઉકળશો તો ઉભરાઈ જશો. બસ...ખાલી હસતા રહો તો લોકો વિચારતા થઈ જશે આને તો બધી વાતનું સુખ છે !!! યાદ રાખો...સવાલો કદી ખૂટતા નથી અને જવાબો કોઈને ગમતાં નથી. માટે ડર મુક્ત રહીને સૌજન્યશીલ બનો.
(૫) ચિંતાયુક્ત વાતાવરણમાંથી હંમેશા ચિંતામુક્ત વાતાવરણમાં રહેવાની કોશિષ કરો. તનાવ ને અલવિદા કહો અને પ્રસન્નતાને આવકારો.
(૬) આશા અને શ્રદ્ધાથી સકારાત્મકતા આવશે. રચનાત્મક અભિગમ જીવનમાં નવચેતન પ્રગટાવશે.
(૭) નિરામય આરોગ્ય થી શરીરમાં નવીન ઊર્જાનો સંચાર થશે. તન તંદુરસ્ત તો મન પ્રફુલ્લિત.
આપ સૌના અંતરની ભીતરમાં લાગણી નિરંતર ધબકતી રહે તેવી પ્રભુ પ્રાર્થના.
Ashish Shah
9825219458

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED