LOVE BYTES - 43 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-43

લવ બાઇટ્સ
પ્રકરણ-43
સ્તવન-આશા-મયુર-મીહીકા રાજવી દેખાવવાળી ખૂબજ સરસ હોટલમાં આવીને નવી કાર સેલીબ્રેટ કરવા માટે પાર્ટી કરી રહ્યાં હતાં. સ્તવન અને મયુર હાર્ડડ્રીંક વ્હીસ્કીની સીપ મારી રહ્યાં હતાં. મયુરે મહીકા અને આશા માટે ફ્રેશ લાઇમ સોડાનો ઓર્ડર કર્યો. બધાં ખૂબ આનંદમાં અને મસ્તીમાં હતાં. સ્તવનની આંખમાં આશા પ્રેમનાં નશાને શરાબનાં નશામાં ઉતરતો જોઇ રહેલી.
ત્યાંજ સ્તવનને વિચાર આવ્યો એણે કહ્યું સેલીબ્રેશન કંમપ્લીટ કરવા માટે એલોકોની સોડામાં થોડું હાર્ડડ્રીંક ઉમેરી આપીએ તો એ લોકો પણ એન્જોય કરી શકે.
મીહીકા અને આશા બંન્ને જણાં એક સાથે બોલી ઉઠ્યાં ના ના અમારે નહીં જોઇએ અમને તો તમને લોકોને જોવામાંજ નશો થઇ જવાનો છે. મયુર સ્તવન સામેજ જોઇ રહ્યો અને બોલ્યો જીજુ તમે શું કહો છો ? ઘરમાં જાણશે તો મોટી બબાલ થશે. મારું આપણું ફેમીલી ઘણુંજ કન્સઝરવેટીવ છે. પણ તમે કહો તો મને પર્સનલી વાંધો નથી.
સ્તવને કહ્યું હસતાં હસતાં અરે હું તો આ લોકોનો ટેસ્ટ લેતો હતો કે એમનાં શું વિચાર છે ?
આશાએ કહ્યું અરે આવી બાબતમાં ટેસ્ટ ? પણ એક વાત હું ખેલદીલીથી કહી દઊં કે જો તમે સાચેજ એવું ઇચ્છતા હોવ તો મને વાંધો નથી તમે મને ઝેર પણ પીવરાવો તો હું હસતાં મોંઢે પી જઊં આ શરાબની શું વિસાત છે ?
સ્તવન આશાની સામેજ જોઇ રહ્યો પછી આશાની આંખમાં સચ્ચાઇનો અને સમર્પિત ભાવનાનો એને આભાસ થઇ ગયો. એણે આશાને કહ્યું મારાં પર આટલો બધો વિશ્વાસ છે ?
આશાએ સ્તવન અને મીહીકા બંન્ને તરફ જોઇને કહ્યું હું કોઇપણ નિર્ણય કરું તમને સમર્પિત થયા પછી કંઇજ વિચારૂ નહી. વિચારવાનું તમારે છે હું તો બસ તમારી રાધા-મીરા- રુક્મણિ જે કહો બધુજ છું.
મીહીકાએ કહ્યું ભાઇ ભાભીની આવી કસોટીઓ ના લો. મારી ભાભી લાખો શું કરોડોમાં એક છે. અને બહુ એ પણ કહુ કે હું પણ મયુરને સંપૂર્ણ સમર્પિત છું તમારે લોકોએ નક્કી કરવાનું કે અમે શું કરીએ શું ના કરીએ.
મયુર અને સ્તવને એક પેગ પુરો કરી નાંખ્યો અને બીજો લાર્જ તૈયાર કર્યો. બેરો મયુરનાં કહેવાથી આખી બોટલજ મૂકી ગયો હતો. બંન્ને જણાને નશો ચઢ્યો છે એ સ્પષ્ટ જણાતું હતું અને ત્યાં આશા અને મીહીકા માટે ફ્રેશ લાઇન સોડોનાં બે ગ્લાસ આવી ગયાં.
મયુરે મીહીકાની સામે જોઇને કહ્યું મીહુ, આ 21 મી સદી છે. તમે લોકોએ સંસ્કારની મર્યાદા અને તમારાં મનની વાત કીધી મને ખૂબ ગમી. તમને લોકોને પસંદ કરીને અને કોઇ ભૂલ નથી કરી પણ અમારાં સાથમાં અમારી ઇચ્છાથી અમારાં મન રાખવા થોડું થોડું લો એમાં કંઇ ખોટું નથી આપણે ક્યાં કોઇને કહેવા જવાનાં છીએ અને થોડું ચાખવામાં ચઢી નહીં જાય.
સ્તવને કહ્યું મારો તમને લોકોને ઓફર કરવા પાછળ કંપની ફીલ કરવાનો જ ઇરાદો હતો પણ જવાબ જેવો મળ્યો છે એમાં હું વિચાર કરતો થઇ ગયો. એમ કહીને બીજો સીપ માર્યો.
આશાએ સ્નેકસ મયુર અને સ્તવન પાસે મૂકીને કહ્યું થોડું થોડું સાથે ખાતા રહો અને થોડું લેટ ખાઇશું આમેય આ સ્ટાર્ટર ખૂબ સ્વાદીષ્ટ છે એમ કહીને એણે ટુકડો મોઢામાં મૂકી દીધો.
મીહીકાએ આશાને કહ્યું ભાભી મારી સાથે આવોને મારે વોશરૂમ જવું છે. આશાએ કહ્યું ચલો હું પણ જઇ આવું એમ કહીને બંન્ને જણાં આ લોકોને કહ્યું તમે ચાલુ રાખો અને આવીએ છીએ.
મયુરે કહ્યું તમે એકલા ના જાવ હું આવું છું સાથે અહીં બધાં પીયકડ હોય આમ એકલા જાવ મને નહીં ગમે સ્તવને કહ્યું સાચી વાત છે મયુર તું સાથે જઇ આવ.
આમ મયુર સાથે આશા અને મીહીકા વોશરૂમ જવા માટે ગયાં. સ્તવન હોટલમાં ચાલી રહેલાં સંગીત સાથે મજા લઇ રહ્યો હતો. એ એકલોજ હતો હવે અને એણે બીજી સીપ મારી ત્યાંજ એનાં ફોનમાં રીંગ આવી એણે મોબાઇલ ઉપાડ્યો ત્યાંજ રીંગ બંધ થઇ ગઇ. નશામાં માહોલમાં સ્તવને કંઇ જોવા વિના ફોન પાછો ટેબલ પર મૂકી દીધો અને સીપ મારી. સ્તવને વ્હીસ્કીની બોટલ ઉપાડી અને એને આવેલો વિચાર અમલમાં મૂક્યો એણે આશા અને મીહીકા બંન્નેનાં સોડાનાં ગ્લાસમાં થોડી થોડી વ્હીસ્કી ભેળવી દીધી અને પછી કંઇ જાણતો ના હોય એમ નટ્સ ખાવા લાગ્યો.
મયુર-મીહીકા અને આશાને લઇને પાછો આવી ગયો. સ્તવન આંખો બંધ કરીને ગીતની મજા લઇ રહેલો આ લોકો આવી ગયાં છે જોઇને આશા સામે સ્માઇલ કરીને બોલ્યો ઓહો આવી ગયા ? હવે હળવા ફૂલ થઇ ગયાં ને ?
આશાએ આંખોથી જવાબ આપી દીધો કે તમે ખૂબ લુચ્ચા છો. મયુરે આવીને સીપ મારી એણએ જોયુ કે સ્તવને બીજો પેગ અડધો પુરો કરી નાંખ્યો છે.
મીહીકાએ સોડાનો ગ્લાસ લઇને સીપ મારી અને પછી એણે મોઢું બગાડીને કહ્યું આવો સ્વાદ ? કેમ કડવુ લાગે છે ? લીંબુ બગડેલા વાપર્યા છે કે શું ?
મયુરે સ્તવન સામે જોયું સ્તવને આંખ મારીને સમજાવી દીધો મયુરને ખ્યાલ આવી ગયો કે સ્તવનેજ તોફાન કર્યુ છે. આશા કહે મેં તો હજી પીધૂજ નથી એમ કહી એણે સીપ મારી... એને પણ કડવું લાગ્યું હોવા છતાં કંઇ બોલી નહીં. એ સમજી ગઇ સ્તવને જે કર્યું એ. રાત્રે લીંબુ પીવામાં આવુંજ થાય. એમ કહીને બીજી સીપ મારી દીધી. પછી સ્તવનની સામે જોઇ બોલી સ્તવન આવોજ સ્વાદ હોય ? પછી હસી પડી... કડવો છે.
મીહીકા પણ સમજી ગઇ એણે કહ્યું ભાઇ તમે શું ગરબડ કરી છે ? સાચું બોલો. આમાં તમે નાંખ્યુ છે. મયુરે કહ્યું કંઇ નાંખ્યુ નથી તમ તમારૈ પીઓ આ બધુ તો કડવુંજ હોય પછી એ ખૂબ મીઠું, લાગે.
આશાએ કહ્યું તમે મંગાવ્યું છે અમે તો પીશુજને. સ્તવન કંઇ રીએક્ટ કર્યા વિના પીવા માંડ્યો અને ત્રાંસી આંખે આશા અને મીહીકાને જોઇ રહ્યો.
આશા સ્તવનની વધુ નજીક આવીને બેસી ગઇ
મયુર અને મીહીકા પણ એમની વાતોમાં વળગયાં. આશાએ સ્તવનને કહ્યું સ્તવુ તમે તોફાન કર્યુ છે મને ખબર પડી ગઇ છે. નાંખવુ હતું તો થોડું વધારેજ નાંખવું હતુ ને આમ સાવ સ્વાદ વગરનું તુરુ કડવુંજ લાગે છે.
સ્તવને પોતાનો પેગ આશાને આપતાં કહ્યું એય આશુ આમાંથી સીપ માર મજા આવશે પછી ઉપર તું લાઇમ સોડા પીજે. સ્તવનને તોફાન ચઢેલું પણ કાબૂ કરીને વર્તી રહેલો.
આશાએ મીહીકા અને મયુર તરફ જોયુ એ લોકો તો એકબીજામાં પરોવાયેલા હતાં વ્યસ્ત હતાં એણે સ્તવનનો ગ્લાસ લઇને ઝડપથી એક સીપ મારી દીધી અને સ્તવનને ગ્લાસ પાછો આપી દીધો.
સ્તવનને હસુ આવી ગયું એણે કહ્યું એય પાગલ આટલુ ઝડપથી ના પીવાય. તે ઝડપ કરવામાં કેટલો મોટો ઘૂંટડો મારી દીધો. એમ કહીને બાકી રહેલું સ્તવન પી ગયો. મીહીકા અને મયુરતો એકબીજામાંજ હતાં.
આશાએ સ્તવનને કહ્યું બસ બે પેગ ઘણાં છે હવે ના પીશો નહીંતર તમે હોશમાં નહીં રહો તો મજા નહીં આવે. સ્તવને કહ્યું એય આશુ ડાર્લીગ છેલ્લો બસ ? બીજામાંથી અડધુ તો તું પી ગઇ છે.
આશાએ લુચ્ચુ હસતાં કહ્યું પોતે પીવરાવે છે પછી કહે છે તું પી ગઇ. પણ છેલ્લો સ્મોલ બનાવજો વધારે નથી પીવાનું હજી જમવાનું બાકી છે ઘરે જવાનું છે તમારે ડ્રાઇવ કરવાનું છે અને કાર નવી નકોર છે.
સ્તવને ત્રીજો પેગ લાર્જજ બનાવ્યો અને બોલ્યો એય આશુ તું પણ નવી નકોરજ છે ને ગાડી અને લાડી મારી બંન્ને નવી નકોર છે મને ચલાવવાની અને ચૂમવાની ખૂબ ગમશે.
આશા સાંભળીને જોરથી હસી પડી. મયુર અને મીહીકાનું ધ્યાન આશા તરફ ગયું. મીહીકાએ આશાને પુછ્યું એય ભાભી શું થયું ? તમને ચઢી છે કે શું ? આશાએ મીહીકા તરફ જોઇને ઇશારો કર્યો અને....

વધુ આવતા અંકે - પ્રકરણ -44

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED