The Author Angel અનુસરો Current Read જીવનનાં પાઠો - 7 By Angel ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 65 નિતુ : ૬૫(નવીન)નિતુને કોઈ ફરક નહોતો પડતો, એ રોજની જેમ આવતી અ... Dear Love - 1 પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન... યાદગાર દિવસ વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8... ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ આજના જમાનામાં ટેકનિકલ અને... જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે આપણે જીવનની ટ્રેનમાં... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Angel દ્વારા ગુજરાતી પ્રેરક કથા કુલ એપિસોડ્સ : 10 શેયર કરો જીવનનાં પાઠો - 7 (9) 1.9k 4.4k કહેવાય છે કે વ્યક્તિનાં કર્મ જ એની પહેચાન બને છે નહીં તો એક નામની તો અહીં હજારો વ્યક્તિ છે...!! જીવનમાં ક્યારેક એવો સમય આવે કે જ્યાંથી આપણને કોઈ માર્ગ ન દેખાય મન કહીં દે કે બસ હવે બહુ થયું બધું છોડી દઉં પણ પોતાનું હૃદય ધીરેથી કહે કે ચાલ ઉઠ હજુ મંજિલ બાકી છે..!!😊આમ આસાનીથી તું હિંમત કેમ હારી શકે..બસ સફળ થવા માટે આ અહેસાસ જ કાફી છે... બસ વ્યક્તિ પછી ત્યાંથી U turn લેવાને બદલે આગળ વધવાનો નિર્ણય કરે છે... દરેક ના જીવનમાં એક એવો વળાંક તો આવે જ કે જ્યાંથી તેનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે ને સાચું કહું તો જીવનમાં વળાંકો આવવાં જરૂરી પણ હોઈ છે ..સીધું દોરા જેવું જીવન અકળાવી મૂકે..!! આજે કહાની એક જાદુગર ના વિશ્વાસ અને હિંમત ની સાથે ક્યારેય આશા ન છોડવી એવી શીખ સાથે ચાલો હું વાર્તા શરૂ કરું.... એક જાદુગર જેના ચર્ચા આસપાસ ના ગામમાં થતા હોય છે પોતાની કળા માં માહિર હોય છે... રાજ્યનાં રાજા ને આ વાત ની જાણ થાય છે ..એ જાદુગર ને રાજ્ય માં બોલાવવાનો નિર્ણય કરે છે..જાદુગર પણ બહુ ખુશ થઈ જાય છે કે હું રાજાને સરસ જાદુ દેખાડી ને મોટું ઈનામ પ્રાપ્ત કરીશ એવું મનોમન વિચારે છે.. સાથે વિચારે છે કે રાજાને શુ જાદુ બતાવું ..દરબાર માં જાદુગર નું સત્કાર કરવામાં આવે છે... જાદુગર જાદુ બતાવે છે અને રાજાનો મુકુટ ગાયબ કરી દે છે.. પછી તો શું બધા દરબારીઓ રાજા ની મશ્કરી કરે છે રાજા ગુસ્સે થાય છે અને જાદુગર ને ફાંસી ની સજા સુનાવે છે...7 દિવસ પછી ફાંસી આપવાનો નિર્ણય થાય છે...જાદુગર પર તો જાણે આસમાન તૂટી પડે છે..જેલમાં જાદુગર ની પત્ની એને મળવા આવે છે અને ખૂબ વિલાપ કરે છે... જાદુગર કહે છે ચિંતા સુકામ કરે છે.. હજુ 7 દિવસ છે કંઈક નું કંઈક થશે.. રોજ આવું આશ્વાસન આપે છે..ફાંસી નો દિવસ આવી જાય છે..રાજા પોતાનાં ઘોડાં પર બેસીને છેલ્લી વખત જાદુગર ને મળવા જાય છે... જાદુગર રડવા લાગે છેં... રાજા કહે છે કે હવે સુકામ રડે છે તે દિવસ તો બહુ જાદુ દેખાડતો આજે મારવાનો સમય આવ્યો તો રડે છે... જાદુગર જવાબ આપે છે... હું મૃત્યુ થી નથી ડરતો એતો એક દિવસ જવાનું જ છે પણ મને અફસોસ એ વાત નો છે કે એક વર્ષ માં હું ઉડતો ઘોડો બનાવાનો હતો હવે હું એ નહીં બનાવી શકું... મારી કલા મારી સાથે જ નાશ પામશે..રાજા મનોમન વિચારે છે કે જો એ ઘોડો મારી પાસે આવી જાય તો મારા માટે યુધ્ધ જીતવા બહુ આસાન થઈ જાય... એ જાદુગર ને એક વર્ષ માટે રિહા કરે છે અને શરત મૂકે છે કે જો તું એક વર્ષ માં ઘોડો નહીં બનાવે તો તને ફાંસી ની સજા આપવામાં આવશે..જાદુગર ખુશ થઈ ને પોતાના ઘરે જાય છે.ઘરે જુએ છે તો પત્ની વિલાપ કરતી હોય છે પોતાના પતિ ને જોઈને બહુ ખુશ થઈ જાય છે અને પૂછે છે રાજાએ તમને છોડી કેમ દીધા.. જાદુગર જવાબ આપે છે કે મને એક વર્ષ નો સમય આપ્યો છે ઘોડો બનાવવા.. પત્ની ગુસ્સે થઈ જાય છે ને કહે છે તમે કેવું વચન આપીને આવ્યા ઉડતો ઘોડો કઈ રીતે શક્ય છે...??જાદુગર કહે છે ચિંતા ન કર બધું સારું થશે.. બને છે પણ એવું રાજા છ મહીનામાં મૃત્યુ પામે છે અને ઘોડો પણ.... વાર્તા નું હાર્દ માત્ર એટલું છે કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ માં જો એક વિશ્વાસ ની કિરણ જીવંત રાખવામાં આવે તો ગમે એટલી મુશ્કિલ પરિસ્થિતિ માંથી પણ બહાર આવી શકાય છે.. બસ ઈશ્વર પર થોડો ભરોસો અને પોતાનાં પર વિશ્વાસ હોવો જોઈએ.. બાકી દુનિયામાં કોઈ મુશ્કેલી એટલી મોટી નથી કે જેનું હલ ના હોય..रख हौंसला वो मंजर भी आएगा, प्यासे के पास चल ख़ुद समंदर भी आएगा,यू जमीं पर बैठ क्यों आसमां देखता है अपने पंखों को खोल यह जमाना सिर्फ उड़ान देखता हैं...!😊Thank you....😇🙏🏻❤️ ‹ પાછળનું પ્રકરણજીવનનાં પાઠો - 6 › આગળનું પ્રકરણ જીવનનાં પાઠો - 8 Download Our App