Lesson of life - 10 books and stories free download online pdf in Gujarati

જીવનનાં પાઠો - 10

વિચારોનાં આ મંચ પર ફરી બહું સમય બાદ પોતાનાં વિચારો પ્રગટ કરું છું. આજે એક નવી કહાની સાથે ફરી હું હાજર છું. થોડી વ્યસ્તતાને કારણે આગળ નો ભાગ પ્રકાશિત કરવામાં થોડું (થોડું નહીં બહું વધું કહેવાય 🤭)મોડું થઈ ગયું પણ કેહવાય છે ને કે જ્યારે જાગો ત્યારથી સવાર તો બસ આપણે પણ હવેથી પાછું કંટીન્યું કરીએ.આશા છે કે પહેલાની જેમ તમે તમારો પ્રેમ અને સપોર્ટ બનાવી રાખશો.

આજે કહાની વ્યક્તિ નાં લાલચ ની કે જે ક્યારેય ખતમ નથી થતી. અમુક લોકો બહું થોડું મેળવીને પણ ખુશ હોય છે જ્યારે અમુક બધું હોવા છતાં કાયમ વધું મેળવવાની લાલચમાં રહે છે અને પરિણામ પણ ભુગતે છે.

એક ગામમાં એક ગરીબ માણસ રહે છે. રોજ જંગલમાંથી લાકડાં કાપીને પોતાનું ગુજરાન ચલાવે છે. એ જંગલ માં એક મોટો પહાડ હોય છે એ ગરીબ વ્યક્તિ એ પહાડ પાસે જાય છે ત્યાં પહોંચી ને ચોંકી જાય છે ત્યાં એક મોટા પત્થરમાં સિંહ ની એક મોટી આકૃતિ હોય છે.આ વ્યક્તિ એ પેહલા ક્યારેય આવી કોઈ વસ્તુ જોઈ હોતી નથી.હવે તેની રોજ ની દિનચર્યા બની જાય છે એ રોજ આ પત્થરનાં સિંહ પાસે આવી ને પોતાનું ભોજન કરે છે. એક દિવસ પોતાનાં ભોજન માંથી એક ટુકડો લઈને તે સિંહ નાં મોંઢામાં મૂકે છેઅને રોજ જમતા પહેલાં એક ટુકડો સિંહ નાં મોંઢામાં મૂકે અને પછી ભોજન કરે.એક દિવસ ચમત્કાર થાય છે અને એ પત્થર નો સિંહ બોલે છે "શુક્રિયા". વ્યક્તિ ચોંકી જાય છે અને એના જીવનમાં આવી ઘટના પેહલી વાર જોઈ હોય છે તે કહે છે કે શુક્રિયા કઈ વાત નું દોસ્ત. એક તુજ તો છે જે મારો મિત્ર છે બાકી ગરીબ હોવાને કારણે મારું કોઈ દોસ્ત પણ નથી મને કોઈ પૂછતું પણ નથી એક તારી પાસે જ હું મારું સુખ દુઃખ વહેચી શકું છું. એ પત્થર નો સિંહ કહે છે બસ આટલી જ વાત એક કામ કરજે કાલે સવારે સૂર્યોદય પહેલાં આવજે તારી ગરીબી દૂર થઈ જશે.એ વ્યક્તિ ઘરે આવીને પોતાની પત્નિ ને વાત કરે છે બધી એની પત્નિ એક વાર જવાનું કહે છે.બીજા દિવસે એ વ્યક્તિ સૂર્યોદય પહેલાં પહોંચી જાય છે સિંહ કહે છે મારા પેટમાં સોનું છે તારે જેટલું જોઈએ એટલું કાઢી લે પણ હાં એક વાત યાદ રાખજે જેવો સૂર્યોદય થશે મારું મોઢું બંધ થઈ જશે અને તારો હાથ અંદર રહી જશે એટલે એ પેહલા હાથ બહાર કાઢી લેજે. એ ગરીબ વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર થોડું સોનું બહાર કાઢે છે સિંહ કહે છે બસ આટલું જ હજુ તો સૂર્યોદય થવામાં વાર છે હજુ થોડું કાઢી લે પણ એ વ્યક્તિ જવાબ આપે છે નાં આટલું પર્યાપ્ત છે.એ વ્યક્તિ ની પરેશાની દૂર થાય છે અને તે એક સારું જીવન જીવવા લાગે છે. ગામ માં વાત ફેલાઈ જાય છે કે આ વ્યક્તિ પાસે રાતો રાત આટલા પૈસા ક્યાંથી આવ્યાં.પછી એ ગામનો સૌથી અમીર વ્યક્તિ આ ગરીબ વ્યક્તિનાં ઘરે આવે છે અને પૂછે છે તો બિચારો પેલો સાવ ભોળો ને ઈમાનદાર માણસ બધી વાત કરી દે છે.આ અમીર વ્યક્તિ નાં મન માં પણ લાલચ જાગે છે અને તે પણ સવારે ફાટેલાં કપડાં પહેરી ને સિંહ પાસે પહોંચી જાય છે ને ધીરે ધીરે ગરીબી નું નાટક કરીને સિંહ સાથે દોસ્તી કરે છે. સિંહ તેને સૂર્યોદય પહેલાં આવવાનું કહે છે.આ વ્યક્તિ તો તેની સાથે એક મોટો ઠેલો લઈને જાય છે અને સોનું કાઢવાનું ચાલુ કરે છે પણ સોનાની લાલચ નાં કારણે ક્યારે સૂર્યોદય થાય છે તે ખ્યાલ નથી રહેતો અને એનો હાથ સિંહ નાં મોંઢામાં જ રહી જાય છે..

મિત્રો કેહવાનો આશય બસ એટલો જ કે ક્યારેક મનુષ્યની લાલચ જ એને મુશ્કેલી માં મૂકી દેતી હોય છે.અને માણસ ક્યારેય ધરાતો નથી.એની લાલચ નો ક્યારેય અંત આવતો નથી. પોતાની આવશ્યકતા અનુસાર એની પાસે પર્યાપ્ત સંસાધન હોય તેમ છતાં તેને થોડું વધારે લઈ લેવાની ઈચ્છા કાયમ હોય છે અને આ ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી.જે માણસ પાસે સાયકલ નથી અને સાયકલ જોઈએ છે, જેની પાસે સાયકલ છે અને બાઇક જોઈએ છે, બાઇક છે અને કાર અને જેની પાસે કાર પણ છે અને વધુ બ્રાન્ડેડ જોઈએ છે. લાલચ માં માણસ એટલો આંધળો થઈ જાય છે કે ક્યારેક ન કરવાનું પણ કરી બેસે છે. માણસ એ નથી વિચારતો કે ચાલો મારી પાસે તો આટલું છે બીજા પાસે આટલું પણ નથી. બીજાનાં મહેલો જોઈને માણસ અત્યારે પોતાની ઝુંપડી બાળી દે છે.

ગાંધીજી નું એક બહું સરસ વાક્ય છે..." આ પૃથ્વી પર દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત સંસાધન છે પણ વ્યક્તિ ની લાલચ ની પૂર્તિ માટે નહિ."

વાત બહું સામાન્ય છે પણ સમજવા અને જીવનમાં ઉતારવા જેવી છે.

જય શ્રી કૃષ્ણ 🙏


-Angel ✍️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED