વિચારોનાં આ મંચ પર ફરી વખત એક કહાની સાથે પ્રસ્તુત થાવ છું.
.##આપણાં દરેક ના જીવનમાં હંમેશા બે ઘોડાઓ દોડતાં હોય છે એક સકારાત્મકતા અને બીજો નકારાત્મક.. પરંતુ સૌથી વધુ પરવરીશ જેને મળે છે એ વધારે વિકસિતથાય છે...##
આજે કહાની એક મૂર્ખ વ્યક્તિ ની જેની મૂર્ખતા એને મૃત્યું નું કારણ બને છેં.. એક છોકરો ઘરની બહાર બેસી ને પોતાના ભાગ્ય ને દોષ આપી રહ્યો હોય છે ને કહે છે કે મારું તો ભાગ્ય જ ખરાબ છે ,પિતાજી જે ધન દોલત મૂકીને ગયા હતા એ બધું જ સમાપ્ત થઈ ગયું..એવામાં એક વિદ્વાન વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે છોકરાને રડતો જોઈ ને પૂછે છે ...બધી વાત જાણે છે... પછી જવાબ આપે છે કે તું તારા ભાગ્યને કોસે છોએટલે એ નારાજ થઈ ને પહાડ ની ચોંટી પર જતું રહ્યું છે જ અને શોધી લઈ આવ... છોકરો હસવા લાગે છે ને કહે છે કે શું પાગલો જેવી વાતો કરો છો... છોકરાને રાત્રે સ્વપ્ન આવે છે અને એક પહાડ ની ચોંટી પર એક વ્યક્તિ દેખાઈ છે જે એને કોસી રહ્યું હતું જેવી રીતે એ સવારે ભાગ્યને કોસી રહ્યો હતો.. સવારમાં જાગીને એ નીકળી પડે છે ભાગ્યની શોધ માં...જંગલ માં એક સિંહ દેખાઈ છે છુપાઈને ત્યાંથી જવાની કોશિશ કરે છે પણ સિંહ એને બોલાવે છે ને કહે છે કે ચિંતા ન કર હું તને મારીશ નહીં ...તું ક્યાં જાય છે... છોકરો બધી વાત જણાવે છે ને કહે છે મેં સામે પહાડ પર ભાગ્ય રહે છે અને લેવા જાવ છું... સિંહ કહે છે મારી પણ એક સમસ્યા નું સમાધાન પૂછતો આવજે હું કેટલાય વર્ષો થી બીમાર રહું છું બદલામાં હું તને ઇનામ આપીશ..છોકરો હા કહીને આગળ વધે છે રસ્તા માં એક બાગ આવે છે ત્યાંથી ફળો તોડીને ખાય છે પણ ફળ કડવા હોઈ છે.. ત્યાં બાગ નો માલિક આવે છે ને જણાવે છે કે આ બાગ માં કડવાં ફળો જ થાય છે તું ક્યાં જાય છે છોકરો કહે છે કે સામે પહાડ પર ભાગ્ય છે અને તેને લેવા જાવ છું... બાગ નો માલિક કહે છે મારી સમસ્યા નું હલ પૂછતો આવજે બદલામાં હું તને ઈનામ આપીશ... હા કહીને આગળ વધે છે...આગળ જતાં એક રાજમહેલ આવે છે ત્યાં એક સુંદર રાજકુમારી હોય છે પણ એ બહુજ દુઃખી હોય છે...છોકરાને પૂછે છેં કે કયા જાય છે... છોકરો જવાબ આપે છે..રાજકુમારી કહે છે કે મારી પણ સમસ્યા નુ હલ પૂછતો આવજે હું બદલામાં ઇનામ આપીશ... છોકરો આગળ વધે છે અંતે પહાડ ની ચોંટી પર પહોંચે છે અને અકસ્માતે ત્યાં એક વ્યક્તિ હોય છે.. છોકરો કહે છે ભાગ્ય હું તને લેવા આવ્યો છું ચાલો મારી સાથે એ વ્યક્તિ જવાબ આપે છે હું સાથે તો નહીં આવું પણ પાછળ પાછળ આવું છું.. પછી બધાની સમસ્યાનું હલ પુછે છે ને ત્યાંથી ચાલવા લાગે છે... અને સિંહ પાસે પહોંચી જાય છે...
સિંહ પૂછે છે કેવી રહી યાત્રા છોકરો કહે છે મારું ભાગ્ય મારી પાછળ આવે છે... રસ્તા માં બીજા બે લોકો ની સમસ્યા નું હલ પણ પૂછી લાવ્યો ..સિંહ કહે છે શું સમસ્યા હતી...છોકરો જણાવે છે રાજકુમારી જ્યારે મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરી લેશે ત્યારે એમના જીવનમાં ખુશીઓ આવશે.. અમને મને લગ્ન માટે પ્રપોઝ કર્યું પણ મારું ભાગ્ય મારી પાછળ આવે છે એટલે મેં ના પાડી..પછી બાગ પાછળ ઝરણું છે એમાં સોનુ છુપાયેલું છે એટલે બાગ ના ફળ કડવા છે અથવા તો ઝરણાં માંથી સોનુ બહાર કાઢીને માળી સિંચાઈ કરે અથવા બીજેથી પાણી લાવીને... અમને મને કહયું કે સોનું હું કાઢું એ લઈ જાવ પણ મારું ભાગ્ય મારી પાછળ આવે છે... સિંહ કહે છે મારી સમસ્યા નું સમાધાન તો છોકરો જવાબ આપે છે કે જ્યારે તમે દુનિયાની સૌથી મૂર્ખ વ્યક્તિને મારી ને ખાશો ત્યારે તમારી બીમારી દૂર થશે ..સિંહ કઈ પણ વિચાર્યા વગર છોકરાને મારીને ખાઈ જાય છે ને કહે છે તારાથી મૂર્ખ બીજું કોણ હોઈ શકે..!!
આપણું પણ કંઈક આવુજ હોય છે અમુક લોકો ભાગ્ય ના સહારે એટલાં બેસી રહે છે કે આવનારી તકો નો લાભ નથી લઈ શકતા.. ભાગ્યના સહારે બેસી રહેવાથી કશું જ પ્રાપ્ત થતું નથી જિંદગી બનાવવા માટે ભાગ્ય સાથે લડવું પડે છે...તોજ મીઠા ફળ પ્રાપ્ત થાય છે...આ જ વિચાર સાથે જીવનમાં હંમેશા ખુશ રહો.....😇😇
આભાર...🙏🏼🤗😇