જીવનનાં પાઠો - 5 Angel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનાં પાઠો - 5

વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારો પ્રસ્તુત કરું છું....😊 કહેવાય છે કે લક્ષ્ય વગર ની જિંદગી એક સરનામાં વગરના પત્ર જેવી હોય છે એના પર જો સરનામું લખવામાં ન આવે તો તે ક્યાંય નથી પહોંચતો.... આપણી જિંદગી નું પણ કંઈક આવુજ છે..!!આપણા બધાના જીવનમાં કંઈક ને કંઈક goal હશે જેને મેળવવા આપણે પ્રયત્ન કરતા હઈશું.... 😊


આજે કહાની એક ગામનાં મુખીયા ની જે બહુ બુદ્ધિ માન હોય છે.. દૂર દૂર થી લોકો એમની સલાહ લેવા માટે આવે છે.. પરંતુ એમનો પોતાનો છોકરો જ એમની કદર કરતો નથી.. એ કહે છે કે પિતાજી તો હંમેશા જ્ઞાન જ આપ્યા કરે છેં... મુખીયાનો છોકરો મોજ થી જિંદગી જીવે છે ને પૈસા ઉડાડે છે...પિતાની ઈચ્છા છે કે દીકરો કારોબાર સાંભળે પણ દીકરો કઈ સાંભળતો નથી.... એક દિવસ પિતા છોકરાને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે બહુ સમય પહેલા મેં એક ખજાનો દાટ્યો છે...આ નકશો લે અને તે ખજાનો લઈ આવ તારું કલ્યાણ થઈ જશે... છોકરો ખૂબ જ ખુશ થઈ જાય છે અને પેહલી વાર પિતાના પગ સ્પર્શ કરે છે ...સાથે થોડા કપડાં અને થોડી ખાવા પીવાની વસ્તુ અને પૈસા લાઈને નીકળી પડે છે ખજાના ની શોધમાં....રસ્તામાં તેને એનેક લોકો મળે છે.. કોઈ તેને લૂંટવાનો પ્રયત્ન કરે છે તો કોઈ તેની મદદ કરે છેં.. આખરે એ નકશા મુજબ ના ગંતવ્ય સ્થાન પર પહોંચે છે અને ઝાડ નીચે ખોદે છેં.... આસપાસ ના તમામ ઝાડ નીચે આ ખજાનો શોધે છે પરંતુ ખજાનો મળતો નથી... એ ખૂબ જ ગુસ્સે થાય છે અને મનોમન વિચારે છે કે ઘરે પહોંચી ને પિતાજી સાથે ઝઘડો કરીશ.... એના બધા પૈસા ખતમ થઈ ગયા હોય છે હવે તે ઘર તરફ પ્રયાણ કરે છે.... સંધ્યાનો સમય હોઈ છે તે સંધ્યા ને માણતો જાય છેં ..પ્રથમ વખત તેને પ્રકૃતિ સાથે પ્રેમ થાય છે... જતા સમયે એ રસ્તાની દરેક વસ્તુને માણતો જાય છેં... રસ્તામાં એ લોકો પણ મળે છેં જેને તેની મદદ કરી હતી...તે થોડા દિવસ એમની સાથે રોકાઈ ને ખેતરોમાં કામ કરે છે ત્યાંથી અમુક પૈસા મળે છે જેનાથી નવા કપડાં ખરીદે છે.... પાછા ફરતી વખતે તે દરેક વસ્તું ને માણે છે..પ્રકૃતિનો આનંદ લે છે... જતી વખતે તો તે એક વર્ષ માં પહોંચે છે પરંતુ પાછા ફરતા એને 2..3..વર્ષ થઈ જાય છે.. તે સંપૂર્ણ બદલાઈ જાય છેં.. ઘરે પહોંચે છે.. એને પિતા પોતાના દીકરાને જોઈને ગળે લગાવી લે છે...દીકરો કહે છે કે પિતાજી હું ત્યાં પહોંચ્યો એ પહેલાં જ ખજાનો ત્યાંથી કોઈ લાઇ ગયું... એ ભૂલી જાય છે કે તેને પિતા સાથે ઝઘડો કરવાનો હતો... પિતા જવાબ આપે છે કે બેટા ત્યાં કોઈ ખજાનો નોહતો મેં માત્ર તને જિંદગીની સાચી સમજ આપવા માટે મોકલ્યો હતો.... તારી યાત્રા કેવી રહી...??દીકરો જવાબ આપે છે કે બહુજ સરસ જતી વખતે તો માત્ર મારુ ધ્યાન લક્ષ્ય પર હતું એટલે ત્યારે જિંદગી નો આનંદ ના લઈ શક્યો પરંતુ આવતી વખતે મેં જિંદગી ને ભરપૂર માણી... 😊




આપણી જિંદગી માં પણ કંઈક આવુ જ છે... પોતાનાં લક્ષ્ય માં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે નાની નાની ખુશીઓ ને ભૂલી જઈએ છીએ... યાદ રાખો કે તમે જીવનનાં ગમે તે શિખરે પહોંચી જાવ પરંતુ તો તમે જીંદગી ને માણશો નહી તો તે વ્યર્થ છે... મનુષ્ય ખાલી હાથે જાય છે સાથે લઈ જાય છે તો માત્ર એ યાદગાર પળ જે લક્ષ્ય મેળવતાં મેળવતાં જીવ્યા હોય.... માટે જીવનનાં દરેક પળ ને માણતા શીખો....વહેંચવી હોય તો ખુશીઓ વહેંચો....🤗😊



આ અંક માં આટલું એક નવી સ્ટોરી સાથે નવા અંક માં મળીશ....

stay safe stay home...😊🤗😍