જીવનનાં પાઠો - 4 Angel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનાં પાઠો - 4

"જો તમે સાચા છો તો તમારે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો પણ કોઈ હક્ક નથી..!!


"વિચારોનાં આ મંચ પર ફરી એક વખત એક કહાની લઈને પ્રસ્તુત થાવ છું... સ્ટોરી નું મોરલ છેં "ગુસ્સો"સિકંદર નું નામ સાંભળતાં જ તરત મન માં એક વિશ્વવિજેતા ની છવી ઉત્તપન્ન થાય... દુનિયાને જીતનાર સિકંદર પુરા વિશ્વને જીતવાના ખ્વાબ સાથે પોતાની સંપૂર્ણ જિંદગી યુદ્ધ માં જ વિતાવે છેં... અને દુનિયાનો 18%ભાગ પોતાના કબ્જા માં કરી લે છેં... એક વખત તે ભારત ચડી આવે આવે છે અને રાજા પોરસ સાથે યુદ્ધ કરે છે... પોરસ ના પરાક્રમ અને ભારત ની મહાનતા વિશે પહેલેથી એ જાણતો હોઈ છે માટે તે પોરસ સાથે મિત્રતા કરે છે...છેવટે યુદ્ધ થઈ થાકેલા સિપાહી ઓ પણ હવે ઘરે પરત ફરવા ઈચ્છે છે માટે સિકંદર ને જણાવે છે... સિકંદર પણ હવે પોતાના દેશ પરત ફરવા માંગે છે..પરંતુ સાથે તે ભારતમાંથી સૌથી જ્ઞાની વ્યક્તિ ને લઈ જવા માંગે છે.. જેથી ત્યાંની પ્રજાને પણ થોડું જ્ઞાન મળી શકે...છેવટે બધાને પૂછી ને એક જ્ઞાની વ્યક્તિ પાસે પહોંચે છે..એ વ્યક્તિ ત્યારે ધ્યાન માં હોય છે.. સિકંદર રાહ જુએ છેં.. થોડી વાર પછી એ વ્યક્તિ સિકંદર પાસે આવે છે અને કહે છે કે હું મહાન સિકંદર વિશ્વ વિજેતા તમને પોતાની સાથે ગ્રીક લઈ જવા માંગુ છું... એ વ્યક્તિ સાથે જવાની ના પાડે છેં અને કહે છેં કે હું દેશ છોડીને નહીં જાઉં...સિકંદર ફરી કહે છે કે તમે મારી સાથે ચાલો... એ વ્યક્તિ ફરી ના કહે છે... હવે સિકંદર નો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જાય છેં અને એ પોતાની તલવાર કાઢીને એ વ્યક્તિની ગરદન પર રાખીને કહે છેં કે હવે બોલો આવશો કે નહીં... એ વ્યક્તિ જવાબ આપે છે કે તું મને મારી નાખે તો પણ નહીં સાથે આવું પરંતુ એક વાત મારી સાંભળ તું પોતાને મહાન કહેવાનું બંધ કર તે હજુ એક વસ્તું પર વિજય પ્રાપ્ત નથી કરી એ છે તારો ગુસ્સો... પોતાને વિશ્વ વિજેતા કહે છે પરંતુ તું પોતાના ગુસ્સા પર જ કાબૂ પ્રાપ્ત નથી કરી શક્યો... તું જો પ્રેમ થી મને સાથે આવવાનું કેત તો કદાચ હું આવેત પણ.....




સ્ટોરી બહુ નાની છે પરંતુ એ આપણને બહુ મોટી વાત શીખવી જાય છેં...ઘણી વખત આપણે પણ ગુસ્સા માં આવી જઈને એવું કોઈ નિર્ણય લઈ લઈએ છીએ જેના કારણે જીવન ભરનો પસ્તાવો થાય છેં.. માટે પોતાનાં ગુસ્સા ને થોડો કાબૂ માં રાખો... પોતાના પર થોડું નિયંત્રણ રાખો... તમારા ગુસ્સા ને તમારી મજબૂરી નહીં પોતાની તાકાત બનાવો.. થોડું ધીરજ થી કામ લેતા શીખો.. મગજ ને શાંત રાખો અને એકાંત માં પોતાની સાથે સમય વિતાવો... એક બીજો ઉપાય બતાવું.. જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે 1 થી 10 સુધી પોતાના મન માં ગણતરી કરો...10 સુધી પહોંચતા તમારો બધોજ ગુસ્સો શાંત થઈ જશે... કારણકે ગુસ્સો એ મનુષ્ય નો એવો શત્રુ છે જે બધુજ બરબાદ કરી નાખે છે..હવે ચોઇઝ તમારી છેં કે તમે એને તાકાત માં બદલો છો કે કમજોરી માં... જીવન ખુબજ ટૂંકું છે માટે એને મન ભરીને માણી લ્યો... કદાચ ફરી આ જીવન મળે ન મળે... દરેક ક્ષણ ને જીવતા શીખો... ક્યાં સુધી બીજાની ચિંતા કરતા ફરશો...યાદ રાખો કે તમારા સારા સમય માં તો બધા સાથ આપશે પણ ખરાબ સમય માં પણ સાથે રહે એજ સાચો મિત્ર.. અને એ મિત્ર તમે પોતેજ છો...માત્ર અનુભવ કરો....

ખુશ રહો મસ્ત રહો...મુસ્કાન વહેંચો જેટલી વહેંચશો એટલી વધીને આવશે.... હું મળીશ નવી સ્ટોરી સાથે બીજા ભાગ માં..🤗😉☺️