જીવનનાં પાઠો - 1 Angel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનાં પાઠો - 1

સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની ખુશીઓમાં સમેટાઈને રહી જતી જીંદગી !! આધુનિક યુગની ભાગદોડ માં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાનાઓ પાછળ છૂટી જાય છે એ પણ ભૂલી જાય છે.... ક્યારેક એકલતા, ક્યારેક નિરાશા, સુખ, દુઃખ, પસ્તાવો, ખુશી,સ્નેહ,પ્રેમ, જીવનસાથી, દોસ્ત, પોતાનાઓ, ફેમિલી વગેરે વગેરે ને ખુશ કરવામાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે... જિંદગી સમાપ્ત થઈ જાય છે ને ખુદ ને મળવાનું જ રહી જાય છે.. ક્યારેક જવાબદારીઓ બોજ નીચે દબાઈ જઈને તો ક્યારેક બીજાની ખુશીઓ માટે વ્યક્તિ પોતાની ખુશી ને નજરઅંદાજ કરી દે છેં... જન્મ સમયે એકલા આવ્યા હતા ને જવાનું પણ એકલા જ છેં...હા ખાલી હાથે આવ્યા હતા પણ માણસ પોતાની સાથે પ્રેમ, સ્નેહ,લાગણી, સંસ્કાર.... વગેરે નું ભાથું લઈને જાય છે ને પાછળ મૂકીને જાય છે પોતાની અનમોલ યાદો....!!


જન્મ અને મૃત્યુું વચ્ચેનો અનમોલ સમય એટલે જિંદગી... બસ આ બંને વચ્ચે ના સમય ને ભરપૂર જીવી લ્યો... પોતાનાઓ સાથે....પણ હા પોતાને સમય આપવાનું ભૂલી ન જતા..! માણસ પોતાના જીવનમાં ઘણું બધું મેળવવા માંગે છેં...આકાશ ની ઉંચાઈ ને આંબવા માંગે છે..પણ ક્યાંક ને ક્યાંક જીવનનાં અમુક પાઠો શીખી જાય છે....જે હંમેશા સ્મરણ રહે છે...નાનકડી જિંદગી માં વ્યક્તિ ઘણું બધું શીખી અને શીખવાડી જાય છે...દરેક વસ્તુ માં ખુશી શોધવી અને દરેક ને ખુશ કરવાની કળા અમુક વ્યક્તિ પાસે જ હોય છેં...ક્યારેક જીવનમાં એટલી ખુશી મળી જાય કે બીજું કંઈ નથી જોઈતું અને ક્યારેક દુઃખનો પહાડ તૂટી પડે... પણ આ સુખ અને દુઃખ વચ્ચે નો જે ભેદ છે એજ જિંદગી છેં... ક્યારેક હસાવે ક્યારેક રડાવે આ જીંદગી દરેક પળે કંઈક અલગ જ અહેસાસ કરાવે...ક્યારેક સ્નેહ રૂપી સ્પર્શ તો ક્યારેક ગાલ પર તમાચો વાસ્તવિકતા નો..!! કેટલા રંગ છેં જીંદગીના એ ગણીને જ ક્યારેક થાકી જાવ છું...!!પણ એ બહુરંગી જીંદગી ના દરેક રંગ ને જો પરખતાં શીખી જશો તો ક્યારેક કોઈ ...વર્તમાન મોર્ડન યુગીન વિશ્વ માં સંબંધો પણ મોર્ડન થઈ ગયાં છે...મોબાઈલ ની સ્ક્રીન માં અમુક સંબંધો દફન થઈ ગયા છે..ને જે કડવી વાસ્તવિકતા છે એ ક્યાંક ને ક્યાંક ભુલાતી જય છે....એ પ્રાચીન સમય નો સમાજ અને સંબંધો અત્યારે ક્યાંક ભાગ્યેજ જોવા મળે છેં... પાશ્ચાત્ય સંસ્કૃતિ ની એટલી બધી અસરો થઈ છે કે વ્યક્તિ પોતાની ભારતીય સંસ્કૃતિ ને જ વિસરી ગયો છેં...મોર્ડન હોવાની સાચી પરિભાષા જ વ્યક્તિ વિસરી ગયો છેં....ઉપરછલ્લા સંબંધો ને નિભાવતા નિભાવતા એનું ઊંડાણ વિસરાઈ ગયું છેં... સંબંધો ની પરિભાષા વિસરાઈ... અને એ બધામાં ક્યાંક ને ક્યાંક માનવતા પણ વિસરાઈ ગઈ..... આજે એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને સમજવા તૈયાર નથી... સ્ત્રી પુરુષ વચ્ચેની મિત્રતા ને પણ અહીં એક અલગ દ્રષ્ટિ થી જોવાઈ છેં.. માનવતા ને ભૂલીને અહીં લિંગ અને જાતિ રૂપી ભેદભાવો જોવા મળે છે....સમાજને વિવિધ સમુદાય માં તોડીને અખંડતા ને એકતા ના સ્વપ્ન ને ધુમિલ કરવાનું કર્યા થાય છે...કેહવા માટે તો આપણે એક છીએ પણ પોતાના અંદર જાંખીને પોતાને એક પ્રશ્ન જરૂર કરજો કે વાસ્તવ માં આપણે એક છીએ...??અહીં એક આઝાદ પક્ષીની પાંખો પળભરમાં કાપી નાખવામાં આવે છે ને સમાજ એનો સાક્ષી બને છેં... આપણે અંગ્રેજો થી તો આઝાદ થઈ ગયાં...સ્વતંત્રતા પણ મળી ગઈ.... પણ વાસ્તવમાં આપણે સ્વતંત્ર છીએ...???જવાબ છે બિલકુલ નહીં.....હજું મનુષ્ય રૂઢિઓ થઈ જકડાયેલો છે જ્યાં સુધી એ નહીં તૂટે ત્યાં સુધી વિકાસ શક્યજ નથી.....





અત્યારે બસ આટલું જ બીજી વાતો નવા અધ્યાય માં.... પસંદ આવે તો
તમારા અમૂલ્ય રેટિંગ્સ અવશ્ય આપજો... આભાર...🤗🤗