જીવનનાં પાઠો - 8 Angel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનાં પાઠો - 8

વ્યક્તિ ને સંસ્કાર પોતાની ફેમિલી માંથી મળે છે.. માતા-પિતા નાં સંસ્કારો સિંચન થકી વ્યક્તિ નું ઘડતર થાય છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ પણ બને છે કે વ્યક્તિ ના મન પર એની ખરાબ અસર થાય છે.માતા પિતા વચ્ચેના તણાવો અને ઝઘડાઓ ક્યારેક બાળક ના મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર કરે છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે..!! અને ત્યાંથી જન્મ થાય છે ખરાબ આદતોનો,વર્તમાન સમય માં દરેક વ્યક્તિ પોતાની લાઈફ માં એટલી busy હોય છે કે બાળકો ના ઘડતર માટે પણ પૂરતો સમય હોતો નથી. ક્યારેક વ્યક્તિની મજબૂરી હોય છે તો ક્યારેક બેદરકારી અને એ બેદરકારી ક્યારેક અપરાધ ને જન્મ આપે છે. વાત કડવી છે પણ સત્ય છે વર્તમાન નાં મોર્ડન યુગ માં વ્યક્તિ પોતાના જીવનમાંથી જ ફ્રી નથી કે બાળકો પર પૂરતું ધ્યાન આપી શકે હાં અમુક અપવાદો પણ ચોક્કસ જોવા મળે છે અને એમાં પણ જો માતા પિતા બંને જોબ કરતા હોય તો તો બાળકો ની સંભાળ માટે આયા રાખવામાં આવે છે પરંતુ આજે હું એક પ્રશ્ન કરવા માગું છું કે માતા પિતા જેવા સંસ્કારો નું સિંચન એ કરી શકે ખરા..??જ્યાં સુધી બીજ ને પણ બેહતર પરવરીશ ના મળે ત્યાં સુધી બીજ પણ પૂર્ણ પરિપક્વ છોડ બની શકતું નથી.. બાળકોનું પણ આવુ જ કંઈક હોઈ છે... જ્યાં સુધી બાળપણ માં એમનું પૂર્ણ ઘડતર ન કરવામાં આવે ત્યાં સુધી એ પૂર્ણ છોડ કદી બનતાં નથી.. ઘણી વખત માતા પિતા ની ખરાબ આદતો ની અસર પણ બાળક પર થાય છે...વિભક્ત કુટુંબ નું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ... ન વિશ્વાસ થાય તો એક સયુંકત કુટુંબ અને એક વિભક્ત કુટુંબ માં પરવરીશ પામેલાં બાળકની તુલના કરી જોજો ફરક તમને જાતેજ દેખાઈ આવશે... પરિવારો વિભક્ત થયાં સાથે વિચારો પણ વિભક્ત થયાં અને શરૂ થાય અંતર પેઢી સંઘર્ષો અને પરિણામે આપરાધો નો દાયરો વધ્યો... આત્મ હત્યા વધી... આતંકવાદ વધ્યો... સંઘર્ષો વધ્યા.. ભ્રષ્ટાચાર વધ્યો અને ન જાણે કેટ કેટલું વધ્યું... અત્યારે જરૂર છે મોર્ડન સમાજ અને પ્રાચીન સમાજ વચ્ચે સમન્વય સાધવાની.. જે માતા પિતા બાળકને ભણાવી ગણાવીને મોટું કરે લાડ કોડ થી ઉછેરે એ જ બાળક માતા પિતા ને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમ મૂકી આવે.. શુ કામનાં એ સંસ્કારો ..?સમાજ માં વ્યાપ્ત બુરાઈઓ એટલી વ્યાપક બની કે સમાજ ને તબાહ કરી મુક્યો...પરિવાર સંબધો ઔપચારિક બન્યા.. આજે ભાઈ ભાઈ નું કતલ કરતાં અચકાતો નથી કારણ માત્ર લાલચ અથવા સ્વાર્થ.. આજે સ્વાર્થ નામનાં વાવાઝોડા એ પરિવાર નામનાં ઘટાદાર વૃક્ષ ને ધરાશાહી કરી મૂક્યું કારણ એનું મૂળ મજબૂત નોતું..!ક્યારેક વિચાર આવે કે પ્રાચીન સમય કેટલો સારો હતો..નહીં કોઈ મોર્ડન સાધનો એક સાદગી પણ સુખી જીવન.. અત્યારે સાધનો વધ્યા સાથે સમસ્યા ઓ પણ અને વિસરાઈ એ સદા જીવન ની સુગંધ.. ડિયો અને prefume એ માટીની સુગંધ છીનવી લીધી.!!સબંધો ઉપર છલ્લા બન્યા, સાચું કહેવાથી અહીં સબંધો તૂટે ને માણસે જૂઠ નો સહારો એ હદ સુધી લઈ લીધો કે માણસ એ જૂઠ તળે પોતે જ દબાઈ ગયો... બાળકો માંથી સંસ્કારો ગયા અને હાથ માં મોબાઈલ આવ્યા ,અરે આજના માતા પિતા તો એ પણ ચેક નથી કરતાં કે એમના બાળકો મોબાઈલ માં જોવે છે શું..?..મોબાઈલ દ્વારા જ પ્રેમ કરે અને એ પણ આકર્ષણ નાં કારણે અને ત્યાંથી સર્જાઈ આંતર પેઠી સંઘર્ષો...હા દરેક સંબધો ગલત નથી હોતાં કે નથી દરેક વ્યક્તિ પણ ગલત હોતી પરંતુ માતા પિતા એ થોડી સાવધાની રાખવાની જરૂર છે...થોડું બાળકો પર પણ ધ્યાન આપો... નહીં તો એક સમય એવો આવશે કે બાળકોને એમાંથી બહાર લાવવાં બહુ મુશ્કેલ થઈ પડશે..સમય રહેતા ચેતી જજો.. બસ બીજું તો શું કહું... પોતાનાં જીવનમાંથી થોડો time કાઢીને એને બાળકોના સિંચન પાછળ વપરજો એક મોટો બદલાવ જોવા મળશે...








Thank you...🙏🏼😇🤗