ડો કુલકર્ણી થોડો ભાન મા આવે છે એ બજાજ પાસે જાય છે ને કહે છે આ બધુ અમન કરે છે ડો કુલકર્ણી ની વાત સાંભળી ને બજાજ ગુસ્સામાં બોલે છે એ તો મરી ગયો છે એ ક્યા થી કરે ડો કુલકર્ણી હા એની આત્મા આ બધુ કરી રહી છે બન્ને થોડા સમય પહેલા બનેલી ધટના યાદ કરે છે
***** ***** ***** ***** ***** ***** *****
આ લગભગ એક વર્ષ પહેલાની વાત છે જ્યારે ડો રોહિત, કમીશનર, ડો કુલકર્ણી, મીસ્ટર બજાજ બધા થાયલેંડ ફરવા ગયા હતા બધા પોતાની મસ્તી મા મસ્ત ને થાયલેંડ જેવો દેશ એટલે મન મુકીને જલસા કરતા હતા મસાજ બાર મા મસાજ પાર્ટી જલસો નશામાં ચુર થઈ ગયા હતા એકવાર બધા બેઠા હતા ને ડો રોહિત બોલ્યો આપણે કઈક મોટુ કરી જેના થી માલામાલ થઈ જવાય આ નાનું નાનું કામ નથી કરવુ બજાજ બોલ્યો પણ એવુ શુ કરવું કે જેના થી આખી જીંદગી જલસા થી જાય પછી કામ કરવુ ના પડે ડો કુલકર્ણી બોલ્યો હુ કેટલા સમય થી એક કામ કરી રહ્યો છુ જો એ થઈ જશે તો માલા માલ પણ મારા એકલા થી નથી થતુ તમારે સાથ આપવો પડસે તો આપણે બધા દુનિયા પર રાજ કરશું આ સાંભળી ને બધા મા લાલચ આવી ગઈ બધા એ વાત પુરી જાણ્યા વગર જ હા પાડી દીધી પછી પુછ્યું શુ કરવા નુ છે કમીશનર ને આ બધુ ગમતુ ન હતું પણ મીત્રો માટે એ પણ તૈયાર થઈ ગયો
ડો કુલકર્ણી પોતાની વાત આગળ વધારતા બોલ્યો હુ જેના પર કામ કરી રહ્યો છુ એમા મારે એક માણસ ની જરુર છે જોકે મે આ પહેલા લગભગ 30 જેટલા માણસ પર પ્રયોગ કર્યો છે પણ સફળતા નથી મળી ને બધા જ મરી ગયા મારે એવા DNA ની જરુર છે જે મારો પ્રયોગ સફળ બનાવે પણ હજુ સુધી મળ્યા નથી મે બહુ સર્ચ કરતા એ જાણવા મળ્યું કે આવા દુનિયા મા ખાલી 5 માણસ છે ને એમાંથી એક આપણા ભારત મા પણ છે બસ આ માણસ ને સોધી ને લાવવા નો છે પછી હુ સફળ થઈ જઈશ
મીસ્ટર બજાજ બોલ્યો ખાલી નામ આપી દે એને હુ પાતાળ માથી પણ ગોતી ને લઇ આવીશ બસ આટલુ વિચારી ને બધા હાથ મીલાવે છે ને નક્કી કરે છે ભારત પહોંચી ને પહેલા આજ કામ કરશે ને આજ લક્શ્ય હશે હવે આપણુ બીજા જ દિવસે બધા સવાર મા જ ભારત આવવા નિકળી જાય છે ને શોધ ચાલુ કરી દે છે
બધા જ ભારત પાછા ફરે છે બીજા દિવસે સવારે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરે છે બીજા દિવસે બધા જ ડો રોહિત ની હોસ્પિટલ પહોંચી જાય છે ત્યાં જઈ ને પ્લાનિંગ કરે છે કે કોણે કઈ રીતે કામ કરવુ ડો રોહિત ,ડો કુલકર્ણી ડોક્ટર હોવા ને કારણે DNA કેવી રીતે શોધવું એ ખબર હોય છે એટલે એ બન્ને કામ પર લાગી જાય છે
બીજી બાજુ મીસ્ટર બજાજ એ પોતાની રીતે અમીર થવા માંગે છે એ અઘોરી ને બહુ માનતો હોય છે એટલે એ સીધો બધા થી છુટો પડી ને અઘોરી ને મળવા જાય છે એ અધોરી સ્મશાન મા હોય છે એ રાત અમાસની રાત હોય છે જેને કારણે સિધ્ધિ વધુ મેળવવા સ્મસાન મા બેસી ને તપસ્યા કરતો હોય છે ત્યા નુ વાતાવરણ ભયાનક હોય છે
બજાજ સ્મસાન મા જાય છે એના નજર સામે અધોરી દેખાય છે ખોપળી કંકાલ માંસ લોહી થી ભરેલો વાટકો
રાખ બધા ની વચ્ચે એક લાસ ની પાસે પોતાની તંત્ર વિદ્યા કરતો હોય છે એ ભૂત ના આહવાન કરતો હોય છે જેને કારણે આત્માઓ દેખાતી નથી પણ એની ચીચીયારીઓ રડમસ અવાજ ડર લાગે એવા ભયાનક અવાજ સંભળાય છે બજાજ ને એની આસપાસ કોય હો એવો અહેસાસ થાય છે પણ કોઈ દેખાતુ નથી બજાજ ની હાલત બીક ના કારણે બગડી જાય છે એટલામાં પોલો અઘોરી જોર થી બુમ પાડે છે આવ બજાજ આવ બજાજ જણે સપના માથી જાગ્યો હોય એમ અધોરી સામે જોવે છે ને ધીમેધીમે આગળ વધે છે
બીજી બાજુ ડો રોહિત ડો કુલકર્ણી બન્ને સરખા DNA ધરાવતાં માણસ ની શોધ કરવામાં સફળતા મેળવી લે છે એ માણસ ને લેવા જવા નુ ને કેવીરીતે એને અહી લાવવો વિચારવા લાગે છે
( શુ કરવા માંગે છે બજાજ એ કેમ અધોરી ને મળવા જાય છે ને ડો હવે શુ કરશે પેલા માણસ ને લાવવા)
મોનિકા "એક આશ"