શ્રેય પોતાના ઘરે જવા નિકુળે છે એટલામાં ડો કુલકર્ણી અને ડો રોહિત ત્યા પહોચી જાય છે ને ફરી શ્રેય ને પોતાની જોડે જવા મજબુર કરે છે શ્રેય એમની જોડે જવા તૈયાર થઈ જાય છે શ્રેય ને પોતાની ગાડી માં બેસાડી ને લઈ જતા હોય છે રસ્તા માં શ્રેય ફરી એસીડ મેન બનવા લાગે છે એ જોઈ ને ડોક્ટર ગભરાઈ જાય છે ને તાત્કાલીક ગાડી ઉભી રાખી ને બન્ને નિચે ઉતરી જાય છે ને ત્યાથી ભાગી જાય છે શ્રેય આ વખત વધારે ભયાનક થઈ ગયો હોય છે એના શરીર માથી એસીડ બહાર પડે છે એ જ્યાંથી નિકળે ત્યા બધુ જ એસીડ થી બળી જાય છે પહેલા તો એ ખાલી માણસ ને મારે તો જ મરતા હવે એના શરીર માંથી નિકળતું એસીડ એટલુ ભયાનક હતુ કે માણસ ને અડી જાય તો પણ બળી ને ખાખ થઈ જાય ........
એટલુ જ નહી એના કારણે સળગી ગયેલો માણસ મરી ને ફરી ઉભો થઈ ને ચાલવા લાગે ને એનામાં થી નિકળતી આગ જણે કોલસા ને બાળ્યા પછી આગ બંધ થઈ ને જે રીતે સળગતો રહે બસ આ માણસો એવી જ રીતે સળગે આમ શ્રેય એક પછી એક માણસ ને મારતો જાય છે બધા સળગતા દાવા નળ બની ને બધા ને મારતા જાય છે આવા સળગતા દાવા નળ માણસ ની સંખ્યા વધવા લાગી એક ના બે અને બે ના પાંચ ને પાંચ ના પચાસ થવા લાગ્યા આખા શહેરમાં ભયાનક માહોલ બની જાય છે પોતાની જાત ને બચાવવા માણસો ભાગ્યા કરે છે પણ બચી નથી શકતા જે માણસ મરે છે દેખાવે એટલા ભયાનક હોય છે માણસ સપનામાં પણ ના ભુલી શકે આંખ લાલ શરીર સળગતો કોયલો તણખલા ઉડતા હો છે જેમ ચાલે એમ શ્રેય ને કોય માણસ પાછળ થી મારે છે જેના કારણે એને વાગે છે ને એસીડ ની ધાર થવા લાગે છે બીજી વાત એ બને છે કે એને જેટલો મોટો ઘા પડે છે એટલા દાવા નળ બનેલા માણસ બળી ને રાખ બની જાય છે શ્રેય પર આ દવા ની અસર લગભગ 2 કલાક રે છે ફરી એ માણસ બની જાય છે એ માણસ બનતા જ દાવા નળ બનેલા માણસ રાખ બની જાય છે ને બધુ જ એકદમ શાંત પડી જાય છે ફરી શ્રેય ને કશુંજ યાદ નથી રહેતુ ને એ ફરી એને જોયેલા ભવિષ્ય વિશે વિચારવા લાગે છે...........
બજાજ ના શરીર મા આત્મા જતી રહી ને બહુ જ બજાજ ને લોહીલુહાણ કરી ને બહાર નીકળી ને ધમકી આપી ને જતી રહે છે બજાજ ને બહુ જ વધારે વાગેલું હોવાથી બેભાન થઈ જાય છે થોડીવાર પછી જ્યારે ભાનમાં આવે છે ત્યારે જોવે છે એ હોસ્પિટલ મા હોય છે ને એની આજુબાજુ ડો કુલકર્ણી ડો રોહિત અને કમીશનર ઉભા હોય છે કમીશનર બજાજ ને પુછે છે આ બધુ કેવી રીતે થયુ બજાજ બધી જ માંડી ને વાત કરે છે અધોરી આત્મા એના માતા ને બહેન ની મોત બધી જ વાત કરે છે આ સાંભળી ને બધા ડઘાય જાય છે શુ બોલવું કશુંજ નથી સમજી શકતા બજાજ પોતા ને બચાવવા મદદ કરવા નુ કહે છે.......
એટલી હજુ વાત કરે છે ત્યા તો પેલી આત્મા ફરી બજાજ ના શરીર મા આવી જાય છે બજાજ નો અવાજ બદલાય જાય છે એ આત્મા એમના મિત્રો ને ત્યાથી જતા રહેવા નુ કહે છે ને બજાજ સુતેલો જ વચ્ચે થી વળી ગયેલો હવા મા ઉંચે જતો રહે છે ને પહેલા ધીમેધીમે પછી એકદમ ચકડોળે ફરતો હોય એમ ગોળગોળ ભરવા લાગે છે ને ધડામ દઈ ને અચાનક નિચે પછડાય છે પેલી આત્મા ફરી બોલે છે બલી આપ નહી તો તને ને તારા મિત્રો ને પણ મારી નાખીશ આટલુ બોલી ને જતી રહે છે.............
શ્રેય નુ આવુ રુપ અને શહેરની આવી હાલત જોય ને ડો કુલકર્ણી ડો રોહિત કમીશનર ને બજાજ આને કેવી રીતે રોકવો એ વિચાર કરે છે શ્રેય એટલો તાકાતવર બની ગયો હોય છે કે એને પકડવો અ શક્ય થઈ ગયુ હતુ શ્રેય હવે એના મુળ રુપ મા પાછો આવે એની જ રાહ જોવા ની હતી પણ એ પહેલા તો શ્રેય અને એના કારણે જીવતી લાશો એ તો હાહાકાર મચાવી દિધો હતો આ વખત લગભગ શ્રેય 4 કલાક સુધી એસીડ માણસ બની ગયો હતો બધા જ એના પર જ નજર રાખી ને બેઠા હતા ક્યારે એ માણસ બને અને ક્યારે પકડે હવે શ્રેય લગભગ 4 કલાકે ધીમેધીમે માણસ બનવા લાગ્યો 10 મીનીટ મા એ હતો એવો થઈ ગયો બસ બધા આની જ રાહ જોતા હતા શ્રેય ને પકડી ને એને હથકડી થી બન્ને હાથ ખુરશી જોડે બાંધી લીધા ને શરીર દોરડા થી ટાઈટ બાંધી દીધું જેથી એ ભાગી ના શકે...
આ બાજુ બજાજ ને હવે પેલી આત્મા થી કેવીરીતે બચાવવો એ બધા વિચારે છે ગમે તેમ કરીને બજાજ ને બચાવવા નુ નક્કી કરે છે બધા જ ભેગા થઈ ને અધોરી પાસે જવાનુ નક્કી કરે છે બીજા દિવસે અમાશ હોવા ના કારણે અધોરી સ્મશાન મા જ હશે એટલે આપણે ત્યા જ જશુ બધા બધા હવે પોતપોતાના ઘરે જવા નિકળી જાય છે
બીજા દિવસે બધા સ્મશાન જવા રાતે 12 વાગે નિકળ્યા ડો કુલકર્ણી ડો રોહિત કમીશનર અને બજાજ વિચારતા હતા અધોરી ને કેવીરીતે મનાવી કે આ આત્મા થી પીછો છુટી જાય પણ સ્મશાન મા પહોંચી ને જોયુ તો હૃદય કંપાવી નાખે એવુ દ્રશ્ય હતુ અધોરી સાધના કરતો હતો ને એ સાધના મા ચુક થવાથી 5 ભયાનક આત્મા અધોરી ને ધેરેલી હતી અધોરી ઊંધો ઝાડ સાથે લટકાવેલો હતો એના શરીર પર અશંખ્ય ઘાવ હતા મો વાંકુ થઈ ગયેલુ કાન ને નાક માથી લોહી નિકળતું હાથ પગની આંગળીઓ તુટી ને લટકતી હતી શરીર પર દાઝી ગયા ના ડાઘ મોત માટે તરસતો પણ પેલી આત્મા અધોરી ને મરવા નતી દેતી ને પીડા આપ્યા કરતી આ દ્રશ્ય જોય ને બધા જ ત્યા થી ભાગી ગયા કોય ને હોશકોશ જ ન હતા કે એ ક્યા ભાગે છે ગાડી પણ કોય ને યાદ ના આવી કોય શહેર ની બહાર પહોંચી ગયુ કોય કોય ની ફેક્ટરી મા જતુ રહ્યુ કોય પડતા આખડતા બેભાન થઈ ગયુ કોય એકબીજા ને ઓળખી શકે એવી પણ હાલત નહી આત્મા થી કેવી રીતે બચશે એ જાણવા ગયા હતા પણ કોય જ વસ્તુ યાદ નતી આવતી લગભગ 24 કલાકે બધા હોશ મા આવ્યા.....
( શુ કરશે શ્રેય આ બધા થી બચવા શુ કરશે ડો કુલકર્ણી ડો રોહિત બજાજ કમીશનર આત્મા થી બચવા આગળ નો ભાગ વાંચો.......)
મોનિકા "એક આશ"