બદલો - 1 monika doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

બદલો - 1

શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય છે .

એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહાર ની લાઈટ ને કારણે સેજ પ્રકાશ મા એક હવાની વેગે આમતેમ જતો પડછાયો દેખાય છે ને સાથે ભયાનક ચીસો પણ સંભળાય છે જેને કારણે ત્યાના બધાં ડર થી ધ્રુજવા લાગે છે ને જાને બધાયે જે શરાબ નો નશો એક જ ઝાટકે ઉતરી જાય છે .
અચાનક લાઈટો ચાલુ થઈ જાય છે ને અચાનક બધાં ની નજર એકબાજુ પડે છે જોતા જ બધાં એક સાથે જ બુમાબુમ કરવા લાગે છે ને ભાગમભાગ થવા લાગે છે

સામેની બાજુ લોહી માં લથપથ એક લાશ પડેલી હોય છે મો ભયંકર રીતે બગડી ગયુ હોય છે પણ એના કપડાં ને હાથ ની ઘડીયાળ પર થી ખબર પડે છે કે એ ડોક્ટર રોહીત ની લાશ હોય છે .

પાર્ટી માં કમીશનર તો હોય છે એટલે તપાસ હાથ ધરવામાં આવે છે ને પોલીસ ની ટીમ ને બોલાવવા માં આવે છે બધાની પુછતાછ થાય છે ને પછી કશુ ખબર ના પડતા બધાને જવાદેવામા આવે છે ને જ્યાં સુધી તપાસ પુરીના થાય ત્યાં સુધી શહેર છોડીને જવા ની મનાય કરવામાં આવે છે .

છેલ્લે કમીશનર અભય , ડો કુલકર્ણી, ઉદ્યોગપતિ બજાજ રોકાય છે ને પહેલાં તો શાંતિ થી બેસી રહે છે બધાં ને ધીમેથી મીસ્ટર બજાજ બોલે છે.

મીસ્ટર બજાજ : મને તો .........કોય જાણીતો પડછાયો હોય એવુ લાગતુ હતુ તમને એવુ કશુ લાગ્યુ??????

ડો કુલકર્ણી : સાચુ બોલુ તો મને પણ જાણીતુ જ લાગ્યુ.

કમીશનર અભય : મને તો.........................................

બન્ને એક સાથે બોલ્યા મને તો શુ??

કમીશનર : કશુ જ નહીં બોલી ને ત્યાથી ઉભા થઈ જાય છે ને બાહર તરફ જાય છે ને 5 મીનીટ બહાર ના દરવાજા પર જ ઉભા રહી જાય છે .

દુર ઉભેલો ડ્રાઈવર જોય જાય છે એટલે ગાડી લઈ ને કમીશનર પાસે આવી જાય છે ને કમીશનર પણ સુધબુધ ખોય બેઠા હોય એમ ગાડી મા બેસી જાય છે ને ધરે પહોંચે છે થોડુ મન શાંત પડ્યું હોય એમ ધર મા જઈ ને પાણી પીવે છે પગ લાંબા કરી ને સોફા પર બેસી જાય છે થાક ને કારણે બેઠાં બેઠાં જ ઉંધ આવી જાય છે .

રાત ના 3 વાગ્યા હોય છે ને કોય વસ્તુ જોર થી પછાડાઈ હોય એવો મોટે થી અવાજ આવે છે ને કમીશનર બેબાકળા ગભરાય ને ઊભા થઈ જાય છે આમ તેમ જોવે છે કશુ જ દેખાતું નથી ત્યાં અચાનક રુમ ની બારી બારણા જોર જોર થી ખોલ બંધ થાય છે ને જોર જોર થી પછડાવા લાગે છે કમીશનર ડર ના કરણે પરસેવે રેબઝેબ થઈ જાય છે ને બુમો પાડે છે.

કમીશનર: કોણ છે સામે આવ છુપાય ને સુકામ આવુ કરે છે હિમ્મત હોય તો સામે આવ પછી બતાવું છુ હુ શુ છુ .

આટલુ હજુ તો બોલે છે ત્યાં કમીશનર ના પાછળ થી એને સ્પર્શીને પડછાયો પલકરા મા જ ગુમ થઈ જાય છે ને પાછળ ફરીને જોવે છે તો કશુ જ નથી દેખાતુ કમીશનર પાછી બુમ પાડે છે.

કમીશનર: કાયર ,ડરપોક આમ તો બધા બધુ કરી શકે સામે આવ................


***** ***** ***** ****** ***** **** ***** *****

આટલુ બોલે જ છે ત્યાં પડછાયો સામે આવી જાય છે કમીશનર ના મો માંથી નિકળી જાય છે તુમ આ કેવી રીતે હોય શકે આંખો ચોળીને ને ફરી જોવે છે પણ એ ફરી દેખાય છે કમીશનર ભાગવા લાગે છે ને સોફા સાથે અથડાઈ ને પડી જાય છે સામે પડછાયો એના વધુ નજીક આવવા લાગે છે ને બીક ને કારણ ને એ ઉભો નથી થઈ શકતો ને ધસડાતો દુર જવા ની કોશીશ કરે છે આમ તેમ જે પણ વચ્ચે આવે બધુ પડછાયા બાજુ ફેકે છે પણ કોય ફરક નથી પડતો પણ બીહામણા અવાજ મા હસવા લાગે છે .

કમીશનર હવામાં લટકવા લાગે છે ને ગળું દબાવા ને કારણે આંખો ને જીભ બહાર નિકળી જાય છે ને મોઢા પર ધારદાર વસ્તુ અચાનક પડે છે કમીશનર ત્યા જ મરી જાય છે ને હવામાં લટકેલો જમીન પર પછડાય છે બધુ જ શાંત પડી જાય છે.

સવાર મા કમીશનર ના ધરે કામ કરવા માણસ આવે છે કમીશનર ની આવી હાલત જોય ને તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે ને ડો કુલકર્ણી ને મીસ્ટર બજાજ ને પણ ફોન કરીન બોલાવે છે જલદી થી બધા આવી જાય છે વિચારમાં પડી જાય છે કોણ કરે છે આ બધુ પહેલા ડો રીહીત ને હવે કમીશનર ,

(શુ થસે આગળ કોણ કરી રહ્યું છે બધુ ને કેમ આગળ જાણવા આગળ વાચતા રહો to be continue .............)

(મારી વાર્તા તમને કેવી લાગે છે આપના મંતવ્ય જરુર જણાવશો જેથી હુ વધુ સારુ લખતી રહુ ધન્યવાદ )

મોનિકા "એક આશ"