Badlo - 2 books and stories free download online pdf in Gujarati

બદલો - 2

બજાજ બહુ મોટો બીઝનેસમેન હોય છે અમીર પણ એટલો જ ઘર આલીશાન રજવાડા જેવુ હોય છે કમીશનર ની મોત થી ડો કુલકર્ણી ને બજાજ બન્ને જોડે રહેવા નુ નક્કી કરે છે કમીશનર ની બધી વિધિ પતાવી ને જોડે બજાજ ના ઘરે જાય છે ઘરે પહોંચે ત્યાં રાત પડી જાય છે બન્ને થાકી ગયા હોય છે તો તરત સુવા જતા રહે છે રાત ના 2 વાગ્યા હોય છે ને જોરથી બારી પછડાય છે બજાજ ને કુલકર્ણી બન્ને જાગી જાય છે બન્ને બહાર ની રુમ મા આવી જાય છે ને જોરથી બોમ ફુટે એ રીતે કાચની બારી ધડામ દઇ ને ફુટે છે વારા ફરથી બધી બારી ના કાચ ફુટવાલાગે છે ખુરશી ટેબલ હવા મા ઉછળી ને આમતેમ ફેંકાય છે ડો કુલકર્ણી ને બજાજ પોતાનો જીવ બચાવવા જમીન પર ઊંધા સુઈ જય છે જોર થી ચીસો ને ભયાનક હસવાનો અવાજ આવે છે કોય નહીં થોડીવાર માં બધુ શાંત પડી જાય છે કશુ જ ના બન્યું હોય એવી શાંતિ છવાય જાય છે

બીજી બાજુ ડો કુલકર્ણી અને બજાજ ગભરાયેલા એક ખૂણામાં લપાઈ ને બેસેલા હોય છે પાછળ થી માલીક માલીક અવાજ આવે છે એ અવાજ થી પણ બી જાય છે ને બન્ને પાગલ બની ગયા હોય એવુ વર્તન કરે છે રાત આખી આમ જ નિકળી જાય છે સવારે ડો કુલકર્ણી પોતાના ઘરે જવા નિકળી જાય છે હજુ તો ગાડી દરવાજા ની બહાર જ નિકળે છે ત્યા તો ગાડી બેકાબુ બની જાય છે ને ગાડી પોતાની જાતે જ ચાલવા લાગે છે ગાડી ની સ્પીડ ધીમે ધીમે વધતી જ જાય છે ને 200 300 ની ઝડપે ચાલવા લાગે ગાડી માં બેઠેલા ડો કુલકર્ણી કશુ નથી કરી શકતો આમથી આમ પછડાટો જ ખાય છે ને અચાનક એની બાજુ મા કોય બેઠેલું દેખાય છે ડો કુલકર્ણી જોય ને આંખો ફાટી જાય છે ને બીજી જ મીનીટે કોય જ નથી હોતુ ને ગાડી પણ એક પહાડી ની કિનારી પર જઇ ને ઉભી રહી જાય છે ફટાફટ ડો કુલકર્ણી ગાડી માથી ઉતરી જાય છે ને દોડતા દોડતા ત્યાથી દુર જતો રહે છે ને દુર જઈ ને બજાજ ને ફોન કરે છે ને કે છે મને ખબર છે આ કોણ કરે છે આટલુ બોલી ને ડો કુલકર્ણી બેભાન થઈ જાય છે


બજાજ ડો કુલકર્ણી ને શોધવા નિકળી જાય છે જે જગ્યા એ થી ફોન આવ્યો તો ત્યાં પહોંચે છે પણ ત્યાં ડો કુલકર્ણી હોતા નથી આમ તેમ બધે જ શોધે છે પણ નિરાશ થઈ ને પાછા જાય છે બીજી બાજુ ડો કુલકર્ણી આંખો ખોલે છે તો સ્મશાન માં હોય છે આજુબાજુ નુ ભયાનક વાતાવરણ થી ગભરાય ને માનસિક સંતુલન બગડી જાય છે ને સ્મશાન માથી બહાર નિકળે છે ને ડો કુલકર્ણી બજાજ ની જ ગાડી જોડે અથડાય છે બજાજ ગાડી ઉભી રાખી ને જોવે છે તો કુલકર્ણી ને જોઈ ને અવાક થઈ જાય છે ને એને લઈ ને ઘરે આવે છે ડો કુલકર્ણી એક જ વસ્તુ બોલ્યા કરે છે મારી ભુલ થઈ ગઈ માફ કરી દે ને ગભરાયેલા ખુણામાં બેસી રહે છે

રાત થાય છે જાણે એવો ભયાનક સન્નાટો હોય છે કે કોય પણ ને અંદર થી હલાવી દે બજાજ આરામ થી થાકી ને સુતો હોય છે ને કાન મા કોય જોસ થી ચીસ પાડે છે બજાજ બેબાકળો થઈ ને ઊભો થઈ જાય છે આજુ બાજુ જોતા કશુંજ દેખાતુ નથી ને બીતા બીતા ફરી સુવે છે ને આંખો બંધ કરે છે અચાનક આંખ ખુલી જાય બીક માં તો એની ઉપર જ હવા મો કોય લટકતું સુતુ હોય છે ભયાનક ચહેરો માંસ ના લોચા બહાર લટકતા ને આખો બગડી ગયેલો ચહેરો લોહીના ટીપા ટપ ટપ ટપ ટપ........બજાજ પર પડતાં હોય છે બજાજ ઉભો થવા જાય છે પણ ઉભો થઈ નથી શકતો પરસેવે નિતરતો ને બીક માં ધ્રુજ તો પણ કઈ જ કરીના શકતો હવા માથી એ લટકતું એનાં પર પડે ને અચાનક ગાયબ થઈ જાય છે
કોય અદ્રશ્ય હાથ બજાજ ને ગાલ પર જોર જોર થી લાફા મારે છે આખો ગાલ લાલચોળ થઈ જાય છે અચાનક મારતુ બંધ થઈ જાય છે

(કોણ છે જે આ બધુ કરી રહ્યુ છે એવુ તો શુ કર્યુ છે બધાયે કે જેનો બદલો કોય લે છે જાણવા આગળ ના ભાગમાં વાચ )

મોનિકા "એક આશ"




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED