બદલો - 9 monika doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - 9

ડો કુલકર્ણી આત્માના સકંજામાં બરાબર ફસાયેલો છે ગમે તેટલી મહેનત છતા એ છૂટી નથી શકતો શ્રેય ની આત્મા એને ભયાનક મોત આપવા તત્પર છે એ એનો બદલો લેવા માગે છે જેવી રીતે ડો કુલકર્ણી અને એના મિત્રો એ ભેગા થઈ ને એને જે એસીડ ના ઈંજેક્શન આપેલાં એ જ ઈંજેક્શન શ્રેય ની આત્મા એને આપે છે જેને કારણે ડો કુલકર્ણી ના શરીર માં બળતરા થવા લાગે છે એના હાથ પગ બન્ને શ્રેય ની આત્મા એ તોડી નાખ્યા હોવાથી એ જમીન પર જ તરફડીયા મારે છે ડો કુલકર્ણી જેમ સમય પસાર થાય છે એમ એસીડ માણસ બનવા લાગે છે એ પુરી રીતે એસીડ માણસ બન્યો નથી હોતો ત્યારે જે ડો કુલકર્ણી શરીર પર એસીડ ના ફોડલા પડેલાં હોય છે આ શ્રેય ની આત્મા વારા ફરતી ફોડી નાખે છે જેને કારણે ડો કુલકર્ણી આગ માં ભડકે બળતો હોય એવી બળતરા અનુ ભવે છે ને બચાવો બચાવો ની ચીસો પાડે છે પણ કોય એનુ સાંભળવા માટે નથી આ વિરાન બિહામણા જંગલમાં અંતે પીળા સહન ના થતા તડફડી ને મરી જાય છે

આ બાજુ મંદિર માથી ભાગી ને બજાજ સુમસાન રસ્તા તરફ ભાગે છે બજાજ ને ખબર નથી હોતી કે ડો કુલકર્ણી મરી ગયો છે બજાજ રસ્તા પર ભાગતો જ જાય છે સામે એને કોય માણસ દેખાય છે અંધારું ખૂબ હોવા ને કારણે કોણ ઉભું છે એને ખબર નથી પડતી પણ પોતાનો જીવ બચાવવા ને મદદ માંગવા એ માણસ તરફ વધારે ઝડપ થી ભાગે છે એ અજાણ્યા માણસ ની થોડી નજીક પહોંચે છે તો એ થોડીવાર અવાક થઈ ને ઉભો રહે છે ને પછી ખૂશ થઈ જાય છે કે ને એને ગળે લગાડી ને કહે છે કુલકર્ણી તુ સારુ થયુ તુ મળી ગયો થોડીવાર પછી અચાનક બજાજ પૂછે છે પણ..............તું તો જંગલ બાજુ ભાગ્યો હતો અહી કેવીરીતે આવ્યો કુલકર્ણી કશુંજ બોલે એ પહેલા બજાજ કે છે જે પણ રીતે આવ્યો પણ તુ મને મળી ગયો એ જ બહુ છે ચાલ જલદી હવે અહીંથી નિકળી નહી તો પેલી આત્મા ગમેત્યારે આવી જશે ને આપણે બચી નહી શકીએ

બજાર ડો કુલકર્ણી હાથ પકડીને ત્યાથી નિકળી જવા ખેંચે છે પણ ડો કુલકર્ણી ત્યાંજ ઉભો રહે છે ને કે છે એ આત્મા આ બાજુ જ આવી છે આપણે જંગલ બાજુ જઈએ ત્યા એક સાધુ મને મળ્યા હતા એને જ મને તને એમની પાસે લાવવા કહ્યું છે સાધુ એ જ મારો જીવ બચાવ્યો છે ચાલ આપણે ત્યા જ જઈ બજાજ કશુંજ વિચારતો નથી ને કુલકર્ણી જોડે જંગલ બાજુ જવા લાગે છે............


બજાજ ડો કુલકર્ણી સાથે જંગલ બાજુ જાય છે જેમ જેમ જંગલ બાજુ આગળ વધતા જાય છે એમ એમ વાતાવરણ નો સન્નાટો ને ભયાનકતા વધતી જાય છે બજાજ અંદર થી ડરેલો ને આજુ બાજુ નજર દોડાવતો ને બીકના કારણે પરસેવે તરબતર થયેલો હોય છે આંખો ના ડોળા એટલા મોટા થઈ ગયેલા હોય છે કે એની અંદર ની બીક દેખાય આવે છે .....


આ બાજુ ડો કુલકર્ણી શાંતિ થી એની જોડે ચાલતો હોય છે એ જોય ને બજાજ ને આશ્ચર્ય થાય છે ને બજાજ ને પુછે છે તને જરાય ડર નથી લાગતો એ આત્મા ગમેત્યારે ગમે તે રીતે આવી શકે છે એનો જવાબ આપતા ડો કુલકર્ણી અટ્ટહાસ્ય સાથે મને પેલા સાધુ મળ્યા હતા ને એણે મારો બધો જ ડર દૂર કરી દીધો છે તુ પણ એમને મળીશ ને એટલે બધો જ ડર દૂર થઈ જશે બજાજ જ કશુંજ બોલ્યા વગર ચાલતો રહે છે પણ એનો ડર ચરમ સીમા પર પહોંચી ગયો હોય છે જેને કારણે એ ડો કુલકર્ણી નો હાથ છોડાવી ને દૂર ભાગવા લાગે છે ડો કુલકર્ણી એ જોય ને ઝડપથી એની બાજુ પહોંચી જાય છે ને ફરી એને પકડીને કે છે બજાજ ભાગ નઈ આપણે સાધુ પાસે પહોંચવા જ આવ્યા છી પછી બધુ જ ઠીક થઈ જશે શાંતિ રાખ એમ કહી ને ફરી આગળ ચાલવા લાગે છે થોડે આગળ જતા ડો કુલકર્ણી અચાનક દેખાતો બંધ થઈ જાય છે .......................


બજાજ જંગલ ની વચોવચ પહોંચી જાય છે ચારે બાજુ ઘટાદાર ઝાડ ને અંધકાર સીવાય કશુંજ દેખાતુ ન હતુ બજાજ બેબાકળો થઈ ને ડો કુલકર્ણી ને બુમો પાડે છે પણ કોય જવાબ નથી મળતો અચાનક એની નજર ઝાડ પર પડે છે જેને જોય ને બજાજ ની આંખો ફાટી જાય છે ને ત્યા જ ફસાય પડે છે ત્યા પાછળ થી કોય એના ખંભા પર હાથ મુકે છે પાછળ ફરીને જોવે છે તો એના નિચે થી જમીન સરકી જાય છે ઘડી મા ઝાડ પર જોવે તો ઘડી પાછળ ઝાડ પર ડો કુલકર્ણી ની બહુ જ ખરાબ હાલતમાં લાશ લટકતી હોય છે ને પાછળ ડો કુલકર્ણી ઊભેલો હોય છે એને એની આંખ પર વિશ્વાસ જ નથી આવતો એની આંખો હાથ થી ઘસે છે એને પોતા ના મગજ નો વેમ લાગે બજાજ ને કશુંજ સમજાતુ નથી એટલી વારમાં ડો કુલકર્ણી બોલે છે બજાજ હું જીવું છુ આ પેલી આત્મા ની ચાલ છે તુ ગભરાઈસ નહી અહી આવ એમ કહી ને ડો કુલકર્ણી બજાજ સામે હાથ લાંબો કરે છે .............


બજાજ કંઈજ ના સમજતા એ ડો કુલકર્ણી હાથ નથી પકડતો ને ત્યાથી દૂર જવાલાગે છે પણ એના પગ તો ચાલતા હોય છે પણ એ ત્યા ને ત્યા જ હોય છે એ ત્યાથી એક પણ ડગલું આગળ વધીને જઈ નથી શકતો પણ એ કોશિશ કર્યા કરે છે ડો કુલકર્ણી એ જોય ને હસવા લાગે છે ને બોલે છે બજાજ ખોટી મહેનત ના કર તુ ક્યાય નઈ જઈ શકે હવે તારો વારો છે મરવાનો હા હા હા ના હાસ્ય સાથે ડો કુલકર્ણી શ્રેય ની આત્મા માં બદલાય જાય છે ને આત્મા બોલે છે તને મારી ને આજ મારો બદલો પુરો થસે ............

બદલો લેવા શ્રેય ની આત્મા તલપાપડ થાય છે ને બજાજ હવા મા લટકાવી દે છે પવન ફૂલ જોસ માં આવે છે ઝાડ પાંદડા થરથર કાંપતા હોય એવુ લાગે આત્મા નો હસવા નો અવાજ આજુબાજુ ના વાતાવરણ ને ભયંકર બનાવી રહ્યુ છે અમાસ ને કારણે આકાશ પણ અંધારુ લપેટી ને બેઠું હોય છે એવાં માં બજાજ પોતાની જાત ને બચાવવા શ્રેય ની આત્મા પાસે આજીજી કરે છે માફ કરી દેવા માટે કાલાવેલી કરે છે પણ શ્રેય ની આત્મા કંઈજ સાંભળવા તૈયાર નથી ને ચીસો પાડે છે બદલો જોય છે મારો મારી મોતનો તમારા કાવતરા નો જે મને છળ થી મારી નાંખ્યો એનો બદલો........................


ધડામ દઈ ને અચાનક બજાજ નીચે પડે છે શ્રેય ની આત્મા ચોંકી જાય છે આ કેવી રીતે છુટી ગયો ફરી એની કાળી શક્તિ નો ઉપયોગ કરે છે પણ બજાજ ને કશુંજ નથી થતું આજુબાજુ જોય ને આત્મા વધારે ગુસ્સામાં ઝાડ ઉખાડીને બજાજ તરફ ફેંકે છે પણ ઝાડ ઉછળે તો છે પણ હવામાં જ લટકી જાય છે ને ત્યા જ નિચે પડી જાય છે શ્રેય ની આત્મા બદલો લેવા વધારે ભયાનક ખુંખાર બનતી જાય છે વારા ફરથી એક પછી એક ઝાડ ઉખાડીને ફેંકે છે પણ બધાં જ ઝાડ હવામાં લટકતા જ રહે છે શ્રેય ની આત્મા આમતેમ જોવે છે આ શું થઈ રહ્યું છે સમજાતું જ નથીં એટલે એ વધારે ને વધારે પ્રયત્ન કરે છે બજાજ ને મારવાનો પણ આત્મા બજાજ સુધી પહોંચી જ નથીં શકતી......................................



બજાજ પણ વિચારે છે અચાનક શું થયુ મને કોણ બચાવે છે આત્મા મારા સુધી કેમ પહોંચી નથી શકતી એ આજુબાજુ નજર કરે છે પણ એને પણ કંઈજ દેખાતુ નથી તેમ છતા એ જોયા કરે છે પણ એને એકવાત ની થોડી મનમાં રાહત થાય છે કે કોય એને બચાવવા આવ્યું છે પણ ફરી એ જ સવાલ મન માં થાય છે આવા જંગલમાં કોણ મારી મદદ કરવા આવ્યું જ્યાં દૂર દૂર સુધી જાનવર પણ નથી દેખાતા કોણ છે એ એમ વિચારતાં ફરી એ બધે જ નજર કરે છે બજાજ ને દૂર થી આવતુ કંઈક દેખાય છે આટલા અંધારા મા દૂર થી કોય પ્રકાશ દેખાય છે જાણે કોય શક્તિ એને બચાવવા આવી હોય ...................


આત્મા ની નજર પણ એ બાજૌ જાય છે ને પોતે કશુંજ કરી નથી શકતી એના કારણે ભયાનક અવાજો કરે છે ને સામે થી આવતી રોશની ને ચેતવે છે જે પણ હોય જતો રે રહી થી નહીં તો તું પણ નહીં બચે મારા રસ્તા માં ના આવીશ નહી તો તું પણ કાળનો કોળીયો બની જઈશ જા જતો રહે કરીને ફરી વાતાવરણ ને વધારે ભયંકર બનાવતી ચીસો પાડે છે .................


પણ સામે થી આવતો પ્રકાશ એની બાજુ આગળ વધ્યાં જ કરે છે જણે આત્મા ની બીક જ ના હોય ને કોય ફરક જ ના પડતો હોય એમ આગળ ને આગળ વધે છે બજાજ ને શ્રેય ની આત્મા જોયા કરે છે..............


શ્રેય ની આત્મા જેટલી વિક્રાળ થાય છે એટલો જ સામે થી આવતો પ્રકાશ એની બાજુ આગળ વધ્યાં જ કરે છે જણે આત્મા ની બીક જ ના હોય ને કોય ફરક જ ના પડતો હોય એમ આગળ ને આગળ વધે છે બજાજ ને શ્રેય ની આત્મા જોયા કરે છે આત્મા ની ગમે તેટલી કોશિશ કામ નથી આવતી એ આત્મા આજુબાજુ પડેલી બધી જ વસ્તુઓ એ આવતા પ્રકાશ બાજુ પવનનાં વેગે ફેંકે છે પણ બધું જ અધવચ્ચે જ અટકીને નિચે પડી જાય છે ..............

ઝાકળ ને ધુમ્મસ માં જેમ સામેથી આવતા કોય વાહનો દેખાતા નથી હોતા ખાલી લાઈટો જ દેખાય છે બસ એ જ થઈ રહ્યું હતું સામે થી આવતો માણસ દેખાતો જ ન હતો બજાજ પણ વિચારે છે આ થઈ શું રહ્યું છે આટલા ગાઢ જંગલમાં એમાં પણ અમાસની રાતે ક્યાય થી એક પ્રકાશ નું કિરણ આવવું પણ શક્ય નથી એમા આટલો દૈવિક પ્રકાશ કેવી રીતે ....................

હવે બજાજ ને આત્મા ની ધીરજ ખુટી જાય છે બજાજ તો પણ ખાલી જોયાં કરે છે પણ આત્મા એ પ્રકાશ બાજુ આગળ વધે છે જેમ એ પ્રકાશ પાસે પહોંચે છે એ બળવા લાગે ને ચીસો સાથે એ ત્યા થી દૂર ખસી જાય છે જ્યા શ્રેય ની આત્મા દૂર ખસે તરત જ એક યોગી પુરુષ સામે આવે છે.....................

યોગી પુરુષ એનું તેજ કરતુ મુખ લલાટ પર જણે ચંદ્રમાં ની ચમક ગળામાં રુદ્રાક્ષ ની માળા કપાળે કેશર તીલક એક જ નજર માં મોહિત થઈ જવાય એવુ વ્યક્તિત્વ આંખો માટી ને ભય મુક્ત ના કોય રાગ ને ના કોયના માટે દ્વેષ એક યોગ સાધનામાંથી જ ઉભાં થઈ ને હાલ આવ્યા હોય એવી પ્રતિમા આવા યોગી ને આત્મા ને બજાજ જોતા જ રહી ગયા ને બજાજ બે હાથ જોડી ને એને બચાવવા ની ભીખ માંગે છે ને એ યોગી ના પગે પડે છે યોગી યોગ ના પ્રભાવ ને કારણે ભૂતકાળ, ભવિષ્યકાળ , વર્તમાનકાળ બધુ જ જોય શકે છે એટલે બજાજ ને એના મિત્રો ની ભૂલ ને એ જાણી જાય છે ના ઠપકો આપતા કહે છે તમે જે કર્યું છે એનો જ આ બદલો છે બજાજ કરગરતા કહે છે અમારી ભૂલ થઈ ગઈ બચાવી લો તમે જ એક આશા છો ઉપરવાળાએ જ તમને મને તારવા અહીં મોકલ્યા છે બચાવી લો મને આટલુ સાંભળી યોગી બજાજ ને ઊભો કરતા કહે છે ચિંતા ના કર આ આત્મા તારું કઈ બગાડી નહીં શકે ...............

શ્રેય ની આત્મા ફરી યોગી ને આમાં થી દૂર ખસી જવા કહે છે યોગી ગુસ્સામાં બોલે છે માન્યું તારી સાથે ખોટું થયું છે પણ જે થઈ ગયું એને કોય બદલી નથી શકતી તે આના ત્રણ મિત્રો ને મારી નાખ્યા છે હવે બસ હવે આને જવા દે પણ આત્મા માનતી નથી ને યોગી પર પ્રહાર કરે છે પણ યોગી ને કશુંજ થતુ નથી ફરી યોગી આત્મા ને ચેતવે છે આને છોડીને અહીથી ચાલ્યો જા નહીં તો તારો વિનાશ કરી નાખીશ આત્મા બદલા ની ભાવનામાં કંઈજ માનતી નથી ને બજાજને મારવા આગળ વધે છે ત્યા યોગી મંત્રોચ્ચાર કરે છે ને આત્મા તરફડીયા મારે છે તેમ છતાં એ બજાજ ને મારવા વધું પ્રયત્ન કરે છે એટલો યોગી પાસે કોય જ રસ્તો ના રહેતા ભીષ્મ આત્મા પર નાખે છે ને શ્રેય ની આત્મા બળી ને ખાખ થઈ જાય છે ને કાયમ માટે જતી રહે છે

બજાજ યોગી પુરુષ નો આભાર માને છે ને ક્યારેય ખોટી રીતે કામ નહીં કરે ને ક્યારે કોય નો ઉપયોગ કરીને રુપિયા નહી કમાય નું વચન આપે છે.............

મોનિકા "એક આશ"